Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 20th, 2015

ચોથો પ્રાણાયમ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

યોગ….ને પ્રાણાયમ…અદભૂત જીવન શાસ્ત્ર. યોગની વાત વૈશ્વિક સ્વિકૃતિ બને એ જનહિતાય પગલું છે…એ આનંદનો વિષય છે.આવો પ્રાણાયમની થોડીક વાતો જાણીએ…

ઋષિ પતંજલિ તેમના અષ્ટાંગ યોગમાં, યમ, નિયમ,આસન, પ્રાણાયમ,પ્રત્યાહાર, ધારણા ,ધ્યાન અને સમાધિનો ક્રમ સમજાવે છે.આ બધાં અનુશાસનો છે…વ્યક્તિગત, સામાજિક, શારીરિક અને પ્રાણનું અનુશાસન…તેનાથી આગળ ઈન્દ્રિયોનું, મન, બુધ્ધિનું અનુશાસન એટલે સમાધિ યોગ.આ સમયે પ્રાણની મહત ક્ષમતાનું ઓજસ, તેજસને ગ્રહણ કરવો એટલે ચતુર્થ પ્રાણાયામ..જેને કુંભક કહેવામાં આવે છે.

…..બાહ્યાભ્યન્તરવિષયાક્ષેપી ચતુર્થઃ……….અંદર અને બહારના વિષયોનો ત્યાગ કરવાથી જ જે ચાલે, તે ચોથો પ્રાણાયમ છે.

શ્વાસની પૂરક કે રેચક ક્રિયા..તેમાં જ્યારે મનની ચંચળતા શાંત થાય ત્યારે પ્રાણોની ગતિ જાતે જ કુંભક કરે છે…પ્રાણાયમ વખતે આપણે પ્રયત્નથી કુંભક કરીએ છીએ..જ્યારે અહીં સમગ્ર ચેતના શૂન્યવત થઈ

જવાથી, જાતે જ કુંભક થાય છે…જે ‘કેવલ કુંભક’ કહેવાય છે…જે ઑટોમૅટિક થાય છે. અહીં શ્વાસ જાતે જ પૂરક કે રેચક સ્વગત રીતે થાય છે..જે કુદરતી રીતે કુંભક થઈ જાય છે.અહીં દેશ કાળ અને સંખ્યાની સભાનતા વગર, પ્રાકૃતિક રીતે પ્રાણ સ્થિર થાય છે…જે પ્રદેશમાં રોકાઈ જાય છે..એ ચોથો પ્રાણાયમ…જે અનાયાસે થાય છે ને રાજયોગનું મહત્ત્વનું અંગ છે. ..Calm the mind, heal the heart.

મન શાંત એટલે પ્રાણની પ્રક્રિયા શાન્ત…આજ સમાધિનો અભ્યાસ…મન અને પ્રાણ પૂર્ણ સ્થિરતા પ્રાપ્ત કરે તે જ ‘કેવલ કુંભક’.

  આપણી એક કહેવત શ્વાસની ગતિની ખૂબ જ પ્રેરક છે…..

બેઠત બારહ, ચલે અઠારહ, દૌડે બીસબીસા

કામક્રોધમેં ચલે બહત્તર, કહતે ઘસ ઘસીટા

  એટલે કે મિનિટમાં બાર શ્વાસ ચાલે એ કુદરતી છે..ત્યાં પ્રયત્ન નથી…પણ જેમ જેમ મન શૂન્ય થાય, શાતાને પ્રાપ્ત થાય..શ્વાસ સ્થિર થતા જાય. ધીરે ધીરે વ્યક્તિગત ચેતના અને અલૌકિક ચેતનાનું

આવરણ ભેદાઈ શુધ્ધ બ્રહ્મનો અનુભવ થાય છે.

આભાર- સ્વામી અધ્યાત્માનંદ ..પતાંજલિ યોગસૂત્ર. 

……………………………………………………………………………………

આ વગડાનો છોડ….. રમેશભાઈ પટેલ [આકાશદીપ]

ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર

પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
બહું  ઠંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે
આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો,
સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી
જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને,
ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી

શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

Read Full Post »