Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2015

ફાગણ એટલે પ્રકૃતિ ખોળે રમતી આદિવાસીઓનો મનગમતો મહિનો. દૂર દૂર કામકાજ માટે વસેલા આ લોકો, વતનની મજા માણવા વાટ પકડે. હોળી ને ધૂળેટી તેમનો મનગમતો તહેવાર. આ ભોળી

પ્રજાનો વૈભવ એટલે તેમનું નૃત્ય. આપણા ગુજરાતની ૧૪.૯૨ ટકા વસતિ આદિવાસી છે…એક બાજુ વિશ્વને ચૌટે ઘૂમતો ગુજરાતી ને બીજા આ પ્રકૃતિ ખોળે, કોઈ દેખાડા વગર રમતો નિજાનંદી ગુજરાતી.ઉત્તરમાં અરવલ્લિ પહાડની હારમાળા, પૂર્વમાં સાપુતારા અને વિંધ્ય પહાડોની વચમાં, ને દક્ષિણે સહ્યાદ્રિ શ્રેણીમાં..નિવાસ કરતી વનવાસી પ્રજાની અનેક ૨૯ જેટલી જાતીઓ છે. દૂબળા, ઘોડિયા,ચૌધરી, ધાનકા,કુંકણા,વારલી,ગામીત,નાયક,કોલાઆ, કોટવાળિયા, કાથોડા, બામચા, પોમલા, પારધી, સીદી, ને પઢિયાર ને સૌથી જાણીતી વસતી જાતિ એટલે આપણા ભીલ . પંચમહાલ ખેડાની સરહદે,એટલે ખેતીના કામમાં ઉપયોગી આ પ્રજાને ઓળખવાનો જાણવાનો મોકો પણ મળેલ. આ બધાની યાદ એટલે આવી કે હોળી નૃત્ય એ તેમનો વારસાગત વારસો ને એ યાદ આવ્યા વગર રહે જ નહીં.તેમના કોઠાસૂઝ મૌલિક ચાળા એટલે આપણી..મુદ્રા, સ્ટેપ, એક્શન ને કોરિયોગ્રાફી.પ્રકૃતિ સાથે તાલમિલાવતા આદિવાસી નૃત્યો કે લગ્ન પ્રસંગના નૃત્યોમાં હોળી નૃત્યો વસંત પંચમીથી, હોળી સુંધી,જે સંયુક્ત રીતે તેઓ માણે છે, એ ખરેખર મનની સાચી ખુશીઓનો તહેવાર ,તેમના માટે બની જાય છે.ફેંટા -પાઘડી, છોગાં, ઘૂઘરમાળ, મોરપીંછ ને સ્ત્રીઓ, હાંસડી, બંગડી કડલાં ને કંદોરા સાથે ઘેરૈયા બની, જે જોમવંતાં નૃત્યો કરતા આ આદિવાસીઓ , ગતિ, તાલ ને લય સાથે મોજમાણે..એ આપણા મનોરંજન કરતાં સવાયા જ લાગે.તેમના નૄત્યો આમ તો બારેમાસ ચાલે…લગ્નમાં છેલૈયા નૃત્ય..રમલી નૃત્ય એટલે માદળ..મંજિરા સાથેનાં કથા ગીતો, ધાર્મિક નૃત્ય- ડેરા,વાઘબારસ્સના દિવસે..બોર્ડમાં વાઘ ઘૂઘવતાનો ધ્વનિ પૂરે, સમૂહગીતમાં ડાંગ સાથે ડેરાની મજા તો કઈં ઓર જ. માગસરમાં ભાયા નૃત્યો અષાઢમાં, ઘૂઘરાબાંધી ઠાકરિયા નૃત્યો,..એટલે પ્રકૃતિ દેવોની રીઝામણી..ગ્રામમાતા..અન્નપૂર્ણા…નાગ દેવતા..વાઘદેવી..ચંદ્રદેવ..સૂર્યદેવ…નૃત્યો એટલે આદિવાસીઓનો આનંદ….ઊડાડો ગુલાલ ને હાલો મેળે….

સંકલન..રજૂઆત-રમેશ પટેલ(આકાશદીઅ)..આધાર-શ્રી જોરાવરસિંહ જાદવની લેખમાળા.

(Thanks to webjagat for this picture)

મેળે ઝટ જઈએ…રમેશ પટેલ(આકાશદીઅ)..

ઊડે  રેશમીયો  રૂમાલ

છાયો  આકાશે ગુલાલ

કે મેળે ઝટ જઈએ(૨)

 

વાગે  વગડાના  રે ઢોલ

છેડે  પાવા  મીઠા  બોલ

હરખ્યાં હૈયાનાં  રે   હેત

ગાડે ઘૂઘરીઓનાં ગીતકે મેળે ઝટ જઈએ(૨)

 

રૂડાં  ગીતલડાં   ગવાય

મખડું મલક મલક થાય

લીલી લીમડીયું લહેરાય

ફરફર પાંદડીયું ફરકાય….કે મેળે ઝટ જઈએ(૨)

માથે  પાઘડિયું  સોહાય

પગે મોજડિયું ચીચરાય

કસકસ જોબનિયું છલકાય

છપનું  હૈયું  રે હરખાય……કે મેળે ઝટ જઈએ(૨)

 

ગાજે કિલકારીના નાદ

ભેર  ઉછાળે  રે  ડાંગ

તાલે ગરબીયું  ગવાય

છત્તરીયું ઘમ્મર ઘમ્મર થાય…..કે મેળે ઝટ જઈએ(૨)

 

મનડું  ચડ્યું રે ચગડોળ

આંબે બોલે કોયલ  મોર

ઝાંઝર ઝમકે  કરી જોર

સાંભળે વાલમ એનો શોર…..કે મેળે ઝટ જઈએ(૨)

 

રૂડા જામ્યા છે રે રાસ

ભાળે ભોળો રે ભરથારકે મેળે ઝટ જઈએ(૨)

મારા છેલ છોગાળો રાજ

દીપે  જોધપુરી રે  શાન

મારે ચીતરાવાં છે નામ

હરખના ઉભરાયા છે જામ.કે મેળે ઝટ જઈએ(૨)

Read Full Post »

કોણે કોને ઝીલ્યા?…રમેશ પટેલ(આકાશદીપ)

 

ઉષા ખીલી કે ખીલ્યું આભ

કોણે કોને ઝીલ્યા?

કેમ આપણે આવું ના શીખ્યા?

 

તપ્યા રવી કે તપ્યા સાગર,

મેઘ બનીને મહાલ્યા

પોલે વાંસે પૂર્યા પવનને,

બંસરી થઈને બોલ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

પડખાં ઢાંકી, દોરીએ બાંધ્યા,

તો ઢોલ થઈ ધબૂક્યા

રાત ઢળી પૂનમ પ્રગટી,

રાધા કાનજી રાસે ઘૂમ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

 

ધરણીએ બીજ દબાયા, હૂંફે જાગ્યા,

પુષ્પો થઈને ખીલ્યા

સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,

વગડા લીલા મ્હોંર્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

સ્વપ્ને દીઠા મલકાટ મિલનના,

ગાલે રંગો ગુલાબી છાયા

શબ્દો સર્યા, મળી પ્રાર્થના,

જીવન સંસ્કાર થઈને ખીલ્યા

આપણે દેખાદેખી કેવું શીખ્યા

 

પંખી સંગે હળવે હળવે,

ગાતાં તમે કેવું શીખ્યા ?

કેવા શાણા દીઠા, કોણે કોને ઝીલ્યા….

Read Full Post »

 

લાડિલા કવિશ્રી અનિલભાઈ ચાવડાખૂબ ખૂબ અભિનંદન

 દિલ્‍હી સાહિત્‍ય અકાદમી દ્વારા દર વર્ષે ભારતની ૨૨ ભાષાઓના યુવા સાહિત્‍યકારને શ્રેષ્‍ઠ કૃતિ માટે એવોર્ડ આપવામાં આવે છે…આપણા લાડિલા કવિશ્રી અનિલભાઈ ચાવડા..તેમના ગઝલ સંગ્રહ-‘સવાર લઇને’  માટે પુરુસ્કૃત થયા છે….અમે સૌ આપના આ યશગૌરવને ખૂબ ખૂબ અભિનંદનથી વધાવતાં આનંદ અનુભવીએ છીએ.. 
રમેશ પટેલ(આકાશદીપ)

A News,,Akila..

‘‘સવાર લઇને”: શ્રી અનિલ ચાવડાના ગઝલ સંગ્રહને ‘‘દિલ્‍હી સાહિત્‍ય અકાદમી” પુરસ્‍કારઃ સુરેન્‍દ્રનગર જીલ્લાના સામાન્‍ય ખેડુત પરિવારમાંથી આવતા યુવાનની ઉંચી ઉડાનઃ ચોમેરથી અભિનંદન વર્ષા

વસંત ઋતુના આગમનની છડી, નભથી ઉષ્મા ઝીલી,  નવી કૂંપળો  દે એટલે કે કુદરતના પ્રેમ સંદેશાની વધામણી …આવો હૃયમાં તેના ભાવો ઝીલીએ..

શ્રી દિલીપભાઈ ગજ્જર(યુ.કે.)ના વિશેષ આભાર સાથે, વાસંતી રસથી છલકતું, એક મારું ગીત માણીએ.
…..
આ સાથે બ્લોગ પર આપનું ગીત રજુ કર્યું છે . ..રજૂઆત યુવાન કવિ અનીલ ચાવડા એ લખી આપેલ મારા ઉમેરા સાથે …
 
શુભેચ્છા સહ દિલીપ
 
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

ફાગણના વાયરા એટલે પ્રકૃતિ સંગ ખીલવાના ,માણવાના સંદેશા. વગડાવાસી..આદિવાસીઓનો મનગમતો તહેવાર એટલે હોળી. હોળીના ગુલાલમાં ,ઢોલના સંગે..કોણ ઝૂમ્યા વગર રહી શકે?

              વનરાજીમાં, ફરફર ફરકંતી રાતી કૂંપળો, મંજરીની મહેક ને પંખીઓના કલરવ ..સાથે આલ્હાદક વાયરા.. પ્રસન્નતામાં ડૂબાડી દે જ ને!. આ સઘળું માણ્યું હોય..એ લીલાછમ ખેતરો,  ઘટાદાર આમ્રવૄક્ષો ને છૂપાછૂપી કરી ટહુકતી કોયલ …પછી કવિનું હૃદય વાયરાના વાવડ ઝીલવા કેમ વાર લગાડે?…આવો સાથે જ વગડા વચ્ચે જઈએ..શું કરવા?

રમેશ પટેલ(આકાશદીપ) 

(Thanks to webjagat for this picture)

વગડા વચ્ચે કોક ઊભું છે!….રમેશ પટેલ(આકાશદીપ)

 

વાયા  વાયરા

વાવડ  હાલ્યા

મઘમઘતી કાયા લઈને;

વગડા વચ્ચે કોક ઊભું છે!

રસિયા  દોડો

ઢોલ વગાડો

ઓઢી ફાગણિયું ;

વગડા વચ્ચે કોક છૂપ્યું છે!

 

છમછમ પાયલ

ટહુકે       કોયલ

દોડો રસિયા , લહેરાતી પ્યારી

એ દેખાયે…..કેસરિયા     ગોરી

 

સૌરભ કટોરા, છલકાવે વાટે

પકડો….પકડો; ગુલાલી ઘાટે

એ દેખાયે..વગડા વચ્ચે  …

 હીંચે  છે…એ હીચે છે.

 

નથી દેખાતી! ….એ જાયે ગાતી

પંખી ઊડે….જુઓ જાય છૂપાતી

રસિયા દોડો

ઢોલ વગાડો

ફાગણિયું ઓઢી

વગડા વચ્ચે એ ઊભી છે..એ ઊભી છે.

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

મારી  ભાષા  તું  ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

આજે ૨૧મી ફેબ્રુઆરી…વિશ્વ વધાવે છે કહી’ માતૃભાષા દિન’

 આપણી ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી સંત નરસિંહ મેહતાજી, આ મા બોલી ને ઝીલી ગાઈ. સત્તરમી સદીમાં શ્રી પ્રેમાનંદે તેને ગુજરાતી ભાષાનું નામ દઈ સન્માન દીધું.એ રસકવિના પેંઘડામાં પગ ઘાલે એવું કૌવત હજુ હાથવગું થયું નથી…પછી તો માતૃભાષાએ ગુર્જર સંસ્કૃતિને પારણે ઝૂલાવી.

સુધારક યુગ- ૧૮૫૦ થી ૧૮૮૫

પંડિત યુગ- ૧૮૮૫ થી ૧૯૧૫

ગાંધીયુગ- ૧૯૧૫ થી  ૧૯૫૦

અનુગાંધી યુગ-  ૧૯૫૦ થી ૧૯૭૫

આધુનિક યુગ- ૧૯૭૫….ને પછી..નવી પેઢીમાં વિશ્વ વાયરે  ઊઠી આંધી!

હવે નેટ જગતે …ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ..મા બોલી અનેક પડઘામાં પડઘાતી આગળ ધપી રહી છે…

………………………

ધન્ય! માતૃભાષા મા બોલી…રમેશ પટેલ(આકાશદીપ)

 

સંબંધની   તું  રેશમ  દોરી

પઢીતી  પારણીયામાં પોઢી

વિશ્વ  વધાવે આ ખુશહાલિ

ધન્ય! માતૃભાષા મા બોલી

 

મધુ મીઠડી માતૃભાષા તું,

જીવનની ઉપલબ્ધિ

અનુભૂતિનો  અબ્ધિ

ખીલી ખીલવે સંસ્કૃતિ તું ભોળી

વંદું આજ  માતૃભાષા મા બોલી

 

ધન્ય માતૃભાષા જ!

તું ગીત કલાની  ઝોળી

આત્મ સન્માનની ડોલી

પલપલના વૈભવે  ભરી તારી રે ઝોળી,

વિશ્વ વધાવે મા બોલી

વંદું  આજ માતૃભાષા મા બોલી

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………….

મારી   ભાષા તું  ગુજરાતી…રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભાતિયા  જેવી  પુનિત  જ  મારી   ભાષા તું  ગુજરાતી

માતૃભાષા  દિન  ઉજવે   વિશ્વને, ચાહ  ઘણી  ઊભરાતી

 

‘નાગદમણ ‘નો   આદિ  કવિ વ્હાલો  રે ભક્ત  નરસૈયો

પ્રેમાનંદ  તું   ધન્ય  જ  રે   ટેકી, શતવંદી  ગુર્જર છૈયો

 

ખુલ્યા  ભાગ્યને   મળ્યા રે  નર્મદ   દલપત   અર્વાચીને

ને   મલકાણી   ભાષા  ગુજરાતી   હસતી  રમતી   દિલે

 

મેધાવી   સાક્ષર   મોટા  હાલે   જાણે ,અસ્મિતા વણઝાર

ગાંધી  આધુનિક   યુગ મહેકે મોભે , ધરી કનકી  ઉપહાર

 

મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી ,ને બંગ રંગ તવ મજાના

ગુર્જર  ભાષાએ  ઝીલ્યા  ભાઈ,   વિશ્વતણા  શબ્દ  ખજાના

 

ફેબ્રુઆરી  એકવિસમો , દિન  વિશ્વ  માતૃભાષાનો  ગરવો

ગુર્જર  લોકસાહિત્ય  સાગર તીરે  માણું  રે ચાહત  જલવો

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

હિમના વાયરા, અડધો અડધ પૃથ્વીમાતાને માયનસ તાપમાને થીજાવી રહ્યા છે, ઉત્તર તરફ ગતિ કરતા સૂરજ દેવની ઉષ્મા, ધીરે ધીરે વનરાજીને લહેરાતી કરવા  અસ્ત થતાં, પ્રસાદી વહેંચી રહી છે. આવો સૂરજ દેવને …આપણી ચેતનાને ચૈતન્ય દેતી કૃપા માટે વધાવીએ.

પ્રાથુ  ઓગાળવા  અહં  જગના.….રમેશ પટેલ(આકાશદીપ)

નમું  હું   નમું    હું , મહા  અનલ

આથમી ઉગજે સવારે

પ્રાથુ ઓગાળવા અહં જગના

ને  ભાગ્ય ઉજાળે ઉજાળે

અગ્નિ, જળ,વાયુ ને આ અવની

આદિ અનાદિ થઈ રાચે

હું કોણ? કેમ? કેવો? વિચારું

ને કોઈ પળે વિરમું અનંતે

ઋણી સૃષ્ટિ, મળી અગ્નિ પ્રસાદી

નમું  હું  દેવ ભાનુ પ્રભાતે

લહેરાતું આ ચૈતન્ય વંદે

ન જાણું  કોણ મારે જીવાડે

અગોચરે રહી રમે પરમ શક્તિ

કોઈ કાળે ન પકડે પકડાશે (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

મહાશિવ રાત્રી….

(Thanks to webjagat for this picture)

  ત્રણ રાત્રીનો મહિમા , કાળી ચૌદસની કાળ રાત્રી, જન્માષ્ટમિની મોહરાત્રી ને મહારાત્રી એટલે શિવરાત્રી.

 ભગવાન શિવજી એટલે સદા મંગલકારી જે પરાશક્તિથી પણ ઉપર છે. આ શિવ તત્ત્વની રાત્રી…’શેરવે અસ્મિન પ્રાણિનઃ ઈતિ શિવ’ એટલે કે જેમાં સમગ્ર જગત નિરાંત અનુભવે છે, એ શિવતત્ત્વ છે. આ અંધારી ચૌદસ..શાસ્ત્રો અનુસાર આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે ૧૪થી માનવ જીવનનો સંયોગી જીવ ,સહજ રીતે આ સ્વિકૃત રાત્રીએ તલ્લિન.. ધ્યાનમાં ડૂબે.. તેને ‘ૐ નમઃ શિવાય’ પંચાક્ષરી મંત્ર પરમ કલ્યાણને પંથે દોરે.

   મહા વિદ્વાન એવા શ્રી પ્રહલ્લાદ પટેલના સંજીવની ધ્યાનનું ચરણામૃત, આ શિવરાત્રીએ માણવું એ સાચે જ મહાભાગ્ય છે.

 મંત્ર એટલે જે અવાજો મનને કેન્દ્રિત કરવા માટે મદદ કરે. એ માનસિક સ્તર પર સકારાત્મક અસરો પેદા કરે. એટલે જ ધ્યાનની શરૂઆત મંત્ર થકી થાય. મંત્ર એકાક્ષરી હોય કે શબ્દ સમૂહ હોય…જેનું રટણ મનને તનાવથી મુક્ત કરે. આધ્યાત્મિક પરંપરાઓમાં મંત્રની ઉચ્ચાર પધ્ધતિ એ ધ્યાન ધરવાની ગહન પધ્ધતિનો આધાર છે. મંત્રનું પુનુરુચ્ચારણ એ મનના કેન્દીકરણની શક્તિ વધારે છે. આપણું અર્ધ જાગૃત મન સ્વચ્છ બને છે ને શ્વાસ પરનું નિયંત્રણ દૂર થાય છે…મંત્રનું રટણ ઊર્મિઓને અકુંશ રાખવાની શક્તિ વિકસાવે છે…હકારાત્મક ઊર્જાઓનું સંચાલન ,તોફાની દુન્યવી લાગણીઓનું શમન કરવાની મનને શક્તિ દે છે.આ સ્થિતિ આપણને પરમ શક્તિ તરફ લઈ જાય છે.  સંજીવની ધ્યાનના માર્ગે દોરવા બે મંત્રો અપાય છે…૧) ૐ નમઃ શિવાય ને (૨) સોહમ.

 મહાન મુક્તિ દાયક મંત્ર ૐ નમઃ શિવાય’ ..પંચાક્ષરી મંત્ર તરીકે ખ્યાત છે…જેનો ભાવ છે..હું શિવને નમું છું…એ જ પરમ સત્ય છે. શિવ એટલે દરેકમાં રહેલું દિવ્ય ચૈતન્ય…જે પંચ મહાભૂતોને શુધ્ધ કરે. મંત્રનો દરેક સ્વર પંચ મહાભૂતો સાથે તાદમ્ય સાધે છે..

 

ન..પૃથ્વિ તત્ત્વ 

શિ..અગ્નિત્ત્વ

વા…વાયુ તત્ત્વ

ય…આકાશતત્ત્વ

 બીજો મંત્ર ‘સોહમ’ છે…જે સહજ મંત્ર આત્માનો મંત્ર છે…જે જન્મતાંની સાથે જ જોડાઈ જાય છે..એટલે સહજ મંત્ર છે…શ્વસન ક્રિયા સાથે સંલગ્ન છે. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ, ત્યારે આપોઆપ તમે ‘સો’ નો ધીમો અવાજ નીકળતો અનુભવશો. જ્યારે શ્વાસ નીકળે ત્યારે ‘હમ’ અનુભવાય છે. સોહમ નો અર્થ છે…”હું તે છું”….પરબ્રહ્મ છું. આ મંત્રનો જાપ આત્માનો અનુભવ કરવા શક્તિ દેશે. ધ્યાન ધરતાં,શ્વાસ લેતાં મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ જાગૃત થઈ, ઉપર ઊઠી રહે છે..એવી અનુભૂતિ જોડવાની  ક્રિયા ધ્યાન માર્ગમાં હોય છે..જે અનુભૂતિ હકિકત બની ,શરીરનાં ચક્રો ભેદતી ઉપર જઈ ‘સહસ્ત્રાચક્ર’માં પહોંચી ..જીવ અને શિવની શક્તિનો મેળાપ થવાનો દિવ્ય અનુભવ કરાવી દે છે, ત્યારે સાક્ષાત્કારના આનંદમાં ,ધ્યાની ગરકાવ થઈ જવાની અણમોલ ક્ષણ પ્રાપ્ત કરે છે…એ જ ધન્ય પળો છે..ને એ જ દિવ્ય અનુભૂતિ છે…કલ્યાણકારી છે.

રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 જીતા વહ સિકંદર…વિશ્વકપની ખૂબ જ રોમાંચક મેચ એટલે ભારતીય ઉપખંડની બે ટીમો..ભારત ને પાકિસ્તાનનો જંગ.અત્યાર સુંધી રમાયેલા, છ એ છ વિશ્વકપમાં પાકિસ્તાનને પરાજય કરી, ભારતીય કેપ્ટનોએ યશપતાકા લહેરાવી દીધી. સમગ્ર ટીમનો ઉચ્ચ જુસ્સો..દરેક ક્ષેત્રે કાબિલ રમતનું પ્રદર્શન કરી..રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ને સમગ્ર ભારતવાસીઓને આનંદમાં ઝૂલાવી દીધા.વિરાટની સદી, તો રૈનાની ધમાલ ને બોલોરોનો તરખાટ ને મહેન્દ્ર ધોનીની કેપ્ટનશીપ સૌને આ શુભ શ્રી ગણેશ માટે અભિનંદન.

A News..Divyabhaskar

..સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

પાકિસ્તાન સે ના હો પાયેગા : શુભારંભે જ પાકિસ્તાનને રગદોળી નાખ્યું, ભારતનો સૌથી મોટો અને સતત છઠ્ઠો વિજય

એડિલેડઃ વિરાટ કોહલીની સદી , સુરેશ રૈના-શિખર ધવનની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે વિજયકૂચ જાળવી રાખતા 76 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નહી હારવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાન સામે સતત છઠ્ઠો વિજય મેળવ્યો છે. અગાઉ ભારતે 1992, 1996, 1999, 2003 અને 2011માં વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન સામે વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 300 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 47 ઓવરમાં 224 રનમાં આઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન તરફથી મિસ્બાહ ઉલ હકે લડાયક બેટિંગ કરતા 76 રન બનાવ્યા હતા.  ભારત તરફથી મોહમમ્દ શમીએ 4 વિકેટ, જ્યારે ઉમેશ યાદવ અને મોહિત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. ભારતનો બીજો મુકાબલો 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે થશે. પાકિસ્તાન 21મી ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડીઝ સામે રમશે.

…………………..

વિરાટ તારી શાન…રમેશ પટેલ(આકાશદીપ)

કક્રકેટ રનશૂરો   જુવાન,

ખેલે  ખેલંદો  ધરી ઉન્માદ

જાણે  એ  ધસમસતું  પૂર,

વાહ રે! વિરાટ  તારું  નૂર

 

આવે બોલ  રણઝણતા પાસ

દેતો  વાર  બેટથી  ચોપાસ

બૂઠ્ઠી  થઈ  ગોલંદાજી  ધાર,

જામ્યા જોમથી વિરાટી વાર

 

મોટા  લક્ષ્ય  માપવાના  કોડ,

ખીલયું  કૌશલ  દેવાને  તોડ

રન ધોધના ખડક્યા જ પહાડ

ડંકા  ચોટથી  દીધી  જ  ત્રાડ

 

ઝૂમે  નાચતો  દેશ  ગાય  જ  ગાન

ધન્ય ધન્ય ! વિરાટ તારી શાન(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

 

આપણે સૌ ભિક્ષાર્થી છીએ…..માનવ જીવનનો ધ્યેય શું?

  નિજ સ્વરુપને ઓળખવાનું…આત્મ જ્ઞાને અવિનાશી શિવજીની ઓળખ હૈયે મઢવાની. શિવ રૂપ એટલે…હું એક જ છું…કઈ રીતે?

બધી જ યોનીઓમાં વસતા જુદા જુદા આત્માઓથી પર..દેહધારી આત્માઓથી પર..અયોનિ અથવા સ્વયંભૂ, અશરીરી અને અકાય એવો હું જે કર્માતિત એક જ છું..એ જ્યોતિ સ્વરૂપ પરમ સત્તા. એ જ જ્ઞાન પ્રકાશે દોરે છે..તત્ત્વમસિ અર્થાત તમે આત્મા પહેલાં પવિત્ર હતા..ને એ આદિ સ્વરુપને પામવા જ પુરુષાર્થ કરો…એ જ કહે છે..,મામેકં શરણં વ્રજ’

સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)..આધાર-પ્રજાપિતા સત્સંગ

કવિશ્રી પ્રવિણભાઈ ઉપાધ્યાય….અક્રમૈશ્વર્ય

 ભિક્ષાર્થી  જે  કરતલ ધરી, ભીખતો રોજ રોજ

તે પામે છે કરતલ મહીં, જે લખ્યું  નિજ  ભાલ

હું ભિક્ષાર્થી અચળપદનો , કેટલા જન્મ ભીખ્યો

અંતે દાદા ચરણશરણે, શુધ્ધ આત્મા જ લાભ્યો.

મહાદેવા…..રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ત્રિરંગી રમતુંના શ્રી ગણેશ…ક્રિકેટ વન ડે વિશ્વકપ ૨૦૧૫, દિલ્હીની ઠકુરાતી ને વેલેન્ટાઈન ડે..એટલે વ્હાલની વેણુ. ત્રણે પ્રસંગોની રોચક કહાણીના રંગો હવે વાયરે ઉડશે.આવો આપણે પણ આ વાયરાની વાતુ માણીએ…ખુશહાલી વેરતા શુભેચ્છાઓથી સૌને વધાવીએ…..આજે છે..દર વર્ષે યુનેસ્કો દ્વારા ઉજવાતો, 13 ફેબ્રુઆરી એટલે ‘વર્લ્ડ રેડિયો ડે’….જય મોદીજી…

આભાર-દિવ્યભાસ્કર

મેલબોર્ન: વર્લ્ડકપ 2015નો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રંગારંગ પ્રારંભ થયો.14 ટીમોના કેપ્ટનોએ ઓપનીંગ સેરેમનીમાં હાજરી આપી.11માં વર્લ્ડ કપ ક્રિકેટની ગુરુવારથી હવે રંગારંગ શરૂઆત થઇ ચૂકી છે. 14 ટીમો વચ્ચે 44 દિવસો સુધી રમાનારા વર્લ્ડ કપનો ઉદઘાટન કાર્યક્રમ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચના હેગ્લે પાર્ક તથા મેલબોર્નના માયર મ્યુઝીક બાઉલમાં લગભગ ત્રણ કલાક સુધી સૌએ મનભરીને માણ્યો.

ભારતની મેચો
– 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન
– 22મી ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા
– 28મી ફેબ્રુઆરીએ યુએઇ
– 06 માર્ચે વેસ્ટ ઇન્ડીઝ
– 10મી માર્ચે આયર્લેન્ડ
– 14મી માર્ચે ઝિમ્બાબ્વે
………………

Valentine’s Day

Each year on February 14th, many people exchange cards, candy, gifts or flowers with their special “valentine.” The day of romance we call Valentine’s Day is named for a Christian martyr and dates back to the 5th century, but has origins in the Roman holiday Lupercalia.(with Thanks to web)

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to webjagat for this picture)

 

પણ  ઓલા  વાયરે  વાત  ઉડાડી…..રમેશ પટેલ(આકાશદીપ)

 

રંગ  રૂપે  મઢી  હું ગુપચૂપ  જ બેઠી

પણ   ઓલા   વાયરે  વાત  ઉડાડી

કે…..વનરાજાની  પટ્ટરાણી  પધારી

 

છૂપાછૂપી   ખેલતી   કોયલ   બોલી

સાંભળજો..હું તો જાનમાં જઈ આવી

આ  કલશોરમાં  હું  ભારે  લજવાણી

ને……. રૂમઝૂમ વાયરે વાત ઉડાડી

 

શર્મિલાં પતંગિયાં મલવા જ આવ્યાં

રંગભરી જ  જાજમ  અમે  બિછાવી

ફરફર   ફરકંતી  મંજરી   હરખાણી

ને…નટખટ  વાયરે  વાત  વેરાણી

કે…..વનરાજાની પટ્ટરાણી પધારી

 

આ  પગલાં  જ  તારાં  ધરે  ખુશહાલી

વાહ! ભલી જ વ્હાલની વેણુ તેં વગાડી

ઓલા વાયરે…..

મનની  વાત જન વન ઉરે જગાડી

કે…..વનરાજાની પટ્ટરાણી પધારી(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Older Posts »