દિલ્હી કોની તો પ્રજાએ જવાબ દઈ દીધો…શ્રી અરવિંદ કેજરીવાલની. રસાકસી ભરી આ ચૂટણીમાં, શાસકોને સંદેશા દેતા પરિણામો આવ્યા, શ્રી કેજરીવાલની ‘આમ આદમી’ પાર્ટીએ, તોતીંગ સીત્તેરમાંથી ૬૭ સીટો પર વિજય મેળવી, ભારતીય જનતા પક્ષને ફક્ત ત્રણ સીટ પર ને સૌથી જૂના પીઢ પક્ષને ખાતુ પણ ખોલવા ના દીધું. લોકોને હવે જીવન વ્યવહારની સુવિધાઓથી વંચીત કરતું ,બેરહેમ શાસન મંજૂર નથી..પાણી,વિજળી ને આવાસની ઘોષણા પર ‘આમ આદમી’ પાર્ટી જીતી ગઈ. ફરીથી ત્રિશંકુ પરિસ્થિતિની વાતોથી વિપરિત સ્પષ્ટ બહુમતી આપી, પ્રજાએ નવી પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે…હવે અપેક્ષાઓ પર સાચા પૂરવાર થવાની કસોટી થકી…એ સૌનું ભાવિ ઘડશે. આદરણીય અન્નાજીના રથ પર સવાર થઈ, એકલવીર બની રાજકીય ક્ષેત્રે ઝંપલાવનાર, શ્રી અરવિંદ કેજરીવાલ આજે વિશ્વનીય નેતા તરીકે ઊભરી રહ્યા છે..તેમને ખોબલે ધન્યવાદ…. ચડતી..પડતી ને હવે મોટી છલાંગ ના, આ જુવાનીઓના રંગો…ઑગષ્ટ ક્રાન્તિના રંગો જેવા ઝબક્યા છે.આ રંગો દેશ સેવા થકી ઓર ખીલે એવી શુભેચ્છાઓ દઈએ.
રમેશ પટેલ(આકાશદીપ)
A News..Divyabhasakar..with Thanks
દિલ્હી વિધાનસભા
70 સીટ| 36 સંપૂર્ણ બહુમતી માટે
– 24 વર્ષ : એટલે કે દિલ્હી બન્યા બાદ સૌથી મોટી જીત
આપ – 67 બેઠક
– +39 (2013ની તુલનાએ)
– 54% મત
ભાજપ- 03
32 % મત-29 (2013ની તુલનાએ)
કોંગ્રેસ- 00
-10 % મત–8 (2013ની તુલનાએ)
ચહેરાના બળે 96 % સીટો જીતી
-100 ટકા સીટો જીતવાનો વિક્રમ સિક્કીમના એસડીએફનાં નામે
ઉછાળો હર હૈયે તોફાન…..રમેશ પટેલ(આકાશદીપ)
ગજાવ આ અંબર , લઈ વિપ્લવની આગ
દહાડ દેશે આ વગડાના પહાડ
આવ્યું છે વીર ટાણું , દેશહિતનું લાખેણું
વનરાજ થઈ નાખવાને ત્રાડ…
ઉછાળો હર હૈયે તોફાન.
ભ્રષ્ટાચારી ભોરીંગે દીધા છે ભરડા
મહા લોકશાહીના મૂલ્યો બેભાન
માન્યાતા મોટા એ નીકળ્યા છે ખોટા
લૂંટતા દેશને લોભિયા શેતાન
પાખંડીઓ પીંખતા ધરાની ધૈર્યતા
કોટિજન શક્તિ કેમ અસહાય?
વાગ્યા રે બ્યૂગલ ઑગષ્ટને આંગણે
નથી કાયર શાને લજવાય ?
દેશનું ગૌરવ હિમાલયશું પાવન
જુધ્ધે જાઓ ગરવા જુવાન
ગાજશો તો વરસશે વાદળ ભલાઈના
ઉછાળો હર હૈયે તોફાન (૨)
રમેશ પટેલ(આકાશદીપ)
કેજરીવાલ નો જુસ્સો જુવાનીના જોરમાં કહેવાય હવે કાંક કરી બતાવે તો ઝાડું વાળા મોઘવારી ભ્રષ્ટાચાર ગુન્ડાશાહી ઉપર ઝાડું ફેરવે અને નામ ઉજળું કરે .એવી આશા રખાય .
કુશળ વહીવટ કરી બતાવશે તે આશાએ જ પ્રજાએ વિશ્વાસ મુક્યો છે.શ્રી કેજરીવાલની પાર્ટી ઉપર.May God bless him.
શ્રી કેજરીવાલ ની ચડતી ,પડતી અને હવે પ્રગતિનો હનુંમાન કુદકો !
માન્યામાં નાં આવે એવી એમની જીત થઇ છે.
હવે તેઓ બધાંનો સાથ લઈને કામ કરી બતાવે અને લોકોએ જે અપેક્ષાઓ એમની પાસે રાખી છે એને મૂર્તિમંત કરી બતાવે એવી આશા રાખીએ.
લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે એનું આ સરસ ઉદાહરણ .
ઉગતા સૂર્યની જ પૂજા કરવા આપણે સૌ ટેવાયેલા છીએ !