ચાંદલિયાની સાવરણી….રમેશ પટેલ(આકાશદીપ)
ઓક્ટોબર 28, 2015 nabhakashdeep દ્વારા
શરદની રાત..નદી ,ઉપવન કે રણ ..સદા સૌને ખીલવતી ચાંદની રાત….સદા રાધા-કાનજીની યાદ દે. યમુના કાંઠે તાજ મહેલને ચાંદની રાતે નીરખવો..એય અમર પ્રેમની વાત ઝીલવી….
એક સરસ વાત..શરદ છાયાની ,ગુજરાતી લેક્સીકોને કહી છે તે..
રોડ્ઝ ટાપુનાં બ્રોનવેલ દંપતીના પ્રયોગથી સર્જાયેલું એ નામનું ગુલાબનું પુષ્પ. આ દંપતીએ વાંકડિયું ગુલાબ, ગુલાબી રાજકુંવરી, ઊઘડતી ઉષા, સૂક્ષ્મ શ્વેત ત, સ્વર્ગીય છાયા, લાવણ્ય વગેરે અનેક જુદા જુદા નામની ગુલાબની જાતો પ્રયોગથી ઉત્પન્ન કરી છે.
(Thanks to webjagat for this picture)
ચાંદલિયાની સાવરણી….રમેશ પટેલ(આકાશદીપ)
રાત ભલેને ઘોર જ અંધારી
ચાંદલિયાની સાવરણી
વાત જ માંડશું રાજ અધૂરી
વ્હાલી શરદની રાતલડી
નભથી નીતરતું અમૃત કેવું?
હૈયે થાતી શાતલડી
સરિતા સાગર ઝોલે રમતી
લહેરે શરદની રાતલડી
રમતું આભલડે દીઠું જ હૈયું
અક્ષરો ગૂંથુ હું ભાવલડી
આભ કાનજી, જગ આખું રાધા
લે રાસ શરદની રાતલડી
વગાડો વેણુ રાજ સુખલડા
ઝૂમે શરદની રાતલડી
રાત ભલેને ઘોર જ અંધારી
ચાંદલિયાની સાવરણી(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
Posted in કવિતા, http://feedcluster.com/ | 2 ટિપ્પણીઓ
Wah maneto aapanu aakavya vachine kavishri Nhanalal yada avi gaya sathe kavi Kant pan yaad avigaya.
Shataladi, Rataladi, Bhavaladi shabd pryogonu sayujya bahu gamyu.
શરદ પૂનમની સાવરણી અંધારાને સાફ કરે
કોઈ કાળી હોય વાદળીયુંને મોટા મનથી માફ કરે
Ataai