Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર 27th, 2014

ખારાશ   ખૂટી  ઉરની આજે…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

તપ્યા અમે સાગરનાં પાણી

મળ્યું ગગન રે ઘૂમવા

દીઠી ધરા મંગલ રે મનભર

પવન થયા ભાઈ મિતવા

 

ખારાશ   ખૂટી  ઉરની આજે

ઢોળ્યું અમૃત આ સુફલા

જ્યાં વરસ્યા ત્યાં છમછમ લીલું

છાયા રંગો  જ  રંગીલા

 

ઝૂમે  તરૂવર  દઈ  સંદેશા

સંગીત કલરવ સુખલડાં

કેવાં લહરે ભાવ જ સરવર

છેડ્યાં  ગાન  હૈયે મધુરાં

 

કેવા જ પૂરક પ્રેમ કુદરતી

હર પગલે છાયી  કરૂણા

ભાવજગતે  અગોચર પૂરણ

આતમ અજવાળાં ભરણાં (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………..

અડાલજ વાવ

વિદેશી મહેમાનો માટે સજ્યું ગુજરાતનું આ શહેર, ચૂકતા નહીં આ સ્થળોની મુલાકાત
(Thanks to Divyabhaskar..A news)અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 1499માં વાઘેલા વડાની પત્ની રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા. વાવની છતમાં એક બારું છે, જેમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો સૂર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે.
 
વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના પ્રથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. આ વાવ ભારતીય-ઇસ્લામી સ્થાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે. હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક દ્રશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે. તેમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે.

આ ધરામાં કઈંક છે એવું..….રમેશ પટેલ(આકાશદીપ)

 

જગ પોથીઓ વાર્તા માંડે

સાગર લાંઘી  વિશ્વે ખૂલે

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

દે આવકારો દરિયા જેવો

મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ

હૈયું વરસે વાદળ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

રંગોની છાબથી ધરતી ગાતી

ગઢ તીર્થોને પાળીયે ખ્યાતી

ખ્વાબ ખમીરે રમતા રહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

સોમ શામળાને માના ખોળા

કોયલ મોરને પંખીના ટોળા

પ્રભાતે  ખીલે  મંગલા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

સંત સાવજનાં પારણાં ઝૂલે

ખુદને ખીલવે લીલુડાં જેવું

પર  કલ્યાણે  દીવડા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

હસ્યા અંગ્રેજ આ છે ગાંધી

ચપટી મીઠે ઉડાડી આંધી

વાહ રે ગાંધી વિશ્વનું કહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

વટ વચનના ગૌરવ સૌરભ

અખંડતાનો શિલ્પી વલ્લભ

શ્વેત  ક્રાન્તિના મશાલ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »