Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 31st, 2016

વિધવિધ રીતે સજાવેલા હીંડોળાનાં મનભાવન દર્શન અને ભક્તિગીતોથી , મન લાલજીની જોડે રંગાઈ જાય…

(Thanks to webjagat for this picture)

રે  લાલજી   ને  વ્હાલા  હીંડોળા…..રમેશ પટેલ(આકાશદીપ)

 

  રે    ઢોલ   વાગે   ઊડે  ગુલાલ

  બાંધ્યા  અમે  તો  ચાંદી હીંડોળા

  ઝૂલો   ઝુલાવું   રે   ભરી  ભાવ

  રે  લાલજી  ને  વ્હાલા   હીંડોળા

 

  આંગણ પધારો , છે અષાઢી નોમ

  ગોવર્ધન    દે    તેડાં    ઠાકોરજી

  હીંચો  હરખથી   હરિ  ઊંચે  ડાળ

   રે  લાલજી  ને   વ્હાલા  હીંડોળા

 

  આવી  શુક્લા   શ્રાવણની   નોમ

  દે   સાદ  ઘેલાં  રાણી  યમુનાજી

  ઝૂલો  જઈ  ઊંચે  કદમની  ડાળ

  રે   લાલજી  ને  વ્હાલા  હીંડોળા

 

  હીંચે  જ  વૃન્દાવન  ને હસે  મા

  રે  મોરલા   નાચે   રે   રૂપાળા

  સ્નેહની   અમે  બાંધી  રે  દોર

  રે  લાલજી  ને  વ્હાલા  હીંડોળા

 

  રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »