Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 26th, 2015

ram-navami-ki-shubh-kamnayein-2015

(Thanks to webjagat for this picture)

રામ નવમીરમેશ પટેલ(આકાશદીપ)

કેમ   રે    કહીએ  ચંદ્ર   આ  વાતડી

તુજથી  ભલી  છે  રે  તારી   ચાંદની

તમે  છો   રૂડા  રૂડા   મારા  રામજી

પણ  એથીય  રૂડા  તમારા  નામજી

 

તમથી ભલી ચરણ રજ  રામજી

અહલ્યાને કેવટ પામ્યા રે પાર

પ્રભુતા પખાળે માત ગોદાવરી

ચરણોએ  પ્રગટ્યા  તીર્થ અપાર

 

તમથી  ભલી રે  તમારી  મુદ્રા

લાંગ્યા સાગર મૂકી મુખ માંહ્ય

તમથી ભલી શોભા ધનુષ્ય બાણની

અભય કીધા અરણ્ય દઈ છાંય

 

તમથી ભલા રે સ્નેહ સીતાજીના

જંગલમાં મંગલ વર્ત્યા ચોદિશ

હણી રાવણ પલટ્યા ભાગ્ય દેશના

પણ જાનકી થકી જ થયા રે ઈસ

 

તમથી  ભલી    રામ   નવમી

અયોધ્યા નગરે પ્રગટ્યા રે દીપ

રમાડ્યા  દેવ   હનુમંતે   ઉરથી

રામકથા  અંતરે  પૂરે  રે   છીપ

 

ધન્ય રામજી, ભાગ્યે ફળ્યા રે રામનામ

ભાવે વંદી  ભજીએ જય જય સીયારામ

………………………………………….

ધન ધન તમારી ઠકુરાઈ.…..રમેશ પટેલ(આકાશદીપ)

 

જાગી  પુનઈ  પ્રગટી  વડાઈ

રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

અભયદા   સિયારામ   સુભાષી

રાજધર્મની   શોભા    છલકાઈ

પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ધીર  વીર    વત્સલ   સુહાસી

વચનકાજ   હાલ્યા   રઘુરાયી

કેવટ  પામ્યો  ભવ   ઉતરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ઋષિ  વનવાસી  સૌ  સુભાગી

વનપથે  વિચરે  પૂણ્ય કમાઈ

યશોધર શુભંકર ધર્મ ધુરંધર

દશાનન  સંગ   છેડી  લડાઈ

 

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

રામ  લખન  સુગ્રીવ  હનુમંતા

ભરત  શત્રૃઘ્ન  ભાઈ બલવંતા

અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ

 

ઋષિ   વાલ્મિકી   ગાયે   ચતુરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………..

રામની રૈયત થાશું….રમેશ પટેલ(આકાશદીપ)
રામની રૈયત થાશું
ભવ પરભવ સુખ જ પાશું

રાજધર્મની  શોભા   વધારી
એક વચન રઘુ યશ સંવારી
જન ઉરે રાજ જ સ્થાપ્યું
રામ શરણું સુખ સાચું

રામની    રૈયત   થાશું

ભાતૃપ્રેમ  વીર  ધીર ધનુર્ધારી
રાજનીતિ  તવ સકળ સુખકારી
ભક્ત ઋષિ સ્નેહ દાસુ
રામની  રૈયત   થાશું

લખણભૈયા સંગ વન વિચર્યા
ખર  દૂષણના  ત્રાસ  ભંડાર્યા
વ્હાલુ કર્યુ વનવાસુ
રામની રૈયત થાશું

માત શબરી  અહલ્યા કેવટ
પંચવટી તિરથ મહા પાવન
ભાવ ગદગદ ધરી ગાશું
રામની   રૈયત    થાશું

સીતા રામજી જગ કલ્યાણી
રોળ્યો   રાવણ  અભિમાની
ખ્યાત લક્ષ્ય બાણ ધનુષુ
રામની    રૈયત    થાશું

માનવતાના દીપ પ્રગટાવ્યા
યુગયુગને       અજવાળ્યા
હનુમંત સેવક સુખદાસુ
રામની   રૈયત   થાશું

ભગવદ શક્તિ જગકલ્યાણી નીધિ
અવધ  સરયુ  રાઘવ  રઘુ  રીતિ
રામ શરણું સુખ સાચું
રામની  રૈયત  થાશું

Read Full Post »