Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 18th, 2015

પ.પૂ.દાદાશ્રીની જ્ઞાન દર્શન વાણી….

(Thanks webjagat for this picture)

સત્સંગ…..

પોતે નિરંતર જ્ઞાતા-દૃષ્ટા પદમાં રહેતા હોય તે “જ્ઞાની”. તેમની અંદરનું પોતાનું ત્રિકાળી સ્વરૂપ ખુલ્લું થઈ ગયેલું હોય તેઓ ‘પરમ સતના’ સંગમાં હોય ને તેઓ ‘પરમ સતસ્વરૂપ’ કહેવાય. એ જે વિતરાગનું જ્ઞાન દે એ જ સત્સંગ.

તપ……

  મોક્ષમાર્ગના ચાર પાયા….જ્ઞાન-દર્શન- ચરિત્ર-તપ.

તપ..દેહને તપાવવો એટલે બાહ્ય તપ ને દેહ તેજવાળો બને ને પુણ્યનાં ફળ બંધાય.

અંતર તપ-મનને તપાવવાનું…આ યુગમાં સામેથી મળતું ‘પ્રાપ્તતપ’  એને ઈનામ ગણી ,આપણી પ્રકૃતિને પ્રતિકૂળ હોય ,ઉછાળા મારે ઘમાસાણ મચે, તેની સામે જે પુરુષાર્થ થકી..આત્માને અનાત્માના સાંધામાં જાગૃતિ એ અંતર તપ ને એ અદીઠ તપ…પોતે શાંત ભાવે જ્ઞાતા-દૃષ્ટા રહે….આત્મ ઐશ્વૈર્ય પ્રગટે. અહંકારના રસને ઓગાળી મૂકવા તમે રાખેલી જાગૃતિ એ અદીઠ તપ…સૂક્ષ્મ તપ. આ તપ થકી ‘જ્ઞાન દશા’ની ડિગ્રીઓ વધે ને શુધ્ધતા લાવે. તેજ તમારું ચરિત્ર લાવે..એ જ કેવળ જ્ઞાની બનાવે.

ભગવાન મહાવીરે કહેલું કે, દ્વાપર-ત્રેતા અને સતયુગમાં ત્યાગ કરવો એ તપ હતું, તપ કરવા તેને શોધવું પડતું. આજે કળિયુગમાં ઘેરબેઠા તપ આવતું રહેશે..એ પ્રાપ્તતપને બળતરા વગર એડજસ્ટ થઈ

નીકાલ કરજો…જાગૃતિ રાખજો.

કવિશ્રી મધુકાન્ત જોષીએ આ દાદાઈ વાત કેવી સરસ રીતે વણી છે….

રાત્રિના વાહનોની લાઈટોનો બોધપાઠ……

સામસામે આવો ત્યારે… અંદરનું તપ

ડીમ-ફૂલ…ડીમ-ફૂલ…ડીમ-ફૂલ થતું રહેવું..

સ્મિતસભર થઈ સરભર સરભર થઈ નીકળી જવું!

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)..આધાર- અક્રમ વિજ્ઞાન માસિક.

આદિ શંકરાચાર્યે  નિર્વાણ ષટકમ સ્તોત્ર થકી..તત્ત્વજ્ઞાનના અતિ ગંભીર વિષયના જ્ઞાનને, ગેય અને સંગીતમય રીતે સૌના હૃદયમાં જડી દીધું છે. 

अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्य सर्वत्र सर्वेन्द्रियाणाम्

न यासंगतम नैव मुक्तिर न मेय, चिदानंद रुपह शिवोहम शिवोहम!

…………………..

હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, વિભુ છું, સર્વત્ર સર્વ ઈન્દિયોમાં વ્યાપ્ત છું, મારામાં સદા સમત્વભાવ છે, મને મુક્તિ નથી કે બંધ નથી. હું ચિદાનંદરૂપ શિવ છું, હું શિવ છું….ડૉ ગૌતમ પટેલ(સંસ્કૃત વિદ્વાન)

….કેવો છે આ આત્મા…

મારે પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી દુખ નથી, મંત્ર નથી, તીર્થ નથી, વેદ નથી,યગ્ય નથી, હું ભોજન નથી, ભોજ્ય નથી, અને ભોક્તા પણ નથી..હું હું ચિદાનંદરૂપ શિવ છું, હું શિવ છું.

न पुण्यं न पापं न सौख्यं न दुखम न मंत्रो न तीर्थम न देवा न यज्ञाः

अहं भोजनं नैव भोज्यं न भोक्ता , चिदानंद रुपह शिवोहम शिवोहम!

Read Full Post »