Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 3rd, 2015

 

લોકશાહી…ચૂંટણી ને આપણે..

 ચૂટણી દ્વારા રાષ્ટ્રપ્રેમને વરેલા, સેવા થકી પ્રજા કલ્યાણનું ધ્યેય લઈ આવેલા, લોકોને  ચૂંટી જો શાસન કરવા, સ્થિર સરકાર આપી શકીએ તો, લોકશાહીનાં સારાં ફળ દેશને મળે. ભારતની ચૂટણીનો જંગ ખરેખર જંગ જ બની જાય છે. દરેક જાતના કિમીયા અજમાવ્યા વગર જીત મેળવવી, અઘરી બાબત બની ગઈ છે.આજે સામેવાળાને બોદો ચીતરી જીત મેળવવાનો સહેલો રસ્તો પ્રતિસ્પર્ધીઓ પકડે છે.આનું કારણ સમજ્યા વગર પ્રવાહમાં તણાતું જન માનસ છે. આજે ચૂટણી જીતવા ખેલાતા સાચા-ખોટા ખેલોએ જ લોકશાહીને બીચારી બનાવી દીધી છે..એવું ઘણાના મુખે સંભળાય છે.એ વેદનાને ઝીલીયે ને લોકશાહી માટે જાગૃત થઈએ.

રમેશ પટેલ(આકાશદીપ)  

લોકશાહી…….રમેશ પટેલ(આકાશદીપ)

 

શાહી  લોકશાહી  તને લોકો શું વખાણે?

થઈ લોકદેવી, ના વેદના લોકોની ઝીલે

 

ભ્રષ્ટાચારનો ભોરીંગ ભમતો  ભમે

તું ચોર ને હું મહાચોરના ખેલો બધે

ન્યાય  આંખે  પટ્ટીઓ  બાંધી   રુએ

ઓ લોકશાહી ! તને લોકો  શું કહે?

 

ભર બજારે રૈયત તારી લૂંટાય ને

મહા   વિઘાતક   બળો   ફાલેફૂલે

જ્યાં   રાવ   સાચી  કોઈ ના સૂણે

ઓ લોકશાહી! તને લોકો શું ભજે?

 

દેશ      મારો      ને      હું     પરાયો

આતંક        ડોળા        કાઢે      મને

માનવતાના કાયદા દેશપ્રેમીને હણે

ઓ લોકશાહી! દેખ આજે કોણ મરે?

 

બીછાવી  માયાજાળ  વિદેશો   લૂંટે

ને       બેકારીથી    યુવાધન   રુએ

આ કારમી મોંઘવારી જીવન પીસે

લોકનેતા    ખંધી        આંખે   જુએ

મારી લોકનેલોકશાહી તું કેમ જીવે?

ઓ    લોકશાહી!    તને    લોકો શું કહે?

 

વહી જાય પાણી તે પહેલાં જ , બાંધીએ સંઘબળે નવી પાળને

ઊઠો   દઈ હાકલ અંતરે,   રચીએ લોકશાહી   બળે ઈતિહાસને.

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »