Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 6th, 2015

દિલ્હીની ચૂંટણીનો જંગ…..

   ચૂંટણી એટલે જનતાના માનસનો મતદાન થકી પડઘો.લોકશાહી દ્વારા શાસક થવાની અગ્નિ પરીક્ષા. દરેક રાજકીય પક્ષના સંચાલકોની પણ એટલી જ મુશ્કેલ કસોટી. ભારતમાં જાતીવાદ, જૂથવાદ, તકવાદ સાથે ધાર્મિક લાગણીઓ થકી પ્રભાવી બનવાના અભારખાવાળા વાદની ઉપરવટ, થોડાક સિધ્ધાંતવાદી ને પક્ષવાદી માનસનું વિશ્લેષણ કરી, ઉમેદવારોને મેદાનમાં જીત માટે ઉતારાય. ટિકીટ વાંચ્છુઓના ટોળા પાછા વિપતિત દિશામાં દોડે.આ બધા ચકરાવાને વધુ ચકરાવે ચડાવે, પ્રીન્ટ મિડિયા, ટી.વી. ને જાહેર ચર્ચાઓ. મોકા પરસ્ત  લોકો ,જેને અગાઉ હાર મળી હોય, બાપે માર્યા વેર હોય, એ સિધ્ધાંતો ભૂલિ…એક બાજુ ઢળી વેર વારવા કિમીયા રચે..ચૂટણી આપણને આ બધી રંગતની મજા ચખાવે…આવો જ રંગીલો રંગ, આ દિલ્હીની ચૂટણીએ  જમાવી દીધો છે. એક બાજુ શ્રી નરેન્દ્ર મોદીની વિકાસ છાપનો ભાજપ ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે, તો નવોસવો પક્ષ ‘આમ આદમી’ કોંગ્રેસની હવા બગાડી, વીનીંગ લલકાર ફેંકી રહ્યો છે. કોંગ્રેસ એની જૂની નીતિઓ, લઘુમતિને પંપાળી, બહુમતિને વગોવી ગુનેગાર ઘણી રાજકીય રોટલા સેકી, પરદેશમાં પણ ખોટી છાપ ચગાવવા ખેલો ખેલ્યા એની નારાજગી ભોગવી રહ્યો છે.ભારતમાં આજે સર્વ નાગરિકો સમાન હક્કથી , કટ્ટરવાદી દેશોની તુલનામાં સહુથી વધુ સમતોલન જાળવી આગળ વધી રહ્ય છે. પ્રજાએ હવે સમજવાનો વારો આવી ગયો છે કે ધૃણાનું રાજકારણ સૌને દુખી જ કરશે.ધાર્મિક લાગણીઓ જલદીથી ઉત્તેજીત થઈ દેશનું સ્વાભિમાન ગિરવી મૂકે, એ વતનને બદલે વિશ્વની ધાર્મિક બહુમતિના આળપંપાળને પોષે, ને જો કોઈ અવાજ ઊઠે તો ,રાજકીય વાઘા પહેરાવે..એ નીતિ હવે, વિશ્વને  બિહામણી રીતે બીવડાવી રહી છે.. ને એ થઈ રહ્યું છે. ભારતના લોકોએ લોકશાહીને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને સાથે મળી ઝીલવો પડશે…આગળ વધવા.

રમેશ પટેલ(આકાશદીપ)

……………………….

ચૂંટણીના ચકરાવા…રમેશ પટેલ(આકાશદીપ

 

ચૂટણીના ચકરાવા ચક્રમ

પ્રચારના પડઘમ,

દાવત ભ્રષ્ટાચાર ભગાવો

ધન કાળું ને રમ.

 

સત્તા એ સગપણના સોદા

કોણ સંત કોણ દ્યૂત?

કામ આવે એ સાચો સાથી

અવર નકલી તંત

 

ધર્યા વેશ ઝભ્ભાથી સજ્જન

કટકી ગોરખ ધંધા

દંડા ઉગામી સત્યવાદીને

કરતા રાજ જ ખંધા

 

લેતીદેતીની બોલબાલાજી

ચૂંટાય એનાં જ વાજાં,

પક્ષ કરે રે સ્વાગત મોટાં

તકવાદીને   ખાજા.

 

ચગે ચગાવતાં ટીવી છાપાં

જ્ઞાતીવાદ ને ધોકો,

મતાધિકારને ગણ્યો સસ્તો

તો પાંચ વર્ષની પોકો.

Read Full Post »