Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 30th, 2015

 

મહાત્મા ગાંધીજી….ભારતની સ્વતંત્રતા સંગ્રામનો અહિંસક સત્યાગ્રહી સેનાની, પુણ્યતિથિ…૩૦ જાન્યુઆરી…

તારીખ ત્રીસને જાન્યુઆરી

ધાર  વહે અશ્રુની ચોધારી

   અંગ્રેજ શાસનની નાગચૂડમાંથી મુક્તિ મેળવવા..સૌ પ્રથમ ૧૮૫૭નો જંગ ખેલાયો…અનેક શહાદતો દ્વારા વીરપુરુષોએ આહુતિ દીધી….કાળાપાણીની સજાઓ ભોગવી. વિદેશી શાસકોની વિશાળ શક્તિ આગળ નિરાશા વ્યાપી…ખુમારી ઝંખવાણી.આ સમયે ગુજરાતનો એકલવડા બાંધાનો મોહનભાઈ ગાંધી, આફ્રિકામાં સત્યાગ્રહની દ્રઢતાથી જાત કસી, ૧૯૧૫માં હિન્દ પરત આવ્યો. શ્રી મગનલાલ ગાંધીએ…હથિયાર વગરની આ લડત માટે, સૌ પ્રથમ ‘સદાગ્રહ’ કહી ગાંધીજીને નામ આપ્યું.ગાંધીજીએ તેને સતનો આગ્રહ કહી..’સત્યાગ્રહ’ કહી ૧૯૦૬માં પ્રયોજ્યો…અને આફ્રિકામાં જોહાનિસબર્ગના ખૂની કાયદાને સામે પડકાર દીધો. શ્રીગોપાલકૃષ્ણ ગોખલેને મળી,ભારતની ગરીબડી માનસ થઈ ગયેલી પ્રજાનો જાત અનુભવ લેવા તેઓ ફરવા માંડ્યા. ગુજરાતના કોચરબમાં એક બંગલો રાખી  ‘સત્યાગ્રહ’ આશ્રમની સ્થાપના કરી, ને ત્યાંથી અંગ્રેજો સામે રણશીંગું ફૂંક્યું. એક બાજુ, અંગ્રેજોની ગોળીનો જવાબ ગોળી જ હોય, એવા દેશપ્રેમી ક્રાન્તિવીરો હતા, તો ગાંધીજીને વિશ્વાસ હતો કે, જનશક્તિને અહિંસક રીતે, પણ ના ઝૂકે તે રીતે તૈયાર કરવાનો સંકલ્પ જ આઝાદી અપાવશે. બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ ને અનેક મુક્તિસંગ્રામો થકી, નવયુવાન પેઢીને તેમણે આઝાદીના લડવૈયા બનાવી દીધા.લડત માટે કોંગ્રેસ સંસ્થા સ્થાપી છેવટે અંગ્રેજ સરકાર ઝૂકી ને ૧૫ ઑગષ્ટ,૧૯૪૭એ દેશને આઝાદી મળી. અંગ્રેજોએ કૂટનીતિથી પ્રજામાં ભાગલા પાડ્યા ને હિન્દુસ્તાનને રજવાડાઓ થકી વહેંચી નાખ્યો. ભારતના લોખંડી પુરુષ સરદારની કુનેહથી..અખંડ ભારત બન્યું, પણ મોહમ્મદ અલિ જીણાએ અલગ પાકિસ્તાનની માંગ મૂકી…ભયંકર રક્તરંજીત ઈતિહાસનાં બીજ રોપી દીધાં. ગાંધીજી સાથે અહિંસક રીતે લડેલી બધી કોમ..માનવતા ભૂલિ દુશ્મન બની બેઠી. આ જોઈ ગાંધીજીનો આત્મા કકળી ઊઠ્યો..કૃષ શરીરે ઉપવાસ કર્યા..ભારતને મોટાભાઈ તરીકે દરગુજર કરવા સલાહ દીધી.પણ તે વેળાની ખૂનામરકી ને ખુન્નસ વચ્ચે, માણસાઈ સંતાયી ગઈ. દેશ માટે પોતડી ભેર જીવી, અનેક જેલ યાતનાઓ વેઠી, દેશને જગાડનાર એ વિશ્વપુરુષની અહિંસક વિચારધારા જ સાચો સુખનો રાહ છે..એ અંતિમવાદીઓ માટે કાયરતાનો પાઠ હતો. આવી કરૂણ પરિસ્થિતિ વચ્ચે..તારીખ ત્રીસને જાન્યુઆરી, સાંજનો શુક્રવાર..1948 ના પ્રાર્થનાના સમયે દિલ્હીમાં…ત્રણ ગોળી ઝીલી..હે રામ બોલી…માનવતાનો સંદેશ દેતાં,તેમણે આંખ મીંચી દીધી….

આજે તેમના નિર્વાણ દિને..સકળ વિશ્વ તેમની અહિંસક વિચારધારાને બીરદાવતાં નમે છે…વદે છે..

ભલે સૌ સૌને, સૌનો ધર્મ  પ્યારો, પણ ગાંધી તું સદાજ સૌનો  પ્યારો’  …અમર થઈ ગયો.

………………….

With Thanks..Vinod Vihar…

ગાંધી બાપુને યાદ કરવાની સીઝન……..—ચન્દ્રકાંત બક્ષી….

 

૩૦મી જાન્યુઆરી એટલે વિશ્વ માનવ મહાત્મા ગાંધી  ની પુણ્યતિથિ.

જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ ની એ કમનશીબ સાંજે દિલ્હીમાં બિરલા હાઉસની દૈનિક પ્રાર્થના સભામાં જતી વખતે એક માર્ગ ભૂલ્યા દેશવાસીના હાથે પિસ્તોલની ત્રણ ગોળીઓનો શિકાર બનીને રાષ્ટ્રપિતા સદાને માટે પોઢી ગયા. ગાંધી દેશ માટે જીવ્યા અને દેશ માટે શહીદ બની વિશ્વમાં અમર બની ગયા .

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) 

Thanks to webjagat for this picture  and deta.

Mahatma Gandhi

Mohandas Karamchand Gandhi, commonly known as Mahatma Gandhi, was the preeminent leader of Indian nationalism in British-ruled India. 

Born : October 2,1869,Porbandar,Gujarat,India.

Assassinated : January 30,1948.Birla House.

Education : University College-London

University Of London.

Alfred High School.

Children: Harilal Gandhi,Devdas Gandhi,Manilal Gandhi,Ramdas Gandhi

જાશે  ના એળે ગાંધી નઝરાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

તારીખ ત્રીસને જાન્યુઆરી

ધાર  વહે અશ્રુની ચોધારી

કેમ લખી કાળ જ તેં આ કહાણી!

વિશ્વની    માનવતા   લજવાણી

 

માનવતાની સઘળી  જ મીઠાશું

લે  ગાંધી  ઉર  હીલોળા  ભક્તિ

દેખ   ગુલામી  દ્રવ્યું  તવ  હૈયું  

છેડ્યો સંગ્રામ જગવી જનશક્તિ

 

છોડો  હિન્દ‘  બુલંદી  રણહાકે

ભેટ  ધરી  મહામૂલિ આઝાદી

 

તૂટ્યા  વિશ્વાસઘરઘર ઉપાધી

કાળ બળે ઊઠી નફરતની આંધી 

ખંજર  ખડગ  રમતું રક્ત પ્યાસી

વ્યથિત બાપુ  જ થયા ઉપવાસી

 

રૂએ  રે  માનવતા  ખૂણે  ભોળી

કાળમુખી લાજમૂકી હાલી ગોળી

 

જાશે  ના એળે ગાંધી નઝરાણું

એ ધરશે વિશ્વશાન્તિ અજવાળું 

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »