Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 3rd, 2015

ભારતીય પ્રવાસી દિવસ, વાયબ્રન્ટ ગુજરાત, ૨૬ મી જાન્યુઆરી…ભારત વિકાસની રાહ પર આગળ વધવા કટીબધ્ધ બન્યું છે. વિઘ્ન સંતોષી તત્ત્વો, આતંકી યોજનાઓના મનસૂબા ઘડી રહી છે. દરિયાઈ રસ્તે, આતંકી યોજનાઓના ભાગ રૂપે આવતી બોટને ,કોસ્ટલ ગાર્ડે આબાદ રીતે પોરબંદર પાસે આંતરી, ને બોટમાં વિસ્ફોટોનો ધડાકો, તે આતંકી યોજનાની કડી છે તેની સાક્ષી પૂરે છે. ભારતીય એજન્સીઓને લાગે છે કે, નાની બોટ વડે, સૌને ઘેર માર્ગે દોરી, બીજી મોટી બોટ વડે વિસ્ફોટો ઘૂસાડવાની યોજનાની આમાં શંકા છે. સોમનાથ મંદિર પર હલ્લો કરી, ભારતની સરકારને નીંચું જોવડાવાની આતંકી યોજનાઓનો એ ભાગ હશે..એમ કહેવાય છે. આ હરકતોને સમજી કરી, વતનની રક્ષા માટે એક સૂર ઊઠવો જોઈએ જ..એ આજની જરૂરિયાત છે. વિશ્વે થતી ખાન ખરાબીથી માનવતા લજવાઈ રહી છે…પ્રજા પીડાઈ રહી છે…સમયનો તકાજો છે કે..કોઈ પણ દેશે આતંકના ઉછેરને રોકવા ,કોઈ બાંધ છોડ ના કરવી જોઈએ…

રમેશ પટેલ(આકાશદીપ)

Indian Coast Guard Recruitment

(Thanks to webjagat for this picture)

જયહિન્દ! જય તારો…….રમેશ પટેલ(આકાશદીપ)

આજ થનગને જોમ અમારું

સ્વાધિનતાનો નારો

ગર્વ  ધરીને  ફરક ત્રિરંગા

જયહિન્દ! જય તારો

 

શૌર્ય અમનને રંગ ધરાના

અંગ  ત્રિરંગી  શોભા

ચક્ર  પ્રગતિનું  દે  સંદેશા

નિત ખીલશે રે આભા

 

કિલ્લા લાલે ઝીલ સલામી

કોટિ  હસ્ત  રણભેરી

સાગર, ડુંગર વ્યોમ સવારી

શિર  સાટે બલિહારી

 

રાહ અમનની ચીંધે ગાંધી

યુગયુગની કલ્યાણી

રિપુ થયા તો ઊઠે આંધી

દેશદાઝની    વાણી

 

વતન તણી  હૈયે જ ખુમારી

ઋણ  ચૂકવશું ધરાના

મા  ભારતના  ભવ્ય લલાટે

ધરશું યશ અજવાળા(૨)

Read Full Post »