અજબ કુદરતના કરતબ…
કુદરતની હર રચના કરતબથી ભરી ભરી છે. જળ ,સ્થળ કે નભના અનંત જીવોનું ચક્ર સહજ રીતે ચાલ્યા જ કરતા, સંજોગોને આધારે અનુકૂલન સાધી પરિવર્તન થતી જીવોની કથા-ગાથા ,જેમ જેમ વિજ્ઞાનની આ મહા શોધો વડે નીરખતા થયા પછી.. વિધાતાની એ દૈવી શક્તિને વંદન કર્યા સિવાય કોણ રહી શકે? ચેતનવંતુ સુક્ષ્મજીવોનું તંત્ર..પાછું અગણિત સંખ્યામાં , એક-બીજા પર આધારિત ને સમતોલન સાથે, ઋતુ ચક્રના સથવારે, નવા આગંતુકોની ખાતીરદારી બરાબર થાય એ સભાનતાથી..વગેરે કેવું કુદરતના તાલે ગબડે જ જાય છે…ને આપણે તો તે ક્રિયા આમ થઈ રહી છે..એ જાણી-માણી ગૌરવ અનુભવીએ છીએ..ભાઈ..તો જેણે આ રંગ,રૂપ ને અતિ સૂક્ષ્મ જે DNAની ભીન્નતા સાથે અબજો ટેકનીક ડેવલપ કરી છે..એ કઈ યુનિવર્સિટિની ડીગ્રી હશે? આવો શ્રી મહેન્દ્રભાઈ ઠક્કરે, એક સુંદર યુ-ટ્યુબ માહિતી મોકલી છે..તે સૌના સૌજન્ય સાથે માણીએ..
રજૂઆત-રમેશ પટેલ(આકાશદીપ)
………………..
(Thanks to webjagat for this picture)
પ્રિય રમેશ ભાઈ
પરમેશ્વરની કરામતોનું કોઈ પાર પામી શક્યું નથી .અને પાર પામવાનું પણ નથી . વિજ્ઞાનનું પણ ગજું નથી . કળા અપારં પાર વાલા એમાં પહોંચે નહિ વિચાર
એવી તારી કલા અપારં પારજી
હરિવરતું કિયે હથોડે આવા ઘાટ છો ઘડનારજી
બાળકને પ્રભુ માત પિતાની આવે ક્યાંથી અણસાર
એવી તારી કલા અપરમ પારજી
सुभान तेरी कुदरत पे क़ुर्बान जी
कुदरत पे क़ुर्बान देखि मैंने सबमे तेरी शान …सुभान तेरी
Ajab teri karigari re kartar. Wonderful video ane ethiye uttam aapani kavya rachana.
thx for giving place in your popular blog