Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 6th, 2015

ગુજરાતના ગૌરવ સમા બે સમાચાર…………………….

મહાત્મા મંદિર ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસના સમારોહને  ખૂલ્લો મુકવામાં આવ્યો છે. 7 January 2015….. Gandhinagar( Gujarat)…ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મહાત્મા પર્વનો પ્રારંભ.
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં તત્કાલીન બ્રિટિશ સરકાર સામેના આંદોલનની સફળતા બાદ ભારત પાછા ફર્યા તે દિવસ અને પ્રસંગની ઉજવણીરૂપે 12 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા વાર્ષિક પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જે નજરાણું ઉમેરવામાં આવ્યું તે ‘યુથ પ્રવાસી ભારતીય દિવસ’ની સર્વપ્રથમ ઉજવણીનો આજે મહાત્મા મંદિરમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના હસ્તે આજે આરંભ થયો છે.
  જેમાં ‘ભારત કો જાનો’, ‘ભારત કો માનો’ અને ‘21મી સદીના પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચારધારા’ વિષયો પર જે તે વિષયના નિષ્ણાતો દ્વારા મનન અને ચિંતન કરવામાં આવશે.

………………………..

 
7જાન્યુઆરી, મહાત્મા મંદિર
કાર્યક્રમ : સુષ્મા સ્વરાજના હસ્તે યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન    
સમય : સવારે 10 થી 11
સ્થળ : સેમિનાર હોલ નં.4
કાર્યક્રમ : પ્લેનેરી સેશન 1: ‘ભારત કો જાનો’     
વક્તા : ડૉ.રાધાકૃષ્ણ, ઇસરોના ચેરમેન
સમય : સવારે 11 થી 11.30
સ્થળ : સેમિનાર હોલ નં.4, મહાત્મા મંદિર
કાર્યક્રમ : પ્લેનેરી સેશન 2: ‘ભારત કો જાનો’     
વક્તા : સતીષ રેડ્ડી, ડાયરેક્ટર, DRO, જગદીશ કુમાર, IITના ભૂતપૂર્વ પ્રોફેસર
સમય : બપોરે 2 થી 3.15
સ્થળ : સેમિનાર હોલ નં.4, મહાત્મા મંદિર
કાર્યક્રમ : પ્લેનેરી સેશન 3 : 21મી સદીના સંદર્ભમાં ગાંધીજીના વિચારો: યુવા દ્રષ્ટિકોણ
વક્તા : પી.રાજગોપાલન
સમય : બપોરે 3.45 થી 5
સ્થળ : સેમિનાર હોલ નં.4, મહાત્મા મંદિર
…………………………
સાતમી ગુજરાત વાયબ્રન્‍ટ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમીટ આગામી તા.૧૧, ૧ર અને ૧૩ જાન્‍યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્‍મા મંદિર ખાતે યોજાશે. જેનુ ઉદ્દઘાટન વાઇબ્રન્‍ટ સમીટના સ્‍વપ્‍નદ્રષ્‍ટા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી કરશે. જેમણે બે દિવસીય સમીટને બિઝનેસ ગેટ વે ઓફ ઇન્‍ડિયા સ્‍વરૂપે રૂપાંતરીત કરી છે. ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની આગેવાની હેઠળ આ સમીટનું આયોજન થઇ રહ્યુ છે. જેમાં ગ્‍લોબલ સીઇઓ કોન્‍કલેવ, ૮ ભાગીદાર દેશો દ્વારા કન્‍ટ્રી સેમીનાર, દેશના અલગ-અલગ રાજયો દ્વારા સેમીનાર, સર્વ સમાવેશક વિકાસ ઉપર વિવિધ થીમ સેમિનારનું  પણ આયોજન કરવામાં આવ્‍યુ છે. સમગ્ર વિશ્વમાંથી વાયબ્રન્‍ટ સમીટમાં વૈશ્વિક નેતાઓ અને રાજયોના મુખ્‍યમંત્રીઓ, બહુરાષ્‍ટ્રીય કંપનીઓ અને પ૦૦ ફોર્ચ્‍યુન કંપનીના સીઇઓ, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓના હેડ, રોકાણકારો, અર્થશાષાીઓ, અગ્રણી મહાનુભાવો, નીતિ ઘડનારાઓ, રાજદુતો ઉપસ્‍થિત રહેશે.(Thanks Akila news)
………………………………………………….

ઑસ્ટ્રેલિયાને ન્યુઝીલેન્ડના સંયુક્ત ઉપક્રમે, તેમના આંગણે ક્રિકેટના વર્લ્ડકપ-૨૦૧૫નું આયોજન થઈ રહ્યું છે. ગત વિશ્વકપના વિજેતા ટીમ ભારતીય ક્રિકેટ હતી…ને ધોનીએ જીતનો છક્કો મારી રંગ રાખી, ચાહકોને ખુશીથી તરબતર કરી દીધેલ.આ વખતની ક્રિકેટ ટીમની ઘોષણા થઈ છે…ભારતના સફળ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં , એટલા જ જુસ્સાથી તરવરતી સમતોલ ટીમ ,ફરીથી ઈતિહાસ દોહરાવવા કટીબધ્ધ થઈ જંગમાં ઝુકાવશે…ગુજરાતના બે ખેલાડીઓ..રવિન્દ્ર જાડેજા ને અક્ષર પટેલનો ૧૫ સભ્યની ટીમમાં સમાવેશ થયો છે..એ હર ગુજરાતી માટે ગૌરવની વાત છે.

………………………….બીસીસીઆઇએ આજે વર્લ્‍ડકપની ટીમ જાહેર કરી છે. જેમાં ધોની (કેપ્‍ટન), ધવન, રોહીત શર્મા, અજીન્‍કીયા રહાણે, વિરાટ કોહલી, સુરેશ રૈના, રાયડુ, જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, ભુવી, ઇશાંત, સામી, બિન્ની અને ઉમેશ યાદવને સ્‍થાન આપવામાં આવ્‍યા છે.

   જયારે ધવલ કુલકર્ણી અને મોહીત શર્માને રીઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્‍યા છે.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………………

થાશું ધન્ય યુવા જગ ભેરું…રમેશ પટેલ(આકાશદીપ)

ડગ દીધા છે યુવા ઉંબરે
ન ખપે પાછું જગે પડવું
લડવૈયા આ નવાયુગના
ન હવે રે ખોબલે સમવું
થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)

દઈશું  ડેરા  ગ્રહ મંડલે
નભ થાશે આંગણ ન્યારું
મઢશું મારી ધરા ઉમંગે
લક્ષ્ય કોટિ સપનું પ્યારું
થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)

યુગ કોતરશું વિજ્ઞાન નયને
જગને દેશું કઈંક અનેરું
ઘડવા ભાવિ નિત વિહરશું
ન હશે કોઈ ધરણસું ધનેરું
થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)

સુખદાયી હો સકલ જગ આ
હર મૌસમ હો ખુશ્બુ સમંદર
દૈવી  ઉર્જા  દે સુખ સુપેરુ
થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »