Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 8th, 2015

‘સો વર્ષ પૂર્વે એક પ્રવાસી ભારતીય ભારત આવ્યા હતા,( આફ્રિકાથી પરત આવ્યા..બેરીસ્ટર શ્રી મોહનભાઈ ગાંધી..9 Janu 1915) અને આજે તે ઘટનાના 100 વર્ષ બાદ તમામ પ્રવાસી ભારતીયોનું એક પ્રવાસી ગુજરાતી સ્વાગત કરે છે,’ તેમ કહી સંબોધનનો આરંભ કરનારા વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

ડોલર-પાઉન્ડ કરતાં વધુ કિમતી છે આપણા સંસ્કાર,મોદીએ આપ્યા ત્રણ મંત્ર
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગાંધીનગરમાં 13મા પ્રવાસી ભારતીય દિવસ સમારંભનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુયાનાના પ્રમુખ રોનાલ્ડ રામોટોર અને વિદેશમંત્રી સુષમા સ્વરાજ સહિત અન્ય મહાનુભાવો મંચ પર હાજર હતા.)
……………………………………………
Thanks to Divyabhaskar..A news
‘પ્રવાસી’ PMના પ્રવાસી ભારતીયોને 3 ખાસ મંત્ર

મંત્ર 1: જહાં ચાહ વહાં રાહ
ગુજરાતમાં ભૂકંપ વખતે ભૂજમાં મેં જોયું કે એક દીકરી લોકોની તનતોડ સેવા કરી રહી છે. મેં પૃચ્છા કરી તો તે દ. આફ્રિકાની મુસ્લિમ પરિવારની હતી. તેના દાદા ગુજરાતી હતા. ભૂકંપના સમાચાર સાંભળીને એનું હૃદય દ્રવી ઊઠ્યું અને બધું જ કામકાજ છોડીને સેવા કરવા આવી ગઈ હતી.
મંત્ર 2: મનની તાકાત સૌથી મોટી
મોદી પણ આ NRIના વખાણ કરતા થાકતા નથી, જાણો કોણ છે
સુરત જિલ્લાના દિગસ ગામના એનઆરઆઈ સુરેશભાઈ દેસાઈ

થોડા સમય પૂર્વે એક વ્યક્તિ ગુજરાતના એક અખબારનું કટિંગ લઈ આવી. તેમાં એક NRI જે વર્ષોથી પોતાના ગામમાં આવી ઝાડુ લઈ ગામમાં સાફ સફાઈ કરતા. લોકો કહેતા આ માણસના સ્ક્રૂ ઢીલા લાગે છે. પરંતુ  પોતાના ગામને બદલી દીધું.

મંત્ર 3 : ઈચ્છાશક્તિ મહાન
મોરેશિયસની મુલાકાતમાં હાલ મોરેશિયસના નાયબ વડાપ્રધાનના અંકલ લોકશાહી માટે લડતા. આ કામ મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઈ તત્કાલીન નેતાઓએ કર્યું તે પ્રક્રિયાનો હું સાક્ષી રહ્યો છું. એક વ્યક્તિ ઈચ્છે તો શું ન કરી શકે.
………………..
પ્રવાસી ભારતીયોને વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશો
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરતાં જે મનનીય પ્રવચન કર્યું તેના મહત્વના અંશો આ મુજબ છે:

 1. સો વર્ષ પૂર્વે એક પ્રવાસી ભારતીય ભારત પરત આવ્યા અને આજે 100 વર્ષ બાદ તમામ પ્રવાસી ભારતીયોનું એક પ્રવાસી ગુજરાતી સ્વાગત કરે છે.
 2. વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોએ એક અનેરી શક્તિ બનાવી છે. ભારતમાં પણ સમય પલટાયો છે, નવા જ સામર્થ્ય સાથે તે આગળ વધી રહ્યો છે, ત્યારે વિશ્વની આશાભરી મીટ મંડાઈ છે અને વિશ્વને ભારતનું સામર્થ્ય બતાવી દેવાનો સમય આવી ગયો છે.
 3.દક્ષિણ આફ્રિકા ઉપરાંત આજે ગયાના, મોરેશિયસ પણ આપણી સાથે છે.
 4. પલટાયેલા ભારતમાં અભૂતપૂર્વ તકો, અવસરો ઊભરી રહી છે તો તમે પણ આવો અને યથાશક્તિ તેમા યોગદાન આપો. તમારા સહકારથી ભારતને વૈશ્વિક તાકાત બનાવીએ
 5. વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયો ભૌગોલિક રીતે કદાચ કોઈક સ્થળે એકાદ પરિવાર હોઈ શકે છે, પરંતુ હવે તેમણે પોતે એકલા છે તેમ માનવાની જરૂર નથી, સમગ્ર ભારત દેશ તેમની સાથે છે.
 6. પ્રવાસી ભારતીય દિવસ મૂળ પૂર્વ વડાપ્રધાન અટલજીએ શરૂ કરાવેલ, વચ્ચે થોડો સમય તેના આયોજનમાં ઢીલાશ આવી ગઈ, તમને આવવાનો ઉત્સાહ ઘટેલો, કેટલાકને આવવું પડે એટલે આવતા હતા. પરંતુ હું દરેક પ્રવાસી ભારતીય દિવસમાં હાજર રહેતો હતો.
 7. તમારી મુશ્કેલીઓ પર કંઈક કરી શકું તેવા સ્થાને પહોંચ્યા બાદ મેં તમને કેટલાક વચનો આપેલા. આજે હું ગર્વથી તેનો હિસાબ આપી શકીશ કે મેં જે કહેલું તે બધું જ પૂર્ણ કર્યું છે.
 8. તમારા સૌના દિલમાં જે વસે છે તે મા ગંગાની સફાઈનું કામ મેં ઉપાડ્યું છે. તમે ટેકનોલોજીથી વાકેફ છો, કામથી વાકેફ છો, તો આવો દેશના 40 ટકાથી વધુ લોકોના આર્થિક ઉત્થાનરૂપ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટમાં જોડાઓ
 9. યુવા પ્રવાસી ભારતીયો ટકનોલોજી સાથે જીવે છે. તેમને ભારત સાથે જોડવા ‘ભારત કો જાનો’ થીમ પર એક વૈશ્વિક ઓનલાઈન ક્વીઝ કમ્પીટીશન શરૂ કરી શકાય અને હવે પછીના પ્રવાસી ભારતીય દિવસે તેમનું પણ સન્માન થાય.
 10. પ્રવાસી ભારતીયો એ ખાસ જાણી લે કે, તેમને આ રીતે મળવા પાછળ દર વખતે કોઈ અપેક્ષા નથી હોતી. આપસમાં મળી, એકબીજાના સુખદુ:ખ વહેંચી શકાય એ પણ એટલું જ મહત્વનું છે.
 11. દરેક ચીજ પાઉન્ડ અને ડોલરથી જ થઈ જાય છે તેવું માનવાની જરૂર નથી.
(Thanks to webjagat for this picture)

ધન્ય  પ્રવાસી! તું જ  માનવતાને …..રમેશ પટેલ(આકાશદીપ)

 

અહિંસા પરમ ધર્મ ;  ઉર  સદવૃતિ

ભવ્ય  ભારત  તવ  અમર  સંસ્કૃતિ

 

સેતુ    સ્નેહના    ભૂખંડ    પ્રવાસી

ભાવ  વિશ્વ  હો, કુટુમ્બ   સહવાસી

 

નમે  વતનને  મોહન   ઉરે  ચૂમિ

શત વર્ષ થયાં આજ પૂણ્ય જ ભૂમિ

 

કઠે  માત   ગુલામી આ  લાચારી

જગાવી અગન આઝાદીની  ભારી

 

નમે   જગત  ગાંધી   ભાવુકતાને

ધન્ય  પ્રવાસી! તું જ  માનવતાને 

 

વહે  વિશ્વમાં અમનની  જ સૌરભ

ધરું આશ હો, ભારત વિશ્વ ગૌરવ

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »