Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 2nd, 2015

ભારતીય હોવાનું ગૌરવ….એક લોકશાહી દેશના વાસી તરીકે સાચે જ સન્માનીય છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે દેશપ્રેમ થકી ભીંજાવાનો ઓચ્છવ. ૨૬મી જાન્યુઆરી પછી હવે રાજધાની દિલ્હીનો ચૂંટણી જંગ, રંગ જમાવતો જાય છે.કળકળતી ઠંડીમાં પણ પ્રચારની ગરમી સમાચારો દ્વારા દિલ્હીને હૂંફ દઈ રહી છે. પ્રજાના પ્રશ્નો ઉકેલાય એવી અપેક્ષાઓ ચૂંટણીના વચનોમાં પડઘમ નગારે ચર્ચાય..પણ…કોણીએ લાગ્યો ગોળ વર્ષોથી અનુભવાય. સૌથી મહત્ત્વની વાત…રોટલાની પ્રજા રટે..મોંઘવારી હરણફાળે દોડે ને આવકતો બાંધેલી…એટલે પ્રજા પોકાર કરે. દેશ આઝાદ થયો ત્યારથી ,મોંઘવારી..મોંઘવારી…સૌ રટે ને શાસકોના બહેરા કાને અથડાઈ શાન્ત થઈ જાય. ભારતમાં ઘી ,દૂધ, શાકભાજી સસ્તુ હતું..ને ભાવવધારાનું ચક્ર ચાલું થયું…કવિશ્રી ઉમાશંકર જોશીએ, પ્રજાની સંવેદના ઝીલતાં એક કાવ્ય રચ્યું..સાલ હતી ૧૯૫૩.પછી તો મોંઘવારી એવી રોકેટ ગતિએ વધી કે લોકમુખે ‘ડાકણ’ બની ગઈ..૨૦૧૧ થી શ્રી મનમોહનશીંગની સરકારમાં મોંઘવારીએ …માઝા મૂકી..બેફામ રીતે પ્રજાને બેહાલ કરતી તે નાચી..તે વખતે લોકોની વેદના સાંભળે એવી નેતાગિરી આથમી ગયેલી પ્રજાએ અનુભવી…કરોડોના ભ્રષ્ટાચારના નાણા હતા..પણ ગરીબો માટે સરકારની તિજોરી તો   દેવાદારી નોંધાવતી હતી.આ સમયે મેં વ્યંગ કવનથી પ્રજાના આંખોની વેદના લૂછતું કાવ્ય રચેલ…આવો ..નેતાઓને કહેતા રહીએ..રોટલાનો પ્રશ્ન મોટો…પછી સ્વપ્નોના આ મહેલો બાંધો.

રમેશ પટેલ(આકાશદીપ)

 

(Thanks ..The Hindu..for this picture)

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,

તેં શું કર્યું?

દેશ બરબાદ થાતાં રહી ગયો,

એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?

કાળાં બજારો, મોંઘવારીઃ ના સીમા!

-રોષથી સૌ દોષ ગોખ્યા,

ગાળથી બીજાને પોંખ્યા.

આળ પોતાનેય શિર આવે ન, જો!

તેં શું કર્યું?

આપબળ ખર્ચ્યું પૂરણ?

જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?

સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હર પળે;

સ્વાતંત્ર્યના ગઢકાંગરાઃ કરવત ગળે.

ગાફેલ, થા હુંશિયાર! તું દિનરાત

નિજ સૌભાગ્યને શું નિંદશે?

શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે.

હર એક હિંદી હિંદ છે,

હર એક હિંદી હિંદની છે જિંદગી.

હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદઃ

એ સ્વાતંત્ર્યદિનની બંદગી.

ઉમાશંકર જોશી.

……………………………………….

રંગ  રસિલી સરકારી મોંઘવારી…..

રમેશ પટેલ(આકાશદીપ)

 

કોણ આવે જાજરમાન છમકારે,

વાલિડા! દોને અમને ઓળખાણ

રંગ  રસિલી સરકારી મોંઘવારી

રાય મોહનની પટરાણી જ જાણ

 

પાતળિયાં વ્હાલાં હતાં  જ પહેલાં,

ફૂલતાં  એ  ફૂગાવે  જ  રાતદિન

જાય મોંઘાં એ દિલ્હીના દરબારે,

રાહ જ જુએ ગઠબંધન મહાજન

 

ના  કરશો ચિંન્તા ખર્ચની રાણી,

દેશ  વિદેશો   દેશે  જ  સૌગાદ

આર્થિક સંકટ અમે ધોઈજ પીશું,

ઝીંકશું ભાવ વધારો ત્યજી લાજ

 

લોક કાળા રે ધનની રટ લગાવે,

ને અમારે મોહનજી છમકછલ્લાં

દેશ આખો રટશે જ વિકાસ ઠેલાં,

વાહ! ભોળાજી રહીશું રાજ ઘેલાં

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »