Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 13th, 2015

IMG_5148

પંચદેવોમાં પ્રત્યક્ષ દેવ એટલે સૂર્ય દેવતા….પ્રકૃતિ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. જીવન ચક્રનો એ જ આધાર છે. ઉત્તરાયણ એ વસંતના પગરવનો ટહુકો છે. શિશિરના સૂસવાટા વટાવી , મઘમઘી વાયરા ને હૂંફની પધરામણીની , વાત માંડતો આ ઉત્સવ છે. પવનની દિશાઓ બદલાય, પંખીના કલરવ ગુંજે…આ સંદેશા ઝીલવા એ હિન્દુ ધર્મશાસ્ત્રોની પરંપરા.એ મનની બેચેની, ભય ને ચિંતાને દૂર કરી, જીવન ચેતના સંકોરે…એટલે જ વેદ સૂત્ર રટે…સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્વ. મકરસંક્રાન્તિ ને પતંગોત્સવ..એટલે સર્વધર્મનો આનંદ નભે લહેરાતો માણવો… જાણે અમદાવાદ જગતનું પતંગ પાટનગર.પતંગ ચગાવો ને લ્હાવો લૂંટો…ગુજરાતમાં ઉંધિયું તો મહારાષ્ટ્રમાં તલના લાડુ.પતંગની દેશ દેશની ડિઝાઈન….ઘર આંગણે માણવો એ સાચે જ લ્હાવો છે…જાપાન, ઑસ્ટ્રેલિયા,મલેશિયા, બ્રાઝિલ,ચીન વગેરેની પતંગો ને યુરોપિયન પ્રવાસીઓ..ને જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ગરબા ને પતંગ….આપણો ગૃહ ઉદ્યોગ એ પણ આનંદ પૂરક…

 એક મજાની વાત…અમેરિકાની ‘સનરાઈઝ ઈન ટીમ’…૨૭મી એપ્રીલથી ચોથી મે (1977)સુંધી..૧૭૯ કલાક પતંગ ચગાવવાનો સ્થાપિત કરેલ છે…આપણે તો ભાઈ કાપ્યોછે ના જ રસિયા.

અમેરિકાના જ જે.પી. ફિલિપે ૮૬૫૪ મીટર ઊંચે પતંગ ઊડાડી ૧૯૬૭માં વટ પાડેલો..એવો પણ વિક્રમ  છે.કોરિયામાં પતંગ રસિયાઓ , પતંગ પર ,નવા વર્ષે દીકરાનાં નામ , જન્મતારિખ લખે ને ઊડાડે.ચીનનો ૩૦ સે.મી. વ્યાસ વાળા ૨૪ નાના પતંગોના ડ્રેગન ..ને ગોળ ગોળ ચકરાવો લેતો પણ જોવાની મજાતો સૌને પડે.ચીનમાં એક પતંગનો ઉસ્તાદ હતો…તે નવી નવી ડિઝાઈન બનવામાં ખૂબ જ ખ્યાત થઈ ગયો …નામ છે…’નીઆન જિલ’…જેની નકલ આજેય ચાલુ છે.

પતંગની શોધનો દાવો..ગ્રીક, ચીન ને  સાથે આરબો પણ કરે છે..તે કહે છે કે પહેલો પતંગ બનાવનાર પુરૂષ હકીમ લુકમાન હતા. …આપણે ય યુગોથી ઉડાડીએ છીએ…

A news…Thanks Divyabhaskar

જુઓ,દુનિયા આખીના પતંગોત્સવ, ઉડે છે વિવિધ ભાતના પતંગો

ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પતંગની શોધ ઇસપૂર્વની ત્રીજી સદીમાં ચીનમાં થયો હતો. દુનિયાની સૌ પ્રથમ પતંગ એક ચીની દાર્શનિકે ઉડાવી હતી. પતંગનો ઇતિહાસ લગભગ 2300 વર્ષ જૂનો છે. સમય જતા ચીન બાદ પતંગ ઉડાડવાની પરંપરાનો ફેલાવો જાપા, કોરીયા, બર્મા, ભારત, અરેબિયા, ઉત્તર આફ્રિકા સુધી પહોચી હતી. આ અવસર પણ આપણે વિશ્વમાં ઉજવાતા અને લોકપ્રિય પતંગોત્સવ અંગેની જાણકારી મેળવીએ.

 
ચીનઃ
ચીનમાં આજે પણ ખૂબ ધામધૂમથી પતંગ ઉડાડવામાં આવે છે. અહીં દર વર્ષે 9,સપ્ટેમ્બરે પતંગોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ચીનના લગભગ તમામ લોકો ખૂબ ઉત્સાહથી પતંગોત્સવમાં ભાગ લે છે. ચીનમાં પતંગ સાથે અપશુકનો જોડાયેલા છે. કિન રાજવંશમાં શાસન દરમિયાન પતંગ ઉડાવીને તેને છોડી દેવાને અપશુકન માનવામાં આવતું હતું.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં….રમેશ પટેલ(આકાશદીપ)

 

ઉરે   ઉત્તરાયણ   ઉમંગ

વન વન પલટ્યા પવન

છાપરે ઝૂમે નગર થઈ પતંગ નભમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

ઝૂલ્ફે  ઝૂમે અનંગ

ઠુમકે નાચે પતંગ

વ્યોમ  પૂછું  પતંગ  કોના  ખ્યાલમાં?

કોણ  લહેરાતું  આ વાયરાના વ્હાલમાં

 

જામે પતંગના પેચ

ગૂંચે બગડે જ ખેલ

નભે  લોટાવે  કરતબ  કોઈ  તાનમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

પતંગોત્સવના રંગ

દેશ  વિદેશી  ઢંગ

આજ  હૈયું  ટહુકતું  વાલમના  સૂરમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

આવે   દાદાના  રથ

અન્નકૂટે છલકે તિરથ

પતંગ સંગ ધબકતું જ વિશ્વ ગુજરાતમાં 

કોણ  લહેરાતું  આ  વાયરાના વ્હાલમાં

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »