Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 15th, 2016

અનામતનો કોયડો..એક વિભાગને લાભથી ભરી દે છે…સામે છેડે કાબેલ યુવાધન બેકાર ટટળે છે…એ પેચીદા વિસ્ફોટને સુલઝાવવો કઠીન છે…પણ પાટીદાર આંદોલને..વર્ષોથી નન્નો ભણતી રાજકીય સત્તાને, એ તરફ વિચારતી કરી દીધી છે…કે પ્રશ્ન સાચો છે. રાહત આપતા સરકારી પ્રયત્નો ને પાટીદાર ચળવળ એક ત્રિભેટે ઊભી છે! અન્ય રાજકીય પક્ષો લાભાલાભથી તોલી રહ્યા છે..ને સત્તાધારી પક્ષ, થતી ક્ષતી કેમ નિવારવી..એનાં લેખાં-જોખાં કરી રહ્યો છે..કારણ કે પાટીદારોના મત ગુજરાતમાં કેટલાય ખેલો ખેલી શકે છે. 

પાટીદાર આંદોલનનો આ લબર-મૂછીયો, હરખની હેલી ઝીલતો હાર્દિક પટેલ, લાજપોર જેલની બહાર ૫૦૦૦થી વધુની સંખ્યામાં હાજર  પાટીદારો સાથે ,સફેદ કુર્તો અને પાયજામો, રજવાડી મોજડી તથા માથે સાફો પહેરી, ઠાઠ-માઠથી  સુરતના માર્ગો પર ખુલ્લી જીપમાં રેલી રુપે આગળ વધ્યાના સમાચારો ટી.વી. પર ગુંજી રહ્યા છે.

 લાજપોરથી સચીન આવતાં ગૌરક્ષકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ પ્રમાણે હવે ઉનમાં મુસ્લિમ દ્વારા પણ હાર્દિકનું સ્વાગત કરાશે. બાદમાં ભેસ્તાન અને ઉધનામાં દલીત સમાજ તથા પાટીલ સમાજ દ્વારા તેનુ સ્વાગત થશે. ઉધના રીંગરોડ થઇ લાલ દરવાજા ખોડીયારમાતાને મસ્તક નમાવી ઉમિયાધામ મંદિરે મા ઉમિયાના શરણ સ્પર્શ કરશે. ઉમિયાધામ મંદિર ખાતે ફિલ્મ પાવર ઓફ પાટીદારના સંગીત લોંચીંગનો કાર્યક્રમ પણ થશે. એ પછી મીનીબજાર સરદાર પ્રતીમાને ફૂલહાર કરીને વરાછા-પુણાગામ-યોગીચોકમાં પ્રવશ કરશે. દરેક જગ્યાએ તેનુ સ્વાગત થશે. સાંજે ૪ વાગ્યે કોર્ટહાજરી બાદ બધા સાથે ડીનર લઇ રાત્રે પોતાના વતન વીરમગામ જવા રવાના થશે.
A news…Thanks Guj.Samachar.

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, ગુરુવાર
આખરે એ ઘડી આવી ગઇ જેની પાટીદારો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. આજે શુક્રવારે સવારે નવ મહિનાથી જેલમાં બંધ પાટીદાર નેતા હાર્દિક પટેલ જેલ બહાર આવશે. હાર્દિકના સ્વાગત માટે અગાઉથી જ તૈયારીઓ કરી દેવાઇ છે. લાજપોર જેલની બહાર ૫૦૦૦થી વધુની સંખ્યામાં હાજર રહીને પાટીદારો તેના પ્રિય નેતાને આવકારશે. હાર્દિક તેના માટે ખાસ બનાવાયેલા ટ્રેડીશનલ ડ્રેસમાં બહાર આવશે અને રોડ શો કરશે.
સંકલન-રજૂઆત…રમેશ પટેલ(આકાશદીપ)

દો અનામત

સરકારી લાડવો

સૌનો જ પ્યારો

…..

પ્રશ્ન પ્રજાનો

હાર્દિક પટેલિયો

બાથે પડિયો

………..

જેલની હવા

ઝેલે પ્રજા કાજે

હાર્દિક લાલો

Read Full Post »