આતંક એ તો કલંકી છાયા
ના લાજે કરી,
બાળ નિર્દોષોની હત્યા ,
આતંકવાદનો ‘ભયાનક’ ચહેરો: લાશો જોઈ પેશાવર ધ્રુસકે ચડ્યું,
માનવતા જ ભૂલી જઈ, નિર્દોષ શાળાના બાળકો પર ગોળીઓ ચલાવવી…એટલે આતંકની વિષવેલનાં એ ફળ, જે સમસ્ત વિશ્વમાટે ,કોઈ પણ ધર્મના લોકો માટે, શોક ને દુખદાયી જ થાય.
હિંસા ભર્યું, વિશ્વ આજે રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની
પાકિસ્તાનના પેશાવર પ્રાન્તની ઘટના થકી…વિશ્વના આબાલવૃધ્ધ ક્ષોભ સાથે દુખી થઈ ગયા છે..વડાપ્રધાન શ્રી મોદીએ , સંસદ ને ભારતની તમામ શાળાના બાળકો સાથે,મૌન પાળી, જે હમદર્દી પાઠવી, એ હર માનવ હૃદયે પણ અનુભવી. આજે પરસ્પર શંકાઓ થકી, વેરભાવે જીવવું એટલે..અશાન્તિને રમવાનું છૂટું મેદાન દેવું. ઉગ્ર ધારાઓ ને બદલે પરસ્પર આદર સાથે, સૌને દોરે એવી એક જ વિચાર ધારા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીએ ,વિશ્વને ચીંધી છે ને, એ રાહ માટે તેઓ આજીવન ઝઝૂમ્યા..બલિદાન દીધું….આવો વિશ્વને કહીએ કે ભાઈચારાથી જ વિશ્વ સુખી થશે…
A News…Thanks to Divyabhaskar
Schools across India observe 2-minute silence to show support for victims of #PeshawarAttack #
વિશ્વ વંદ્ય ગાંધી….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-શાલિની
મા ગુર્જરી, ધન્ય તું છે સુભાગી
તારા ખોળે, પ્રગટ્યો વિશ્વ ગાંધી
દ્રવે હૈયાં, દૈન્ય નિસ્તેજ લોકો
છેડી ક્રાન્તિ, રાહ તારી અહિંસા
જાગ્યું જોશે, શૌર્ય તારી જ હાકે
ગાંધી મારો, શાન્ત વંટોળ ઘૂમે
ઝંઝાવાતો, દે દુહાઈ જ પૂઠે
સાચા રાહી, રાષ્ટ્રપિતા તમેતો
હિંસા ભર્યું, વિશ્વ આજે રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની
દીઠી ગાંધી, રાહ તારી જ સાચી
વિશ્વ વંદ્ય, ઓ વિભૂતિ મહા તું
રમેશ પટેલ(આકાશદીપ)
કોઇ શબ્દ નથી
આજે આખા વિશ્વમાં પેશાવરની સ્કુલ નાં નિર્દોષ બાળકો ઉપર આતંકવાદીઓએ કરેલ જીવલેણ હુમલાની ચર્ચા ચાલી રહી છે.જેમાં ૧૩૨ ભુલકાંઓનો જાન ગયો.
આવા આસુરી તત્વોને સન્મતિ દે ભગવાન
પરમ કૃપાળુ પરમાત્મા સર્વે જીવોને સદ્દગતિ અર્પે તેમજ સર્વે ને સદ્દબુદ્ધિ સાથે સન્મતિ પ્રદાન કરે એ જ
શબ્દો શોધવા પડે એમ છે.