Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર 17th, 2016

ભારત દેશના વડાપ્રધાન ને ગુર્જર ભૂમિનું  રત્ન, શ્રી નરેન્દ્રભાઈ મોદી…૧૭મી સપ્ટેમ્બર…જન્મદિને , માતા  હિરાબાના આશિષ એટલે પરમ શક્તિની કૃપાનો અહેસાસ.

મોદી સુરક્ષા વગર માના ચરણોમાં: 'માની મમતા જ જીવન જીવવાની જડીબુટ્ટી', ahmedabad city news in gujarati

 

માની મમતા અને આશીર્વાદ જ જીવન જીવવાની જડીબુટ્ટી છે. Twit

 

માતાના પગે લાગતાં PM મોદી(Thanks to Divyabhaskar)

એક એવું વ્યક્તિત્ત્વ જે દેશ માટે જન્મ્યું ને વતનની શાન બની આજે સપ્ત ખંડે ભારતની યશોગાથા લખી રહ્યું છે….ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

રમેશ પટેલ(આકાશદીપ)

A news…Thanks to Gujarat Samachar.

દિવ્યાંગોને દયાભાવ નહીં, સ્વાભિમાનની જરૃર : મોદી

– ૬૭મા જન્મ દિને નવસારીમાં યોજાયેલા દિવ્યાંગોના કાર્યક્રમમાં વડાપ્રધાન ભાવુક

 

આઝાદીના ૭૦ વર્ષ બાદ દિવ્યાંગોની સેવા કરવાની તક મળી તેને સૌભાગ્ય ગણાવ્યું  ભારતમાં પાંચ દિવ્યાંગ સ્પોટ્ર્સ એકેડેમીની સ્થાપના કરાશે: થાવરચંદ ગેહલોત

(પ્રતિનિધિ દ્વારા) સુરત,નવસારી,તા.૧૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ૬૭મો જન્મ દિવસ નવસારી ખાતે મનાવ્યો હતો. આ પ્રસંગે દિવ્યાંગો માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે. દિવ્યાંગોને દયાભાવની નહી પરંતુ સ્વાભિમાનની જરૃર છે. વડાપ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય  વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા વચ્ચે ભાવુક થઇ ગયા હતા. 

……………….

૧૫મા PM …

ભારતીય રાજકારણમાં નવા યુગની શરૃઆત કરતા નરેન્દ્ર મોદીએ ,વડાપ્રધાન પદના શપથ લીધા ને સૂત્ર ‘સબકા  સાથ સબકા વિકાસ’ થી સરકાર રચી. એકલા હાથે ભાજપને વિજય અપાવનારા ૬૩ વર્ષીય મોદી દેશના ૧૫મા વડાપ્રધાન..

આજે પણ છેવાડાના માણસો અને દિવ્યાંગો ને જન્મદિને ‘સેવાદિન’ ની ઉત્તમ ભેટ હૃદયથી ધરી..

…………………………..

 

નમતો  જ  નમો રાજઘાટે …..રમેશ પટેલ(આકાશદીપ)

 

શુભ  ગ્રહ  ધરે  સંકેત ત્રિરંગે

રાષ્ટ્રભવન  ઝગમગતું ઉમંગે 

મૈત્રીસભર વ્યવહાર સુખવંતા

સન્માન પરસ્પર હો બલવંતા

 

 

દિલ્હી દરબારી  તું સેવક નાયક

દે આશિષ મા ગંગા થાજે લાયક

 

 

રખવૈયા ઘડવૈયા  છો નવયુગના

રમાડજો સ્વપ્ન ઉરે હો શુભ સૌનું

છે  નામ  નરેન્દ્ર  મંગલ મે  દિન

શપથ  જ વતન નિષ્ઠા સુખ ધેનુ

 

 

રક્ષજે  પ્રભુતા  દે  આશિષ મૈયા

હો  રાજતિલક  તવ  ભાલે છૈયા

 

 

જનકલ્યાણ  જપ હો તવ ભક્તિ

પ્રાથુ  ભારત  મૈયા  દેજો શક્તિ

છે  વિશ્વધરોહર  ભૂમિ અમનની

વિશ્વશાન્તિ  એ  આશ વતનની

 

 

વડનગર ગુર્જરી ભોમ મહાભાગી

નમતો  જ  નમો રાજઘાટે ત્યાગી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »