Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 16th, 2015

મહાશિવ રાત્રી….

(Thanks to webjagat for this picture)

  ત્રણ રાત્રીનો મહિમા , કાળી ચૌદસની કાળ રાત્રી, જન્માષ્ટમિની મોહરાત્રી ને મહારાત્રી એટલે શિવરાત્રી.

 ભગવાન શિવજી એટલે સદા મંગલકારી જે પરાશક્તિથી પણ ઉપર છે. આ શિવ તત્ત્વની રાત્રી…’શેરવે અસ્મિન પ્રાણિનઃ ઈતિ શિવ’ એટલે કે જેમાં સમગ્ર જગત નિરાંત અનુભવે છે, એ શિવતત્ત્વ છે. આ અંધારી ચૌદસ..શાસ્ત્રો અનુસાર આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે ૧૪થી માનવ જીવનનો સંયોગી જીવ ,સહજ રીતે આ સ્વિકૃત રાત્રીએ તલ્લિન.. ધ્યાનમાં ડૂબે.. તેને ‘ૐ નમઃ શિવાય’ પંચાક્ષરી મંત્ર પરમ કલ્યાણને પંથે દોરે.

   મહા વિદ્વાન એવા શ્રી પ્રહલ્લાદ પટેલના સંજીવની ધ્યાનનું ચરણામૃત, આ શિવરાત્રીએ માણવું એ સાચે જ મહાભાગ્ય છે.

 મંત્ર એટલે જે અવાજો મનને કેન્દ્રિત કરવા માટે મદદ કરે. એ માનસિક સ્તર પર સકારાત્મક અસરો પેદા કરે. એટલે જ ધ્યાનની શરૂઆત મંત્ર થકી થાય. મંત્ર એકાક્ષરી હોય કે શબ્દ સમૂહ હોય…જેનું રટણ મનને તનાવથી મુક્ત કરે. આધ્યાત્મિક પરંપરાઓમાં મંત્રની ઉચ્ચાર પધ્ધતિ એ ધ્યાન ધરવાની ગહન પધ્ધતિનો આધાર છે. મંત્રનું પુનુરુચ્ચારણ એ મનના કેન્દીકરણની શક્તિ વધારે છે. આપણું અર્ધ જાગૃત મન સ્વચ્છ બને છે ને શ્વાસ પરનું નિયંત્રણ દૂર થાય છે…મંત્રનું રટણ ઊર્મિઓને અકુંશ રાખવાની શક્તિ વિકસાવે છે…હકારાત્મક ઊર્જાઓનું સંચાલન ,તોફાની દુન્યવી લાગણીઓનું શમન કરવાની મનને શક્તિ દે છે.આ સ્થિતિ આપણને પરમ શક્તિ તરફ લઈ જાય છે.  સંજીવની ધ્યાનના માર્ગે દોરવા બે મંત્રો અપાય છે…૧) ૐ નમઃ શિવાય ને (૨) સોહમ.

 મહાન મુક્તિ દાયક મંત્ર ૐ નમઃ શિવાય’ ..પંચાક્ષરી મંત્ર તરીકે ખ્યાત છે…જેનો ભાવ છે..હું શિવને નમું છું…એ જ પરમ સત્ય છે. શિવ એટલે દરેકમાં રહેલું દિવ્ય ચૈતન્ય…જે પંચ મહાભૂતોને શુધ્ધ કરે. મંત્રનો દરેક સ્વર પંચ મહાભૂતો સાથે તાદમ્ય સાધે છે..

 

ન..પૃથ્વિ તત્ત્વ 

શિ..અગ્નિત્ત્વ

વા…વાયુ તત્ત્વ

ય…આકાશતત્ત્વ

 બીજો મંત્ર ‘સોહમ’ છે…જે સહજ મંત્ર આત્માનો મંત્ર છે…જે જન્મતાંની સાથે જ જોડાઈ જાય છે..એટલે સહજ મંત્ર છે…શ્વસન ક્રિયા સાથે સંલગ્ન છે. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ, ત્યારે આપોઆપ તમે ‘સો’ નો ધીમો અવાજ નીકળતો અનુભવશો. જ્યારે શ્વાસ નીકળે ત્યારે ‘હમ’ અનુભવાય છે. સોહમ નો અર્થ છે…”હું તે છું”….પરબ્રહ્મ છું. આ મંત્રનો જાપ આત્માનો અનુભવ કરવા શક્તિ દેશે. ધ્યાન ધરતાં,શ્વાસ લેતાં મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ જાગૃત થઈ, ઉપર ઊઠી રહે છે..એવી અનુભૂતિ જોડવાની  ક્રિયા ધ્યાન માર્ગમાં હોય છે..જે અનુભૂતિ હકિકત બની ,શરીરનાં ચક્રો ભેદતી ઉપર જઈ ‘સહસ્ત્રાચક્ર’માં પહોંચી ..જીવ અને શિવની શક્તિનો મેળાપ થવાનો દિવ્ય અનુભવ કરાવી દે છે, ત્યારે સાક્ષાત્કારના આનંદમાં ,ધ્યાની ગરકાવ થઈ જવાની અણમોલ ક્ષણ પ્રાપ્ત કરે છે…એ જ ધન્ય પળો છે..ને એ જ દિવ્ય અનુભૂતિ છે…કલ્યાણકારી છે.

રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »