ધન્ય હો! માતૃભાષા તવ ગાણું….રમેશ પટેલ(આકાશદીપ)
ફેબ્રુવારી 20, 2016 nabhakashdeep દ્વારા
૨૧મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન…તેનું ગૌરવ એટલે એટલે સ્વયંની સંસ્કૃત્તિને ઝુલાવવી…આજે સાભાર બારખડી ગોખીએ….
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી સાઈરામ દવે…(આભાર-અકિલા ન્યુઝ)
ક – કલમનો ‘‘ક” ખરેખર દ્યાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો
ખ – ખડીયાનાં ‘‘ખ”ની શ્યાહી ખૂટી ગઈ છે.
ગ – ગણપતિને બદલે ગુગલનો ‘‘ગ” ગોખાતો જાય છે.
ઘ – અમે બે અને અમારા એક ઉપર ઘરનો ‘‘ઘ” પૂર્ણવિરામ પામી ગયો છે.
ચ – ચકલીનો ‘‘ચ” ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે….
છ – છત્રીના ‘‘છ” ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે.
જ – જમરૂખનો ‘‘જ” જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે.
ટ – ટપાલીનો ‘‘ટ” તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે. એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ?
ઠ – ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે.
ડ – ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે.
ઢ – એ.સી.સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાના ‘‘ઢ” ની સ્હેજ પણ કિંમત નથી.
ણ – ની ફેણ લોહી લુહાણ થઇ ગઇ છે પણ કોઇને લૂંછવાનો સમય કયાં?
ત – વીરરસનો લોહી તરસ્યો તલવાનો ‘‘ત” હવે માત્ર વાર્ષિકોત્સવના તલવાર રાસમાં કયાંક કયાંક દેખાય છે
થ – થડનો ‘‘થ” થપ્પાદામાં રીસાઇને સંતાઇ ગયો છે કારણ કે એ સંતાનો થડ મુકીને કલમની ડાળુએ ચોંટયા છે
દ – દડાનો ‘‘દ” માં કોઇએ પંચર પાડી દીધુ છે એટલે બિચાકડો દડો દવાખાનામાં છેલ્લાશ્રાસ પર છે
ધ – ધજાનો ‘‘ધ” ધરમની ધંધાદારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઇને મોજથી નહી પણ ડરી ડરીને ફફડી રહ્યો છે.
ન – ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે નગારાનાનો ‘‘ન” અવાજ સંભળાય છે કોને?
પ – પતંગનો ‘‘પ” તો બહુ મોટો માણસ થઇ ગયો છે અને હવે પાંચસો કરોડના કાઇટ ફેસ્ટીવલ નામે ઓળખાય છે.
ફ -LED લાઇટના અજવાળામાં ફાનસનો ‘‘ફ” માત્ર ફેસબુક પર દેખાય છે.
બ – બુલફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના ‘‘બ” ને બધાયે બેન્ડ વાળી દીધો છે.
ભ – મોબાઇલ અને કમ્પ્યુટરની અધતન રમતો, ભમરડાના ‘‘ભ” ને ભરખી ગઇ છે.
મ – મરચાનો ‘‘મ” હવે કેપ્સીકમ થઇ ગયો છે ને મોબાઇલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે.
ય – ગાયને ગાયનો ‘‘ય” બંને બિચારા થઇને કત્તલખાને રોજ કપાયા કરે છે.
ર – રમતનો ‘‘ર” તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં ઉતરતાં જ ગુજરી ગયો છે.
લ – લખોટીનો ‘‘લ” તો ભેદી રીતે ગુમ છે, કોઇને મળે તો કહેજો.
વ – વહાણના ‘‘વ” એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઇ લીધી છે.
સ – સગડીનોસમાં કોલસા ખૂટી જવાની અણી માથે છે.
શ – એટલે જ કદાચ શકોરાના ‘‘શ” ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવાની નોબત આવી છે.
ષ – ફાડીયા ‘‘ષ” એ તો ભાષાવાદ, કોમવાદ અ પ્રદેશવાદના દ્રશ્યો જોઇને છાનો મૂનો આપદ્યાત કરી લીધો છે.
હ – હળનો ‘‘હ” તો વેંચાય ગ્યો છે અને એની જમીન ઉપર મોટા મોટા મોંદ્યા મોલ ખડકાય ગ્યા છે.
ળ – પહેલા એમ લાગતું હતું કે એક ‘‘ળ” કોઇનો નથી. પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ અનાથ થઇ ગઇ છે.
ક્ષ/જ્ઞ – ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ કયાં ચોદ્યડીયે શરૂ કરીશું આપણે સૌ?
સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડયું છે. અને સાડી પહેરેલી ગુજરાતી મા ની આંખ્યુ રાતી છે. પોતાના જ ફળિયામાં ઓરમાન થઇને ગુજરાતી મા કણસતા હૈયે રાહ જોવે છે કોઇ દિવ્ય ૧૦૮ઇંતજારમાં….!આવો દ્યાયલ થઇ ગયેલી ગુજરાતીને ફરી સજીવન કરીએ, બેઠી કરીએ, પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ….!(૯.૬)
……………………………………………………………………………………………………………………………
ધન્ય હો! માતૃભાષા તવ ગાણું….રમેશ પટેલ(આકાશદીપ)
વાહ! પુણ્ય અમ સંસ્કૃતિ ઢોલી
માતૃભાષા તું છે મીઠડી બોલી
ધન્ય! સંસ્કૃત્તિ વિશ્વે તવ ખ્યાતિ
ગુર્જર ઉરને ભાષા ગુજરાતી
પારણીયે ઝીલ્યાં હાલરડાં મીઠાં
માત અધરે વહેતાં અમૃત દીઠાં
અન્યોન્ય ભાષા જ ઝીલી ઉમંગે
ઘૂઘવ્યા સાત સમંદર તવ સંગે
આયખે ઝૂમતી તું કલરવ ટોળી
નિત્ય રમતી ગીતે ભાવ ઝબોળી
છે માતૃભાષા ઉપવન મધુરું
રે મહામૂલું તું સૌરભ કટોરું
જન્મ જન્મનું શ્રીમંતાઈ દુલારું
ધન્ય હો! માતૃભાષા તવ ગાણું
રમેશ પટેલ(આકાશદીપ)
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, http://feedcluster.com/, Uncategorized | 8 ટિપ્પણીઓ
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
મસ્ત લઅકિલાઈ આવ્યા. વાત કરૂણ છે, પણ સાવ સાચી છે.
અને….
એનો કોઈ ઉકેલ નથી. અકિલાના એ લેખના લેખકનાં સંતાન ચોક્કસ અંગ્રેજી મિડિયમમાં જ ભણતા હશે. એ જ નહીં, ઝુંપડાવાસીઓનાં પણ !
તમારી કવિતા દરેક નિશાળમાં ગવાવી જોઈએ.
સોરી….સુધારી લેશો.
મસ્ત વાત ‘અકિલા’ માંથી લઈ આવ્યા.
Thanks Shri Sureshbhai…more from Guj.Samachar…
વિશ્વમાં સૌથી વધુ બોલાતી માતૃભાષાની યાદીમાં ગુજરાતી ભાષા ૨૬મા ક્રમે
ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાના જૂના કવિઓ પણ ભૂલાઈ રહ્યા છે ત્યારે ગુજરાત વિદ્યાસભા દ્વારા આર.બી.આર.સી. સ્કૂલમાં ગુજરાતી ભાષાની વિકાસગાથાને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા આયોજક આર.ટી સાવલીયા કહે છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસ માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જેથી અમારૃં કામ તો વર્ષોથી ભાષાને સાચવવાનું છે. આ સંસ્થા આગળ જતા વર્નાક્યુલરમાંથી ગુજરાત વિદ્યાસભા બની અને ગુજરાતમાં વધુને વધુ ભાષાના ઉત્થાન માટે કામ કરી રહી છે. આ સંસ્થાએ માતૃભાષા દિવસ નિમિતે સ્કૂલના બાળકોમાં માતૃભાષાનું સિંચન થાય તે હેતુથી સ્કૂલમાં ગુજરાતી ભાષાની વિકાસગાથાનું પ્રદર્શન, નિબંધ સ્પર્ધા, નાટય સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, અંબાલાલ પટેલ, અંબરીષ શાહ અને શાળા પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા.
૧૫મી સદીના પ્રાચીન ભાષાના નમુનાઓ હયાત છે
પ્રાચીન સમયની ગુજરાતી ભાષાની હસ્તપ્રતો જોતા ખ્યાલ આવે છે કે ૧૫મી સદીમાં ગુજરાતી ભાષાનું કેટલુ મહત્વ હતું આ લખાણો, હસ્તપ્રતો આશ્રમ રોડ ખાતે આવેલી ભો.જે વિદ્યાભવનમાં સચવાયેલી છે.
Keywords 26th,language,in,the,list,of,most-spoken,mother,tongue,in,the,world,
માતા અને માત્રુ ભાષા ન ભુલાવી જોઈએ
ગુજરાતી ભાષામાં આજે ઘણા અંગ્રેજી શબ્દો આવી ગયા છે. સગવડિયા ગુજરેજી ભાષા થતી જાય છે.સમય સાથે ભાષામાં પણ ફેરફાર થતા રહે છે. હાસ્ય લેખમાં આ ચીંતા વ્યક્ત થઇ છે.
[…] […]
Dhanya shanya mam Matrubhasha. Matrubhashama jetali saraltathi samajay tetalu kashathi na samajay. Enathi mithu ane madhuru kai nahi.