Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 2nd, 2016

આવે છે…મોડા પડ્યા છે..સમાચાર પછી …મેઘરાજાની સવારી ભારતીય ઉપખંડે પધારી…પહેલો વરસાદ એટલે તોફાની..વીજ કડાકા ને પૂરની તકલીફો. જો આટલા જુસ્સાથી ના આવે તો ચોમાસું નબળું ગણાય.

એટલે આવવો દો ..દે ધનાધન કરતો. ધરતી તરસી છે..ગરમીના પ્રકોપે પશુ- પંખી ને આપણે સૌ ત્રાહીમામ પોકારી ગયા હતા…પછી આ મેહુલાને વ્હાલે વધાવવા મયુરભાઈ નાચ્યા વગર કેમ રહી શકે. મુંબાઈના આ મોરલાની સુંદર તસ્વીર …એ મેઘરાજાની પધરામણીની ખુશાલીના વાવડ….નાચો ભાઈ નાચો…..આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના ભાવે…. મનભરી થનગનાટ કરે મોર..

રમેશ પટેલ(આકાશદીપ) 

મોર મન ભરી થનગાટ કરે

<br />મોર મન ભરી થનગાટ કરે

(Thanks …Akila News)

……………….

રે  જ  અમે નટખટ કાનુડાની જાત….રમેશ પટેલ(આકાશદીપ) 

હું તો મેહુલિયો

રંગે શામળિયો

અટખેલી વિનોદી રે અમ પંચાત 

રે  જ  અમે નટખટ કાનુડાની જાત

 

ભણ્યા  પાઠ   કાનજીના

ગાજ્યા પણ વરસ્યા ના

દોટે  દોડાવીને  હસીએ  રૂડી  ભાત

રે  જ  અમે નટખટ કાનુડાની જાત

 

વાગે  વાંસલડી

ગાજે આભલડી

થનગન નચીવીએ મોરલા દિન-રાત

રે  જ  અમે  નટખટ  કાનુડાની જાત

 

એ ફોડે માટલિયું

હું ધરું લપસણિયું

પથપથ  વેરીએ  વ્યંગની  સૌગાત

રે  જ  અમે નટખટ કાનુડાની જાત

 

હૈયાના આ લાડ

વ્હાલપના  પાઠ

ધરણીની સોઢમની ભૂલશો ના વાત

રે  જ  અમે નટખટ કાનુડાની  જાત

………………………

   છે ચોમાસાની ભાતું……રમેશ પટેલ(આકાશદીપ) 

 

કોણ વરસતું?  કેમ વરસતું?

  અચરજ  ના  સમજાતું

ઝીલ્યું જ્યાં ઝરમર ઝરમર

દોટ       દે   ધસમસતું

સોળિયું સગપણ કેમ વલવલતુંના મને સમજાતું ()

 

કોણ  ફરફરે  હાથ  ધરું  ત્યાં?

મખમલિયું   શરમાળું

મૌસમ  છેડે   ભાવ  ભરીને

કોણ ઝૂમતું ટહુકતું ?…ના મને સમજાતું ()

 

કોણ વરસતું બંધ નયનમાં?

છબછબિયે છલકાતું

ભીતર પિપાસા  દે સંદેશા

કેમ નભ દીસે મદમાતું?….ના મને સમજાતું ()

 

સાગર લહેરોના સરવાળા

હજુય ગણવા અધુરા

કેમ કરીને ગણવી ફરફર

કોણ કળશે ભોળી વાતુંના મને સમજાતું ()

 

વરસ્યા છો તો થાવ રેલો

છે   ચોમાસાની    ભાતું

લીલું ભીંનું  સૌને ગમતું

આજ મને  સમજાતું ()

 

કોણ વરસ્યું ? કેમ વરસ્યું  ?

ધસમસતું ધખધખતું ..આજ ટહુકતું સમજાતું

કોણ મદમાતું ()

…………………….

વરસાદી વાયરા ગમતા….રમેશ પટેલ(આકાશદીપ)

ઝરમર ઝરમર

સપનામાં  આવી રમતા

સહિયર મોરી

વરસાદી વાયરા ગમતા

 

ટહુકાવે મોરલા

નચાવે  દલડાં

હરખાવે હૈયાં

ગાલે રે ફોરણાં

 

હળવેથી પૂછું કેમ છેડતા…  સહિયર મોરી

વરસાદી વાયરા ગમતા

 

કોણ  રે   તરસે

રીમઝીમ  વરસે

વિના     ઝાંઝરે

છબ છબ  રમતા

 

કેમ  છુપાવું  શરમ  શેરડા….સહિયર મોરી…..

વરસાદી વાયરા ગમતા

 

આવો રે સહિયર દેજો રે  તાલી

ઝબૂકે  વીજ   ના   આ   ખાલી

ભીંના વાને ગીત કેવા ઝરતા….

 

સહિયર  મોરી……

વરસાદી વાયરા ગમતા…

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »