Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 6th, 2015

આવો હોળીની ખુશાલી બમણી કરીએ…

વન ડે ક્રિકેટવિશ્વકપની સતત ચોથી મેચમાં , ભારતીય ટીમ વેસ્ટઈન્ડીંઝને હરાવી, ક્વાટર ફાયનલમાં પ્રવેશી…હોળીના રંગના ઉમંગના ઢોલ ઢમઢમ વાગવા લાગ્યા.

……………………..

આદરણીયશ્રી સુરેશભાઈ…નંદ ઘેર આનંદ ભયો..ખૂબ ખૂબ શુભેચ્છાઓ…તન ને મનથી ફાગણિયા વાયરે લહેરાતા રહો…મઘમઘતા રહો.

દાદાના  વ્હાલ  મુક્ત હાસ્યે  વેરાણા

શિશુના વૈભવ અમે, મોટપણે માણ્યા

લાડિલા સુરેશભાઈ લાડ લડાવે….

જન્મદિનની ખુશહાલિ હૈયે જડાવે.

રમેશ પટેલ(આકાશદીપ)  

…………………..

મીઠડી આ વાયરાની વાત…..રમેશ પટેલ(આકાશદીપ)

મઘમઘતા વાયરા
વસંતના   ડાયરા
કૂંપળ સંગ માંડતારે વાત
ફૂલડાંથી સજશું  રે  ભાત…મીઠડી આ વાયરાની વાત

ટહુકતી     ઋતુ
હરિયાળી ભાતુ
કલરવના મીઠડા રે ગાન
રોમરોમ પ્રેમના  રે પાન…મીઠડી આ વાયરાની વાત

ખૂલ્લા  તે   વનમાં
ખૂલતું કોઈ મનમાં
સૌરભના છલકે રે જામ
હૈયામાં   હરખના ધામ..મીઠડી આ વાયરાની વાત

ધરતી ગગનની
ઉરના  ઉમંગની
રસકસતી તસતસતી જાત
મીઠડી આ વાયરાની વાત(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

સૂરસાધના

sbj_bdસાભાર – હીરલ શાહ

sbj_bd_1

સાભાર – શ્રી. ધીરજલાલ વૈદ્ય

View original post

Read Full Post »