શિવલિંગ ને રૂદ્રાક્ષ….સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)
જૂન 9, 2016 nabhakashdeep દ્વારા
શિવલિંગ ને રૂદ્રાક્ષ….સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to webjagat for these pictures)
શિવ અનંત શિવકૃપા અનંતા…. ભારતવર્ષમાં ૧૫૦૦૦ વર્ષો પૂર્વથી શિવલિંગ પૂજા ચાલી આવે છે એમ પંડિત ડૉ. પ્રાણનાથ વિદ્યાલંકારે સપ્રમાણ સિદ્ધ કર્યું છે. જગતની ઉત્પતી,સ્થિતિ ને લયના કારણરૂપ, સંહાર પછી સર્જન , એટલે શિવ શંકર રૂપે પાછું પુન: સર્જન પણ કરે છે. આજ કારણે મહાદેવની શ્રેષ્ઠ દેવ એવી ઉપાધિ તેમને પ્રાપ્ત થઈ છે. શિવજીના પ્રતીક તરીકે જલાધારીના મધ્યમાં ગોળાકાર લાંબા પથ્થરના રૂપનું પૂજાતું સ્વરૂપ એટલે શિવલિંગ. વેદોમાં એ રૂદ્ર ઋપે ભૈરવ એટલે સંહારક છે. પરાશક્તિથી પર એવા યોગી છે, ને શિવતા-શુભત્ત્વ મંગલ શક્તિની પૂજા આપણી આ પૃથ્વી પર, આપણા પૂર્વજો કરતા હતા .
આવો આ શિવલિંગની મજાની વાતો ‘ગુજરાતી લેક્સીકોન’ના સૌજન્યે માણીએ…
ફ્રાંસના પ્રસિદ્ધ વિદ્વાન લાસેન લખે છે કેઃ ઈજીપ્તમાં મેફીસ તથા અશીસિ પ્રાંતમાં નંદિ પર બેઠેલી શિવની મૂર્તિઓ છે. જેના ઉપર દૂધના અભિષેકથી લોકો હજુ પણ પૂજન કરે છે. તુર્કસ્થાનમાં બાબીલોનમાં એક ૧૨૦૦ ફૂટનું શિવલિંગ પથ્વી ઉપર સૌથી મોટું છે. હેડ્રોપોલીસમાં એક મોટું શિવાલય છે, જેમાં ૩૦૦ ફૂટનું શિવલિંગ છે. મક્કા શરીફમાં મક્કેશ્વર નામનું શિવલિંગ છે, ત્યાંના જમજમ નામના કૂવામાં જે શિવલિંગ છે, તેની પૂજા ખજૂરીના પાંદડાંઓથી થાય છે. આ લિંગાર્ચનની ચર્ચા ભવિષ્ય પુરાણમાં છે. મક્કેશ્વરનું લિંગ કાળા પથ્થરનું છે. પ્રથમ ઇસરાયેલી તથા યહૂદી એની પૂજા કરતા. હજુ પણ જે મુસલમાનો હજ પઢવા જાય છે, તેઓ આ મક્કેશ્વર મૂર્તિનું ચરણ ચુંબન કરે છે. અમેરિકાના બ્રાઝિલ દેશમાં અસંખ્ય શિવલિંગો મળી આવે છે. યુરોપના કોરીંથ શહેરમા પાર્વતી મંદિર છે. ગ્લાસગોમાં સુર્વણથી આચ્છાદિત શિવલિંગ છે, જેની પૂજા હજુ લોકો કરે છે. ફીજીશીયનના એટીસ નીનિવા ગામમાં એષીર નામનું શિવલિંગ છે. યહૂદીઓના દેશમાં ઘણાં શિવલિંગો છે. તે પ્રમાણે અફરીદિસ્તાન, ચિત્રાલ, કાબુલ, બુખારા આદિ સ્થળોમાં ધણાં શિવલિંગો છે. ત્યાંના લોકો પંચશેર કે પંચવીર નામથી તેનો પોકાર કરે છે. ભારતવર્ષમાં ૧૫૦૦૦ વર્ષો પૂર્વથી શિવલિંગ પૂજા ચાલી આવે છે એમ પંડિત ડૉ. પ્રાણનાથ વિદ્યાલંકારે સપ્રમાણ સિદ્ધ કર્યું છે.
આપણા મહાદેવજીની મૂર્તિ .. જે .ત્રિશુળ ધારે છે..તેનું નામ પિનાક છે. ધનુષનું નામ છે-અજગવ, ને ગદા છે-ષટવાંગ..આ ત્રબંકેશ્વર જે રૂદ્રાક્ષની માળા ધારણ કરે છે..તેનો મહિમા પણ મજાનો છે.

હિમાલયની તળેટીમાં,નેપાળ, બંગાળ, આસામ ને કોંકણમાંની આબોહવા તેના વૃક્ષોને ખાસ માફક આવે છે..તેથી આપણે તેનાથી ઓછા પરિચિત છીએ. આ ઝાડનાં ફળ , આમળા જેવી સાઈઝનાં ગોળ છે, પણ તેને પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં જે બીજ હોય..તે આજ આપણું રૂદ્રાક્ષ…સાપના કરોડના મણકા જેવું આ બીજ, સ્વાદમાં ખાટુ, ઉષ્ણ તથા રૂચિકર છે. ઔષધિ શાસ્ત્ર તેને વાયુ, કફ, માથાની પીડા માટે ઉપયોગી માની ચિકિસ્તામાં ઉપયોગ કરે છે..તેની પર આંખ હોય છે..જે એક અક્ષી તે સૌથી શ્રેષ્ઠ…પણ તેની વિશિષ્ટતા એકે..સો વરસે પણ આ બીજ સડતું નથી..છે ને કુદરતની કમાલ. આપણા મહાદેવજીની આ પસંદગી.. એટલે તેની ઉપસ્થ્તિ જ ગૃહબાધાઓ દૂર રાખે..ભૂતભાગે..એવી માન્યતા.
રજૂઆત-સંકલન..રમેશ પટેલ(આકાશદીપ)
શિવજીની કૃપા એટલે મંગલ અપાર અલૌકિક ખુશીનો અનુભવ…અમરનાથની એ કૃપા પ્રસાદી ઉરે ઝીલી એનો જયઘોષ ભક્તગણ ઝીલે ત્યારે ધન્યતા અનુભવે જ… એક નાનું ઝરણું.. નામ ‘અમરગંગા’ … ખળખળ વહેતું સિંધુનદીનો ભાગ બની જાય,એ ઘાટી હિમાલયની ભૈરવઘાટીની પશ્ચિમે સ્થિત છે.. આ. આતાજીએ યાદ દેવડાવી તેમ આ દુર્ગમ ઘાટી પાસે, પોતાનાં પશુ ચરાવતાં પહોંચેલા મુસલમાન ભાઈએ આ અમરનાથની કુદરતી ગુફા જૉઇને , શિવબાબાના દર્શનની ખુશાલી દીધી..હજુ આજે પણ તેના વારસદારો ને હિન્દુભક્તજન..પરસ્પર આદર સાથે આ મહિમા માણે છે. આ ગુફા ઉંબરે એટલે કે પ્રવેશની જગ્યાએ..પચાસ ફૂટ પહોળી છે ને ૨૫ ફૂટ જેવી ઊંચી છે. અંદર ૨૧ ફૂટ જેવા આગળ વધો એટલે અમરેશ્વરનું લીંગનાં ભાવવિભોર કરતાં દર્શન…બરફનું શ્વેત પાવન શિવાલય. લિંગની બંને બાજુએ હિમના બે સ્તંભ..જાણે માતા પાર્વતી ને અણેશજીની ઉપસ્થિતિ.. શ્વેત કબૂતરની અમર જોડી…નજરે પડે તો કથાની સાક્ષી.. આવો આજે ભાવ-વંદનાથી વિભોર થઈને ભજીએ…
અમરનાથ તું યોગી બરફીલા…રમેશ પટેલ(આકાશદીપ)
તીરથ હિમાલય, હરિત શ્રીમંતા
શિવ અનંત શિવકૃપા અનંતા
ઘાટ ભૈરવ શુચિ અમર ગંગા
ધામ સ્વયંભૂ જ શિવલિંગા
પૂનમ પાવન શ્રાવણ અમીરાતા
દિવ્ય દર્શન અમર અનુભૂતા
નમી અવધૂત ભજું ભમભમ ભોલા
અમરનાથ તું યોગી બરફીલા
પરમ શ્રેયી તવ કથા ઉમંગા
અનુપમ અનુભૂતિ જ માતસંગા
ધન્ય! અક્ષ ઉર જ ગુફા શિવતા
શિવ અનંત શિવકૃપા અનંતા
રમેશ પટેલ(આકાશદીપ)
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, http://feedcluster.com/, Uncategorized | 5 ટિપ્પણીઓ
Har Har Mahadev. Ghanij saras jankari prapt thai. Dhanyvad.
પ્રિય રમેશ ભાઈ પટેલ
તમારી પાસેથી શિવલિંગ વિષે ઘણી વિગત વાર માહિતી મળી .આંધ્ર પ્રદેશમાં એક માણસે જેનું નામ હું ભૂલી ગયો છું . બસવે સર કે એવું કૈઈક છે . તેણે લિંગાયત સમપ્રદાય આજથી આશરે 700 વરસ પહેલા ચાલુ કર્યો છે . તેના કહેવા પ્રમાણે દરેક મનુષ્ય ની ઉત્પતિ શિવ લિંગ થી થએલી છે , માટે કોઈ ઊંચ નીચ નથી , બઘા સરખા છે . અંદર પ્રદેશના કોઈ શહેરમાં વિશાળ શિવ લિંગ મંદિર છે , જે શિવ લિંગનો ફોટો પાડવાની સખ્ત મનાઈ છે . તે લંબ ગોળ આકારનું જે મન્દીરોમાં જોવા મળે છે . એવું નથી , પણ ખરેખર પુરુષના લિંગ ના આકારનું છે . જય બમ ભોલે
રુદ્રાક્ષ વિષે નવી માહિતી જાણવા મળી.
નમી અવધૂત ભજું ભમભમ ભોલા
અમરનાથ તું યોગી બરફીલા
હર હર મહાદેવ ..શિવ અનંત શિવકૃપા અનંતા
very useful comilation- link circulated in whats app and facebook
Reblogged this on આકાશદીપ.