Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 8th, 2015

કેફમાં   ભૂલ્યા  કરું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

બસ આપણે તો આપણે, એ જ ભ્રમમાં હાલ્યા કરું

પકડેલ  તંતો   ને   રમાડી,   કેફમાં   ભૂલ્યા  કરું

 

છું  હું  સવાયો    જગે, રાચી  જ ઘૂઘવ્યા કરું

ભરતી  પછી  ઓટ  છે ,   કેફમાં   ભૂલ્યા  કરું

 

ઘા  એક  કટકા  બે જ  ની મસ્તીથી ગાજ્યા કરું

બનતા મિત્રો દુશ્મન તો પણ, કેફમાં  ભૂલ્યા  કરું

 

વ્યવહારનાં લેખાં જ ભૂલી, ત્રાજવે તોલ્યા કરું

શાણપણની  વાત  વિસરી,  કેફમાં ભૂલ્યા કરું

 

ખીલ્યું પ્રભાત ઝળહળશે નભ, એ જ હું ગાયા કરું

ને  વાત  સંધ્યા  રાતની,  હું  કેફમાં   ભૂલ્યા  કરું

 

આકાશદીપ વદે નશો  જાશે  જ નક્કી ઊતરી

જાયે સમય થાશે પછી શું ? કેફમાં   ભૂલ્યા  કરું

રમેશ પટેલ(આકાશદીપ

Read Full Post »