Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 10th, 2016

દિવસ ને રાત લાંબા કે ટૂંકા એ ગ્રહની પોતાની ધરી પર ફરવાની ગતિ પર નિર્ભર છે. હવે અવકાશમાં ઘૂમતા અનેક રહસ્ય વિશે આપણે જાણવા પ્રયોગશીલ થયા છીએ. તાજેતરમાં એક ગ્રહ પર ત્રણ સુર્યોદયને અસ્તની જાણકારી મળી…એ પણ માણીએ. ઘણી વાર બે કે પાંચ મુખી સાપના ફોટા સાથેના અહેવાલ જોવા મળે, પણ સત્યતા શંકાસ્પદ લાગતી…હમણાં છત્તીસગઢમાં બે મુખ ધરાવતો સાપ , તેની જાતી ને એક દોઢમાસની વય સાથે ટી.વી. અહેવાલ જોયા. થોડા દિવસ પર એક શાકાહારી માછલીની જાત મળી આવી..તો વૈજ્ઞાનિક જીવો જીરાફની ડોક લાંબી કેમ? …એ જાણવા મથી રહ્યા છે. જીવવાની જગ્યા પ્રમાણે કે અનુવાંસિક..એની મથામણ ચાલે છે. તેની લાંબી ડોક સાથે ટોચે બેઠેલા મગજ માટે, બીજા સસ્તન પ્રાણી કરતાં , મજબૂત હૃદય સાથે ઊંચા દબાણે કામ કરવા, તેના કંકાલની સાથે જ તે નિર્માણ પામતું જાય છે. અનેક વિસ્મયતાઓથી ભરી આ સૃષ્ટિ ને તેનો રચનાકાર કેટ કેટલો ગેબી છે!

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

ત્રણ સૂર્યોદય અને સૂર્યાસ્ત ધરાવતા નવા ગ્રહની શોધ

તા. 09 જુલાઈ 2016(Thanks to guj.Samachar)

વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 340 પ્રકાશવર્ષ દુર અને જ્યુપિટર ગ્રહના માસ કર્તા ચાર ઘણો વધુ વજનદાર, એક નવા ગ્રહની શોધ કરી છે જે ત્રણ તારાની પરિક્રમા કરે છે અને ત્રણ ઋતુઓના અનુરૂપ દરેક દિવસે ત્રણ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે.  

તારામંડળ સેન્ટોરસમાં સ્થિર અને પૃથ્વી થી 340 પ્રકાશવર્ષ દુર સ્થિત એચડી 131399 એબી ગ્રાહ લગભગ 1.6 કરોડ વર્ષ જુનો છે. આ રીતે શોધવામાં આવેલા નવા ગ્રહો માંથી એક છે.

અમેરિકામાં યુનિવર્સીટી ઓફ એરિઝોનામાં સહાયક પ્રોફેસર ડેનિયલ અપાઈ એ જણાવ્યું કે, ‘એચડી 131399 એબી એ અક્સોપ્લેનેટ્સમાં થી એક છે જેની સીધી તસ્વીર લેવામાં  આવી છે અને આ એ પ્રકારના રોચક ગતિશીલ વિન્યાસમાં પ્રથમ છે.’
……………

જિરાફની લાંબી ડોક માટે જવાબદાર જીન્સનું રહસ્ય

જિરાફની બે મીટર લાંબી ડોકમાં મગજને લોહી પહોંચાડવા હ્વદયને ભારે મહેનત પડે છે

સસ્તનપ્રાણીઓ કરતા જિરાફનું બ્લડ પ્રેશર બમણું હોય છે

જિરાફની બધા જ પ્રાણીઓ કરતા સૌથી લાંબી ડોક શા માટે ધરાવે છે તેનું રહસ્ય શોધવામાં વૈજ્ઞાાનિકોને સફળતા મળી છે.જિરાફની ડોક બે મીટર જેટલી લાંબી હોવાથી મગજના કોશોમાં લોહીનો પુરવઠો જાળવી રાખવા તેના હ્વદયે ભારે મહેનત કરવી પડે છે.આથી જ તો સામાન્ય રીતે સસ્તનપ્રાણીઓ કરતા જિરાફનું બ્લડ પ્રેશર બમણું હોય જિરાફની ડોક તથા શરીરની રચના ચાર્લ્સ ડાર્વિનથી માંડીને આધુનિક જીવશાસ્ત્રીઓ માટે પણ રસપ્રદ વિષય રહયો છે.

ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા ગણાતા ડાર્વિનનું માનવું હતું કે દુષ્કાળમાં ઉંચે સુધી વૃક્ષોના પાન અને ફળ ખાવાના વારંવારના પ્રયત્નના કારણે જિરાફની ડોક લાંબી થઇ ગઇ છે.જેને સામાન્ય રીતે ઉપાર્જિત લક્ષણોનું આનુંવાશિકતાપણું કહેવામાં આવે છે. જો કે ડાર્વિનની આ વાતને આજથી ૨૦ વર્ષ પહેલા જીવવિજ્ઞાાનીઓએ એટલા માટે નકારી હતી કે એમ તો કેટલાક જળચર પક્ષીઓની પણ ડોક લાંબી હોય છે.જો કે હવે જિરાફના જીન્સની નિકટતા ધરાવતા ઓકાપીના જેનોમ સાથે તુલના કરતા વૈજ્ઞાાનિકો જિરાફના શરીરની રચના અંગેના રહસ્યને શોધવાની નજીક પહોંચી ગયા છે.જિરાફના શરીરના આકાર અને લોહીના પરીભ્રમણ માટે જવાબદાર મર્યાદિત સંખ્યામાં જણાતા જિનોમને વૈજ્ઞાાનિકોએ પણ ઓળખી લીધા છે.

આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે જિરાફની લાંબી ડોકને લોહીનો પુરવઠો પુરો પાડનાર મજબુત હ્વદયનો વિકાસ ખૂબજ ઓછા સમયમાં થયો છે.આ મજબુત હ્દય તેના કંકાલતંત્રની સાથે જ વિકસિત થયું છે.જો કે તેમ છતાં જિરાફની ડોક આટલી લાંબી કેમ થઇ તે શોધવાનું બાકી છે. જિરાફના યૌન વ્યહવાર અને પુરુષ જિરાફો વચ્ચે હરિફાઇના કારણે જિરાફની ડોક લાંબી થઇ હોવાનું પણ માનવામાં આવે છે.આ સંશોધન આફ્રિકાના તાન્ઝાનિયામાં અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓર સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોરીસ અગાબા અને તેમના સહયોગીઓએ કર્યુ છે. તેમના આ સંશોધનને નેચર કમ્યુનિકેશન નામની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

………………

વિકટ હોય કેડી ભલે…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ–પૃથ્વી…સોનેટ

સજે ગગન યામિની, રૂપલ ભવ્ય તારે મઢી

ગૃહે ટમટમી  દિવા, હરખ આશ સંગે જલે

કરૂં જ સરવૈયું રે, જીવન ગાન પોથી તણું

વધાવું નવલી પ્રભા, વિકટ હોય કેડી ભલે

ધરી અવનવા રૂપો, ઋતુ રમે ધરાએ હસી

સંદેશ શત સૃષ્ટિના, બળકટી જ ખીલે સજી

કરું સ્મરણ પાર્થનું, વિજય ના મળે શંસયે

ધરોહર મળી મને, સ્વબળથી રમું આ જગે

 

  

ભલે ઝરણ નાનકું, મિલનનો મહીમા ધરે

સંઘે સતત ચાલતાં , અક્ષય સાગરોએ ભળે

દઉં ડગ પથે ધરી , હરખ જોમ હૈયે મહા

રમું બુલંદ હાકલે, ઝળહળે જ કીર્તિ નભે

રમી ગગન મધ્યમાં, ઝગમગું થઈ તારલો

લખે વતન વારતા, અવતરી ગયો કાનુડો.

 

………………….

મંથન– રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભુનું સર્જન પ્યારા માનવ

કુદરત કરિશ્મા અનુપમ

માનવ દેહ છે દેવથી મોટો

પૂર્ણ  પરમાત્મા   સંગમ

 

આર્તરૌદ્ર ધ્યાનના બંધન તૂટે,

આત્મા જ્ઞાન થકી વિતરાગી

જ્ઞાન દીપ સત્સંગની જ્યોતિ,

પરમ   પદ   અનુરાગી

 

અનંત સફરો જીવે કીધી,

અનાદિ સમય ચક્રની સાથે

અદ્વૈત અનુભવે ,તૂટશે આવરણ,

ક્ષણમાં કર્મનાં બંધન ભાગે

 

જ્ઞાન માર્ગે ભક્તિથી ચાલો,

હરિરસ હરશે ભવ બંધન

અંતર દર્શન નીજ રૂપનાં

મોક્ષ   માર્ગનાં    મંથન

પામશો પરમ સનાતન દર્શન(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »