Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 21st, 2015

 

વસંત પંચમી…મહાસુદ પાંચમ….

પ્રજાસત્તાક દીન ને વસંત પંચમી…જાણે ભારત મૈયાની ખુશહાલીના સંદેશા.અમેરિકાના રાષ્ટ્રપતિને દિલ્હીમાં ભાવભીંના સન્માન સાથે, આતિથ્ય દેવા ૨૬મી જાન્યુઆરીની તૈયારીઓ ,એક ઐતિહાસિક સમારોહ માટે આગળ વધી રહી છે. સલામતીના ઉચ્ચ ધોરણો થકી…વિશ્વને રક્તરંજીત કરતા તત્ત્વો સામે તંત્ર સજાગ થઈ, કાર્યરત છે.બ્રહ્મસ્વરુપ સ્વામિનારાયણ સંતશ્રી શાસ્ત્રીજી મહરાજની જન્મતિથિ વસંત પંચમી છે.. જેમણે BAPS ની સંતપરંપરા થકી..સમાજને દૂષણોથી મુક્તિ ને ભારતીય સંસ્કૃતિને જન હૃદયમાં સ્થાપવા સત્સંગથી મહિમા ગાયો…પરંપરા્માં પ.પૂ.યોગીજી મહરાજ ને પ.પૂ.પ્રમુખસ્વામિ જેવા સમર્થ  શિષ્ય અનુગામી દ્વારા સંત પરંપરાને ઉજળી બનતી રાહે વિશ્વ જોઈ રહ્યું છે…માનવમાત્રના કલ્યાણ માટે તેમના આશિષ મળી રહ્યા છે.

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………..

આવો ફૂટતી કૂંપળોને વધાવીએ ….. લહેરાય ને પંખીઓ કલશોર કરે…એ યાદો તાજી કરીએ….

IMG_9698

 

સૂસવાતા હિમભર્યા વાયરા વેઠ્યાબાદ, વૃક્ષો સમાધી ત્યજી, રતુંબલ કૂંપળો ને મ્હોરની સુગંધે ,મસ્તીથી લહેરાતા દીઠા. આજે આવા નવપલ્લિત ,જ્યોર્જીઆની ધરાએ વૃક્ષો નિહાળી, શ્રી નિનુ મઝમુદાર રચીત અને મન્નાડે એ ગાયેલ ગીત…યાદ આવી ગયું.

  

 પંખીઓએ કલશોર કર્યો ભાઈ! ધરતીને  સૂરજ ચૂમ્યો

 કૂથલી  લઈને  સાંજનો  સમીર  આજ વનેવને ઘૂમ્યો

            

વસંતની આ વનરાજી અને સંગ રમતાં પંખી જોઈ..અમે પણ એક ગીત છેડી દીધું…

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ)

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ, વાયરે વગડો ઝૂમ્યો

ઋજુ રતુંબલ સંદેશા લઈને , ટહુકો વનપથ ઘૂમ્યો..

………. ઘૂમ્યો..વનપથ ઘૂમ્યો..

 

કુસુમ  કટોરા  ભમ્મર ભમતા, છલકંત  સૌરભ  ડેરા

વહેતા મદમાતા વાયરા વદતા, આજ વાસંતી મેળા..

…મેળા…વાસંતી મેળા

 

ફાગે આ ફાગણ ચૈતર ચીતરે, પાવન રંગ પરોઢી

તરૂવર વનચર પંખી હરખે, રમે છૂપાછૂપી ઓઢી..

…..ઓઢી..છૂપાછૂપી ઓઢી

 

વસંતે વસુધા મા ભરતી સુધા,કેસૂડો મલકે વાટે

ફૂલ મુલાયમ ઝાકળ ભીંના, સ્નેહની  છાંટું  છાંટે..

…છાંટે…છાંટું છાંટે

 

મસ્તી   ભર્યો મનમોર મસ્તાનો, નાચે રસીલો ઢોલે

વ્હાલ વેલીના આ વીંટળાઈને, વાલમ વાલમ બોલે..

..બોલે…વાલમ બોલે

 

વત્સલ  વિહંગો  હૈયાં  ગૂંથે, સંગીત  છેડે  ધીરે

મધુર સ્વરના વનના પાવા, આશીષ રમે શીરે..

..શીરે…રમે શીરે

 

વાહ! વાસંતી સરપાવા સલૂણા , રાજી વનરાજી ઝૂમે

રમે નટખટ વાયરા ઘેલૂડા, જોબનિયું  સોણલે  ઝૂલે…

…ઝૂલે… સોણલે ઝૂલે

 

રમેશ પટેલ(આકાશદીપ)

Note..with Thanks…Remembering moment.

On Friday, April 11, 2014 1:23 PM, Valibhai Musa <musawilliam@gmail.com> wrote:

માનનીય રમેશભાઈ, 

કુશળ હશો. 

સાથીઓના સમર્થન અનુસાર “વસંતે  કલશોર  કર્યો  ભાઈ……“કાવ્ય/ગીતને ‘વેગુ’ ઉપર પ્રસિદ્ધિ માટે સ્વીકાર્ય ગણેલ છે. અભિનંદન.

………………………………………………………………………………

IMG_9732

મજાની દાડમડીરમેશ પટેલ(આકાશદીપ)

છંદ-ઈન્દ્રવજ્રા

 

રોપ્યો અમે આંગણમાં  જ રોપો

ઝૂમે  ઢળે  રોજ  થઈ  બીચારો

પોષ્યો  ધરાએ, છલકે  રસીલો

દોડી  રમાડું  તન  કૂમળો  

 

આકાશ  મધ્યે  રમતો રવિ  ને

ભાવો ભરી મોસમ ગાય ગીતો

સીંચું  ધરાએ  જળ મીઠડાં  ને

છેડે    વાતો  મનડે  ચહિતો

 

બેઠાં જ શાખે ફૂલ લાલ રાતાં

આવી રમે  રે  વનમિત્રો રૂડાં

દે એ પ્રસાદી રસની જ સૌને

રે ધન્ય તું ઈશ! કૃતાર્થ ભાવે

 

બેઠા  અમે  સૌ પરિવાર  હેતે

ખીંચે જ તસવીર બાળ નાનાં

ને પુષ્પ રાતાં હસતાં રૂપાળાં

મળ્યો  ધની  વૈભવ ખજાનો

 

દાદા  ગમી   દાડમડી   મજાની

એથીય વ્હાલી તમ  આ ખુશાલી

બોલી અમારી ખુશીજાનુંનાની

છે ને મજાની મધુરી કહાણી (૨)

 

Read Full Post »