Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2015

 

મહાત્મા ગાંધીજી….ભારતની સ્વતંત્રતા સંગ્રામનો અહિંસક સત્યાગ્રહી સેનાની, પુણ્યતિથિ…૩૦ જાન્યુઆરી…

તારીખ ત્રીસને જાન્યુઆરી

ધાર  વહે અશ્રુની ચોધારી

   અંગ્રેજ શાસનની નાગચૂડમાંથી મુક્તિ મેળવવા..સૌ પ્રથમ ૧૮૫૭નો જંગ ખેલાયો…અનેક શહાદતો દ્વારા વીરપુરુષોએ આહુતિ દીધી….કાળાપાણીની સજાઓ ભોગવી. વિદેશી શાસકોની વિશાળ શક્તિ આગળ નિરાશા વ્યાપી…ખુમારી ઝંખવાણી.આ સમયે ગુજરાતનો એકલવડા બાંધાનો મોહનભાઈ ગાંધી, આફ્રિકામાં સત્યાગ્રહની દ્રઢતાથી જાત કસી, ૧૯૧૫માં હિન્દ પરત આવ્યો. શ્રી મગનલાલ ગાંધીએ…હથિયાર વગરની આ લડત માટે, સૌ પ્રથમ ‘સદાગ્રહ’ કહી ગાંધીજીને નામ આપ્યું.ગાંધીજીએ તેને સતનો આગ્રહ કહી..’સત્યાગ્રહ’ કહી ૧૯૦૬માં પ્રયોજ્યો…અને આફ્રિકામાં જોહાનિસબર્ગના ખૂની કાયદાને સામે પડકાર દીધો. શ્રીગોપાલકૃષ્ણ ગોખલેને મળી,ભારતની ગરીબડી માનસ થઈ ગયેલી પ્રજાનો જાત અનુભવ લેવા તેઓ ફરવા માંડ્યા. ગુજરાતના કોચરબમાં એક બંગલો રાખી  ‘સત્યાગ્રહ’ આશ્રમની સ્થાપના કરી, ને ત્યાંથી અંગ્રેજો સામે રણશીંગું ફૂંક્યું. એક બાજુ, અંગ્રેજોની ગોળીનો જવાબ ગોળી જ હોય, એવા દેશપ્રેમી ક્રાન્તિવીરો હતા, તો ગાંધીજીને વિશ્વાસ હતો કે, જનશક્તિને અહિંસક રીતે, પણ ના ઝૂકે તે રીતે તૈયાર કરવાનો સંકલ્પ જ આઝાદી અપાવશે. બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ ને અનેક મુક્તિસંગ્રામો થકી, નવયુવાન પેઢીને તેમણે આઝાદીના લડવૈયા બનાવી દીધા.લડત માટે કોંગ્રેસ સંસ્થા સ્થાપી છેવટે અંગ્રેજ સરકાર ઝૂકી ને ૧૫ ઑગષ્ટ,૧૯૪૭એ દેશને આઝાદી મળી. અંગ્રેજોએ કૂટનીતિથી પ્રજામાં ભાગલા પાડ્યા ને હિન્દુસ્તાનને રજવાડાઓ થકી વહેંચી નાખ્યો. ભારતના લોખંડી પુરુષ સરદારની કુનેહથી..અખંડ ભારત બન્યું, પણ મોહમ્મદ અલિ જીણાએ અલગ પાકિસ્તાનની માંગ મૂકી…ભયંકર રક્તરંજીત ઈતિહાસનાં બીજ રોપી દીધાં. ગાંધીજી સાથે અહિંસક રીતે લડેલી બધી કોમ..માનવતા ભૂલિ દુશ્મન બની બેઠી. આ જોઈ ગાંધીજીનો આત્મા કકળી ઊઠ્યો..કૃષ શરીરે ઉપવાસ કર્યા..ભારતને મોટાભાઈ તરીકે દરગુજર કરવા સલાહ દીધી.પણ તે વેળાની ખૂનામરકી ને ખુન્નસ વચ્ચે, માણસાઈ સંતાયી ગઈ. દેશ માટે પોતડી ભેર જીવી, અનેક જેલ યાતનાઓ વેઠી, દેશને જગાડનાર એ વિશ્વપુરુષની અહિંસક વિચારધારા જ સાચો સુખનો રાહ છે..એ અંતિમવાદીઓ માટે કાયરતાનો પાઠ હતો. આવી કરૂણ પરિસ્થિતિ વચ્ચે..તારીખ ત્રીસને જાન્યુઆરી, સાંજનો શુક્રવાર..1948 ના પ્રાર્થનાના સમયે દિલ્હીમાં…ત્રણ ગોળી ઝીલી..હે રામ બોલી…માનવતાનો સંદેશ દેતાં,તેમણે આંખ મીંચી દીધી….

આજે તેમના નિર્વાણ દિને..સકળ વિશ્વ તેમની અહિંસક વિચારધારાને બીરદાવતાં નમે છે…વદે છે..

ભલે સૌ સૌને, સૌનો ધર્મ  પ્યારો, પણ ગાંધી તું સદાજ સૌનો  પ્યારો’  …અમર થઈ ગયો.

………………….

With Thanks..Vinod Vihar…

ગાંધી બાપુને યાદ કરવાની સીઝન……..—ચન્દ્રકાંત બક્ષી….

 

૩૦મી જાન્યુઆરી એટલે વિશ્વ માનવ મહાત્મા ગાંધી  ની પુણ્યતિથિ.

જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ ની એ કમનશીબ સાંજે દિલ્હીમાં બિરલા હાઉસની દૈનિક પ્રાર્થના સભામાં જતી વખતે એક માર્ગ ભૂલ્યા દેશવાસીના હાથે પિસ્તોલની ત્રણ ગોળીઓનો શિકાર બનીને રાષ્ટ્રપિતા સદાને માટે પોઢી ગયા. ગાંધી દેશ માટે જીવ્યા અને દેશ માટે શહીદ બની વિશ્વમાં અમર બની ગયા .

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) 

Thanks to webjagat for this picture  and deta.

Mahatma Gandhi

Mohandas Karamchand Gandhi, commonly known as Mahatma Gandhi, was the preeminent leader of Indian nationalism in British-ruled India. 

Born : October 2,1869,Porbandar,Gujarat,India.

Assassinated : January 30,1948.Birla House.

Education : University College-London

University Of London.

Alfred High School.

Children: Harilal Gandhi,Devdas Gandhi,Manilal Gandhi,Ramdas Gandhi

જાશે  ના એળે ગાંધી નઝરાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

તારીખ ત્રીસને જાન્યુઆરી

ધાર  વહે અશ્રુની ચોધારી

કેમ લખી કાળ જ તેં આ કહાણી!

વિશ્વની    માનવતા   લજવાણી

 

માનવતાની સઘળી  જ મીઠાશું

લે  ગાંધી  ઉર  હીલોળા  ભક્તિ

દેખ   ગુલામી  દ્રવ્યું  તવ  હૈયું  

છેડ્યો સંગ્રામ જગવી જનશક્તિ

 

છોડો  હિન્દ‘  બુલંદી  રણહાકે

ભેટ  ધરી  મહામૂલિ આઝાદી

 

તૂટ્યા  વિશ્વાસઘરઘર ઉપાધી

કાળ બળે ઊઠી નફરતની આંધી 

ખંજર  ખડગ  રમતું રક્ત પ્યાસી

વ્યથિત બાપુ  જ થયા ઉપવાસી

 

રૂએ  રે  માનવતા  ખૂણે  ભોળી

કાળમુખી લાજમૂકી હાલી ગોળી

 

જાશે  ના એળે ગાંધી નઝરાણું

એ ધરશે વિશ્વશાન્તિ અજવાળું 

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

હિમના સૂસવાટા..જે ધ્રુવ પ્રદેશ નજીકથી, નાયગ્રા મહાનદીના સરોવર કેમ્પ આગળથી વછૂટે..ને હિમતાંડવથી ધરણી ક્ષુબ્ધ થઈ જાય..એ કપરા સમયે..ઈમરજન્સી સેવાઓના ભડવીરો…વિપરિત પરિસ્થિતિમાં ઝઝૂમતા સેવા આપે, ત્યારે ધન્યવાદ એવો સહજ ઉદગાર અંતરે પડઘાય.કુદરતની મહાશક્તિ આગળ સૌ ઝૂકી, જાતને પીંજરે પૂરે..મેયર બહાર ન નીકળવા સંદેશા દે…સપડાયા તો હરિ શરણ. આવો વાયરાની વાતો સાંભળીને મમરાવીએ…     

Luke Sharrett/The New York Times

News about Snow and Snowstorms..with Thanks

  — મુકેશ જોષી

બર્ફીલા પહાડોની ગોદમાં લપાશુ
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તુ ભાઈ !

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ
કરતાં હશે જો તોફાન ઈશ્વરજી કહેશે કે
બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને
ચૉકલેટ-દૂધની- મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે
સ્વેટર તો કાઢ આપણેય કહી દઈશું ટાઢ બહુ વાય છે,
પહેલાં તું તડકો ઓઢાડ ઈશ્વરજી કહેશે કે શું ઓઢે છે,
ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને નવાઈ લાગશે

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે તો
સન્નાટો પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું
ઈશ્વરને વાતો પાછા ફરશું તો, આપણા જેટલી જ
ઈશ્વરને કઠશે જુદાઈ
તો કોને લાગશે નવાઈ !

                                                                 — મુકેશ જોષીસાભાર..

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું…..રમેશ પટેલ(આકાશદીપ)

અંબરને આંગણ તવ ડાયરા સુજાણું

મોસમ  એતો ભાઈ વાયરાની વાતું

 

બાથભરી  સાગરને આભલે અડાડી

તું  ઠાલવતી, ડુંગર ટોચડે  મીજાજ

નાદમહીં  નૂપુરી, ખેલવે  તું ઝરણાં

વૈભવ આ વાસંતી વાવટે  ખુશહાલ

 

ભાળું જ રીસામણ આ પાનખરનું રાતું

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું

 

સૂરજની  શાખે  બદલી જ  રંગી વાનાં

સૂસવતા   શિશિરના   વાયરા   વંઠેલ

હિમતણી  હેલીએ  લાગતી  જ સમાધિ

કુદરતના આ સરવાળા છૂપાછૂપી ખેલ

 

ષટરસે   ઘોળાતી   જીંદગીની   જાતું

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

અમેરિકામાં જાન્યુઆરીના અંત ભાગમાં હિમના વાયરા વહેવા માંડ્યા છે. વૃક્ષો તપધરી ઊભા છે. ઘણી વનસ્પતિ હિમમાં કાયમી ધોરણે યુવાવયે સૂકી થઈ ગઈ છે.વિમાની સેવા ઠપ થઈ હોય, એરોડ્રામ પર પત્રકારો સમાચાર દેતા ,કેન્સલના બોર્ડ ટી.વી. દ્વારા વહેતા રાખે છે. નોર્થ-ઈસ્ટ ઓફ અમેરિકા બરફથી છવાતો જાય છે. કેલિફોર્નીઆમાં પણ ડુંગરમાળા બરફથી આચ્છાદિત થતી જાય છે. ઠંડીના ચમકારે..

સૂમસામ જગ દેખાય છે.

VIDEO: USમાં બરફનું ભયાનક તોફાન, 36 ઈંચ સુધી બરફના થર,1 લાખ કરતા વધુ લોકો અંધારપટમાં

(Thanks to Divyabhaskar for the picture.)

ન્યૂયોર્કઃ અમેરિકા પર ‘ઈતિહાસના સૌથી ભયાનક બરફના તોફાન’નું જોખમ ઉભું થયું છે. વિન્ટરસ્ટોર્મ ‘જુનો’ને કારણે પાંચ રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. નેશનલ ગાર્ડ્સનું ડિપ્લોયમેન્ટ કરી દેવાયું છે. કનેક્ટિકટમાં 1 લાખ કરતા વધુ લોકોને અંધારપટ્ટમાં રહેવાની આશંકા ઉભી થઈ છે. લોકોને ઘરોની બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામી દેવાયો છે. સોમવાર સુધીમાં  જ્હોન એફ. કેનેડી એરપોર્ટ, લા ગાર્ડિયા અને નેવાર્કમાં 3,800 ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવી પડી છે. હવામાન ખાતા દ્વારા કેટલીય ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમા 6 કરોડ લોકોને અસર થવાની આશંકા સેવાઈ રહી છે.

36 ઈંચ સુધીનો બરફ

અમેરિકાના પાંચ રાજ્યોએ સોમવારે ઈમરજન્સી જાહેર કરી દીધી. દેશના નોર્થઈસ્ટ વિસ્તાર પર બરફના ભયાનક તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. ન્યૂજર્સી થી માઈને સુધી 36 ઈંચ સુધીનો બરફ પડે એવી આશંકા સેવાઈ રહી છે. કલાકમાં કેટલાય ઈંચ સુધીનો બરફ પડી શકે છે.

પાનખર અવસરા….રમેશ પટેલ(આકાશદીપ)

સૂની  ડાળો  ને  માળ રે સૂના  આ

રૂસણે ચાલ્યા આ લીલુડા શણગાર

શિશિરા દીઠા રે વાયરા વૈતાળ(૨)

 

વાસંતી   રંગે   ખૂબ   ખીલ્યાતા  ને

કલરવ ઝીલ્યાતા હરખતાં  દિનરાત

કોની તે લાગી આ  નજર  કાળી  રે

ખરતાં પાન રૂએ  સૂકવે  થડ  ડાળ

 

તપમાં  બેઠા શિખરો  જ ઓઢી હિમકણ

ફૂંકે પવન   હિમાળા  ઠારતા  રે   ગાત્ર

ભાગ્ય  રૂઠે  તો ક્યાં  રે જઈ જ  કહીએ

પીળાં  પાંદડ   રઝળે  ખરી   વનવાટ

 

દીધાતા જ પ્રસાદો લળી જગ  આખે

ભર્યાતા   ઔષધિના   અમે જ  ભંડાર

છે  વગડાના વિરલા અમે  ખમતીલા

જગ સેવાના રળ્યા  ભાગ્ય જ બળવાન

 

જાણી પાનખર તું છે ભલી  જ  અવસરા

કણકણમાં    જાશું   રે  અમે  જ  સમાઈ

ખીલવું  ને  ખરવું  એ   સદા   ભાગ્યમાં

ધન્ય! ઋણ સવાયા વાળી કરી પૂણ્ય કમાઈ

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારતના ૬૬ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ ……

સંગ્રામે  મુક્તતાના, અમર યશધરી, ભેટ  દીધી સુભાગી

ઝૂમે  વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા  ભારતી  તું!

પ્રજાસત્ત્તાક   ભોમે, સુરભિત   કુસુમે, વાયરા   હેત  ઢોળે

ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું

-રમેશ પટેલ(આકાશદીપ)   

……………………

(Thanks to webjagat for this picture)
‘મહેમાં જો હમારા હોતા હૈ’: મોદી ને ઓબામાએ કેવી રીતે પસાર કર્યો પ્રથમ દિવસ
 President Resp.Obama at Rajaghat(Delhi)

આઝાદ પ્રજાસત્તાક ને હવે ત્રિરંગી શાનથી ,૨૧મી સદીમાં નવી પહેચાન સાથે ઉભરવા થનગની રહેલ, યુવા ભારતનો જય ઘોષ, એ વતન પ્રેમીઓનો ઉમંગ છે. ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે , શ્રી દિલીપભાઈ ગજ્જર(યુ.કે.)ના આ સંદેશા સાથે ગૌરવ ભેર, વિશ્વે વતનના ઉમંગમાં સહભાગી બનીએ… http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/ શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..… જયહિન્દ. -દિલીપ ગજજર સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)   

Read Full Post »

‘દાંડી યાત્રા’…રજૂઆત સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

 

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે..ચપટી મીઠાના બાપુના અમર સત્યાગ્રહ ‘દાંડી યાત્રા’ની ઝાંખીની તવારિખ યાદ કરી  ..એ લડવૈયાઓને વંદન કરી ધન્ય થઈએ… 

   અંગ્રેજોએ જન વપરાસની વસ્તુ નમક પર આકરો વેરો નાખ્યો ને પૂ.ગાંધીજીનો પુણ્ય પ્રકોપ જાગ્યો. સરકારને તેમણે નોટીસ આપી…અમે અહિંસાથી સવિનય કાનૂન ભંગ કરી..મીઠું ઉપાડશું.વિશ્વભરની નઝર આઝાદીના સંગ્રામ પર મંડાયેલી હતી..ને બ્રીટીશ મહારાજ્યને પડકારવા …૧૯૩૦ની સાલમાં ગાંધીજીએ જન ચેતના જગાવવા, નવસારીથી ૨૦ કિલોમિટર દૂરના અજાણ્યા ‘દાંડી’ ગામની ની પસંદગી કરી કહ્યું કે..મારો આત્મા કહેછે કે..’આ મનુષ્યની નહીં , ઈશ્વરની પસંદગી છે’.અમદાવાદના સાબરમતી આશ્રમથી ૨૪૧ માઈલ લાંબી પદયાત્રા માટે ગાંધીજીએ હાકલ કરી.ભારતના ખૂણે ખૂણેથી જુવાનીઓ આવવા લાગ્યા.સત્યાગ્રહ માટે ગાંધીજીએ આકરી તાવડીમાં તપાવી કસકાઢી..ફક્ત ૮૦ ચુનંદા સાથીઓની પસંદગી કરી…સ્વરાજ્યને સ્થાપવાના બે રસ્તા છે..એક ડાંગ મારવાનો એટલે કે હિંસાનો ને બીજો..આ અહિંસાનો સવિનય ભંગ…સામેથી દંડા ખાવાનો..યાતના દેશમાટ સહેવાનો.આ મુક્તિ સંગ્રામમાં હું સૌથી પહેલી મારી જાતને સરકાર સામે હોડમાં મૂકીશ.અમદાવાદ, ખેડા, વડોદરા, ભરુચ, સુરત થઈ નવસારી પછી બોદાલી, કરાડી , મટવાડ થઈ દાંડી પહોંચીશું…નીકળીશું..૧૨મી માર્ચ,૧૯૩૦ના દિવસે સાબરમતીથી.

       ‘દાંડીકૂચ’…પોતડી પહેરેલો ગાંધી..મનમાં નિશ્ચચ સાથે બોલ્યો…આપણી યાત્રાનું ધામ છે…’દાંડી’ .

આ લડતનાં મંડાણ છે..ને સ્વતંત્રતા દેવીનાં દર્શન કરવા સુંધી…મારા મનમાં અશાન્તિ રહેશે ને અંગ્રેજ સરકારને શાન્ત રહેવા દઈશ નહીં.સ્વરાજની લડત છે..દેશવાસીઓ જાગો. ગાંધીજીના પગલે પગલે પછીતો જન મહેરામણ ઉમટવા લાગ્યો.જુવાનને શરમાવે એવી ચાલથી…બાપુ દોડ્યા..સૌને દોડાવ્યા…ને પાંચમી એપ્રીલે, ઉગતી ઊષાએ કરાડી ગામથી ‘દાંડી’ જવા નીકળ્યા ત્યારે તો ‘જન આંદોલન’ વિશ્વકક્ષાએ પડગમ દેવા લાગ્યું…દાંડી..દાંડી…એક જ નાદ આકાશને આંબવા લાગ્યો.

         ૬ એપ્રીલ, ૧૯૩૦ના ઐતિહાસિક દિવસે…ગાંધીજી પોતાના સૈનિકો સાથે…દરિયામાં સ્નાન કરી, પ્રાણના જોખમે, ચપટી મીઠું ઉપાડી  સવિનયભંગ કરતાં કહ્યું કે…’ગરીબ વર્ગના દૃષ્ટિબિંદુથી , આ કાયદો મને સૌથી વધારે અન્યાયી લાગ્યો છે, સરકારનો નમક કાયદો, આ હું તોડું છું, સરકારે મને પકડવો હોયતો પકડે.’.બીટીશ રાજ્ય હચમચી ઊઠ્યું..સાબરમતીથી નીકળેલી આ યાત્રા દાંડીના દરિયે..દરિયાજેવી ઘૂઘવતી દેખાઈ.એ રાત્રે..બાપુ વહોરા કોમના યજમાનના ‘સૈફીવિલા’ બંગલે રાત્રે રોકાયા…એ આજે સ્મારક બની..રાજ્ય સરકાર દ્વારા..”ગાંધી પુસ્તકાલય” મ્યુઝીયમ તરીકે સંચાલિત થઈ પ્રેરણા આપે છે.એ ચપટી મીઠું..મુંબાઈના એક દેશપ્રેમીએ તે જમાનામાં રૂપિયા ૫૦૦ કિંમતે ખરીદી…બાપુની એ અમર યાત્રાને વધાવી.ગાંધીજીએ સતત સાત દિવસ ત્યાં પડાવ નાખ્યો, ને ‘દાંડી’ ને દાંડીકૂચ આઝાદીના આંદોલનની ગાથા બની અમર થઈ ગઈ.

રજૂઆત સમ્કલન-રમેશ પટેલ(આકાશદીપ)

આધાર..કૌશિક ભટ્ટ(ગુજરાત ટાઈમ્સ) ..આભાર

 

ફરફર  ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)

જોમ  હામ  સમર્પણ લહરે

ફરફર  ફરક ત્રિરંગા

જશ્ન ગૌરવ  તું આઝાદીનું

ગાય હિમાલય ગંગા

પુણ્ય સ્મરણીય વંદન અમારા

ક્રાન્તિકારી   લડવૈયા

લોકશાહી  જનશક્તિ  જ્યોતિ

કોટિ  બાહુ  રખવૈયા

પર્વત સરીતા સાગર ધીંગા

નવયુગ દર્શને ઝૂમે

તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી

સબરસ થઈ એ ઝૂમે

ગાંધી  પથ  છે  માનવતાનો

સર્વધર્મ   સરવાળો

શ્રમ  આદર  એ સૌરભ જગે

દેશ  ઝૂમે  નિરાળો

ચંદ્ર   મંગલની વાત જ કહી

ફરફર  ફરક ત્રિરંગા

સાત  સૂરોની  સંગમ  ભૂમિ

જન જન ઉર ઉમંગા

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

સૂરજદેવ હૂંફ દેવા કટીબધ્ધ છે, તો મેઘરાજા ધરતીને રીઝવવા ,હિમ બની પર્વતને જલરાશીના વૈભવથી મઢી રહ્યા છે…આ કુદરતના કરિશ્મા સાથે,

નવપલ્લિત વનરાજી કોયલના ટહુકે…જોબનિયાને ઝૂલાવવા આવી પહોંચશે…..તમે પણ રંગમાં રંગાતા જાઓ…

છે રૂપાળા પુષ્પો કાગળના, પણ વસંતને ના માણી  શકે

દેવા  ખુદની  સુગંધ જગે,  નાતો ધરા સંગ જોડવો પડે

 

શ્રધ્ધા એટલે નીજ સમર્પણ, શૂન્ય થઈ ઓગળવું પડે

પામવા  કૃપા  પ્રભુની, પ્રભુ  ચરણે  નીત  રમવું  પડે

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………….

 

જોબનીયું આજ રમતું હાલ્યું……રમેશ પટેલ(આકાશદીપ)

 

જોબનીયું…. જાણ્યું ના જાણ્યું ને ઊડી જાશે

જોબનિયાને રંગમાં રાખજો રાતું,

કે જોબનિયું જાશે હાલ્યું ગાતું

 

પ્રેમનું તો ડમરું

મદમાતી નજરું

હસી હસી કોણ ખોવાતું ?સહિયર મોરી

જોબનિયું   ઝાલે  ના  ઝલાતું,

કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

હૈયું  રે હરખાતું

મનડું વલખાતું

વસંતને    વાયરે  કોઈ  વીંટાતું….       સહિયર મોરી

છાનું છાનું  શું મલકાતું.. કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

કામણિયું   કજરારું

ને શ્રાવણીયા  ધારું

મૂછના     દોરામાં    શીદ     લપટાતું…….સહિયર મોરી

ઢોલને તાલે થનગન થાતું….કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

પ્રેમની રે વાતું

જીવનનું  ભાથું

વહાલના વાયરે પરદેશ જાતું……સહિયર મોરી

પળપળ  જાતું  વિખરાતું

કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

કેમ  બાંધું રેશમિયા  ધાગે?

જોબનિયું  ઉડતું જાતું વાટે

કે જોબનિયું આજ રમતું હાલ્યું

Read Full Post »

 

વસંત પંચમી…મહાસુદ પાંચમ….

પ્રજાસત્તાક દીન ને વસંત પંચમી…જાણે ભારત મૈયાની ખુશહાલીના સંદેશા.અમેરિકાના રાષ્ટ્રપતિને દિલ્હીમાં ભાવભીંના સન્માન સાથે, આતિથ્ય દેવા ૨૬મી જાન્યુઆરીની તૈયારીઓ ,એક ઐતિહાસિક સમારોહ માટે આગળ વધી રહી છે. સલામતીના ઉચ્ચ ધોરણો થકી…વિશ્વને રક્તરંજીત કરતા તત્ત્વો સામે તંત્ર સજાગ થઈ, કાર્યરત છે.બ્રહ્મસ્વરુપ સ્વામિનારાયણ સંતશ્રી શાસ્ત્રીજી મહરાજની જન્મતિથિ વસંત પંચમી છે.. જેમણે BAPS ની સંતપરંપરા થકી..સમાજને દૂષણોથી મુક્તિ ને ભારતીય સંસ્કૃતિને જન હૃદયમાં સ્થાપવા સત્સંગથી મહિમા ગાયો…પરંપરા્માં પ.પૂ.યોગીજી મહરાજ ને પ.પૂ.પ્રમુખસ્વામિ જેવા સમર્થ  શિષ્ય અનુગામી દ્વારા સંત પરંપરાને ઉજળી બનતી રાહે વિશ્વ જોઈ રહ્યું છે…માનવમાત્રના કલ્યાણ માટે તેમના આશિષ મળી રહ્યા છે.

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………..

આવો ફૂટતી કૂંપળોને વધાવીએ ….. લહેરાય ને પંખીઓ કલશોર કરે…એ યાદો તાજી કરીએ….

IMG_9698

 

સૂસવાતા હિમભર્યા વાયરા વેઠ્યાબાદ, વૃક્ષો સમાધી ત્યજી, રતુંબલ કૂંપળો ને મ્હોરની સુગંધે ,મસ્તીથી લહેરાતા દીઠા. આજે આવા નવપલ્લિત ,જ્યોર્જીઆની ધરાએ વૃક્ષો નિહાળી, શ્રી નિનુ મઝમુદાર રચીત અને મન્નાડે એ ગાયેલ ગીત…યાદ આવી ગયું.

  

 પંખીઓએ કલશોર કર્યો ભાઈ! ધરતીને  સૂરજ ચૂમ્યો

 કૂથલી  લઈને  સાંજનો  સમીર  આજ વનેવને ઘૂમ્યો

            

વસંતની આ વનરાજી અને સંગ રમતાં પંખી જોઈ..અમે પણ એક ગીત છેડી દીધું…

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ)

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ, વાયરે વગડો ઝૂમ્યો

ઋજુ રતુંબલ સંદેશા લઈને , ટહુકો વનપથ ઘૂમ્યો..

………. ઘૂમ્યો..વનપથ ઘૂમ્યો..

 

કુસુમ  કટોરા  ભમ્મર ભમતા, છલકંત  સૌરભ  ડેરા

વહેતા મદમાતા વાયરા વદતા, આજ વાસંતી મેળા..

…મેળા…વાસંતી મેળા

 

ફાગે આ ફાગણ ચૈતર ચીતરે, પાવન રંગ પરોઢી

તરૂવર વનચર પંખી હરખે, રમે છૂપાછૂપી ઓઢી..

…..ઓઢી..છૂપાછૂપી ઓઢી

 

વસંતે વસુધા મા ભરતી સુધા,કેસૂડો મલકે વાટે

ફૂલ મુલાયમ ઝાકળ ભીંના, સ્નેહની  છાંટું  છાંટે..

…છાંટે…છાંટું છાંટે

 

મસ્તી   ભર્યો મનમોર મસ્તાનો, નાચે રસીલો ઢોલે

વ્હાલ વેલીના આ વીંટળાઈને, વાલમ વાલમ બોલે..

..બોલે…વાલમ બોલે

 

વત્સલ  વિહંગો  હૈયાં  ગૂંથે, સંગીત  છેડે  ધીરે

મધુર સ્વરના વનના પાવા, આશીષ રમે શીરે..

..શીરે…રમે શીરે

 

વાહ! વાસંતી સરપાવા સલૂણા , રાજી વનરાજી ઝૂમે

રમે નટખટ વાયરા ઘેલૂડા, જોબનિયું  સોણલે  ઝૂલે…

…ઝૂલે… સોણલે ઝૂલે

 

રમેશ પટેલ(આકાશદીપ)

Note..with Thanks…Remembering moment.

On Friday, April 11, 2014 1:23 PM, Valibhai Musa <musawilliam@gmail.com> wrote:

માનનીય રમેશભાઈ, 

કુશળ હશો. 

સાથીઓના સમર્થન અનુસાર “વસંતે  કલશોર  કર્યો  ભાઈ……“કાવ્ય/ગીતને ‘વેગુ’ ઉપર પ્રસિદ્ધિ માટે સ્વીકાર્ય ગણેલ છે. અભિનંદન.

………………………………………………………………………………

IMG_9732

મજાની દાડમડીરમેશ પટેલ(આકાશદીપ)

છંદ-ઈન્દ્રવજ્રા

 

રોપ્યો અમે આંગણમાં  જ રોપો

ઝૂમે  ઢળે  રોજ  થઈ  બીચારો

પોષ્યો  ધરાએ, છલકે  રસીલો

દોડી  રમાડું  તન  કૂમળો  

 

આકાશ  મધ્યે  રમતો રવિ  ને

ભાવો ભરી મોસમ ગાય ગીતો

સીંચું  ધરાએ  જળ મીઠડાં  ને

છેડે    વાતો  મનડે  ચહિતો

 

બેઠાં જ શાખે ફૂલ લાલ રાતાં

આવી રમે  રે  વનમિત્રો રૂડાં

દે એ પ્રસાદી રસની જ સૌને

રે ધન્ય તું ઈશ! કૃતાર્થ ભાવે

 

બેઠા  અમે  સૌ પરિવાર  હેતે

ખીંચે જ તસવીર બાળ નાનાં

ને પુષ્પ રાતાં હસતાં રૂપાળાં

મળ્યો  ધની  વૈભવ ખજાનો

 

દાદા  ગમી   દાડમડી   મજાની

એથીય વ્હાલી તમ  આ ખુશાલી

બોલી અમારી ખુશીજાનુંનાની

છે ને મજાની મધુરી કહાણી (૨)

 

Read Full Post »

ચોથો પ્રાણાયમ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

યોગ….ને પ્રાણાયમ…અદભૂત જીવન શાસ્ત્ર. યોગની વાત વૈશ્વિક સ્વિકૃતિ બને એ જનહિતાય પગલું છે…એ આનંદનો વિષય છે.આવો પ્રાણાયમની થોડીક વાતો જાણીએ…

ઋષિ પતંજલિ તેમના અષ્ટાંગ યોગમાં, યમ, નિયમ,આસન, પ્રાણાયમ,પ્રત્યાહાર, ધારણા ,ધ્યાન અને સમાધિનો ક્રમ સમજાવે છે.આ બધાં અનુશાસનો છે…વ્યક્તિગત, સામાજિક, શારીરિક અને પ્રાણનું અનુશાસન…તેનાથી આગળ ઈન્દ્રિયોનું, મન, બુધ્ધિનું અનુશાસન એટલે સમાધિ યોગ.આ સમયે પ્રાણની મહત ક્ષમતાનું ઓજસ, તેજસને ગ્રહણ કરવો એટલે ચતુર્થ પ્રાણાયામ..જેને કુંભક કહેવામાં આવે છે.

…..બાહ્યાભ્યન્તરવિષયાક્ષેપી ચતુર્થઃ……….અંદર અને બહારના વિષયોનો ત્યાગ કરવાથી જ જે ચાલે, તે ચોથો પ્રાણાયમ છે.

શ્વાસની પૂરક કે રેચક ક્રિયા..તેમાં જ્યારે મનની ચંચળતા શાંત થાય ત્યારે પ્રાણોની ગતિ જાતે જ કુંભક કરે છે…પ્રાણાયમ વખતે આપણે પ્રયત્નથી કુંભક કરીએ છીએ..જ્યારે અહીં સમગ્ર ચેતના શૂન્યવત થઈ

જવાથી, જાતે જ કુંભક થાય છે…જે ‘કેવલ કુંભક’ કહેવાય છે…જે ઑટોમૅટિક થાય છે. અહીં શ્વાસ જાતે જ પૂરક કે રેચક સ્વગત રીતે થાય છે..જે કુદરતી રીતે કુંભક થઈ જાય છે.અહીં દેશ કાળ અને સંખ્યાની સભાનતા વગર, પ્રાકૃતિક રીતે પ્રાણ સ્થિર થાય છે…જે પ્રદેશમાં રોકાઈ જાય છે..એ ચોથો પ્રાણાયમ…જે અનાયાસે થાય છે ને રાજયોગનું મહત્ત્વનું અંગ છે. ..Calm the mind, heal the heart.

મન શાંત એટલે પ્રાણની પ્રક્રિયા શાન્ત…આજ સમાધિનો અભ્યાસ…મન અને પ્રાણ પૂર્ણ સ્થિરતા પ્રાપ્ત કરે તે જ ‘કેવલ કુંભક’.

  આપણી એક કહેવત શ્વાસની ગતિની ખૂબ જ પ્રેરક છે…..

બેઠત બારહ, ચલે અઠારહ, દૌડે બીસબીસા

કામક્રોધમેં ચલે બહત્તર, કહતે ઘસ ઘસીટા

  એટલે કે મિનિટમાં બાર શ્વાસ ચાલે એ કુદરતી છે..ત્યાં પ્રયત્ન નથી…પણ જેમ જેમ મન શૂન્ય થાય, શાતાને પ્રાપ્ત થાય..શ્વાસ સ્થિર થતા જાય. ધીરે ધીરે વ્યક્તિગત ચેતના અને અલૌકિક ચેતનાનું

આવરણ ભેદાઈ શુધ્ધ બ્રહ્મનો અનુભવ થાય છે.

આભાર- સ્વામી અધ્યાત્માનંદ ..પતાંજલિ યોગસૂત્ર. 

……………………………………………………………………………………

આ વગડાનો છોડ….. રમેશભાઈ પટેલ [આકાશદીપ]

ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર

પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
બહું  ઠંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે
આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો,
સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી
જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને,
ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી

શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

Read Full Post »

ઋતુઓ..પ્રકૃતિને રમાડે ને તેની સંગે આપણે ઠંડી, ગરમી કે વર્ષાના રૂપોમાં રમીએ.આવો એક ગઝલમાં આ ભાવોને ડૂબાડીએ….ગાઈએ.

રમેશ પટેલ(આકાશદીપ)

ઋતુ વસંત મધુ ને ; ખીલે  જ  સુમન એ વાત રૂડી

વધાવે  સજન  ને;  ખીલે  જ  નયન એ વાત જુદી

 

રમાડે રંગ વૈભવથી વ્યોમ, ઉષા જ સલૂણી

સ્વ ને રંગો ખુદાઈથી તો; મન એ વાત જુદી

 

ચગાવે પવન ને; વિહરે જ પતંગ ગગને ઊંચે

ધરાના  મીઠડા જીવન  બંધન  એ વાત જુદી

 

ચઢે  ઘનઘોર  મેઘો ને ; વરસે  કરુણા જ  રૂડી

વહે  જનની ઉરેથી  અનુકંપન એ વાત જુદી

 

સ્પંદન ઝીલી શશીના ;જલધિ લહર દે રાવ યુગી

અવર  દુઃખે  ખળભળે આ  જીવન  એ વાત જુદી

 

મળે  સરપાવ જો જીવનમાં; ધનભાગ્ય  જ રૂડા

ઠરે  માનું  દિલડું  ને ;  દે ચૂમન  એ વાત   જુદી

 

પ્રતિ અધર્મ સહજ  રમે શૂરાતન  એ વાત  રૂડી

વતન કાજે ધરે બલિદાનો,  જન  એ વાત જુદી

 

ઝગમગે  દીપ સંસ્કારોના તો જીવન મધુરા

પર ભલાકાજ ખર્ચી કોઈ ક્ષણ; એ વાત જુદી

 

થઈ   પંડિત  રચો  શાસ્ત્રો ; તે  વિદ્યા   જગ   મૂડી

ખુદ તવારીખ; તો નમતું જ  વતન એ વાત જુદી

 

સજો શણગાર હીરા મોતીથી; તનડે જ સુખી

ઉજાશે ‘દીપ જો ચૈતન્ય ધન;  એ વાત જુદી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ(વિનોદ વિહાર)…૭૯ મા જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ—સૌજન્ય, સાહસ ને સાહિત્ય પ્રેમનો ત્રિવેણી સંગમ. અમારી નજીક તેઓ દીકરી જાગૃતિબેનને ઘેર આવ્યા ને હવે શ્રી ગોવિંદભાઈ(સ્વપ્ન) ને અમે મળવાની વાત કરીએ, ત્યાં તેમણે આ મંગલ દિન નિમિત્તે મિત્રોને યાદ કરી  આમંત્રી દીધા.. અમે મળશું ૧૭ જાન્યુઆરીએ સેરીટોસમાં.

 આવો તેમને મળીએ..હરખીએ…લિન્ક…

    • VRP-WITH 6 G.K.-REVISED 
    •      ( છ પૌત્ર-પૌત્રીઓ સાથે વિનોદભાઈ- ઓગસ્ટ-૨૦૧૪ )

( 634 ) મારા ૭૯મા જન્મ દિવસે –ગત જીવન-ફલક પર એક નજર,થોડું આત્મ મંથન અને ચિંતન ….. વિનોદ પટેલ

આવો આદરણીય શ્રીવિનોદભાઈને યાદ કર્યા તો..સાથે સાથે થોડો વિનોદ પણ કરીએ…

  આજે ‘ઢ’ ને સ્થિતપ્રજ્ઞ કહેવો કે મહા ઠોઠ  ..તેની ચર્ચાને માણીએ….. 

ઢ…પુલિંગ શબ્દ…મહાઠોઠ પુરૂષને ‘ઢ’ કહેવાય…ઢ જેવી સ્ત્રીને ગણવી એ અપમાન કહેવાય…એટલે પુલિંગ થઈ વટ પાડે છે.સંસ્કૃત ભાષામાંથી બનેલી ભારતીય ઘણી ભાષાઓની બારખડીના આકાર “ઢ”

સિવાય બદલાયેલા જ મળશે, પણ આપણા ‘ઢ’ ભાઈ તો દરેક ભાષાની લિપિમાં , એમના આકારમાં અકબંધ જ મળે…ઓરીજનલ સ્વરૂપે…સ્થિતપ્રજ્ઞ…કોઈ પણ જય પરાજયથી દુખી થયા વગર….તેમના

આ ગુણને મોટાઈ આપી ‘ઠોઠ’ કહી બીચારાને ‘ઢ’ સાબિત કરી દીધો…

   ‘ઢ’ એ કહ્યું…ભાઈ મને સ્થિતપ્રજ્ઞ કહો ને…પણ વિરોધ પક્ષમાં બહુમતિ હતી..લિપિની..એટલે મોટા અવાજે ‘ઢ’ કહી ધમાલ ચાલુ કરી દીધી.પોસ્ટર પ્રચારથી અવાજ બુલંદ થયો..’ઢ’ને વિકાસમાં રસ નથી..સંસ્કાર નથી…એને બળદિયા જેવા મિત્રોની સોબત છે..એવું જગ જાહેર છે…જે મજૂરી કરે છે…આવડત નથી.વળી ‘ઢ’ના સંગે જે ચડે છે..તે પણ બદનામ થાય છે…ઢગો..મૂર્ખ, ‘વાંઢો’ …કોઈ કહે તો

કેટલી બદનામી થાય?…આઘાત લાગે ને કવિ થઈ ગયેલો એ ગાય કે…

અરે પ્રભુ, તેં અગણિત નારી ,અવની પર ઉપજાવી

                                            પણ મુજ અરથે, એક જ ઘડતાં આળસ તુજને આવી 

આ ચર્ચાથી દુખી ‘ઢ’ એમ કહીને સંતોષ લઈ સ્થિતપ્રજ્ઞ થઈ ગયો કે..’ડફોળ’..ડોબું પણ જરૂર મારા જાતભાઈ થશે.

રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)…આધાર-રતિલાલ બોરીસાગર હાસ્યલેખકની પ્રેરણા.

…………………………………………………………

જાન્યુઆરી   પંદર  તિથિ;  સાલ   મુબારક……..આદરણીય

શ્રી વિનોદભાઈ પટેલ.

જાન્યુઆરી   પંદર  તિથિ;  સાલ   મુબારક

સ્નેહ સભર આશિષ વતન  ડાંગરવા નાયક

હામ  ભરી  કૌવત  સીંચીજોમ  ચખાડ્યું

નામ  વિનોદ  જ  પાડી;  રંગુન   દેખાડ્યું

માત-પિતાની  છાયા; કુસુમ જીવન સાથી

એમ. કોમ.   કેળવણી  દે   ગૌરવ  ઝાંખી

હૂંફ   ભરી   આત્મ-વિશ્વાસે   હંકારી  નૈયા

જગ પડકારો ઝીલતાં આગળ વધ્યા ભૈયા

ઘર    દીવડા   સમ   વિહારી   અજવાળું

સાક્ષર     સંસ્કારી    હૈયુ   બંધુ   તમારું

બે   હજાર   પંદર  સાલે  ઉર   છલકાવું

દોસ્ત  …કુટુમ્બી  પ્રેમે  જન્મદિન  હું  માણું

કવિ-રમેશ પટેલ(આકાશદીપ)

કરોના, કેલિફોર્નીઆ

Read Full Post »

Older Posts »