Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 30th, 2015

yes

કવિશ્રી સુંદરમ…

                      વીસમી સદીના..બે પ્રમુખ ગુર્જર કવિઓ…શ્રી ઉમાશંકર જોશી ને શ્રી સુંદરમ..ઉપનામ ને મૂળનામ..શ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર..વતન ભરુચ જીલ્લાના આમોદ તાલુકાના મિયાં માતર ગામ. મહાત્મા ગાંધીજીને અરવિંદ આશ્રમની છાયા ઝીલતા સાધક થઈ જીવેલા ,કવિશ્રી સુંદરમ ..કેટલો અનન્ય વૈભવ ધરી ગયા છે…કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા,લોકલીલા, ચક્રદૂત, જેવા ત્રીસ ગ્રંથો..જેમાં સર્જનગત સચ્ચાઈ, સ્ફૂર્તિ ને વાસ્તવિકતાને તેમણે ઉર્મિસભર ભીંનાશે મઢી છે.૨૨મી માર્ચ,૧૯૦૮( ને અવસાન ૧૩-૧- ૧૯૯૧)   જન્મદિન એટલે સાહિત્ય પરિષદે તેમનાં કાવ્યોની મોંઘેરી મિરાત .. સર્જનોને યાદ કરી, અંજલિ દીધી.

કવિશ્રી સુંદરમ….

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની

ને જે અસુંદર રહી તેહ સર્વને,

મૂકું કરી સુંદર ચાહી ચાહી.

………………..

તને મેં ઝંખી છે-

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

…………………………

ઘણ ઉઠાવ….

ઘણુંક ઘણું ભાંગવું,ઘણ ઉઠાવ, મારી ભુજા!

ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!

અનંત ઘર માનવી હૃદય-ચિત્ત- કાર્યે ચઢ્યા

જડત્ત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

………………………..

કવિશ્રી સુંદરમને છંદ શિખરિણીમાં …એક કવિ તરીકે..બે જુદા જીવો..કોમળ પ્રકૃતિ પતંગિયું ને રૌદ્ર પ્રકૃતિ ગરૂડ માટે જે શબ્દ ચિત્ર રજૂ કર્યું છે…એ તેમની પસંદગી જોઈ વાહ કવિ! ઉદગાર નીકળી જાય.

પતંગિયું ને ગરૂડ…દીર્ઘ કાવ્યમાંથી…

અહો, નાનાં અંગો!

શું કે સર્વે રંગો જગતભરના આહિં ભરિયા

ઉષા, સંધ્યા, પુષ્પો, વિહંગ, નભનાં વાદળ થકી

ગ્રહ્યાં વીણીં વીણીં મૃદલ કરથી જ્યોતિ લપકી,

અહીં નાના અંગે સચર પ્રભુએ પાય ધરિયા.

…………..

અહો, કેવી આંખો!

અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી!

બધા ભાવોઃ સત્તા, વિજય, મહિમા, શ્રેષ્ઠમયતા-

તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવો રચિયતા

હશે જેણે સર્જી પ્રખરબળની રૌદ્ર મુરતિ!

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

……………………..

અમારી દોહિત્રી જાનુ-ખુશી ને શાળામાં મૂકવા જઈએ ત્યારે, નાનાં ભૂલકાંઓ ને માવતરની મીઠાશના સંબંધો આંખડી ઠારે એવા માણવા મળે. દેશ કે પરદેશ..સંતાનોનું બાળપણ એટલે નિર્દોષપણાની તિજોરી..આવી પળો માણતાં આ રચના રચાયેલ…શિખરિણી છંદમાં..પ્રેરણા પામી. 

બચપણ

છંદ- શિખરિણી

 

ચહેકે  આનંદે, બચપણ  હસી, કષ્ટ  હરતું

રમે એ મસ્તીથી, હરપળ ધસી, હર્ષ  ધરતું

 

પ્રસાદી તું મોટી, વિમલ મધુરી, ફૂલ સરખી!

મઢે ગોરા ગાલે, મખમલ રુહે, આભ ધરણી

 

રૂડી  ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી

નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી

 

કરે પોતાના  એ, મનહર  રૂપે, મુગ્ધ વદને

અને  દોડે હોંશે, ડગમગ પગે, હાસ્ય ભરણે

 

મળે માનો ખોળો, અભય સુખદા, હૂંફ ધરતો

ઘડે સંસ્કારો  એ, મરકટ મને, ભાવિ ઘડતો

 

ભલે ભેળાં બાળો, નયન હરખે, દિવ્ય ક્ષણ એ

હસે હોઠો નાના, મરક મરકી, ભાવ  ઊભયે

 

વદે  વાણી મીઠી, મુખ કમલથી, શૈશવ મહા

અમી સીંચે હૈયે, શત સુખમયી, વૈભવ અહા!

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »