Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 7th, 2016

દુર્લભ દર્શન હોવું તે…એટલે જાણો છો..ઈદનો ચાંદ…

સૌને ઈદ-મુબારક

મસ્જિદ ને નમાજ …એ શબ્દ જ કેટલા શુકનવંતા છે. કોઈ પણ ધર્મ હોય ,એની શીખ પરમેશ્વર..પરવરદિગારનું શરણું(પાલનપોષણ કરનાર (પરમાત્મા, પરમેશ્વર, અલ્લાહ, ખુદા, ‘ગૉડ’)) ને સૌના કલ્યાણની જ વાત હોય છે. દરેક ધર્મનો  અભ્યાસ કરોતો શું ઉપદેશ છે?…  સ્થળ, સંજોગોને આધિન થઈ માનવતાના વિકાસ-કલ્યાણની એ ખોજ છે. આજે નવયુગમાં વિભિન્ન સંસ્કૃતિઓને સમજી, જો જે કંઈ સારું જ્યાં છે..તે અપનાવીએ તો વિશ્વ-કલ્યાણની ભાવના ઝગમગતી થાય. આજે ધર્મ સ્થાનો પાસે થતા હુમલાઓના સમાચાર સૌને વ્યથિત કરતા થતા જાય છે..માનવતા જ જગ ભલાઈ..  એવી દુઆ જ માગતા રહીએ.   

હિજરી વર્ષમાં પાંચ ઈદ આવે છે, તેમાંની રમઝાન ઈદ અને જિલહજ ઈદ મોટી ગણાય છે. રોજા મહિનો પૂરો થતાં ઊજવાતો તહેવાર રમઝાન ઈદ…વારંવાર ખુશાલીનો તહેવાર..જે  હઝરત ઇબ્રાહિમે પોતોના દીકરા ઇસ્માઇલના આપેલ બલિદાનની યાદગીરીમાં ઊજવાતો તહેવાર  તે બક્ર ઈદ.

………..

પવિત્ર ગ્રંથ..કુરાન વિશે મૌલવી સાહેબો જે વિદ્વતાથી વાત કરે ..એ લાખેણી …એ સૌ મુસલમાન ભાઈ-બહેનો હૃદયસ્થ કરે જ..પણ  ..લેક્સીકોને જે પૂરક માહિતી આપી છે, તે મજાની છે..એ પણ આપ સૌને માણવી ગમશે. 

કુરાને શરીફ 

અર્થ

મુસલમાનોનો પવિત્ર ધર્મગ્રંથ; તેમાં ૧૧૪ પ્રકરણ છે જે દરેકને સૂરત કહે છે. તેમાં ૫૪૦ પેરેગ્રાફ અને ૬૬૬૬ વાક્ય છે. તે માંહેનાં ૧૦૦૦૦ વાક્યોમાં કિસ્સાઓ અને ઐતિહાસિક વર્ણનો છે, ૧૦૦૦માં દૃષ્ટાંતો છે, ૧૦૦૦માં કૃપાના વાયદા છે, ૧૦૦૦માં શિક્ષાની બીક છે, ૧૦૦૦માં વિધિઓ છે, ૧૦૦૦માં નિષેધ હુકમો છે, ૫૦૦માં હલાલ( ગ્રાહ્ય ) ને હરામ ( અગ્રાહ્ય )નું વર્ણન છે, ૧૦૦માં પ્રાર્થના છે ને ૬૬ માં રદ કરનારને ૩૦ દિવસ એટલે એક મહિનામાં પૂરૂં વાંચી રહેવા માટે તેના ૩૦ ભાગ કર્યા છે. તે દરેક ભાગને પારા સીપારા કે જુજવ કહે છે. તે ૭ દિવસમાં પૂરૂં કરવાને ૭ ભાગ કર્યા છે; તે દરેક ભાગને મંજિલ કહે છે. તે ખુદાએ મોહમ્મદને તે મોઢે કહ્યા હતા અને ઉમર ખલીફાએ તેને એકઠા કરી ચોપડીમાં લખ્યા હતા.

દરેક ધર્મ સ્થાનો..કેટલાં ભવ્ય ને મનોહર ને પાવનતાનાં પ્રતિકો છે…આવો મસ્જિદોની ભવ્યતાથી અભિભૂત થઈએ. 

શેખ જાયદ મસ્જિદમાં એકસાથે અંદાજે 40,000 લોકો   નમાજ પઢી શકે છે

સાભાર- દિવ્યભાસ્કર સમાચાર

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

અબુ ધાબીની પ્રખ્યાત શેખ જાયદ મસ્જિદને દુનિયાની સૌથી સુંદર મસ્જિદોમાની એક માનવામાં આવે છે. નુસ્જિદનું નામ યૂએઈના સંસ્થાપક અને પહેલા રાષ્ટ્રપતિ સ્વર્ગીય જાયદ બિન સુલતાન અલ નાહ્યાન પરથી રાખવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ મસ્જિદનો રાજસ્થાન સાથે બહુ ગાઢ સંબંધ છે. વાત એમ છે કે આ મસ્જિદમાં રાજસ્થાનમાં મળતા મકરાના માર્બલ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં તેને બનાવનારમાં મોરક્કો, તુર્કી, મલેશિયા, ચીન, ઈરાન. યૂકે, ન્યુઝિલેન્ડ ઉપરાંત ભારતના કલાકારો શામેલ હતા. આ મસ્જિદને બનાવવામાં 12 વર્ષનો સમય લાગેલ.આ ભવ્ય મસ્જિદમાં એકસાથે 40,000 લોકો નમાજ પઢી શકે છે. એટલુ જ નહીં અહીના સૌથી મોટા હૉલમાં એક સાથે 7,000 લોકો નમાજ અદા કરી શકે છે. સાઉદી અરબી મક્કા અને મદીા મસ્જિદ પછીની આ દુનિયાની સૌથી વિશાળ મસ્જિદ છે.

……………..

ક્રિસ્ટલ મસ્જિદ, મલેશિયા

ક્રિસ્ટલ સ્ટીલ, ગ્લાસ અને ક્રિસ્ટલનો ઉપયોગ કરીને બનાવાયેલ આ  મલેશિયાની ક્રિસ્ટલ મોસ્ક અથવા મસ્જિદ સાંજે  કેટલી સુંદર દેખાય છે.

Read Full Post »