Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 25th, 2016

અજબ કુદરતના કરતબ…

કુદરતની હર રચના કરતબથી ભરી ભરી છે. જળ ,સ્થળ કે નભના અનંત જીવોનું ચક્ર સહજ રીતે ચાલ્યા જ કરતા, સંજોગોને આધારે અનુકૂલન સાધી પરિવર્તન થતી જીવોની કથા-ગાથા ,જેમ જેમ વિજ્ઞાનની આ મહા શોધો વડે નીરખતા થયા પછી.. વિધાતાની એ દૈવી શક્તિને વંદન કર્યા સિવાય કોણ રહી શકે? ચેતનવંતુ સુક્ષ્મજીવોનું તંત્ર..પાછું અગણિત સંખ્યામાં , એક-બીજા પર આધારિત  ને સમતોલન સાથે, ઋતુ ચક્રના સથવારે, નવા આગંતુકોની ખાતીરદારી બરાબર થાય એ સભાનતાથી..વગેરે કેવું કુદરતના તાલે ગબડે જ જાય છે…ને આપણે તો તે ક્રિયા આમ થઈ રહી છે..એ જાણી-માણી ગૌરવ અનુભવીએ છીએ..ભાઈ..તો જેણે આ રંગ,રૂપ ને અતિ સૂક્ષ્મ જે DNAની ભીન્નતા સાથે અબજો ટેકનીક ડેવલપ કરી છે..એ કઈ યુનિવર્સિટિની ડીગ્રી હશે? આવો શ્રી મહેન્દ્રભાઈ ઠક્કરે, એક સુંદર યુ-ટ્યુબ માહિતી મોકલી છે..તે સૌના સૌજન્ય સાથે માણીએ..

રજૂઆત-રમેશ પટેલ(આકાશદીપ)

………………..

(Thanks to webjagat for this picture)

આવો ગોપાલા….રમેશ પટેલ(આકાશદીપ)…(પ્રભાતિયું)

માપે માપીકોઈ ના શક્યુંતને ઓ સર્જનહારા….રે

અદભુત તારી ….સૃષ્ટિની માયા

માયાથી નોંખો ભાળ્યો રે……

  સુંદરસર્જનહારારે

 

ફૂલે કેવા રંગો પૂર્યા….સુગંધે છલકાવ્યારે

ઝાકળ ઝીલીવહેલી સવારે….

વ્હાલ કોણ વેરે.. રે….

સુંદરસર્જનહારારે

 

ઉષા ખીલીપંખીડાં ઊડ્યાં..ગાતાં મીઠાં ગીતો ..રે

શીતલ સમીરે..મનડાં ડોલ્યાં..

પ્રભુની સંગાથે..રે

સુંદરસર્જનહારારે

નીરખી તારી લીલા ન્યારીભાવે કરીએ..વંદન..રે

સકળ લોકમાં તારા ચૈતન્યે

વરતે કેવો..આનંદ ..રે

સુંદરસર્જનહારારે

 

મેવા મધુરામાખણ..મીસરીભાવે દેશુંતને  રે

આવો ગોપાલાબંસરી બજાવો

રમીએ તારાશરણે  ..રે

સુંદરસર્જનહારારે

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »