સ્મૃતિ તર્પણ આઝાદી પર્વે …..સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
ઓગસ્ટ 13, 2015 nabhakashdeep દ્વારા

(Thanks to webjagat for this picture)
ફરફર ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)
જોમ હામ સમર્પણ લહરે
ફરફર ફરક ત્રિરંગા
જશ્ન ગૌરવ તું આઝાદીનું
ગાય હિમાલય ગંગા
પુણ્ય સ્મરણીય વંદન અમારા
ક્રાન્તિકારી લડવૈયા
લોકશાહી જનશક્તિ જ્યોતિ
કોટિ બાહુ રખવૈયા
પર્વત સરીતા સાગર ધીંગા
નવયુગ દર્શને ઝૂમે
તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી
સબરસ થઈ એ ઝૂમે
ગાંધી પથ છે માનવતાનો
સર્વધર્મ સરવાળો
શ્રમ આદર એ સૌરભ જગે
દેશ ઝૂમે નિરાળો
ચંદ્ર મંગલની વાત જ કહી
ફરફર ફરક ત્રિરંગા
સાત સૂરોની સંગમ ભૂમિ
જન જન ઉર ઉમંગા
………………………………
આજે ભારતમાં સ્વચ્છતા અભિયાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ..જાગૃતતા અભિયાન છેડ્યું છે….આ પાયાના કામ માટે ,કેટલાય ગાંધી પેઢીના મૂક સેવકોએ આજીવન સેવાધારી બની દેશ ને માટે જીવી ગયા.આજના જેવી, ટી.વી.પબ્લીસીટી નહોતી ત્યારે એ મહાનુભાવોએ જે મૂકસેવા આપી છે…એ આજે ,આઝાદી પર્વે યાદ ના કરીએ તો નગુણા જ કહેવાઈએ..
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
દિવ્યભાસ્કર-સ્મૃતિ તર્પણમાંથી…સાભાર

અસ્પૃશ્યો’ના આજીવન સેવક પરીક્ષિતલાલ મજમુદાર (1901-1965)
ગાં ધીજીએ કહ્યું હતું, ’જો મને પરીક્ષિતલાલ જેવા પાંચ સેવકો મળી જાય તો હું અસ્પૃશ્યતાનું કલંક મિટાવી શકું’. મુંબઇની વિલ્સન કોલેજનો અભ્યાસ અધૂરો મૂકીને ગાંધીજીની અસહકાર ચળવળમાં જોડાયેલા પરીક્ષિતલાલ આજીવન ‘હરિજનસેવા’ને વરેલા મૂકસેવક રહ્યા. નવસારીમાં હરિજન આશ્રમની સ્થાપનાથી તેમણે કામ શરૂ કર્યું. કહેવાતા અસ્પૃશ્યોને શિક્ષણ આપવાની સાથે ગરીબી, અભાવ આભડછેટ, અત્યાચાર સામે તેમની લડતમાં એ મદદરૂપ થતા રહ્યા. સફાઈકામદારોને લગતું કામ તેમની મુખ્ય પ્રાથમિકતા રહ્યું. ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ અને પછી અમદાવાદ હરિજન આશ્રમનું સંચાલન એમણે લાંબો સમય કર્યું. ૧૯૫૯માં પદ્મશ્રીથી પોંખાયેલા આ સમાજસેવકનું નામ-કામ હવે સફાઈકામદારોની સરકારી યોજનાઓ કે આવાસો સિવાય બીજે ભાગ્યે જ જોવા-સાંભળવા મળે છે.
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, સમાચાર, http://feedcluster.com/ | 3 ટિપ્પણીઓ
Very very nice poem!! Very versatile
[…] […]
સરળ શબ્દોમાં વહેતુ કાવ્ય ગમ્યું. મને તમારી ઈર્ષ્યા આવે છે. કેટલા સરસ કાવ્યો રચો છો! ધન્યવાદ રમેશભાઈ.