Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર 26th, 2016

પ્રાર્થના…ઓશો વાણી

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

જિજ્ઞાસુ- પ્રાર્થના કરવાની રીત કઈ?

ઓશો…

Image result for osho

(Thanks to webjagat for the picture)

ધ્યાનની વિધિ હોય, પ્રાર્થનાની વિધિ ના હોય. એતો ભાવનો, પ્રેમનો પ્રવાહ છે. પ્રેમનો અલંકાર એટલે પ્રાર્થના. સૂક્ષ્મ જગતની સુગંધ.પ્રાર્થના એ ભાવ દશા છે. રટવા કરતાં જે ભાવથી ઝૂકો છો..એ પ્રાર્થના થઈ જાય છે. એ અંતર મનની વાત છે..અશ્રુનું ટપકું બને, ગીત ફૂટે, નાચી ઊઠો, અથવા બંસરીના સૂર છેડો કે મૌન થઈ જાઓ..એ સઘળાં તમારાં ભીક્ષા પાત્રો છે..પરમ શક્તિ જેના લીધે તમારું અસ્તિત્ત્વ છે, એની સમીપ પહોંચવાની એ ક્રિયા છે.કોઈ પણ ધર્મની રીતે પ્રાર્થીએ…સુંદર ભાવ પ્રદર્શીત કરતા મંત્રોને રટીએ એટલે એ પ્રાર્થના થઈ ગઈ એવું ના કહેવાય..એમાં હૃદયનો બહાવ હોવો જોઈએ. કુદરતના સૌંદર્યમાં ડૂબો ને સંવેદનાઓ થકી અનંત દર્શન પેદા થાય ને પ્રાર્થના પ્રગટ થતી જાય.ફૂલ ખીલે તેમ તમે ખીલો એ આપણી પ્રાર્થના થઈ ગઈ..એ અનુભવ એ જ સુગંધ.

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં

કદમની ડાળીથી કૂદીને કાનજી

હળવેથી મરકતો પૂછતો

તું મને ભીંજવે કે હું તને ભીંજવું?

આ કોયડો હજુય ના ઉકલતો

 

 

મારે ને મોરલાને ભાઈબંધી રૂડી

ઘાટ પર આવી ને નાચતા

મયુર પીંછે  સોહે કાનજીને પૂછે

થનથન નાચી કોણ કોને રે રીઝવતું?

આ કોયડો હજુય ના ઉકલતો

 

 

ચરાવી ગાયલડી બેસીને ઘાટ પર

મીઠી વાંસલડી એ વગાડતો

રૂમઝુમ હરખાતી રાધાજી આવતી

કોણ કોનામાં ડૂબતું,  ગોકુળિયું  પૂછતું

આ કોયડો હજુય ના ઉકલતો

 

 

વાહ રે ગોકુળ ને વાહ મારા વૃન્દાવન

કોયડામાં બાંધે એ કાનજી…

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં

આજ  રાણી યમુના રાજી રાજી(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

 

 

Read Full Post »