૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દીન
‘ગુજરાત ગૌરવ દિવસ’ એટલે કે– ૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. ઈ.સ. 1960.. મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. નવા રાજ્યની સ્થાપના …આપણા મૂક સેવકને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુના આઝાદી આંદોલનના સક્રીય સેનાની એવા, પ. પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે, મંગલ દીપ પ્રગટાવી, રાજ્ય સ્થાપનાનો શુભારંભ, સાબરમતી આશ્રમની પવિત્ર ભૂમિમાં થઈ ત્યારથી.. જય જય ગરવી ગુજરાત”..એજ ગુર્જર મંત્ર હૈયે રમે છે.
મહાગુજરાત આંદોલનના એ નાયકો , આદરણીય શ્રીઈન્દુચાચા અને ગુજરાતનું અભિમાન દેનાર નર બંકાઓને શત શત સલામ કરીએ. પ્રથમ મુખ્ય પ્રધાન શ્રી જીવરાજભાઈ મહેતાએ શાસનની ધુરા સંભાળી ને આજે પ્રગતિશીલ રાજ્ય તરીકે, પ્રજાએ ખમીર ઝળકાવ્યું છે. અહિંસાના હથિયારથી આઝાદી સંગ્રામના શ્રીગણેશ કરી , દેશની પ્રજાને જગાડનાર મહાત્મા ગાંઘીજી ને અખંડભારતના શિલ્પી સરદાર પટેલ એ ગુર્જરી ધરાની સૌરભ છે.
ગરવા ગુજરાતની ઓળખ ખમીરવંતી પ્રજા તરીકે વિશ્વે આજે ગુંજે છે.વતન પ્રેમ, સંસ્કૃતિ, તહેવારો–ઉત્સવો, સાહિત્ય ને ભોજન સાથે ઉદ્યમ એ આપણી યશકલગી. નવરાત્રીના ગરબા ને ઉત્તરાયણનો ઉમંગ એ આપણી ધરોહર છે…આવો શુભેચ્છાઓથી મંગલ વધામણી દઈએ…
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
………………….
જયહો ! ગુજરાત ગાજે ગગન… રમેશ પટેલ(આકાશદીપ)
મલકે મલક હર આંગણ ઉપવન
અમર ઐતિહાસી સાબર દર્શન
પહેલી મે આજ નાચે જનજન
જયહો! ગુજરાત ગાજે ગગન
ઈન્દુ રણહાકે ફૂંકાયા પવન
ઋણ શહીદોનું જ હૈયે રતન
ધરી હેત ઉરે ઝુલાવું વતન
ઝગમગ દીપ શુભ દાદા વચન
જયહો! ગુજરાત ગુંજે ગગન
ધન્ય! આરાસુર પાવો પાવન
ગઢ ગિર ડણકે સાવજ રતન
શ્રીજી; સોમ ને સમંદર દર્શન
ગુંજે દખ્ખણ કુંજ કોકિલ કવન
જયહો! ગુજરાત મારું વતન
સત્તાવન સરિતા સીંચતી જલધન
નર્મદા જલધોધ નવયુગ તીરથ
થનથન નટરાજ મયુર ને મન
મધથી મધુરું વલ્લભ-ગાંધી જતન
જયહો! સર્વધર્મ ગજગજ નમન
ધન્ય! શ્વેતક્રાન્તિ ઉત્સવ અમન
ગુર્જર ખમીર રમે ;વિશ્વ જ વતન
ગુર્જર અસ્મિતા અમ મુગટ કનક
જયહો! ગુજરાત ગાજે ગગન
pl..Enjoy on vedio…
……………..
સાભાર-શ્રી દિલીપભાઈ ગજ્જર ને રોશનીબેન શેલત…પહેલી મે..ગુજરાત સ્થાપના દિન
<span style=”color:#008080;”>ચેતુબેન એચ. ઘીયાની રજૂઆત પ્રસ્તાવનાને, એટલા જ સૌમ્ય કર્ણપ્રીય સંગીત..શ્રી નારાયણ ખરેજીનું, સાથે સાથે શ્રીદિલીપભાઈ અને રોશનીબેને જે ગીત ઉપાડ્યું છે એ , વતનને અભિવાદન દેતું રણકે છે.ગુજરાત.</span>
સરસ…ગુજરાતી હોવાનો ગવૅ છે.
પ્રિય રમેશભાઈ
ગુજરાત રાજ્યની સ્થાપના કરનાર ને મારા શત શત વંદન તમે સરસ માહિતી આપી .તમારો આભાર
Reblogged this on આકાશદીપ.