રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોશ્યલ નેટવર્ક સાઈટ ટ્વીટરના માધ્યમથી ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને કર્મયોગી પંડિત મદન મોહન માલવિયાને ભારતરત્નનું સન્માન આપવાની જાહેરાત કરી છે. ગુરુવાર એટલે કે 25 ડિસેમ્બરે જ વાજપેયીનો 90મો જન્મદિવસ અને માલવિયાની 153મી જયંતી છે( જન્મ- 25 ડિસેમ્બર 1861, નિધન- 12 નવેમ્બર 1946). માલવિયા આ સન્માન મેળવનારા 44મી અને વાજપેયી 45મી વ્યક્તિ છે.(A News)
ભારત દેશના દેશના ચાર સર્વાધિક સન્માનો આપવાની શરૃઆત ૧૯૫૪માં થઈ….ભારતરત્ન, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી
શરૃઆતની સાથે જ એ નિયમ બનાવ્યો કે વર્ષમાં વધુમાં વધુ ત્રણ મહાનુભવોને ભારતરત્ન આપવો….
ભારતરત્નમાં અત્યારસુધીમાં ભારતના સાત પ્રધાનમંત્રીઓને આ બહુમાન મળ્યું છે…
ભારતમાં હયાત હોય તેવા અટલજી સહિત છ વિજેતાઓ છે. લતા મંગેશકર, અબ્દુલ કલામ, સચિન તેંદુલકર, સી.રાવ અને અમર્ત્ય સેન.
ભારતરત્નના સૌથી પ્રથમ ત્રણ વિજેતા મહાનુભવો બનવાનું સન્માન મળ્યું……..
* સ્વાતંત્ર્ય સેનાની સી.રાજગોપાલચારી, ભૌતિકશાસ્ત્રી નોબેલ વિજેતા સી.વી.રામન અને દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ….
*
ભારતરત્ન સરકાર વતી, ભારતના પ્રથમ નાગરિક તરીકે ફરજ બજાવતાં રાષ્ટ્રપતિ એ અર્પણ કરે છે. જેની સાથે રાષ્ટ્રપતિની સહીવાળું સન્માનપત્રક પણ અપવામાં આવે છે.
* ભારતરત્ન મેળવવા માટે ભારતીય નાગરિકત્વ ફરજિયાત નથી કારણ કે આ સન્માન વિદેશી મહાનુભાવો.. દક્ષિણઆફ્રિકાના નેલ્શન મંડેલા, મધર ટેરેસા, અબ્દુલ ગફાર ખાનને પણ આપવામાં આવેલ છે.
* સમાજ, સેવા, શિક્ષણ, કળા, સાહિત્ય, રાજકારણ, રમત કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોપરિતા મેળવનારને ભારતરત્નનું સન્માન આપવામાં આવે છે.
* ભારતરત્નનું સન્માન મેળવનાર જાહેર કાર્યક્રમ, આમંત્રણ કે પરિચયમાં ભારત રત્ન વિજેતા તેવું લખાવી શકે છે પણ સત્તાવાર રીતે તેઓ તેમના નામમાં ઉમેરો ન કરી શકે.
* રમત જગતની શ્રેણીને ૨૦૧૩માં સમાવવામાં આવી અને ખેલાડી તરીકે પદક મેળવનાર ક્રિકેટર સચિન તેંદુલકર પ્રથમ વ્યકિત, તેમ જ સૌથી નાની વયે ભારતરત્ન વિજેતા બનવાનું ગૌરવ તેમના નામે છે..
૧૯૫૮માં શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને ભારતરત્ન આપવામાં આવ્યો ત્યારે તેમની વય સો વર્ષની હતી.
*
* નવ ભારતરત્ન વિજેતાઓ સાથે તમિલનાડુ મોખરાનું રાજ્ય બને છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ આઠ, મહારાષ્ટ્ર સાત, પશ્વિમ બંગાળ છ, બિહાર ત્રણ, કર્ણાટક, આંધ્રપદેશ અને ગુજરાત બે અને એક એક પંજાબ, આસમ અને મધ્યપ્રદેશના મહાનુભવોને મળ્યો છે. જ્યારે વિદેશી મહાનુભવોમાં મેસોડોનિયાના મધર ટેરેસા, દક્ષિણ આફ્રિકાના નેલ્શન મંડેલા અને પાકિસ્તાનના અબ્દુલ ગફાર ખાનને મળ્યો હતો.
* ગુજરાત માટે ભારતરત્નનું બહુમાન મેળવનાર સિંહપુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ હતા.
………………………………….
ભારતરત્નનું સ્વરૃપ(Thanks to Gujarat Samachar)
– ભારતનું સર્વાધિક સન્માન ભારતરત્નનો આકાર પીપળાના પાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
– સંસ્કૃત અને સંસ્કૃતિના દેશ તરીકે ભારતરત્ન લખવા માટે દેવનગરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– શરૃઆતના પદકનો આકાર સુર્ય જેવો હતો અને અંદાજે તે ૩૫ મીમી વ્યાસનું હતું. હાલના પદકની લંબાઈ ૫.૮ સેમી અને પહોળાઈ ૪.૭ સેમી જેવી છે.
– આગળના ભાગમાં પીપળાના પાનના આકાર પર સુર્ય જેવો તેજસ્વી ગોળાકાર બનાવવામાં આવ્યો છે જ્યારે પાછળના ભાગમાં રાષ્ટ્રિય ચિહ્ન ઉપરાંત સત્યમેવ જ્યતેનું સુત્ર લખવામાં આવ્યું છે.
– ભારતરત્ન વિજેતાને પહેરાવવા માટે તૈયાર કરવામાં આવતી પટ્ટી બે ઈંચની પહોળાઈ ધરાવે છે.
……………………..
ભારતરત્નની સાથે રોકડ ઇનામ નહીં પણ આટલું અપાય છે
– હવાઈજહાજ અને રેલ્વે જેવા વાહનવ્યવહારોમાં પ્રથમ વર્ગની મુસાફરીની સુવિધા આપવામાં આવે છે
– પેન્શન આપવામાં આવે છે જે ભારતના પ્રધાનમંત્રીના પગાર જેેટલું અથવા તો તેના પચાસ ટકા રકમ આપવામાં આવે છે.
– સત્તાવાર રાજ્યસભા કે લોકસભાના સદસ્ય ન હોય તો પણ તેઓ સંસદીય બેઠક અને કાર્યવાહીમાં હાજરી આપી શકે છે.
– ભારત સરકારના કેન્દ્રિયમંત્રી જેટલો ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે.
– દેશના મહત્વના વ્યક્તિમાં ભારતરત્ન વિજેતાનો સાતમો ક્રમાંક આવે છે. રાષ્ટ્રપિત, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડાપ્રધાનો, લોકસભા સ્પીકર અને ભારતના મુખ્ય ન્યાયધિશ પછી ભારતરત્ન મેળવનાર વ્યકિતને મહત્વના માનવામાં આવે છે.
– વ્યકિતના જીવનધોરણવને ધ્યાનમાં રાખીને જરૃર પડે તો ઝેડ પ્લસ શ્રેણીની સઘન સુરક્ષા પણ સરકાર તરફથી આપવામાં આવે છે.
– ભારતરત્નનું બહુમાન મેળવનાર પ્રજાસત્તાક દિન અથવા તો સ્વતંત્ર દિનના ખાસ મહેમાન બનીને આવી શકે છે.
– ભારતના મોંઘેરા વ્યક્તિત્વનો દરજ્જો આપતાં વીવીઆઈપીનો દરજ્જો મળે છે.
– પરિવારના સગા-સંબંધીથીમાંથી કોઈપણને સરકારી નોકરી અપાવી શકે છે.
………………………………………………
ભારત રત્ન….રમેશ પટેલ(આકાશદીપ)
સત્યમેવ જયતે મંત્ર જ ખ્યાતિ
વધાવે વતન, વંદ્ય જ વિભૂતિ
ખુશ્બુ સમ જીવન કાર્ય ઉજાશી
તમે તો વતન- ગુલાબ સુવાસી
ખીલ્યાં નૂર વતનનાં તવ સંગે
ધરે રાષ્ટ્રપતિ ગૌરવ શત રંગે
સકળ રત્નનાં મૂલ્ય જ ખુલ્લાં
તમે તો ‘ભારત રત્ન’ અણમૂલા
ગર્વ રાષ્ટ્ર સન્માન જ યશવંતા
ધન્ય! ઓ રત્ન સાચા જ શુભવંતા
વતન પ્રેમનાં મોંઘાં હીર સજીને
ઝળક્યા શિલ્પી, ખુદ રત્ન જ થઈને
રમેશ પટેલ(આકાશદીપ)
ભારતના સર્વોચ્ચ અને પ્રતિષ્ટિત ભારત રત્ન પદક વિષે સરસ માહિતી પૂરી પાડી છે
આજની સંકલિત પોસ્ટમાં ઘણું નવું જાણવા મળ્યું.
આ વરસે જે બે વ્યક્તિઓને ભારત રત્નથી નવાજવામાં આવી છે એ બે દેશભક્તોને સલામ.
આમાં જે જીવિત છે એ અટલ બિહારી બાજપાઈ આ પદક માટે બિલકુલ યોગ્ય છે.
એમને આ માન વહેલા આપવા જેવું હતું. છેવટે નવી બાજપ સરકારે આ ભૂલ સુધારી એ
માટે શ્રી નરેન્દ્ર મોદી સરકારને અભિનંદન.
રમેશભાઈએ માહિતી સાથ ભારતરત્ન પર કાવ્ય પણ સરસ લખ્યું છે.
સન્માન વિષે યાદ કરતાં–મારા ભાઈ ડો. એમ.એચ. મહેતાને (વડોદરા) ૨૦૧૧માં પદ્મશ્રી મળેલ ત્યારનો આનંદ યાદ આવ્યો.
સરયૂ
ખૂબજ રસપ્રદ સંકલન દ્વારા સુંદર રચના સાથે ભારતરત્ન વિશે સરસ માહિતી પ્રદાન કરવા બદલ ધન્યવાદ.
માનનિય રમેશજી,
આપનું સંકલન અને કાવ્ય ખૂબજ ગમ્યાં.
રમેશભાઈ આપનો આ વિગતસભર લેખ ગમ્યો. ઘણું જાણવા મળ્યું. હું માનું છું કે જેમણે પોતાની કર્તવ્ય નિષ્ઠાથી ભારત કે બારતની પ્રજાને માટે યોગદાન આપ્યું હોય તેવાને જ ભારતરત્ન જેવો એવૉર્ડ મળવો જોઈએ. બહુમાન કરો એ વ્યાજબી છે. પણ આર્થિકરીતે સક્ષમ રેસીપિયન્ટ્સને પેન્સન શા માટે?
રમેશભાઈ આપના કાવ્યો વાંચતો રહું છું. પ્રભાવિત છું.
« ‘તું તને ચાહે છે, એટલું તારા પાડોશીને પણ ચાહ’…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)આ ધરામાં કઈંક છે એવું..….રમેશ પટેલ(આકાશદીપ) »
ભારતના સર્વોચ્ચ પદકની વિશેષતા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
December 25, 2014 by nabhakashdeep
વાજપેયી, માલવિયા ‘ભારત રત્ન’ બનશે: ‘ભારત રત્ન’ની જાણ થતાં અટલ હસ્યા
ભારતરત્ન ઃ ભારતના સર્વોચ્ચ પદકની વિશેષતા
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોશ્યલ નેટવર્ક સાઈટ ટ્વીટરના માધ્યમથી ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને કર્મયોગી પંડિત મદન મોહન માલવિયાને ભારતરત્નનું સન્માન આપવાની જાહેરાત કરી છે. ગુરુવાર એટલે કે 25 ડિસેમ્બરે જ વાજપેયીનો 90મો જન્મદિવસ અને માલવિયાની 153મી જયંતી છે( જન્મ- 25 ડિસેમ્બર 1861, નિધન- 12 નવેમ્બર 1946). માલવિયા આ સન્માન મેળવનારા 44મી અને વાજપેયી 45મી વ્યક્તિ છે.(A News)
ભારત દેશના દેશના ચાર સર્વાધિક સન્માનો આપવાની શરૃઆત ૧૯૫૪માં થઈ….ભારતરત્ન, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી
શરૃઆતની સાથે જ એ નિયમ બનાવ્યો કે વર્ષમાં વધુમાં વધુ ત્રણ મહાનુભવોને ભારતરત્ન આપવો….
ભારતરત્નમાં અત્યારસુધીમાં ભારતના સાત પ્રધાનમંત્રીઓને આ બહુમાન મળ્યું છે…
ભારતમાં હયાત હોય તેવા અટલજી સહિત છ વિજેતાઓ છે. લતા મંગેશકર, અબ્દુલ કલામ, સચિન તેંદુલકર, સી.રાવ અને અમર્ત્ય સેન.
ભારતરત્નના સૌથી પ્રથમ ત્રણ વિજેતા મહાનુભવો બનવાનું સન્માન મળ્યું……..
* સ્વાતંત્ર્ય સેનાની સી.રાજગોપાલચારી, ભૌતિકશાસ્ત્રી નોબેલ વિજેતા સી.વી.રામન અને દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ….
Rameshbhai,
You have published a very INFORMATIVE Post.
By your Post I came to know of OTHERS who had this AWARDS.
Now in 2014….2 Persons
Congratulations to both.
Like the Post.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !
સરસ સંકલન
Reblogged this on આકાશદીપ.