Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 24th, 2015

‘દાંડી યાત્રા’…રજૂઆત સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

 

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે..ચપટી મીઠાના બાપુના અમર સત્યાગ્રહ ‘દાંડી યાત્રા’ની ઝાંખીની તવારિખ યાદ કરી  ..એ લડવૈયાઓને વંદન કરી ધન્ય થઈએ… 

   અંગ્રેજોએ જન વપરાસની વસ્તુ નમક પર આકરો વેરો નાખ્યો ને પૂ.ગાંધીજીનો પુણ્ય પ્રકોપ જાગ્યો. સરકારને તેમણે નોટીસ આપી…અમે અહિંસાથી સવિનય કાનૂન ભંગ કરી..મીઠું ઉપાડશું.વિશ્વભરની નઝર આઝાદીના સંગ્રામ પર મંડાયેલી હતી..ને બ્રીટીશ મહારાજ્યને પડકારવા …૧૯૩૦ની સાલમાં ગાંધીજીએ જન ચેતના જગાવવા, નવસારીથી ૨૦ કિલોમિટર દૂરના અજાણ્યા ‘દાંડી’ ગામની ની પસંદગી કરી કહ્યું કે..મારો આત્મા કહેછે કે..’આ મનુષ્યની નહીં , ઈશ્વરની પસંદગી છે’.અમદાવાદના સાબરમતી આશ્રમથી ૨૪૧ માઈલ લાંબી પદયાત્રા માટે ગાંધીજીએ હાકલ કરી.ભારતના ખૂણે ખૂણેથી જુવાનીઓ આવવા લાગ્યા.સત્યાગ્રહ માટે ગાંધીજીએ આકરી તાવડીમાં તપાવી કસકાઢી..ફક્ત ૮૦ ચુનંદા સાથીઓની પસંદગી કરી…સ્વરાજ્યને સ્થાપવાના બે રસ્તા છે..એક ડાંગ મારવાનો એટલે કે હિંસાનો ને બીજો..આ અહિંસાનો સવિનય ભંગ…સામેથી દંડા ખાવાનો..યાતના દેશમાટ સહેવાનો.આ મુક્તિ સંગ્રામમાં હું સૌથી પહેલી મારી જાતને સરકાર સામે હોડમાં મૂકીશ.અમદાવાદ, ખેડા, વડોદરા, ભરુચ, સુરત થઈ નવસારી પછી બોદાલી, કરાડી , મટવાડ થઈ દાંડી પહોંચીશું…નીકળીશું..૧૨મી માર્ચ,૧૯૩૦ના દિવસે સાબરમતીથી.

       ‘દાંડીકૂચ’…પોતડી પહેરેલો ગાંધી..મનમાં નિશ્ચચ સાથે બોલ્યો…આપણી યાત્રાનું ધામ છે…’દાંડી’ .

આ લડતનાં મંડાણ છે..ને સ્વતંત્રતા દેવીનાં દર્શન કરવા સુંધી…મારા મનમાં અશાન્તિ રહેશે ને અંગ્રેજ સરકારને શાન્ત રહેવા દઈશ નહીં.સ્વરાજની લડત છે..દેશવાસીઓ જાગો. ગાંધીજીના પગલે પગલે પછીતો જન મહેરામણ ઉમટવા લાગ્યો.જુવાનને શરમાવે એવી ચાલથી…બાપુ દોડ્યા..સૌને દોડાવ્યા…ને પાંચમી એપ્રીલે, ઉગતી ઊષાએ કરાડી ગામથી ‘દાંડી’ જવા નીકળ્યા ત્યારે તો ‘જન આંદોલન’ વિશ્વકક્ષાએ પડગમ દેવા લાગ્યું…દાંડી..દાંડી…એક જ નાદ આકાશને આંબવા લાગ્યો.

         ૬ એપ્રીલ, ૧૯૩૦ના ઐતિહાસિક દિવસે…ગાંધીજી પોતાના સૈનિકો સાથે…દરિયામાં સ્નાન કરી, પ્રાણના જોખમે, ચપટી મીઠું ઉપાડી  સવિનયભંગ કરતાં કહ્યું કે…’ગરીબ વર્ગના દૃષ્ટિબિંદુથી , આ કાયદો મને સૌથી વધારે અન્યાયી લાગ્યો છે, સરકારનો નમક કાયદો, આ હું તોડું છું, સરકારે મને પકડવો હોયતો પકડે.’.બીટીશ રાજ્ય હચમચી ઊઠ્યું..સાબરમતીથી નીકળેલી આ યાત્રા દાંડીના દરિયે..દરિયાજેવી ઘૂઘવતી દેખાઈ.એ રાત્રે..બાપુ વહોરા કોમના યજમાનના ‘સૈફીવિલા’ બંગલે રાત્રે રોકાયા…એ આજે સ્મારક બની..રાજ્ય સરકાર દ્વારા..”ગાંધી પુસ્તકાલય” મ્યુઝીયમ તરીકે સંચાલિત થઈ પ્રેરણા આપે છે.એ ચપટી મીઠું..મુંબાઈના એક દેશપ્રેમીએ તે જમાનામાં રૂપિયા ૫૦૦ કિંમતે ખરીદી…બાપુની એ અમર યાત્રાને વધાવી.ગાંધીજીએ સતત સાત દિવસ ત્યાં પડાવ નાખ્યો, ને ‘દાંડી’ ને દાંડીકૂચ આઝાદીના આંદોલનની ગાથા બની અમર થઈ ગઈ.

રજૂઆત સમ્કલન-રમેશ પટેલ(આકાશદીપ)

આધાર..કૌશિક ભટ્ટ(ગુજરાત ટાઈમ્સ) ..આભાર

 

ફરફર  ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)

જોમ  હામ  સમર્પણ લહરે

ફરફર  ફરક ત્રિરંગા

જશ્ન ગૌરવ  તું આઝાદીનું

ગાય હિમાલય ગંગા

પુણ્ય સ્મરણીય વંદન અમારા

ક્રાન્તિકારી   લડવૈયા

લોકશાહી  જનશક્તિ  જ્યોતિ

કોટિ  બાહુ  રખવૈયા

પર્વત સરીતા સાગર ધીંગા

નવયુગ દર્શને ઝૂમે

તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી

સબરસ થઈ એ ઝૂમે

ગાંધી  પથ  છે  માનવતાનો

સર્વધર્મ   સરવાળો

શ્રમ  આદર  એ સૌરભ જગે

દેશ  ઝૂમે  નિરાળો

ચંદ્ર   મંગલની વાત જ કહી

ફરફર  ફરક ત્રિરંગા

સાત  સૂરોની  સંગમ  ભૂમિ

જન જન ઉર ઉમંગા

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »