Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2015

આજે ગુજરાત ગૌરવ દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ છે, ગુજરાત આજે ૫૫ વર્ષનું થયું છે. ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. આ ૫૫ વર્ષમાં ગુજરાતે અને તેની ખમીરવંતી પ્રજાએ અનેક વિઘ્નો પછી કુદરતી હોય કે માનવ નિર્મિત દરેકનો માર સહન કરીને આજે જે વિકાસ કર્યો છે, તેના કારણે વિશ્વફલક પર તે વિકાસ માટેનું રોલ મોડલ બની ગયું છે(Thanks to Divyabhaskar)…A news

ગુજરાતનો વિકાસ મેપ

(Thanks to Divyabhaskar)

પહેલી મે નું ગાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

સાત સૂરોનું ભાથું બાંધી ,  ગાશું એક જ ગાણું

  પહેલી મે નું  ટાણું

  લાખેણું નઝરાણું… લાખેણું નઝરાણું

 

ધન્ય! ગુર્જરી પ્યારી મૈયા

દીધાં સાગર હૈયાં

સ્નેહ સમર્પણ સાવજ ત્રાડે

રંગે જાત જ છૈયાં

 

હાક દીધી ઈન્દુચાચાએ

ગર્જ્યા  સાગર ગુર્જર

જોમ સીંચ્યા ઑગષ્ટ ક્રાન્તિએ

ગાજ્યા ઘોષ જ અંબર

 

દીપમાળાઓ ઝગમગ ઝગમગ

દે   દાદા   આશિષું

તીર્થભૂમિના   સ્પંદન    ઝીલી

ધન્ય! માતના શિશુ

 

લીલુડી  ભાતે  ખીલે  ખેતર

ઠારે આંખ જ માડી

શ્વેતક્રાન્તિની ગંગા વહેતી

સીંચે  શૈશવ વાડી

 

વીર વલ્લભ ને ગાંધી બાપુ

વિશ્વ  અખિલના તારા

મૂક  દાનવીર કરે  સંકલ્પ

ગુર્જર  ગૌરવ  ન્યારાં

 

પ્રેમ અહિંસા આદર હૈયે

દ્વારે સ્વાગત શાણાં

જ્યાં વસીએ તેના જ થઈએ

હૈયે  ગુર્જર  ગાણાં(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

ગુજરાતનો વિકાસ મેપ

Read Full Post »

દાદાઈ સત્સંગ–

જગદગુરુ શ્રી શંકરાચાર્ય….બ્રહ્મં સત્ય જગત મિથ્યા….માં એ શો બોધ ધરે છે?..જગત હાજર છે ને સૌ માણે છે…તો મીથ્યા કેમ?…દાદાજી સમજાવો આ રહસ્ય!

દાદાજી-આપણે પંચ તત્ત્વોની પૂતળી…ઘડવૈયો અંદર

તમે નામ ધારી થયા…હું રાયચંદ છું…આ અજ્ઞાન-માન્યતાની શરૂઆત…શ્રી ગણેશ.

પછી..ધર્મ, સંસારના સંબંધો…માતા કે પિતા, કાકો-મામો…થતો જ જાય…એક એક કરતું  ઉમેરાતું જાય.

આવી માન્યતાઓને શંકરાચાર્યે ‘મીથ્યાતત્ત્વ’ કહ્યું એટલે  કે આ બધી ‘ રોંગ બિલીફો ‘ છે…તમને એક ઉદાહરણ આપું…

આ એક એક માન્યતા છે તેને તમે એક ‘લાકડી’ સમ જાણો..જાતક સાથે એક દિવસ તે વિલય થઈ જવાનું…એ નર્યું સત્ય છે. આવી જુદી જુદી લાકડીઓની માન્યતાને તમે ભેગી કરો તો એ ‘ભારી’ કહેવાય…આપણા ‘અજ્ઞાન તત્વ’ ને આપણે ‘ભારી’ ની જેમ બાંધીએ , એટલે થયું’ મિથ્યાતત્વ’….જે જગદગુરુ કહેવા માગે છે એ આ મિથ્યાતત્ત્વ ને. …ઉપદેશ એક જ કે ‘આસક્તિ ત્યજો’..ને જીવો આ જગતમાં..તિરસ્કાર કર્યા વગર.

દાદાજીએ કહ્યું…બ્રહ્મ સત્ય છે…તીર્થંકર ભગવાન મહાવીરે એટલે જ કહ્યું…આ અગાધ શક્તિઓનો પરિચય થાય..જગત ચરણ ચૂમે..પણ એક વાત સ્પષ્ટ છે..હું જીવનદાતા નથી ,પણ મોક્ષદાતા છું…કોઈ પણ ભીખ ના હોય ..તે જ આત્મજ્ઞાની….તે વડે જ શુધ્ધાત્મા પદમાં સ્થિર થવાય…જે સત્ય છે તેનું દર્શન રહે…ને એ ચૈતન્ય.. ‘બ્રહ્મં સત્ય’  એ સા્ચી માન્યતા.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)..આધાર-અક્રમ વિજ્ઞાન. 

……………………

(Thanks to webjagat for this picture)….Nepal–April 2015

તાંડવ શમી જશે….રમેશ પટેલ(આકાશદીપ)

 

જો ધ્રુજ્યો  હિમાલય લીલોછમ

ને વાટે વેરાય એવરેસ્ટ શિખર

શબ્દ ધરાશાયી ને ખંડહર

દે ખબર…

ભર્યા છે ઉકળાટ જ અંદર..

ઝેલ તું.

 

કેમ કહેવું કે..આ કાળની થપાટ છે!

અશ્રુની રેલી વદે..રડે

જેના પર આવી પડે…

તેને જ ખબર પડે..

કે શું વીતે!

 

વિજ્ઞાન ખોલે ભેદ ઊંડો…

ખસે છે તારી ભૂગર્ભ પ્લેટો..ને તું છે જ નિરાધાર….

ક્યાં જવાનો?…

આ ધરતીકંપ છે! …ઉર્જાના આ ઉભરાટ છે!

ઝેલ તું!

 

ઝીલ સંવેદનાને ઊભો થા..બચ્યો છે તો!

અડચણો સામે સરિતા જેમ વહેતો જ જે..

સાથ મળશે તને સાગર થવા…

કાળને ક્યાં થોભવું છે…જાળવી લે જો આ ક્ષણ

આ ખંડહરોય ટહુકશે..

ને આ તાંડવ શમી જશે.

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ધરતીકંપ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

ધરતીકંપ…જૂની ઈમારતો, ગગનગામી ટાવરો ને વિપુલ વસ્તી ભર્યાં શહેર…સઘળાંને ક્ષણભરમાં ઈતિહાસનો ભાગ બનાવી દે છે. પૃથ્વી પર પાંચ મહાસાગર, સમુદ્ર કે દરિયાથી ઘેરાયેલા ખંડોમાં…હિમાલયને ઉચકતી, કંપતી ભૂગર્ભ પ્લેટ , સુનામી સર્જતી કે તબાહી સર્જતી એનર્જી રીલીઝ કરતી…સૌને હચમચાવી દે છે. આધુનિક સગવડો ને ટી.વી.માધ્યમોથી આ ભયાનકતાનો ચીતાર સૌને હવે મળી જાય છે..પાડોશીઓની મદદ જ જાણે ભગવાનની મદદ લાગે છે…ભારતની મોદી સરકારે,, કાશ્મિર, યમન કે નેપાળમાં… આવી આપત્તી-આપદાઓમાં, જે માનવીય સહયોગની કુનેહ દાખવી છે..તેને ઈતિહાસ સદા યાદ કરશે. 

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

A News…….(આભાર- દિવ્યભસ્કર)કાઠમંડુથી 80 કિમી દૂર લામઝુંગમાં ધરતીની 15 કિમી નીચે ભૂકંપનું કેન્દ્ર હતું. દિવસભરમાં 17થી વધારે આફ્ટરશોક્સ આવ્યા…નેપાળ ધ્વસ્ત, 1500નાં મોત – ભારતના 19 રાજ્યો પણ ધ્રૂજી ઉઠ્યા, 57નાં મોતનેપાળની ઓળખ જ જમીનદોસ્ત થઈ ગઈ. 900 વર્ષ જૂનો દરબાર સ્ક્વેર ધરાશાયી

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ. 1069થી 1083 દરમિયાન બન્યો હતો. દ્વાર પર હનુમાનજીની મૂર્તિના કારણે હનુમાન ડોકાથી પણ જાણીતું.
400 વર્ષ જૂનો કાષ્ટમંડપ પડી ગયો
કાષ્ટમંડપના નામ પરથી શહેરનું નામ કાઠમંડુ પડ્યું. આખું મંદિર એક જ ઝાડના લાકડામાંથી 1596માં બનાવ્યું હતું.
104 વર્ષ જૂના જાનકી મંદિરને પણ નુકસાન
એવું કહેવાય છે કે સીતાનો જન્મ અને તેમનો સ્વયંવર પણ અહીં થયો હતો. મંદિર ઘણું જૂનું છે પરંતુ 1895થી 1911 દરમિયાન ફરીથી બનાવાયું. તે 4860 ચોરસફૂટમાં બનેલું છે. ભારતીયો માટે આસ્થાનું મોટું ધામ છે.
છેલ્લાં 30 વર્ષના વિનાશક ભૂકંપ…(આભાર- દિવ્યભસ્કર)

 

તારીખ સ્થળ મોત ઈજા તીવ્રતા
15 જાન્યુઆરી 1934 બિહાર 10700 હજારો  8.1
28 જુલાઈ 1976  ચીન  242000 લાખો  7.8
20 ઓગસ્ટ 1988  નેપાળ-ભારત  721-277  હજારો  6.8
20 ઓક્ટોબર 1991  યુપી  768 હજારો  6.6
30 સપ્ટેમ્બર 1993  મહારાષ્ટ્ર 7601 હજારો 6.3
26 જાન્યુઆરી 2001 ગુજરાત 25000 16600 7.7
26 ડિસેમ્બર 2003  ઈરાન  31884 18000 6.7
8 ઓક્ટોબર 2005  પાકિસ્તાન  75000 35 લાખ  7.6
27 મે 2006  ઈન્ડોનેશિયા  6000 15 લાખ 
12 મે 2008  ચીન  87000 લાખો  8
12 જાન્યુઆરી 2010  હૈતી  2.5થી3 લાખ 7
14 એપ્રિલ 2010  ચીન  3000 હજારો  6.9
11 માર્ચ 2011  જાપાન  18900 હજારો  9
23 ઓક્ટોબર 2011  તૂર્કી  600 4150 7.2
 11 ઓગસ્ટ 2012 

Read Full Post »

જીંદગીની વાર્તા….રમેશ પટેલ(આકાશદીપ)

 સાહિત્યકારશ્રી ગુણવંતશાહ એટલે ચીંતનસભર ટહુકાના તજજ્ઞ. તેઓના લેખમાં , જીવન વીશે સરસ એક નોંધ છે…બધા શબ્દોના અર્થ અર્થકોશમાં મળે, પણ જીવનનો અર્થ તો જીવનમાંથી જ ખોળવો પડે. બંગાળમાં એક ઉક્તિ સદા સંભળાય…ગંગાની પૂજા તો ભાઈ ગંગાજળથી જ કરવી પડે. મનુષ્ય જીવન વીશે ગીતાજીમાં સરસ ફોડ છે..કેટલાક મનુષ્ય’આરુરુક્ષ..એટલે ઉપર તરફની ગતિવાળા હોય છે.બીજા

યોગારૂઢ..એટલે યોગસાધનામાં આગળ વધેલા ને ત્રીજા યંત્રારૂઢ એટલે યંત્રવત જીવે જતા. આ બધાને જે નીરખે એવા ઉપદ્ર્ષ્ટા એટલે અંદર ઝાંખતા..એમ્પાયર જેવા પણ ભેગા થાય. જીવનને જો સમજીએ તો જ જીવનની સાચી સુગંધ માણી શકીએ.જીવન એટલે આપણા પૂર્વકર્મોની વાર્તા ને નવી વાર્તાઓ ગૂંથતાં આ જીવન પૂરું થઈ જાય છે…એ વાત ભૂલમાં જ ભૂલિ જવાય છે ને!..આવો એ ભાવોને માણીએ…

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) 

(Thanks to webjagat for this picture)

  ભૂલ્યા  કરું…..રમેશ પટેલ(આકાશદીપ) 

 

 

છું   વાર્તા  ને, જીંદગીને   વાર્તાથી  ગૂંથ્યા  કરું

જાતી  સરતી  જીંદગીની વાર્તા,   ભૂલ્યા  કરું

 

ઝૂમ્યા  જ   કરું, વાયરે  વાસંતી  કલશોરે  બધે

દાન  જ  દેતું  દૂર કોક  જ તપતું, એ ભૂલ્યા કરું

 

ગમ્યા  જે   રંગો  બધાએ  પૂરી  રંગીલો   ફરું

કાબર-ચીતરી જાત થાતી જ જતી, એ ભૂલ્યા કરું 

 

થોડો   સાચો   અંદર  જ  છૂપાવી  ડોકાયા  કરું

જે   દર્પણમાં  છદ્મવેશી   દીઠો  ભૂલ્યા  કરું

 

હો  બે નજરોના   સદા સરવાળા , એ રટ્યા કરું

ભૂલી  પ્રેમ  છકી  જગે ટકરાશે, એ  ભૂલ્યા   કરું

 

દેતો  સંદેશા  ફરું,  થાજો  ફૂલ  સમા    જગે

ભાગ્યમહીં  છે  પથ્થરે પીસાવું  ભૂલ્યા  કરું

 

વંદન કર મા ભોમ ને તું આકાશદીપ‘  ઝળહળી

છે  બંધન    મીઠડાં મોંઘાં, ના  એ ભૂલ્યા  કરું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ખેડૂતને સાચો ખેડૂત બનાવીએ…બનવા દઈએ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

 ભારત ખેતી પ્રધાન દેશ છે. આબોહવાને રસાળ ધરાની ભેટ મળી છે. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ ખેતી  પ્રધાન ને તે ઉપર અન્ય આજીવિકાઓના ધંધા થકી જ, એક સમયે ભારત સમર્થ હતું. નવયુગે ઔદ્યોગિક ક્રાન્તિ થકી, જે શક્તિ મેળવી, તે ગુલામીને લીધે દેશ ના મેળવી શક્યો.આઝાદી પછી, પ્રજાએ સ્વબળે આગળ વધવા કમર કસી. ખેતીમાં હરિયાળી ક્રાન્તિ થકી…આટલી વિશાળ વસ્તીને આજ ખેડૂતે પોષી બતાવી છે… હવે શું થયું એવું કે તેને આજે, નિરાશ થઈ આપઘાતનો માર્ગ લેવો પડે છે. આનું કારણ શું આપણી ખોટી ને સંવેદના વગરની, આર્થિક નીતિઓ છે! ખેડૂતને શું મોંઘવારી ના નડે? તમે જે રીતે જીવો છો, તે જ વ્યવસ્થામાં તેને અને પરિવારને જીવવાનું છે…તે શક્ય કેમ તેના માટે નથી. સરકાર નિયમો બનાવે…આર્થિક રીતે પછાત લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એટલે રોજના આટલા પૈસા તેને કામ પર બોલાવો તો તમારે આપવાના..નહીંતો તમે ગુનેગાર.તેને ભાવ પોષણક્ષમ ના મળે ..પણ સરકારી લોન કે કરજ લઈ..એ આપવા ફરજીયાત. કુદરતનો માર પડે તો..અમુક ટકાની ઉપર નુકશાનતો જ તમને વળતર મળે. સબસીડી ખાતર કે વીજ પર સબસીડી..તો નાણાં નિષ્ણાત કહે આ બધા ખોટા ભારણ છે ..જાણે ખેડૂત જ ગુનેગાર! પાક પાકે ત્યારે ભાવ પછડાય ને પછી બજાર તેજી કરે ને રળે વેપારી..  સૌ પ્રશ્નનું મૂળ હાર્દ જાણે છે પણ, સરકાર મોંઘવારીના બોંબથી , મતોપર પડતા અસરને લીધે…ખેત પેદાશોને એક ભાવે બાંધી રાખે, આ સઘળું ખેડૂતના ભોગે જ થાય. ખેડૂતને સીધી સહાયકતા માટે,ખેતીની અનુકૂળતા માટે ..પગલાં લેવામાં સરકારો કાયમ કસર કરતી રહી છે..એ કોનાથી અજાણું છે? સીંચાઈના પ્રોજેક્ટોને….એક્ટીવીસ્ટોની મર્યાદિતતા ને સંકુચિતતાનો લાભ, વિદેશોએ તેમને ફંડ આપી, ભારતની તાકાત રોકવા જ ઉઠાવ્યાના અણસાર અનુભવાયા છે. પર્યાવરણના નામે ને શોસણના નામે આંદોલન થાય એ જરૂરી પણ, વિશાળ સમાજના ઉકેલાતા પ્રશ્નો તરફ આંખમીંચામણાં …એ તરફ જાગૃતિ ના દેખાય તો નુકશાન પણ સાચું જ. ગુજરાતમાં નર્મદા બંધને અવરોધતા તત્ત્વો સામે, લોકોએ જાતે અવાજ ઊઠાવ્યો તો ને  લોકોને પીવાનું પાણી મળ્યું, કચ્છ સુંધી એ જળભંડારે લીલીવાડી કરવા ઉપયોગી થયો..એ જાગતો દાખલો છે.જલ વિદ્યુત એટલે પર્યાવરણને નુકશાન વગર વહેતો શક્તિ ધોધ.

(Thanks to webjagat for this picture)

    ગુજરાતના એક સીમાંત ખેડૂત શ્રી મહમદભાઈ જલાલભાઈ શેખ, તીથવા ગામ(વાંકાનેર તાલુકો)એ અત્યાધુનિક ખેતી કરી, ગુજરાતને જે વટ દીધો છે…તે ગુજરાતને ભાંડતા તત્વોએ નોંધવા જેવો છે.

  ગામના સરપંચ, એવા શ્રી મહમદભાઈ ને પરિવારે એક હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર શરું કર્યું…મનમાં હરિયાળી ક્રાન્તિ કરવાનો અભરખો, જમીન પર વાવેલી કારેલીના છોડ, નીંદામણનો પ્રશ્ન, કારેલાંનો વિકાસ ,દવાનો છંટકાવ…એ જૂની પધ્ધતીમાં તેમને લાગ્યું કે જમીન સારી છે, પણ ઉત્પાદન વધે તો જ કઈંક મળે. સરકારે ટપક પધ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે..તેનો લાભ લીધો ને નીંદામણનો ખર્ચ ઓછો થયો, છોડવા વધુ પોષાતા થયા, તો વેલાને ઉંચે ચડાવવા આખા કેતરમાં, ચાસે તારની હાર વડે કારેલીના વેલા ઉંચે ઊઠાવ્યાનો વિચાર સૂજ્યો. તેમણે જોયું કે જમીન પર પડેલા વેલામાં અડધું કારેલું લીલું થોડું પીળું છે..ને તાર પર ઝૂલતું કારેલું મોટું ને લીલુંછમ. બજારમાં જાય કે તરત જ ઘરાગ મળે. દવાનો છંટકાવ, કુદરતી પરાગ નયન..સઘળું મદદ દે..

..૨૦૧૧માં મહમંદભાઈ ને પરિવારે..અત્યાધુનિક ખેતી વડે …સરકારે માંડવા બાંધવા આપેલી ૫૦% સબસીડી ખર્ચથી, વાડીમાં વેલાઓ ઉપર ચડાવી દીધા. આખું ખેતર તો જાણે લીલુંછમ, ને દેશી ખાતરથી જમીનની ફળદ્રુપતા એવી જમી વધી કે જમીન પરની કારેલી કરતાં ત્રણ ઘણું ઉત્પાદન, માંડવા ખેતીએ તેમને આપવા માંડ્યું..આજે તેમનો પરિવાર , ત્રીસ માણસને રોજી આપે છે ને કમાણી કારેલીની …પ્રતિવર્ષ ૧૦ લાખની પહોંચી ગઈ છે.  ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી આનંદી બહેને મોરબીમાં આ ખેડૂતપુત્રને સન્માન્યા ત્યારે, ગુજરાતી ખેડૂતના આનંદની સીમા ઊભરા સાથે સંદેશા દેતી વહી…ખેતી આમ કરો..તેમણે રીંગણના છોડ.. લાંબાં ટૂંકાં, એય મબલક પાક દે છે.હવે એપલ બોરના ૧૦૨૪ રોપાના બોર, સાદી બોરડીમાં કલમથી તૈયાર કર્યા છે..ઉતરે છે આઠ મહિનામાં  પોપટી બોર..૯૦ થી ૨૦૦ ગ્રામના બોર …તેની આવક હવે મળશે કિલોના ૨૦ રુપીયે તથા લોકોને રોજી  રળવાની વાડી મળી, એ નફામાં.આ હરિયાળી ક્રાન્તિ થકી…કોઈ પણ ધર્મના હોય ..જેવું વાવો એવું લણો…ગુર્જરી ખેડૂત મહંમદભાઈ શેખનો સંદેશો….કેવો લાગ્યો….

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..આધાર-લેખ-ભાટી એન(ગુ.ટાઈમ્સ)

………………………………………….

ધૂળનું ઢેફું….રમેશ પટેલ(આકાશદીપ)

ખેતરે બેઠો  જોઈ રહ્યો એ, પ્રભુ પ્રસાદી ધૂળનું ઢેફું

વાહ રે કુદરત, સર્જન ભર્યુંકૌતક કેવું વહાલે વેર્યું

 

દીધારે અન્ન પેઢી ને પેઢી,પણ કહીએ તને અમે ઢેફું

હસ્યા અમે અમારી જાત પર, ન ઓળખ્યો ભારે ભેરું

 

પહેલી ધારે,અષાઢી મેઘે, ફોરમ  લઈ હરખે  મહેકે

જગના ઉરે પ્રસન્નતા ઊભરે ,ઉર્વરાની મીઠી સુગંધે

 

વાવીએ  બીજને, ભીંની ભીંનાશે , હળવે  ફૂટે અંકુર

ઢેફાની   હૂંફેરસ પામીને, ખીલે ચૈતન્ય  રસાળ

 

ઓગાળી કાયા,પોષે છોડવા,જોયા વિના દિનરાત

તું  લહેરાવે  મોલ ખેતરે ,  હરખે   જગનો  તાત

 

અમે જમતા ,પંખી જમતા,જમતી જગની જમાત

તારી અમી ખૂટે ના ખૂટાતી કેવી નવલી  વાત

 

ના મળે તાળું, ના લૂંટે લૂંટાતું, વાહ રે ધૂળનું ઢેફું

અનંત  ઉપકાર  જાણીતારા  ખોળે  માથું  મૂકું

Read Full Post »

ગમતી કાવ્ય પંક્તિઓ….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

પૂજારી છે વિશ્વ પરિવર્તનનું
ખેલ સજાવે મોકો
મિત્ર શત્રુના ભેદ ભરમને
પારખવાના તારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

………………..

ઋતુ  છે મજાની ને ભલા મજાના તમે છો

ખીલી  જ  સુંદરતા  જગે  કહેવા  કહાણી

 

આવો કહું તો ઉભરતા વહાલે જ દરિયા

મોતી   મઢી  હૈયું   હસે  કહેવા  કહાણી

રમેશ પટેલ(આકાશદીપ)

…………………

પૂછું છું બારને-બારીને -ભીંતને

લાલ નળિયાં છજાને વળી ગોખને

રાત દી ટોડલે બેસીને ટહેકતો

મોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી!

..શ્રી મનોજભાઈ ખંડરિયા……………………….

ધીમે ધીમે ઢાળ ઊતરતી

ટેકરીઓની સાખે

તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડ સમાણી

લીલોતરીમાં

તરતાં ખેતર-શેઢે સોનલ ફૂલ દીધાનું યાદ..

તમને ફૂલ દીધાનું યાદ

રમેશ પારેખ

……….

‘આદિલ’ ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

-આદિલ મન્સુરી

Read Full Post »

પી, કે. દાવડા

સરસ્વતી નદી ગુપ્ત થઈ વહે છે…આ વસમી પાર્થિવ વિદાય પછી…એક હૃદય ઉદગાર

આદરણીયશ્રી પી.કે.દાવડાજીનાં ધર્મપત્નિ  ચંદ્રલેખાબેને ,૧૬ મી મે એ અચાનક વિદાય લીધી ને…એક હૂફ ભર્યા તેમના જીવન સાથીદારની વસમી વિદાયનો, આ ૧૬  એપ્રીલે એક મહિનો પુરો થયો. આ વિપદાની પળો સાચે જ જીવનના અંતિમ તબક્કે ખૂબ જ ભારે હોય છે. શ્રી દાવડા સાહેબની સંવેદનાઓ ઝીલતાં, સર્વ સ્નેહીજનો પણ એનો અનુભવ ઝીલી છે ને…એક જ ઉદગાર સરે છે કે -પ્રભુ આ આઘાત જીરવવાની શ્રી દાવડા સાહેબને શક્તિ આપે.એક મહિના બાદ, અ.સૌ. ચંદ્રલેખાબેનના સમર્પણને યાદ કરી ,ભાવુકતાથી તેમના ઉરે ઝરેલી આ પંક્તિઓ ,…ઘણું બધું ધરાથી નભ સુંધી વેરી જાય છે. આ પળે સંવેદના થકી..આપણે પણ સહભાગી થઈએ…

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

uhhh

સરસ્વતી

નથી ચુંટ્યા ફૂલો વન વન જઈને જીવનમા

નથી    ક્રીડા કીધી ફરફર થતી તુજ લટ થકી

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે  હાથ પકડી

નથી ગાયા  ગીતો મધુર સ્વરમા પ્રણયના

નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં

છતાં આજે આવે પળપળ મને યાદ તુજની

સદા વહેતી રહેજે સરસ્વતી સમી આજીવનમાં

પી, કે. દાવડા

Read Full Post »

 ભારતીય ઉપખંડમાં કમોસમી વરસાદે, પાક્યાં ધાન બગાડ્યાં..ખેડૂતને કહો કે દેશને ..પરિશ્રમ એળે ગયો ને આજીવિકા માટે પ્રશ્નો ઊભા કરી દીધા. કાશ્મિરમાં શ્રી મુક્તિ મહમંદ સૈયદે સુકાન સંભાળ્યું ને અલગતાવાદીઓ, પાકિસ્તાની સ્થિત પરિબળોની સહાયથી, ભારતમાં અશાન્તિ ઊભી કરવાના ચાળા શરુ કરી દીધા. ભારત સરકારે એક સ્પષ્ટ વાત સમજી લેવી જોઈએ..કે કાશ્મિરમાં ચળવળ એ કોઈ બૃહદ પ્રજાનું આંદોલન હવે નથી, પણ બહારના લોકોનો હાથા બની લાભ લેતાઓનું એક જૂથ છે…પાકિસ્તાની લશ્કરનો એક વ્યૂહ ભાગ છે..પાકિસ્તાની એલચી વડે પ્રોત્સાહિત છે. આવા તત્ત્વોને પ્રવાહમાં લાવવાની વાત, એ છેતરામણી ચાલ પીડીપીના નેજા હેઠળ થતી લોક માનસ અનુભવી રહ્યું છે, તે સામે સચેત વેળાસર જાગ્રત થવું જ પડે. દેશદ્રોહી સામે દયા એટલે ભવિષ્યમાં પોતાની ફનાગિરી.  આજે વૈશ્વિક પરિક્ષેપમાં આ વાત જોવી ને સમજવી  પડશે..કારણકે તેમનો મકસદ અલગ જ છે…કાશ્મિરને નામે વિશ્વને પાકિસ્તાન આંખે પાટા બંધાવી મતલબ સાધી રહ્યું છે.

ઓ મારા વરસાદ ને વહુ …રમેશ પટેલ(આકાશદીપ)

 

કેમ કરી દઈએ રે જશ

ઓ વરસાદ ને વહુ ,

તારા ધસમસતા ફાળકા ચોદિશ

 

બોલાવે દઈ ભાવ, ગમતું રે રુસણું

જાણે બારણાં બુંધ કરી બેઠી છે વહુ

સુંદેશા દઈએ જો હસી, આવ અહીં વહેલો

ભાદરવે જ રેલાવે મહા રેલું,

ને જાણે હાલે ઠેકી જોબનવુંતી વહુ …કેમ કરી દઈએ રે જશ

 

થોડા છાંટણાથી બાફલે બાફીને,

છેતરતો ધસી ગાજે ગુરૂ

જગ જાણે જ લુચ્ચાઈ ભલી આ લુખી

જાણે  પારકાને ચૂંટલી ખણતી વહુ ….કેમ કરી દઈએ રે જશ

 

નાચે મોરલો તો મુસળિયો રાજ રૂડો

દોડાવે નદીઓને ભમભમ

નટખટ ભૂલી ભાન મરકે, ખીજવીને સહુ

જાણે ડોસીમાની લાકડી ખૂંચવતી વહુ

 

ના ખાટવા દઈએ જશ ..ઓ મારા વરસાદ ને વહુ (2)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

શીરો નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય કે ધાર્મિક કથા. શીરો તો બને જ બને. કંઈ પ્રસંગ ન હોય તો પણ અચાનક મહેમાન આવી જાયને ઘરમાં કોઈ મિઠાઈ ન હોય તો શીરો બનાવીને પીરસવામાં આવે છે. આ સાથે જ શીરો નાના બાળકોથી માંડીને મોટા સુધીનો મનપસંદ છે(Thanks to Divyabhaskar..A writeup)

…………………

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ

1 કપ ખાંડ

4 કપ પાણી

½ કપ ઘી

 

રીત

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરીને શેકો. બીજા વાસણમાં પાણી અને ખાંડ મિક્સ કરીને ગરમ કરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરો. ઘઉંના લોટમાંથી સુગંધ આવવા માંડે એટલે તેમાં ખાંડવાળુ પાણી ઉમેરીને તેને હલાવો. પાણી બળી જાય ત્યાં સુધી તેને પકાવો દરમિયાન તેને સતત હલાવતા રહો. આ મિશ્રણ લચકા પડતું થઈ જાય એટલે તૈયાર છે ઘઉંના લોટનો શીરો.

……………….

 

½ કપ મગની દાળ

½ કપ ઘી

½ કપ માવો

¾ કપ ખાંડ

20 કાજુ

4 એલચીનો પાઉડર

5 બદામ

 

રીત

 

મગની દાળને ધોઈને 4-5 કલાક પલાળી રાખો. પલાળેલી દાળને નિતારી લો અને તેને મિક્સરમાં ઝીણી પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી મધ્યમ તાપે શેકો. શેકતી વખતે દાળને હલાવતા રહેવુ. 20-25 મિનીટમાં તે શેકાઈ જશે. (શેકાયેલી દાળ કડાઈ સાથે ચોંટતી નથી અને ઘીથી અલગ દેખાવા લાગે છે) શેકાયેલી દાળને ગેસ પરથી ઉતારી સાઈડમાં મુકી દો.

કડાઈમાં માવો ધીમા તાપે શેકી લો. તેને શેકેલી દાળ સાથે મિક્સ કરી લો.

એક વાસણમાં ખાંડ જેટલું જ પાણી મિક્સ કરી તેને ગેસ પર રાખો. પાણી ઉકળી જાય પછી તેને બીજી 2-3 મિનીટ સુધી ઉકળવા દો. ચાસણી તૈયાર છે.

દાળમાં આ ચાસણી મિક્સ કરો. કાજુ અને બદામ પણ ઉમેરો. હવે દાળને ગેસ પર ધીમા તાપે પકાવવા મુકો. દાળમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ રહેશે તૈયાર છે મગની દાળને શીરો. તેમાં એલચી પાઉડર મિક્સ કરી દો. બદામની કતરણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ પીરસો. વધેલા શીરાને 7 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.

સામગ્રી

1 કપ બદામ

½ કપ ઘી

¾ કપ દુધ

1 ચમચો ઘઉંનો લોટ

¾ કપ ખાંડ

થોડા કેસરના તાંતણી

½ ચમચી એલચી પાઉડર

ગાર્નિશ માટે

2 ચમચા બદામની કતરણ

 

રીત

 

બદામને પાણીમાં 8 કલાક પલાળી રાખો. પછી પાણીમાંથી નિતારી લો. પલળેલી બદામની છાલ ઉતારી લો. આ બદામને મિક્સરમાં થોડા દુધ સાથે ક્રશ કરી લો. નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરો. તેમાં બદામનું મિશ્રણ ઉમેરો. તેને  મધ્યમ તાપે 7-8 મિનીટ પકાવો. દરમિયાન તેને હલાવતા હોય. આ સમયે બીજા એક પેનમાં દુધ અને અડધો કપ પાણી ઉમેરીને 3-4 મિનીટ માટે ઉકળવા દો. હવે બદામના મિશ્રણમાં ઘઉંનો લોટ ઉમેરો. તેને 2 મિનીટ માટે પકાવો. આ સમયે સતત હલાવતા રહેવુ. હવે તેમાં ઉકાળેલુ પાણી અને દુધ રેડો. તેને 5 મિનીટ માટે પકાવો. તેમાં ખાંડ ઉમેરો અને મધ્યમ તાપે 1-2 મિનીટ પકાવો. હવે તેમાં કેસરના તાંતણા ઉમેરીને પકાવો. તૈયાર છે બદામનો હલવો. તેને સર્વિંગ બાઉલમાં બદામની કતરણ સાથે ગાર્નિશ કરો.

સૌનો મનપસંદ શીરો, 5 પ્રકારના શીરાની રેસિપી નોંધી જ લો

મારા શામળા....રમેશ પટેલ (આકાશદીપ)

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
હીંચકે ઝૂલતા નીરખી મારા શામળા
વસંતને મોકલી ફૂલડે વધાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા……
ઉંચા ડુંગરિયે દેવને બેસાડું

ડુંગરની ડગરો શણગારું મારા શામળા

આઠે પહોર તને સજાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા….
તમને સુવર્ણ સિંહાસને પધરાવું

આનંદથી ચામર ઢોળું મારા શામળા

ધૂપ દીપ આરતીથી મંગલ વરતાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…..
તમને ગુલાબોની સેજે સુંવાડું

મઘમઘતા અત્તર છંટાવું મારા શામળા

નારદજીને બોલાવી વીણા વગડાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…..
જીવડો હરિ શરણમાં રમાડું
ભાવ ઝૂલે ભગવાનને હસાડું મારા શામળા
વ્રજનાં મધુરાં માખણ જમાડું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
જીવડો હરિ શરણમાં રમાડું
જીવડો હરિ શરણમાં રમાડું

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી…ફ્રાન્સ, જર્મની ને કેનેડાના વિદેશ પ્રવાસે..ભારતને વિકાસના માર્ગે અગ્રેસર કરવા ગૌરવભરી રીતે આગળ વધી રહ્યા છે.ભારતની મજબૂત કેન્દ્ર સરકારના નિર્ણયો, પરદેશની સરકારને વિશ્વાસથી આકર્ષી રહ્યા છે. ભારતની પોતાની એક આગવી વિરાસતી શક્તિ છે…જે નો પરિચય શ્રી સામ પિત્રોડાએ સરસ રીતે દર્શાવ્યા છે..એ પણ માણીએ. ભારતની વિશાળ જનસંખ્યા, આગામી ભવિષ્યમાં તેનાં મીઠાં ફળ ચાખે એવી આશા સાથે પુરુષાર્થી થઈએ…એ જ સાચો રસ્તો

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

ભારતને વેગવંતું કોણ રાખેછે…શ્રી સામ પિત્રોડા

ભારતમાં લોકો તેમના ગાઢ કૌટુંબિક સંબંધોમાંથી મોટું આધ્યાત્મિક પોષણ અને અનુમોદન પ્રાપ્ત કરતા હોયછે. ભારતીયો બહું સરળતાથી પ્રાથમિક સંબંધો વિકસાવી શકેછે,જે અતિ મજબૂત  એવા અંગત વર્તુળોમાં પરિણમે છે. રિવાજો અને પ્રક્રિયાઓ એકમેકને જોડેછે.લોકોને આ સીમાઓની બહાર વર્તવાનું ગમતું નથી.ભારતમાં મનો ભૂમિકા સર્જે છે, રાષ્ટ્ર સ્તરે ,ઘણા ફેરફારો થતા રહેતા હોવા છતાં ભારતને ચાલતું રાખેછે. ભારતે પોતાનું કશું ત્યજ્યા વિના કેટલીક બાહ્ય રાજકીય,સામાજિક અને સાંસ્કૃતિક અસરોને આત્મસાત કરીછે-અંકે કરીછે.  જ્યારે પરદેશમાં લોકો વ્યવસ્થિત લાગે પણ સપાટી નીચે તેમનું જીવન ખળભળેલું છે.

સામ પિત્રોડા

દિવ્યભાસ્કર(આભાર)-અંશ…જે છે તેમ

ભારત ભાગ્ય વિશેષ…રમેશ પટેલ(આકાશદીપ)

 

ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું

મા ગંગાના આશિષ

વારણસી આ વિશ્વનાથની

ભારત ભાગ્ય વિશેષ

 

માંડે મીટ જ દેશ આપણો

જન કલ્યાણ જપ જપજે

ગૌરવ સાવજ શૂર ભોમનું

સૂરજ  સમ  તું  તપજે

 

સ્વપ્ન જ તારું  શ્રેષ્ઠ ભારત

કૃષિ ક્રાન્તિ મહાજ્યોતિ

જનશક્તિ એ ભાગ્ય વિધાતા

નામ નરેન્દ્ર જ ખ્યાતિ

 

યુવાધન હથિયાર આપણું

વિકાસ શંખ હર દ્વારે

નિત ત્રિરંગે  હો જયઘોષ

ઝૂમજે જ રણટંકારે

ઉન્નત શીશ હો પ્યારે(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Older Posts »