મિત્રતા….. રમેશ પટેલ(આકાશદીપ)
પાડોશી રાષ્ટ્રો જો મિત્રતા ભાવે વર્તે ,તો આ દુનિયાને સ્વર્ગનો અનુભવ થઈ જાય. આપણે સૌ શુભેચ્છકની ભૂમિકા ભજવીએ છીએ, પણ તે મિત્રતા ના હોઈ શકે. મિત્રતા ના હોય તો પણ, પ્રસંગોપાત, અજાણ્યા હોય તો પણ , સંસ્કારો થકી એકબીજાનું શુભ ઈચ્છીએ છીએ…. આ મિત્રતા નથી. જો દોસ્ત બની શુભેચ્છક બનીએ તો, તે માટે ખુવાર થઈ જવાની કસોટીએ ચડતાં પણ પાછા ન પડીએ. એટલે જ સાચા મિત્રની પરખ સંજોગો થકી જ થાય છે. પરિચિતોમાંથી આંગણીને વેઢે ગણાય એટલા જ, મિત્રોની મિત્રતા કદાચ અનુભવાય. ધૂનિ માંડલિયાજી આ સંદર્ભે એક વાત ટાંકતા..
બે દુઃખી માણસો કમસે કમ એકબીજાના મિત્ર તરીકે વર્તે, પણ જો બંને સુખી થઈ જાય તો , બને કે બંને વચ્ચે દુશ્મના વટ થઈ જાય.મિત્રતા એટલે ઘડાયેલી શક્તિ. મિત્રતા સ્થાયી છે. મિત્રતાની મહેક જ ભાઈ ઓર છે…
મૈત્રી તું રે….. રમેશ પટેલ(આકાશદીપ)
મૈત્રી તું રે,
મન મેળાપ તણી મોટાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
રંક સુદામા, રાય શ્રીકૃષ્ણજી
ભાવ સખાના અભય હરખાઈ
બીન મિત્રતા જીવનની અધૂરાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
કેવી ટાળી જ શંસય દુવિધાઈ
વદત, સુણ અર્જુન સખા જદુરાઈ
મુખ યોગેશ્વર ગીતાજી મલકાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
હોય ખુશાલી કે મહા વિપદાઈ
સાથ મળે ભેરૂ, ભવ હરખાઈ
વિશ્વાસ ભરી તું ગરવી સચ્ચાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
ધન્ય ભાઈબંધી!
છલકંતી સ્નેહ ભરી મધુરાઈ
ભીતરની ભાવભરી શરણાઈ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
Friendship is a noble thing
For friendship it is good to sing.
હોય ખુશાલી કે મહા વિપદાઈ
સાથ મળે ભેરૂ, ભવ હરખાઈ
વિશ્વાસ ભરી તું ગરવી સચ્ચાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
મિત્રતા અંગે સરસ અભિવ્યક્તી
bhu saras Bhavo Te mitrata
મુ. આકાશદીપ સાહેબ
મિત્રતતા વિના જીવન અધુરૂ છે,
સુંદર રચના
ધન્ય ભાઈબંધી!
છલકંતી સ્નેહ ભરી મધુરાઈ
A friend in need is a friend indeed .
સુખ દુખ બન્નેમાં સાથે રહે એ જ સાચો મિત્ર .
કેવી ટાળી જ શંસય દુવિધાઈ
વદત, સુણ અર્જુન સખા જદુરાઈ
મુખ યોગેશ્વર ગીતાજી મલકાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
હોય ખુશાલી કે મહા વિપદાઈ
સાથ મળે ભેરૂ, ભવ હરખાઈ
વિશ્વાસ ભરી તું ગરવી સચ્ચાઈ
ભીતરની ભાવભરી શરણાઈ
કહેવાય છે કે મિત્રતા ના બે પ્રકાર હોય છે.
૧) હેતુ સાથેની મિત્રતા
૨) હેતુ વિનાની મિત્રતા…
જેમાં બીજા પ્રકારની મિત્રતા જીવનમાં જો મળી જાય તો તે સૌથી ઉત્તમ છે.