પડોશી દેશની ધરતી, શાસક તથા લશ્કર …આતંકને પોષનારા બની ગયા છે. સ્લીપર સેલ અનેક દેશોની ભલી નીતિઓનો ગેરલાભ માણી જાય છે. આતંકને પોષી , જેહાદના નામે લાખો રૂપિયા વાપરી, અનેક લોકોને અવળે રસ્તે લઈ જતાં ગ્રુપો છે..ને હિંસાની જ્વાળાઓ ભડકતી રહે છે…આવો હવે રાહ જોયા વગર, આતંકીઓને ઉઘાડા પાડીએ..
સજાવો શસ્ત્રો હવે…..રમેશ પટેલ(આકાશદીપ)
ચેતો ફરે બૂરી નજર, વતનના અભિમાન પર
મા ભોમ દે હાકલ તને, સજાવો શસ્ત્રો હવે
સંહારની લીલા વડે , શત્રુ રંજાડે ધરા
યુધ્ધે ભરો ડગ સુભટો, સજાવો શસ્ત્રો હવે
ના સમજતો આતંક આ, સભ્યતાની વાતડી
રણહાક દઈ શંખથી, સજાવો શસ્ત્રો હવે
છે ખ્યાત જ ખુમારી જગે, સતપથે દે ગર્જના
સાગર તથા અંબર પટે, સજાવો શસ્ત્રો હવે
કાયર નથી ગીતા વદે, નરપુંગવ વિશ્વાનલ
અન્યાયને પડકારવા, સજાવો શસ્ત્રો હવે
છે સાહસે શૂરા બંકા, કસુંબલ રંગો ધરી
ફરફર ફરકવા શાનથી, સજાવો શસ્ત્રો હવે
‘દીપજી નથી ગાથા મહા, શહીદી સમ યુધ્ધમાં
જયઘોષ કરવા માતનો, સજાવો શસ્ત્રો હવે
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રિય રમેશ ભાઈ
આંતક વાદીઓને ઉઘાડા પાડવાની તમારી કવિતા ગમી
પાર્થને કહો ચડાવે બાણ…
have na ladavo Laad – ane ChaDhavo BaaN
“યુદ્ધ એ જ કલ્યાણ..”..
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંક વાદીઓ વર્ષોથી ભારતને હેરાન કરી રહ્યા છે એ એક જાતનું પ્રોક્ષી યુદ્ધ જ છે. જો જલ્દી સુધરે નહી તો પછી “યુદ્ધ એ જ કલ્યાણ..”..
કાયર નથી ગીતા વદે, નરપુંગવ વિશ્વાનલ
અન્યાયને પડકારવા, સજાવો શસ્ત્રો હવે