૨૦૧૫ ના નૂતન વર્ષે પ્રાર્થનાથી પરમેશ્વરને ભજી…સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દઈએ. …
સંસારના સંગ્રામે, પળે પળે બદલાતી પરિસ્થિતિમાં વિશ્વાસ ભરવા , પ્રાર્થનાનું બળ ખૂબ જ જરૂરી છે….તે જ સહારો
બની, એક આંતરિક શક્તિ જગવે છે. પ્રેમ ને કરૂણાના ફળો મીઠા હોય છે..એ સર્વ ધર્મોનો સાર છે…આવો એ રસ્તે આગળ વધીએ…
આચાર્ય પ.પૂ.શ્રી રામશર્મા આચાર્યજી કહેતા…પ્રાર્થના બીજ છે ને ભજન વૃક્ષ. પ્રાર્થના એટલે પરમાત્મા પ્રત્યે અંતરનો સઘન અને વ્યાકુળ પોકાર. પ્રાર્થના એટલે સદચિંતન ..અનન્ય પ્રેમ..જે છલકાતો વહે.
ભજન એ આર્ત પોકારની અભિવ્યક્તિ.. જે મીરાં ,ચૈતન્ય પ્રભુ કે નરસિંહ મેહતાએ મનભરી ગાયાં.બંનેનો માર્ગ પ્રભુ દ્વારે લઈ જાય.પ્રાર્થના એટલે ધન્યવાદ… શિતલ સ્પર્શ..‘હે પ્રભુ તેં આપ્યું છે, એ ઘણું છે.‘
જ્યારે ભજન એટલે અહોભાવ…એક મસ્તી..જે જરૂર છે તેનાથી ઘણું ય વધારે આપે જાય છે…સચવાય ના એટલું વધારે છે….અમને વહેંચવા દે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
હું મંગલ શંખ બજાવું…..રમેશ પટેલ(આકાશદીપ)
પ્રાથી પરમેશ્વર નૂતન વર્ષે
હું મંગલ શંખ બજાવું
એવો અવસર આપ પ્રભુ તું
આ જગમાં કઈંક કરી બતાવું
ના માગું હું નિત વસંત જ
પણ, ભીતર ભાવે કદી ન સુકાઉં
ઋતુ ઋતુના ખોળે જ રમતાં
પાછા, રૂપલા ફૂલ બની મુસ્કાઉં
એવા ઉરમાં ભરજો વિશ્વાસ જ
જગ સંગ્રામો ખેલી બતાવું
રાહ ભલે ને ઉબડ-ખાબડ હો
તારો ઍવરેસ્ટ ચડી બતાવું
છોને છોડે તું પર્વત ટોચે
જલ જેમ વહી, સાગર થઈ બતાવું
થા સારથ એક આશ જ હૈયે
પાર્થ સમ માનવ જાત દીપાવું
એવો અવસર આપ પ્રભુ તું,
તારો ગર્વ થઈ હરખાઉં
ને મંગલ શંખ બજાઉં(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
એવો અવસર આપ પ્રભુ તું,
તારો ગર્વ થઈ હરખાઉં
ને મંગલ શંખ બજાઉં
સુંદર પંક્તીઓ
આપ સૌને નૂતન વર્ષાભિનંદન
ના માગું હું નિત વસંત જ
પણ, ભીતર ભાવે કદી ન સુકાઉં
બહુ સરસ.
Very beautiful poem Rameshbhai. Wishing you and your dear ones a happy new year fill with God’s blessings and love.
પ્રાથી પરમેશ્વર નૂતન વર્ષે
હું મંગલ શંખ બજાવું
એવો અવસર આપ પ્રભુ તું
આ જગમાં કઈંક કરી બતાવું
Rameshbhai
HAPPY NEW YEAR to You !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
એવા ઉરમાં ભરજો વિશ્વાસ જ
જગ સંગ્રામો ખેલી બતાવું
રાહ ભલે ને ઉબડ-ખાબડ હો
તારો ઍવરેસ્ટ ચડી બતાવું
શ્રી રમેશભાઈ ,આપે નવીન વરસ ની શરૂઆત સુંદર પ્રાર્થના કાવ્યથી કરી એવી જ ભાવના સદા જાગ્રત રહે
અને આપનું નવું વર્ષ નિર્મળ અને પ્રેરણા દાયી બની રહ્વે એવી અંતરની શુભેચ્છાઓ છે.