Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2014

૨૦૧૫ ના નૂતન વર્ષે પ્રાર્થનાથી પરમેશ્વરને ભજી…સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દઈએ.

 

                    સંસારના સંગ્રામે, પળે પળે બદલાતી પરિસ્થિતિમાં વિશ્વાસ ભરવા , પ્રાર્થનાનું બળ ખૂબ જ જરૂરી છે….તે જ સહારો

બની, એક આંતરિક શક્તિ જગવે છે. પ્રેમ ને કરૂણાના ફળો મીઠા હોય છે..એ સર્વ ધર્મોનો સાર છે…આવો એ રસ્તે આગળ વધીએ…

આચાર્ય પ.પૂ.શ્રી રામશર્મા આચાર્યજી કહેતાપ્રાર્થના બીજ છે ને ભજન વૃક્ષ. પ્રાર્થના એટલે પરમાત્મા પ્રત્યે અંતરનો સઘન અને વ્યાકુળ પોકાર. પ્રાર્થના એટલે સદચિંતન ..અનન્ય પ્રેમ..જે છલકાતો વહે.

ભજન એ આર્ત પોકારની અભિવ્યક્તિ.. જે મીરાં ,ચૈતન્ય પ્રભુ કે નરસિંહ મેહતાએ મનભરી ગાયાં.બંનેનો માર્ગ પ્રભુ દ્વારે લઈ જાય.પ્રાર્થના એટલે ધન્યવાદ… શિતલ સ્પર્શ..હે પ્રભુ તેં આપ્યું છે, એ ઘણું છે.

જ્યારે ભજન એટલે અહોભાવ…એક મસ્તી..જે જરૂર છે તેનાથી ઘણું ય વધારે આપે જાય છે…સચવાય ના એટલું વધારે છે….અમને વહેંચવા દે.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

Rjp..2015

હું મંગલ શંખ બજાવું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

પ્રાથી પરમેશ્વર નૂતન વર્ષે

હું મંગલ શંખ બજાવું

એવો અવસર આપ પ્રભુ તું

આ જગમાં કઈંક કરી બતાવું

 

ના માગું  હું  નિત વસંત જ

પણ,  ભીતર  ભાવે કદી  ન સુકાઉં

ઋતુ ઋતુના ખોળે જ રમતાં

પાછા,  રૂપલા  ફૂલ  બની  મુસ્કાઉં

 

એવા  ઉરમાં  ભરજો  વિશ્વાસ જ

જગ સંગ્રામો ખેલી બતાવું

રાહ  ભલે  ને ઉબડ-ખાબડ   હો

તારો ઍવરેસ્ટ ચડી બતાવું

 

છોને  છોડે  તું  પર્વત  ટોચે

જલ જેમ વહી, સાગર થઈ બતાવું

થા સારથ એક આશ જ હૈયે

પાર્થ  સમ  માનવ  જાત દીપાવું

 

એવો અવસર આપ પ્રભુ તું,

તારો ગર્વ થઈ હરખાઉં

ને મંગલ   શંખ   બજાઉં(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

 

  ૨૦૧૪ નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આપ સૌ મિત્રો સાથે’આકાશદીપ’ બ્લોગનું સરવૈયું આવો વર્ડપ્રેસના સૌજન્યથી માણીએ…નાતાલની ગુલાબી ઠંડી સાથે આવો શુભેચ્છાઓથી સહુને વધાવીએ…

‘હલો, હરનિશભાઈ જાની…સંભળાય છે?..

થોડા મરક મરક હસીએ…આભાર-શ્રી રમેશ તન્ના(ગુજરાત ટાઈમ્સ-પુસ્તક અવલોકન)

 

‘હલો, હરનિશ જાની…સંભળાય છે?..હું અમદાવાદથી બોલું છું

‘હા, હા, બોલો…હું સુચી વ્યાસ બોલું છું’

‘ અરે, સુચીબહેન, તમે!…હરનિશભાઈને મળવા તેમના ઘેર આવ્યા છો? મેં તો હરનિશભાઈને ફોન કર્યો હતો.’

‘અરે, હમણાંથી આવું જ થાય છે..હરનિશભાઈના ફોન મને લાગી જાય છે, બોલો શું કામ હતું?

  ‘સૂચીબહેન તમારું ‘સુચિ કહે’ અમને ખૂબ ગમ્યું હતું. મધુરાય પાસેથી ભેટ મેળવીને વાંચેલું એટલે ઓર મજા આવી હતી. સૂચિબહેન તમારા અમેરિકામાં ધૃતિ અમીન નામનાં એક અસલ ચરોતરી પટલાણી વસે છે, તેઓ પણ દાંત કાઢવાની મજા આવે એવું સરસ લખે છે..તમારા જેવું’.

    ‘બહુ સારું કહેવાય, આ વાત હરનિશભાઈને કહેવાની હતી?’

‘એમને તો કહેવાની જ હતી, તમને પણ કહેવાની હતી. દરિયાપાર જઈને ગુજરાતી સાહિત્યકારો વધારે પડતા સંવેદનશીલ થઈ જાય છે…એટલે હાસ્યલેખનમાં તો સાહિત્યના ભાગે વસૂકાઈ ગયેલી કલમ જ આવે છે…પણ તમારા જેવા કેટલાક લેખકો ખરેખર હસવું આવે એવું ગંભીર હાસ્યલેખન કરે છે, એટલે મજા આવે છે.

જેવું વાંચ્યું એ જ અક્ષરસહ ઉતાર્યું છે….ફરિયાદ હોય તો મૂળ લેખકને નાતાલની શુભેચ્છા સાથે બાથ ભીડજો….જેથી થોડો ગરમાવો રહે.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

સિન્ધુના બિન્દુથી………..રમેશ પટેલ(આકાશદીપ)

 

આભે  ઘનઘોર  વાદળાં  રે  ગાજે

 

લઈ   દરિયાના   ઘેરા   ઘૂઘવાટ

 

શીતલ સમીર નો સંગ જ્યાં લાગ્યો

 

મેઘ   થઈ     આવ્યાં એ  પાતળ

 

 

ધરતી મેહૂલીયાના સુભગ મિલને

 

મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ

 

ઋજુ ભર્યા હૃદયે જાગ્યા સ્પંદનને

 

મખમલીઓ   માણ્યો     ઉજાશ

 

 

ફૂટ્યા  હેત અંકુર સિંધુના બિંદુથી

 

ગરજીને વરસીને  વાવી વસન્ત

 

મોતીડે  વધાવું ગેંહકતા મોરલા

 

ઓરડામાં ઘૂઘવ્યો દરિયો અનંત

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 19,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 7 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Read Full Post »

ખારાશ   ખૂટી  ઉરની આજે…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

તપ્યા અમે સાગરનાં પાણી

મળ્યું ગગન રે ઘૂમવા

દીઠી ધરા મંગલ રે મનભર

પવન થયા ભાઈ મિતવા

 

ખારાશ   ખૂટી  ઉરની આજે

ઢોળ્યું અમૃત આ સુફલા

જ્યાં વરસ્યા ત્યાં છમછમ લીલું

છાયા રંગો  જ  રંગીલા

 

ઝૂમે  તરૂવર  દઈ  સંદેશા

સંગીત કલરવ સુખલડાં

કેવાં લહરે ભાવ જ સરવર

છેડ્યાં  ગાન  હૈયે મધુરાં

 

કેવા જ પૂરક પ્રેમ કુદરતી

હર પગલે છાયી  કરૂણા

ભાવજગતે  અગોચર પૂરણ

આતમ અજવાળાં ભરણાં (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………..

અડાલજ વાવ

વિદેશી મહેમાનો માટે સજ્યું ગુજરાતનું આ શહેર, ચૂકતા નહીં આ સ્થળોની મુલાકાત
(Thanks to Divyabhaskar..A news)અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 1499માં વાઘેલા વડાની પત્ની રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા. વાવની છતમાં એક બારું છે, જેમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો સૂર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે.
 
વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના પ્રથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. આ વાવ ભારતીય-ઇસ્લામી સ્થાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે. હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક દ્રશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે. તેમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે.

આ ધરામાં કઈંક છે એવું..….રમેશ પટેલ(આકાશદીપ)

 

જગ પોથીઓ વાર્તા માંડે

સાગર લાંઘી  વિશ્વે ખૂલે

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

દે આવકારો દરિયા જેવો

મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ

હૈયું વરસે વાદળ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

રંગોની છાબથી ધરતી ગાતી

ગઢ તીર્થોને પાળીયે ખ્યાતી

ખ્વાબ ખમીરે રમતા રહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

સોમ શામળાને માના ખોળા

કોયલ મોરને પંખીના ટોળા

પ્રભાતે  ખીલે  મંગલા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

સંત સાવજનાં પારણાં ઝૂલે

ખુદને ખીલવે લીલુડાં જેવું

પર  કલ્યાણે  દીવડા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

હસ્યા અંગ્રેજ આ છે ગાંધી

ચપટી મીઠે ઉડાડી આંધી

વાહ રે ગાંધી વિશ્વનું કહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

વટ વચનના ગૌરવ સૌરભ

અખંડતાનો શિલ્પી વલ્લભ

શ્વેત  ક્રાન્તિના મશાલ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

વાજપેયી, માલવિયા ‘ભારત રત્ન’ બનશે: 'ભારત રત્ન'ની જાણ થતાં અટલ હસ્યા

 ભારતરત્ન ઃ ભારતના સર્વોચ્ચ પદકની વિશેષતા

 

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોશ્યલ નેટવર્ક સાઈટ ટ્વીટરના માધ્યમથી ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને કર્મયોગી પંડિત મદન મોહન માલવિયાને ભારતરત્નનું સન્માન આપવાની જાહેરાત કરી છે. ગુરુવાર એટલે કે 25 ડિસેમ્બરે જ વાજપેયીનો 90મો જન્મદિવસ અને માલવિયાની 153મી જયંતી છે( જન્મ- 25 ડિસેમ્બર 1861, નિધન- 12 નવેમ્બર 1946). માલવિયા આ સન્માન મેળવનારા 44મી અને વાજપેયી 45મી વ્યક્તિ છે.(A News)

ભારત દેશના દેશના ચાર સર્વાધિક સન્માનો આપવાની શરૃઆત ૧૯૫૪માં થઈ….ભારતરત્ન, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી

શરૃઆતની સાથે જ એ નિયમ બનાવ્યો  કે વર્ષમાં વધુમાં વધુ ત્રણ મહાનુભવોને ભારતરત્ન આપવો….

ભારતરત્નમાં અત્યારસુધીમાં ભારતના સાત પ્રધાનમંત્રીઓને આ બહુમાન મળ્યું છે…

ભારતમાં હયાત હોય તેવા અટલજી સહિત છ વિજેતાઓ છે. લતા મંગેશકર, અબ્દુલ કલામ, સચિન તેંદુલકર, સી.રાવ અને અમર્ત્ય સેન.

ભારતરત્નના  સૌથી પ્રથમ ત્રણ વિજેતા મહાનુભવો બનવાનું સન્માન મળ્યું…….. 
*     સ્વાતંત્ર્ય સેનાની સી.રાજગોપાલચારી, ભૌતિકશાસ્ત્રી નોબેલ વિજેતા સી.વી.રામન અને દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન …. 
*      

 ભારતરત્ન સરકાર વતી, ભારતના પ્રથમ નાગરિક તરીકે ફરજ બજાવતાં રાષ્ટ્રપતિ  એ અર્પણ કરે છે. જેની સાથે રાષ્ટ્રપતિની સહીવાળું સન્માનપત્રક પણ અપવામાં આવે છે.
*    ભારતરત્ન મેળવવા માટે ભારતીય નાગરિકત્વ ફરજિયાત નથી કારણ કે આ સન્માન વિદેશી મહાનુભાવો.. દક્ષિણઆફ્રિકાના નેલ્શન મંડેલા, મધર ટેરેસા, અબ્દુલ ગફાર ખાનને પણ આપવામાં આવેલ છે.
* સમાજ, સેવા, શિક્ષણ, કળા, સાહિત્ય, રાજકારણ, રમત કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોપરિતા મેળવનારને ભારતરત્નનું સન્માન આપવામાં આવે છે.
*    ભારતરત્નનું સન્માન મેળવનાર જાહેર કાર્યક્રમ, આમંત્રણ કે પરિચયમાં ભારત રત્ન વિજેતા તેવું લખાવી શકે છે પણ સત્તાવાર રીતે તેઓ તેમના નામમાં ઉમેરો ન કરી શકે.
 
*    રમત જગતની શ્રેણીને ૨૦૧૩માં સમાવવામાં આવી અને ખેલાડી તરીકે પદક મેળવનાર ક્રિકેટર સચિન તેંદુલકર પ્રથમ વ્યકિત, તેમ જ સૌથી નાની વયે ભારતરત્ન વિજેતા બનવાનું ગૌરવ તેમના નામે છે..

૧૯૫૮માં શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને ભારતરત્ન આપવામાં આવ્યો ત્યારે તેમની વય સો વર્ષની હતી.
*
*    નવ ભારતરત્ન વિજેતાઓ સાથે તમિલનાડુ મોખરાનું રાજ્ય બને છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ આઠ, મહારાષ્ટ્ર સાત, પશ્વિમ બંગાળ છ, બિહાર ત્રણ, કર્ણાટક, આંધ્રપદેશ અને ગુજરાત બે અને એક એક પંજાબ, આસમ અને મધ્યપ્રદેશના મહાનુભવોને મળ્યો છે. જ્યારે વિદેશી મહાનુભવોમાં મેસોડોનિયાના મધર ટેરેસા, દક્ષિણ આફ્રિકાના નેલ્શન મંડેલા અને પાકિસ્તાનના અબ્દુલ ગફાર ખાનને મળ્યો હતો.
*    ગુજરાત માટે ભારતરત્નનું બહુમાન મેળવનાર સિંહપુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ હતા.

………………………………….

ભારતરત્નનું સ્વરૃપ(Thanks to Gujarat Samachar)
– ભારતનું સર્વાધિક સન્માન ભારતરત્નનો આકાર પીપળાના પાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
– સંસ્કૃત અને સંસ્કૃતિના દેશ તરીકે ભારતરત્ન લખવા માટે દેવનગરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– શરૃઆતના પદકનો આકાર સુર્ય જેવો હતો અને અંદાજે તે ૩૫ મીમી વ્યાસનું હતું. હાલના પદકની લંબાઈ ૫.૮ સેમી અને પહોળાઈ ૪.૭ સેમી જેવી છે.
– આગળના ભાગમાં પીપળાના પાનના આકાર પર સુર્ય જેવો તેજસ્વી ગોળાકાર બનાવવામાં આવ્યો છે જ્યારે પાછળના ભાગમાં રાષ્ટ્રિય ચિહ્ન ઉપરાંત સત્યમેવ જ્યતેનું સુત્ર લખવામાં આવ્યું છે.
– ભારતરત્ન વિજેતાને પહેરાવવા માટે તૈયાર કરવામાં આવતી પટ્ટી બે ઈંચની પહોળાઈ ધરાવે છે.

……………………..

ભારતરત્નની સાથે રોકડ ઇનામ નહીં પણ આટલું અપાય છે
– હવાઈજહાજ અને રેલ્વે જેવા વાહનવ્યવહારોમાં પ્રથમ વર્ગની મુસાફરીની સુવિધા આપવામાં આવે છે
– પેન્શન આપવામાં આવે છે જે ભારતના પ્રધાનમંત્રીના પગાર જેેટલું અથવા તો તેના પચાસ ટકા રકમ આપવામાં આવે છે.
– સત્તાવાર રાજ્યસભા કે લોકસભાના સદસ્ય ન હોય તો પણ તેઓ સંસદીય બેઠક અને કાર્યવાહીમાં હાજરી આપી શકે છે.
– ભારત સરકારના કેન્દ્રિયમંત્રી જેટલો ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે.
– દેશના મહત્વના વ્યક્તિમાં ભારતરત્ન વિજેતાનો સાતમો ક્રમાંક આવે છે. રાષ્ટ્રપિત, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડાપ્રધાનો, લોકસભા સ્પીકર અને ભારતના મુખ્ય ન્યાયધિશ પછી ભારતરત્ન મેળવનાર વ્યકિતને મહત્વના માનવામાં આવે છે.
– વ્યકિતના જીવનધોરણવને ધ્યાનમાં રાખીને જરૃર પડે તો ઝેડ પ્લસ શ્રેણીની સઘન સુરક્ષા પણ સરકાર તરફથી આપવામાં આવે છે.
– ભારતરત્નનું બહુમાન મેળવનાર પ્રજાસત્તાક દિન અથવા તો સ્વતંત્ર દિનના ખાસ મહેમાન બનીને આવી શકે છે.
– ભારતના મોંઘેરા વ્યક્તિત્વનો દરજ્જો આપતાં વીવીઆઈપીનો દરજ્જો મળે છે.
– પરિવારના સગા-સંબંધીથીમાંથી કોઈપણને સરકારી નોકરી અપાવી શકે છે.

………………………………………………

ભારત રત્ન….રમેશ પટેલ(આકાશદીપ)

 

સત્યમેવ  જયતે મંત્ર જ ખ્યાતિ

વધાવે  વતન, વંદ્ય  જ વિભૂતિ

 

ખુશ્બુ  સમ જીવન  કાર્ય ઉજાશી

તમે તો વતન- ગુલાબ સુવાસી

 

ખીલ્યાં નૂર વતનનાં તવ સંગે

ધરે રાષ્ટ્રપતિ ગૌરવ શત રંગે

 

સકળ  રત્નનાં મૂલ્ય જ  ખુલ્લાં

તમે તો ‘ભારત રત્ન’ અણમૂલા

 

ગર્વ  રાષ્ટ્ર  સન્માન  જ યશવંતા

ધન્ય! ઓ રત્ન સાચા જ શુભવંતા

 

વતન  પ્રેમનાં  મોંઘાં  હીર  સજીને

ઝળક્યા શિલ્પી, ખુદ રત્ન જ થઈને

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

પ્રેમ ને કરૂણા થકી જ વિશ્વ સુખી થશેનો રાહ ચીંધનાર, પ્રભુ ઈસુના સ્મરણ સાથે સૌને….. ‘Merry Christmas

Beautiful Christmas Tree Wallpapers (8)

નાતાલ પર્વ…પ્રભુ ઈસુના જન્મની વધામણી… ભાઈચારાનું પર્વ. ૨૫ મી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર..મન, અંતર ,ઘર ને શેરી સઘળે અલૌકિક પ્રકાશ વર્તાય ને જગ રોશનીથી ઝગમગી ઊઠે. આવો,  આ પૃથ્વી પર ઈશ્વર પુત્ર થઈ અવતરેલા, માનવ જાત પર પ્રેમ , શાન્તિ ને કરૂણા થકી માનવ જાતના મસીહા બનેલા, એવા પ્રભુ ઈસુને વ્હાલથી વધાવીએ.નાતાલ એટલે વિશ્વના સૌ ખ્રિસ્તી ભાઈ-બહેનોનું ખુશાલિ સદભાવનાનું પર્વ. હાડ ધ્રુજાવી દેતી ઠંડીમાં, બેથલેહેમમાં માતા મરિયમે, ગભાણ જેવી જગ્યાએ જેમને જન્મ આપ્યો , એ વિશ્વ વિભૂતિ બની..પ્રેમ તત્ત્વ, ક્ષમા તત્ત્વ ને પ્રકાશ તત્ત્વનો સંદેશ જગતને આપી, પાપમાંથી બચવાનો રાહ ચીંધી ગયા…’તું તને ચાહે છે, એટલું તારા પાડોશીને પણ ચાહ’. તમારા વેરીઓ પર પણ પ્રેમ કરો.પ્રસન્નતા માટે પ્રભુને ગમે એવાં કાર્યો કરો.

Origin of the word

The word for Christmas in late Old English is Cristes Maesse, the Mass of Christ, first found in 1038, and Cristes-messe, in 1131. In Dutch it is Kerstmis, in Latin Dies Natalis, whence comes the French Noël, and Italian Il natale; in German Weihnachtsfest, from the preceeding sacred vigil. The term Yule is of disputed origin. It is unconnected with any word meaning “wheel”. The name in Anglo-Saxon was geol, feast: geola, the name of a month (cf. Icelandic iol a feast in December)…….(Thanks to webjagat)

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી

‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી

-ચીનુ મોદી’ઈર્શાદ’

…………………………….

‘આદિલ’ ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

-આદિલ મન્સુરી

…………………………………………

 
વેરના આતશ  શમે પ્રેમની જલધારમાં
વાત  વ્હાલી  ફૂલડું   ઘૂંટતું   એકાન્તમાં
………………………

અંતર ભીંજાયે તવ કૃપા થકી ને શાતા જ મધુરી

રૂડી  સર્વથી  જ   દીઠી,  મહા  દાતારી  તમારી

 

રમે  ને  ભાવે  રમાડી  સમાવે  આ  ગોદ તારી

સજળ  નયને  નીરખે દીપ, આ દાતારી તમારી

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

pk davada

કેપ્ટન શ્રી નરેન્દ્રભાઈ….લશ્કરમાં સેવા એટલે મીલેટરી છાપ વ્યક્તિત્ત્વ એ આપણી ધારણા, પણ તેમના સાહિત્યની સરવાણીમાં વહેતા થઈએ, એટલે તેમની સાહિત્ય સૂઝ સાથેના સંવેદનાશીલ ઉરની પહેચાન અનુભવાય. સૈનિક જીવનની સત્ય કંડિકાઓ, તે પાસાને જોવા જાણવાનું મળ્યું, એ માટે સાહિત્ય જગત  ગર્વ સાથે તેમનું ઋણ અનુભવશે.તેમના ક્ષેત્રમાંથી આવી ધારદાર કલમો બહુ જ ઓછી માણવા મળે. મિત્રતા, સૌજન્ય ને એક અફસરને છાજે ,એવા સર્વગુણોની ઝલક, તેમની સાથેના વ્યવહારે, સૌ મિત્રોએ નિહાળી છે.શ્રીપી.કે.દાવડા સાહેબના આ લેખ થકી, તેમની વધુ નિકટ જવાનું સૌ કોઈ ને મળશે…તેમના વિશેષ આભાર સાથે….

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

મળવા જેવા માણસ-૩૭ (કેપ્ટન નરેન્દ્ર ફણસે)

નરેન્દ્રભાઈનો જન્મ ૧૯૩૪ માં વડોદરામાં એક સમ્પન્ન પરિવારમાં થયો હતો. પિતાએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. માતાનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તે સમયે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા દર્શાવવામાં આવતી હોવાથી માતાનું શિક્ષણ કેવળ ચોથા ધોરણ સુધી જ થયો.   નરેન્દ્રભાઈની ઉમ્મર માત્ર નવ વર્ષની હતી ત્યારે એમના પિતાનું અવસાન થયું. પરિસ્થિતિમાં એવો બદલાવ આવ્યો, રહેવા માટે ફક્ત શહેરમાં એક ઘર રહી ગયું. આજીવીકાનું અન્ય કોઈ સાધન ન હોવાથી માતા શહેરનું ઘર ભાડે આપી ગામમાં રહેવા ગયા. ભાડાની અલ્પ આવકમાં પણ માતાએ આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ રીતે ચાર સંતાનોને ઉછેર્યા. નરેન્દ્ર તેમાં સૌથી મોટો. માત્ર ૫૫ વર્ષની  ઉમ્મરે માતાનું પણ અવસાન થયું.   નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્રના અને  બનાસકાંઠાના અલગ અલગ શહેરોમાંથયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે એમના અપહરણનો એક નિષ્ફળ પ્રયત્ન થયો હતો. એમના જ નોકરે એમને રાજકોટથી મુંબઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પિતાના એક મિત્ર પોલીસ અમલદાર હોવાથી, તાત્કાલીક કારવાઈ કરી નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગરથી બચાવી લેવામાંઆવ્યા.   માધ્યમિક શાળાનો અભ્યાસ એક વર્ષ ભાવનગર અને છ વર્ષ અમદાવાદમાં થયો. ૧૯૫૧માં ૧૬ વર્ષની વયે એમણે SSC ની પરિક્ષા પસાર કરી. માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન એમને તેમના એક શિક્ષકે વર્ગમાં લપડાક મારી હતી. આ અપમાન સહન ન થતાં એમણે એજ્યુકેશન ઈન્સપેકટર પાસે ફરિયાદ કરી અને ન્યાય મેળવ્યો હતો. આમ અન્યાય સામે લડી લેવાની વૃતિ એમણે નાનપણથી જ કેળવેલી. આ સમયગાળામાં એમણે શ્રી અરૂણકાન્ત દિવેટિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યમાં રસ કેળવ્યો.   SSC બાદ એમણે ભાવનગરની મંગળદાસ જેશીંગભાઈ કોલેજ ઓફ કોમર્સમાંથી ૧૯૫૮ માં B.Com. ની ડીગ્રી મેળવી. આ અભ્યાસક્રમ દરમ્યાન સંજોગોવશાત ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી અભ્યાસમાં રૂકાવટ પેદા થયેલી. કોલેજના અભ્યાસ દરમ્યાન એમને શ્રી વિજયરાય ક. વૈદ્ય પાસેથી ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો હતો. B.Com. ની ડિગ્રી મેળવ્યા પછી, ૧૯૬૩ સુધી નરેન્દ્રભાઈએ L.I.C. ના એકાઉન્ટસ અને ક્લેઈમ્સ વિભાગમાં નોકરી કરી.  

Captain N-2

૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાઇ દુશ્મન સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે આ ગાળા દરમ્યાન ઈમરજ્ન્સી કમીશન્ડ ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ. છ મહિના પૂનામાં જેન્ટલમન કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે રેગ્યુલર આર્મીમાં જોડાઈ ગયા. આર્મીમાં જોડાવા માટેની પ્રેરણા એમને એમની માતાએ આપેલી. ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં એમને મોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટ સુધી લડવાનો મોકો મળ્યો. ભારતે આ યુધ્ધમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટન તરીકે થઈ. ૧૯૬૮ માં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં કેપ્ટનના સમકક્ષ હોદ્દા સાથે જોડાયા. અહી પણ એમને ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પંજાબમાં મોખરાના મોરચે લડવાનો મોકો મળેલો, અને એમણે દાખવેલા શૌર્ય બદલ એમને  રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. એમણે એમના આ બન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તક “જિપ્સીની ડાયરી” માં લખ્યા છે. અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે.     નરેન્દ્રભાઈના લગ્ન ૧૯૬૫ માં ટાન્ઝાનિયાના અનુરાધાબહેન સાથે થયા હતા. આ એક arranged marriage હતા. ૧૯૬૫ માં એમની દિકરી કાશ્મીરાનો જન્મ થયો અને ૧૯૭૦ માં એમના દિકરા રાજેન્દ્રનો જન્મ થયો હતો. ૧૯૭૬ માં કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાંથી રાજીનામું આપી, એમના કુટુંબને લઈને  કાયમી વસવાટ માટે લંડન ગયા. રાજીનામું નામંજૂર થવાથી કેપ્ટન નરેન્દ્રને ત્રણ મહિનામાંજ ભારત પાછા ફરવું પડ્યું. એમનું કુ ટુંબ  લંડનમાંજ રોકાયું. પાંચ વર્ષ સુધી અનુરાધા બહેને લંડનમાં નોકરી કરી અને બે બાળકોને ઉછેર્યા.   ૧૯૮૧ માં કેપ્ટન નરેન્દ્ર સેનામાંથી નિવૃતિ લઈ લંડન આવ્યા. લંડનમાં નોકરી દરમ્યાન, ૧૯૮૭માં લંડનની એક બરો કાઉન્સીલના સમાજ સેવા વિભાગે ચાલુ પગારે બે વર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ કરવા મોકલ્યા. લંડનની સાઉથ બેંક યુનિવર્સિટીમાંથી તેમણે સોશ્યલ સાયન્સીઝમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો.   લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃતિ ફરી શરૂ કરી અને એમના લખાણ અખંડ આનંદમાં ’કૅપ્ટન નરેન્દ્ર’ના તખલ્લુસથી પ્રગટ થવા માંડ્યા. આમ તો એમનો સૌથી પહેલો લેખ ૧૯૫૭માં સ્વ. ચાંપશીભાઈ ઉદેશીના ‘નવચેતન’માં છપાયો હતો અને ત્યાર પછી ૧૯૭૯માં જનસત્તાની રવિવારની આવૃત્તિમાં ‘નરેન્દ્ર’ના તખલ્લુસથી અવાર નવાર લેખ છપાતા. જો કે લેખનની ખરી કસોટી સ્વ. આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાની રાહબરી નીચે નીકળતા ‘અખંડ આનંદ’માં થઈ. તેમાં લગભગ દસેક જેટલા લેખ અને એક એકાંકિ નાટક પ્રસિદ્ધ થયાં, જેમને ઘણો સારો આવકાર મળ્યો હતો.   લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દર અઠવાડિયે  મોકલવામાં આવે છે.   નરેન્દ્ર્ભાઈના બન્નેબાળકો બ્રિટનમાંઅભ્યાસ પુરો કરી, આગળની કારકીર્દી માટે અમેરિકા ગયા. ૨૦૦૦ માં  નરેન્દ્રભાઈ અને એમના પત્ની પણ કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. અમેરિકામાં એમની સાહિત્ય પ્રવૃતિ ચાલુ રહી. ૨૦૦૮ માં એમણે જિપ્સીની ડાયરી નામે બ્લોગ શરૂ કર્યો. તમે www.captnarendra.blogspot.com લીંક વાપરી આ બ્લોગની મુલાકાત લઈ શકો છો.   નરેન્દ્રભાઈના ઘડતરમાંએમની માતાનું યોગદાન અતિશય મહત્વનું છે. આ લખતી વખતે, શિવાજી મહારાજનું વીરમાતા જીજાબાઈએ કરેલું  ઘડતર યાદ આવી જાય છે. આ માતૃૠણ ચૂકવવા નરેન્દ્રભાઈએ “બાઈ” (મા) નામે એક પુસ્તક લખ્યું છે, જે મૂળ એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો અનુવાદ છે.   નરેન્દ્રભાઇ કહે છે, “મહાભારતમાં કર્ણનું વાક્ય: दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरूषम्- ‘કયા કુળમાં જન્મ આપવો તે દૈવનેઆધિન છે; પરંતુ પુરુષાર્થ તો મારે આધિન છે , તે મને બહુ ગમે છે.” આ ઉપરાંત ભાવનગર રાજ્યનો motto – ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ આ કથન પણ એમને ખૂબ પ્રિય છે. આમ તો આ જીપ્સીનો પ્રવાસ હજી ચાલુ જ છે.   અંતમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેને એક મિલીટરી ઢબની સલામ કરી આ લેખ પૂરો કરૂં છું.   -પી. કે. દાવડા

Read Full Post »

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ માટે, ૨૧મી ડિસેમ્બર એટલે ટંકામાં ટૂંકો દિવસ જ્યારે દક્ષિણ ગોળાર્ધ માટે લાંબામાં લાંબો દિવસ. પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ નમેલી રહી સૂર્યની પ્રદક્ષિણા લંબ વર્તુળ કક્ષાએ કરે છે. આ પરિસ્થિતિની, પૃથ્વીની ગતિ પર પણ અસર પડવાથી, દિવસના ૨૪ કલાકના સમયમાં પણ ફરક પડે છે. ૨૪ કલાકનો સાચો સમય દિવસનો, વર્ષમાં ફક્ત ચાર દિવસ જ હોય છે. the length of the day depends on the latitude of the place on the Earth – the higher the latitude, the shorter the day but the dependency is nonlinear

અમદાવાદ ખાતે ૧૦ કલાક ૪૩ મિનિટ ને ૧૫ સેકન્ડનો દિવસ રહેશે.

The solstice doesn’t always occur on 21 December. Sometimes it nudges into the early hours of 22 December, which will happen again next year. The hour of day also varies.

“In fact, it is 24 hours only four times a year, and never in December,” explains astronomer Stephen Hurley, who runs a popular science blog called The Science Geek. “It is at its shortest around 23 hours 59 minutes and 30 seconds, in early September, and at its longest around 24 hours 30 seconds in December.”

Earth has seasons because our world is tilted on its axis with respect to our orbit around the sun. Image via NASA.(Thanks to earth-sky.ORG.)..webjagat

   આ ખગોળીય ઘટના એટલે આપણી મકર સંક્રાન્તિ.સૂર્ય મકર વૃત પર પહોંચી, ૨૨મી ડિસેમ્બરથી ઉત્તર તરફ વળવા લાગે..એ ઉત્તરાયણ…આપણી ખગોળીય પધ્ધતિમાં સૂર્ય મકર રાશીમાં પ્રવેશે એટલે,મકર સંક્રાન્તિ ઉજવીએ છીએ. આમ આકાશી ઉત્તરાયણ ૨૨મી ડિસેમ્બર ને આપણી આવે ૧૪ કે ૧૫મી જાન્યુઆરીએ…આવી મજાની વાતો નભવાડીની છે.પતંગો ઉડાડવાની મજા…સાથે એ પણ જાણીલો કે..સૂરજદાદાનું એક નામ ‘પતંગ’ પણ છે સૂર્યની ગતિ બદલાતાં હવામાનના ફેરફાર શરુ થાય છે, પવનની ગતિ બદલાય છે…એ સૌ આપણી જીવન લીલાના કિમિયાગર છે..અને આપણે ભારતીય સંસ્કૃતિ દ્વારા, માનવ જીવનના સમન્વય રૂપે પુણ્યપર્વ થકી ઉજવીએ છીએ.

         સૂર્યની વિશ્વવ્યાપી દૈવી શક્તિ, આ પંચ તત્ત્વોની પ્રકૃતિ સાથેના જોડાણને ,આપણા ઋષિઓએ ગાયત્રી શક્તિ થકી પીછાણી છે..સાધના કરી સાક્ષાત્કાર કર્યો છે. હ્રીં–બુધ્ધિ, શ્રીં–સમૃધ્ધિ ને ક્લીં–શક્તિ,  એ ત્રિગુણાત્મક વિશેષતાઓનો ઉદગમ તેના પ્રતાપે જ થાય છે.  

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)…આધાર..વેબ જગત.  

ઉત્તર ગોળાર્ધના હિમાલય, યુરોપ  ને અમેરિકા-કેનેડા સરહદે, ધરણી હિમાચ્છાદિત થઈ ગઈ છે. મહાનદી નાયગ્રા ધોધ માટે, સૂરજ દાદા જેમ જેમ દશિણથી પાછા પધારશે ,તેમ તેમ જળ પ્રવાહનો વેગ , બરફ ઓગળવાથી વધુ ઘૂઘવતો વહેશે. આ જળરાશિ જૉઇએ ત્યારે, વિચાર આવે કે આપણા સૂરજદાદાના કિરણોએ , આ પૃથ્વીને લીલુડી રાખવા કેટલું તપ કર્યું છે….

નાઈગ્રા ત્રિધોધે…રમેશ પટેલ(આકાશદીપ)

 

ઠરે   ઠારતા   ઉત્તરીય    ભૂખંડો

રચે  જ  સર જાણે મીઠા જલડેરા

લહેરે  નદી   નિર્મલા    ત્રિધોધે

ધસે  નીર ખીણે  રચે જલમાર્ગા

 

મળી હૂંફ ને ખીલતી  ધરણી આ

ઝૂમે   ડુંગરા    થઈ   મદમાતા

ઊડે  ચહકતાં  વૃન્દપંખી  ભોળાં

ભરે   કલરવે   ગોદ  અંતરાળાં

 

રમે   સાગરા  સ્વરૂપી  જલરાશી

વહે   ત્રિપથી  નાઈગ્રા  રૂમઝૂમી

નયન રમ્ય દીસે  જ ગૌરવવંતી

રચે ધોધ આ ખ્યાત જોબનવંતી

 

ઘણી  આપદાઓ  રમે  કુદરતી

થઈ  સાક્ષી  તું  ઈતિહાસ યુગી

વહે વીજળી વેગે  આ જલધારે

અર્પે  ઐશ્વર્ય   દર્શના  બહુરૂપી

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

મિત્રતા….. રમેશ પટેલ(આકાશદીપ)

    પાડોશી રાષ્ટ્રો જો મિત્રતા ભાવે વર્તે ,તો આ દુનિયાને સ્વર્ગનો અનુભવ થઈ જાય. આપણે સૌ શુભેચ્છકની ભૂમિકા ભજવીએ છીએ, પણ તે મિત્રતા ના હોઈ શકે. મિત્રતા ના હોય તો પણ, પ્રસંગોપાત, અજાણ્યા હોય તો પણ , સંસ્કારો થકી એકબીજાનું શુભ ઈચ્છીએ છીએ…. આ મિત્રતા નથી. જો દોસ્ત બની શુભેચ્છક બનીએ તો, તે માટે ખુવાર થઈ જવાની કસોટીએ ચડતાં પણ પાછા ન પડીએ. એટલે જ સાચા મિત્રની પરખ સંજોગો થકી જ થાય છે. પરિચિતોમાંથી આંગણીને વેઢે ગણાય એટલા જ, મિત્રોની મિત્રતા કદાચ અનુભવાય. ધૂનિ માંડલિયાજી આ સંદર્ભે એક વાત ટાંકતા..

બે દુઃખી માણસો કમસે કમ એકબીજાના મિત્ર તરીકે વર્તે, પણ જો બંને સુખી થઈ જાય તો , બને કે બંને વચ્ચે દુશ્મના વટ થઈ જાય.મિત્રતા એટલે ઘડાયેલી શક્તિ. મિત્રતા સ્થાયી છે. મિત્રતાની મહેક જ ભાઈ ઓર છે…

 

      મૈત્રી તું રે….. રમેશ પટેલ(આકાશદીપ)      

      મૈત્રી તું રે,                              

મન  મેળાપ  તણી  મોટાઈ

ભીતરની ભાવભરી શરણાઈ

 

રંક   સુદામા,  રાય  શ્રીકૃષ્ણજી

ભાવ  સખાના  અભય  હરખાઈ

બીન મિત્રતા જીવનની અધૂરાઈ

ભીતરની   ભાવભરી   શરણાઈ

 

કેવી  ટાળી  જ  શંસય  દુવિધાઈ

વદત, સુણ અર્જુન સખા જદુરાઈ

મુખ યોગેશ્વર  ગીતાજી  મલકાઈ

ભીતરની   ભાવભરી    શરણાઈ

 

હોય  ખુશાલી  કે  મહા વિપદાઈ

સાથ   મળે  ભેરૂ,  ભવ  હરખાઈ

વિશ્વાસ  ભરી તું  ગરવી સચ્ચાઈ

ભીતરની   ભાવભરી    શરણાઈ

 

ધન્ય ભાઈબંધી!

છલકંતી સ્નેહ ભરી મધુરાઈ

ભીતરની ભાવભરી શરણાઈ(૨)

 

 

   

    

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

પ્રમુખ સ્વામી મહારાજ(સાધુ નારાયણ સ્વરૂપદાસજી)…with thanks to webjagat for this picture.

બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS ના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમા આધ્યાત્મિક અનુગામી.

(અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને હાલ પ્રમુખ સ્વામી મહારાજ)

શ્રી સુરેશભાઈ જાનીએ ,ખૂબ જ જહેમત ને માવજતથી, ઐતિહાસિક રીતે આગવી શૈલીમાં,   નામાંકિત પ્રતિભાઓને બ્લોગ પોષ્ટ રૂપે  આલેખી,સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ..આવો ભારતની સાંસ્કૃતિક વિરાસતના જ્યોતિધર પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામિ મહારાજના લેખને, તેમના સૌજન્ય સાથે માણીએ..અને ‘સ્વામી બાપા’ની થોડા નીકટ જઈએ… 

Published…by Shri Suresh Jani

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતાં સંતાનોનો પરિચય

…………………………………………………………………………………..

વિશેષ પૂર્તિ ..રજૂઆત સંકલન..રમેશ પટેલ(આકાશદીપ)

બાળ સ્મરણો…

 ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુ સત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા, શાન્તીભાઈ સાથે, પિતાજી દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  બાળ શાન્તીભાઈને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.

અભ્યાસ-

  ગામની શાળામાં પહેલા ધોરણમાં પિતાશ્રીએ, ૧૬ મી મે ૧૯૨૯ના રોજ ભણવા બેસાડ્યા. શાન્તીભાઈ સ્વભાવે શાન્ત પણ શિસ્તબધ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. વર્ગમાં ભણીને નંબર લાવવામાં સ્પર્ધા થતી ને તેઓ હંમેશાં પ્રથમ -દ્બિતિય ક્રમાંકે વર્ગમાં રહેતા. ઈતિહાસ ને ગણિત એમના પ્રિય વિષયો. એકથી પાંચ ધોરણ બાદ, તેમણે છઠ્ઠા ધોરણ માટે ,પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. મિત્રો સાથે છ કિ.મી. સાયકલ લઈ, ઉબડ-ખાબડ રસ્તે, વરસાદના અંતરાયો વચ્ચે પણ અભ્યાસ માટે નિયમિત જતા. માતાએ બનાવેલ..  ઢેબરાં,વડાં, ગરી પૂરી અને અથાણું એ તેમની  રોજીંદી ભોજન પેટી.

  શાળાના સમય  પછી કે રજાઓમાં..ગામના તળાવે તરવા જવું,  ત્રણ મિંદિરો..સત્યનારાયણ, સ્વામીનારાયણ ને હનુમાન ગઢીએ દર્શન કરવાં..હનુમાન ગઢીના મહરાજશ્રી હરિદાસજી પાસે બેસી, શાન્તીથી રસપૂર્વક હરદ્વાર ને ઋષીકેશ તિર્થોની ને ભગવાન રામ કૃષ્ણની વાતો સાંભળવી, એ સહજ બાળક્રમ. ભજન ગાવાનો ખૂબ જ શોખ એટલે ગામની ભજન મંડળીમાં જોડાઈ ને ગાતા..કરતાલ પણ વગાડતા. રમતો રમવાના પણ એટલા જ શોખીન સ્વભાવના. દેશી ગેડી-દડા રમવા ઘરેથી એ છાના-માના પહોંચી જતા ને ક્રિકેટ માટે મોંઘાં સાધનો પણ લાવવા ભેગા મળી આયોજન કરતા.

 

સાધુ જીવન….

   શાન્તીભાઈ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. હું હમણાં બોચાસણ નજીકના ગાના, ગામે સત્સંગમાં ગયેલો ત્યાંથી આ સંદેશો આપને પહોંચાડવા આવ્યો છું.”

 અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી..” સાધુ થવા આવી જાઓ”

 શાન્તીભાઈ વડોદરા જવા ને બદલે પાછા ઘેર આવી, માત-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે, સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી ને ઘનશ્યામ સ્વામીજીને મળવા જવા ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુમ્બે આને જીવનની ધન્ય પળો ગણી હસતે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી…એ દિવસ હતો

તા-૭/૧૧/૧૯૩૯…આસો વદ-૧૧, વિ.સં.૧૯૯૫

    તેઓ પ્રથમ સાધુઓ સાથે સેવામાં રહી, બોચાસણ ગયા. ત્યાંથી સાધુ નિર્ગુણાદાસ સ્વામી તેમને અમદાવાદ પૂ. શાસ્ત્રીજી મહારાજને મળવા લઈ ગયા. ચાણસદથી નીકળેલ આ યુવાન, 

૧૪ દિવસમાં અમદાવાદ આવતાં જ સખત તાવમાં પટકાયો. પણ પ.પૂ .શાસ્ત્રીજી મહારાજને જોઈ રાજી રાજી થઈ ગયો..પોતાની વેદના ભૂલી ગયો…ગુરુ મહારાજ બોલ્યા તને સારું થઈ જશે…ને પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા દઈ , શાન્તી ભગત બનાવ્યા…કારતક સુદ-૧૧, વિ.સં-૧૯૯૬ ને તારીખ હતી..૨૨ નવેમ્બર,૧૯૩૯.

  ગુરુ  શાસ્ત્રીજી મહારાજે, સંસ્કૃત ભાષાના અધ્યયનની તેમને શરૂઆત કરાવી. તેની ધગશ તથા તેજસ્વીતા જોઈ, શાસ્ત્રીજી મહારાજને લાગ્યું કે આ યુવાનની કોઠાસૂઝ મોટી જવાબદારી ઉપાડે એવી છે. સંસ્કૃત  ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના ચહિતા બની ગયા.

  શાંત, ધીર, ખંતીલા ને સદગુણોના બાલ્ય સંસ્કાર સાથે ,ગુરુભક્તિની અનન્ય આસ્થા જોઈ…અક્ષર ડેરી ,ગોંડલ ધામે ,શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.

   તા-૧૦ જાન્યુઆરી,૧૯૪૦ ના,( પોષ સુદ -૧, વિ.સં.૧૯૯૬) રોજ ગુરુ શાસ્ત્રીજી મહારાજે , સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી..આશીષ આપ્યા. 

    ગુરુ શાસ્ત્રીજી મહારાજની છત્રછાયામાં, સેવા ,સાદગી ને સમર્પિત ગુરુભક્તિ થકી ,ભગવાન સ્વામીનારાયણના શુધ્ધ પંચવર્તમાન પંથે ,સંસ્કાર દ્રઢીભૂત કરતા ગયા. કામકાજમાં સમર્પિત ભાવ જોઈ, તેમને ૨૩મા વર્ષે સંસ્થાની વહિવટી કમિટીમાં ગુરુએ નિમણૂક કરી. તેમની સુઝબૂજથી પ્રભાવિત,શ્રી શાસ્ત્રીજી મહારાજે, નાણાંકીય વિટંબણાઓ વચ્ચે, ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી સોંપી. મંદિરમાં સત્સંગ માટે આવેલા હરિભક્તોમાં તેઓ ઉમળકો પ્રેરતા ગયા. જાત સેવા આપવા સદાય  અગ્રેસર એવા , ઘેર ઘેર જતા, મંદિર માટે ઝોળી લઈ સીધુ ઉઘરાવતા ને ધર્મસભા કરતા. નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..૧૯૫૦ સુંધીમાં, આ યુવાન સાધુ ,ગુરુજીના વિશેષ પ્રિયપાત્ર બની ગયા.  તેમની સરળતા ભરી સાધુતા ને કોઠાસૂઝથી પ્રભાવિત થઈ, શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, ૨૧ મી મે,૧૯૫૦(વિ.સં.૨૦૦૬ના જેઠસુદ-૪)ના રોજ સોંપી.ફક્ત ૨૮ વર્ષની વયે , સાધુ નારાયણ સ્વરૂપદાસને ,હરિભક્તોએ ‘પ્રમુખ સ્વામી’ ના હુલામણથી , જય જયકાર કર્યો ને આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે. પ.પૂ .યોગીજી મહારાજના અવસાનબાદ , 23 Janyuary, 1971 માં  ભગવાન સ્વામીનારાયણ સ્વામીના પાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.

ભગવદ ગુણોના વિરલ ગુણ ધારક, પ્રમુખ સ્વામીના આશીષ વચનો ,અમૃત વચનો બની ,સૌને સમાજ સેવા, ધર્મ કાર્યો ને વ્યસન મુક્ત કુટુમ્બ ને સમાજ માટે પ્રેરણા દઈ રહ્યા છે. પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે. વિશ્વના અનેક મહાન ધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે , છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.

સર્વ ધર્મોને આદર દેતું, મૈત્રીભાવથી જ વિશ્વસુખી બને ને  સર્વ કાર્યોમાં એજ શ્રેયીની દ્ર્ઢ શ્રધ્ધા ભર્યું,તેમનું યુનોની ધર્મસભામાં ,૨૯ ઑગષ્ટ,૨૦૦૦(Millennium world peace summit of spiritual leaders),ના રોજ  ગુજરાતી માતૃ ભાષામાં આપેલ પ્રવચન, એ આપણું મહા ગૌરવ છે.ભારતીય સંસ્કૃતિ ખૂબ જ મૂલ્યવાન છે. વિકાસના આ યુગમાં ,સમાજને આધ્યાત્મિક રીતે સમૃધ્ધ બનાવી ખૂટતી કડી ઉમેરાઈ જાય તો..વિશ્વ સુખી બનેનો સંદેશ, આજે પણ યથાર્થતાથી ગુંજી રહ્યો છે.

સ્વામીશ્રીનું જીવન દર્શન….જાણે મહાસાગર…એક આચમન અવલોકન–

નિરંતર પ્રસન્ન દર્શની મહાસંત, એ પ્રમુખ સ્વામીની વૈશ્વિક પ્રતિભા છે.નાનકડા બોચાસણની બિન્દુ સમાન આ સંસ્થા આજે ,તેમના સરળ છતાં દિવ્ય વ્યક્તિત્ત્વથી વિશ્વ જ્યોતિર્ધર બની છે. ગુરુશ્રી શાસ્ત્રીજી મહારાજ ને પ.પૂ.યોગીજી મહારાજના આશીષ સાથે, ભગવાન સ્વામિનારાયણ ને ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જવલ મૂલ્યો માટે, ૫૫ જેટલા વિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે…જેના તેઓ સૂત્રધાર છે…આ કાર્યમાટે વિકટ પરિસ્થિમાં, ત્રણે ઋતુઓમાં, અંતરિયાળ ગામોમાં સત્સંગ થકી , પ્રભુભક્તિ થકી જનસેવાનું માનસ ઘડ્યું છે. વ્રતધારી હરિભક્તો એ ,વ્યસનમુક્ત સમાજની પહેલ કરી છે…. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી, સમાજ માટે કામ કરવાની પ્રેરણાનું તેઓ સ્ત્રોત બન્યા છે.

 

 પરદુખે જાતને તપાવતી, વેદનાઓ વહેંચતી સંવેદના….

સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ પ્રાંતોની સરહદોથી પર, માનવ ધર્મની જ્યોત સમ ઝળહળે છે. તેમણે ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે, ત્વરીત રાહત સહાય સાથે, આયોજન બધ્ધ ગામોને દત્તક લઈ, ધર્મના સંકુચીત વાડાથી પર બની એક ઉદાહરણ દેતું કામ કર્યું છે.ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત- ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો… દરેક કુદરતી કે માનવ સર્જિત વિકટ આફતોમાં ,તેમણે જે સેવા બજાવવા પ્રેરણા સાથે કામ કર્યું છે, તે અનન્ય છે.એકી સાથે ૫૦૦ ભૂકંપગ્રસ્ત ગામોમાં,  અન્ન, વસ્ત્ર, દવાઓ ને રોજના ૪૦,૦૦૦ લોકોને ગરમા-ગરમ ભોજન માટે સ્વચ્છતા સાથે રસોડાં થકી , આ સંત મહાપુરુષે સેવાની અલખ જગાવી દીધેલ..ફરીથી વસાહતો ઊભા કરવા, BAPS એ નાણાંકીય સહાય વડે ગામોને દત્તક લઈ , અનાજની કીટો વહેંચી છે.શાળાઓ ને હૉસ્પિટલો ઊભી કરી છે. સંતોને હરિભક્તો સાથે, સૌને હૂંફ દેવા પ્રમુખસ્વામી જાતે ગલીએ ગલીએ પીડિતો વચ્ચે ઘૂમ્યા છે.પ્રાણીઓ માટે પણ દુષ્કાળમાં ,રાહત આપતી તેમની સેવા થકી, સ્વયં સેવકોએ પોતે, આંખોમાં ભીંનાશ વેરી જતી અનુભવી છે.

   આધ્યાત્મિક સાંસ્કૃતિક ભારતીય ધરોહર ….અંતર ચોખું કરવાનો કસબ-

મંદિરો સત્સંગ માટે જરૂરી છે..એ ગુરુ આજ્ઞા માટે તેમણે ખૂબ જ સમર્પણથી આયોજન કર્યું. દેશ ને વિદેશોમાં અનેક મંદિરો તથા અક્ષરધામના નિર્માણમાં  , તેમની કલા રુચી, મૂર્તિકળાની કોઠા સૂઝ, વિશાળ પરિસરો સાથે સ્વચ્છતા ને પવિત્રતા જળવાય તેની ચીવટ માટે,તેઓ સૌના હૃદયે વસેલા છે.હાલ ૧૧૦૦ ઉપરાંત મંદિરોના નિર્માણ સાથે પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધ મંદિરોના નિર્માણ , કરવાનો સઘળો શ્રેય તેમને મળ્યો છે.  

         તેમના ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize(૨૦૦૦ ,૮ જુલાય)   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે.. વિદ્વાન સંતોની સેવા થકી, ભક્તિ-સંગીત પ્રિયતા, બાલ સંસ્કાર કેન્દ્રો,સત્સંગ મંડળો ને વ્યસન મુક્તિ થકી સમાજ સેવા ને,  ચારિત્ર્ય નિર્માણની સકળ પ્રવૃત્તિઓના તેઓ પ્રેરણા સ્ત્રોત છે.

 

     યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું જોઈ, ભારતના પ્રખર વૈજ્ઞાનિક ને આદરણીય રાષ્ટ્રપતિ ડૉ.શ્રી અબ્દુલ કલામના, ઉદઘાટન સમયે, સ્વામીશ્રી સાથેના આ વાર્તાલાપના  શબ્દો,  આજે પણ સૌના હૃદયે અંકિત છે…

” હું જ્યારથી અક્ષરધામમાં આવ્યો, પ્રવેશ કર્યો ત્યારથી એક પ્રશ્ન સતત રહ્યા કરતો હતો કે , આટલા લાખો લોકો દ્વારા પાંચ વર્ષમાં આવું ભવ્ય ને દિવ્ય કામ કેવી રીતે બને! અંતરમાં એનો જવાબ મને એવો મળતો કે, પ્રેરણાના પાનાર ,શ્રીસ્વામિનારાયણ ભગવાન ,આપ સૌના આત્મામાં બીરજામાન થઈ ગયા હશે…ને એટલે જ આખું અક્ષરધામ ખીલી ઊઠ્યું છે.સાહજિક રીતે મારે આપની સાથે કામ કરવું છે, જેથી સમૃધ્ધ, સુરક્ષિત ને આધ્યાત્મિક ભારત તૈયાર થાય.આપ સંપૂર્ણ આધ્યાત્મિકતાના પૂંજ છો.આપની આ દિવ્ય શક્તિ જોઈ, એમ લાગે છે કે દુનિયામાં બધું જ શક્ય છે.”

સંતોપદેશ….. પ્રમુખ સ્વામીના આશીષ વચનો

બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,

  વિશ્વની ૬ અબજ વસ્તીમાંથી ..૨૦ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નામાંકિત,પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ  ૧૦૦૦ જેટલાં મંદિરો દ્વારા , માનવ ઉત્કર્ષની ધ્વજા લહેરાવી રહ્યા છે.

     તેમનું થોડું વિચાર દર્શન

  જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં. ધર્મ શું છે?..ફક્ત સદાચાર.

  અમે તમને શી શીખ આપીએ છીએવ્યસની ના બનો. મોટાઓને માન આપો. સમાજને માટે કામ કરો.બીજાની લાગણીઓને સમજો. અમારા ગુરુ યોગીજી મહારાજ પ્રેમની મૂર્તિ હતા. તેમનું જીવન એવું પવિત્ર ને પ્રેમ ભર્યું કે, હજારો વિદ્વાન ભક્તો એમની ગુરુ આજ્ઞા માટે સંકલ્પથી કામ કરતા. માનવતાનું ગૌરવ એ સૌની શોભા.

ઘણા પૂછે મંદિરોનું મહત્ત્વ શું?…માણસની   આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલેટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે. ગામે ગામ વિચરણ કરી , જન માનસને દૂષણોથી મૂક્ત કરવા ફરતા સંતોથી જ આ સંસ્કૃતિ ટકેલી છે. સાધુ સંતો સમાજના જ અંગો છે.કોઈ જગ્યાએ થોડી ક્ષતિ દેખાય તો પણ, આ પથ લોક-કલ્યાણનો છે.ભારત મંદિરોથી ઉજ્જવળ છે. શાળા, હોસ્પિટલની સાથે સંસ્કાર નહીં હોય તો વિનાશ નક્કી જ છેમનની શાંતિ વગર સુખ ક્યાંથી મળે?

આપણે  ભગવાનના દિવ્ય ગુણોને સ્મરીએ છીએજયશ્રી રાધાકૃષ્ણજયશ્રી સીતારામ મંત્રની જેમ જ..જયશ્રી સ્વામિનારાયણ મંત્ર માં એક તત્ત્વજ્ઞાન સમાયેલું છેભક્ત સહિત ભગવાનની ભક્તિ..

એટલે બ્રહ્મ અને પરહ્મમનર નારાયણની ઉપાસના જેવી. આવો સ્વામિનારાયણ ભગવાને જાતે જે મંત્ર જનકલ્યાણ માટે આપ્યો તે હેતે ભજીએ..જય સ્વામિનારાયણ

 

 સ્વામિનારાયણ ભગવાનના સિધ્ધાંત અને સત્સંગને, ભાઈચારાથી વિશ્વફલકે લઈ જવા ,તેમણે અનેક ઉત્સવો યોજ્યા …૧૯૫૯માં સૌ પ્રથમ પૂ. યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા ગયા.ફરીથી પૂ.યોગીજી મહારાજ સાથે ,૧૯૭૦માં પૂર્વ આફ્રિકા ને યુ.કે. ગયા.પૂ.યોગીજી મહારાજ ,૨૩જાન્યુઆરી,૧૯૭૧ એ અક્ષરધામે પધાર્યા બાદ, સંસ્થાના પાંચમા આધ્યાત્મિક અનુગામી તરીકે સંસ્થાના સર્વેસવા થયા.

       પ્રમુખ સ્વામીશ્રીએ, ૨૯માર્ચ ૧૯૭૪થી ૩ જાન્યુઆરી ૧૯૭૫ માં,  ત્રીજી સત્સંગ વિદેશ યાત્રા  યોજી…કેન્યા, તાન્ઝાનીઆ, યુ.કે., યુએસે, કેનેડા,સાઉથ આફ્રિકા ,મૌરીટીઅસ ગયા. મંદિરોના નિર્માણનું આયોજન, અમલ ,ભૂમિપૂજા, પ્રાણપ્રતિષ્ઠા, સંસ્કાર કેન્દ્રો, વિશ્વવ્યાપી સત્સંગ મંડળો, સાધુ દિક્ષા ને સામાજિક ક્ષેત્રે અપૂર્વ સેવાઓ માટે ,૧૯૭૭,૧૯૭૯,૧૯૮૦ વિદેશોમાં વિચરણ કરી, હરિભક્તો સાથે અન્ન્ય નાતો તેઓએ જોડી દીધો. તેમના સાતમો વિદેશ પ્રવાસ, ૧૯૮૨માં યુનાયટેડ આરબ અમીરાતમાં યોજાયો…એ એક નવી જ ક્ષિતિજ સમાન આલેખાયો.

   ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો, છતાં ૬૪મા વર્ષે , ૨૩ માર્ચથી, ૪ ઑક્ટોબરના રોજ નવમી વિદેશ યાત્રા કરી… કેન્યા, યુ.કે.,ઈટાલી, બેલજીયમ, હોલેન્ડ, પોર્ટુગલ, યુએસએ, કેનેડા, ફીજી, ઑસ્ટ્રેલીયા, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા,ને શીંગાપૂર ,નો વિશ્વ સત્સંગ યોજ્યો…૭ એપ્રીલ,૧૯૮૪ના રોજ..પોપ જહોન પૌલ સાથે, વેટીકન સીટીમાં મુલાકાત યોજી, સદાચાર શિષ્ટતા ને સૌજન્યથી વિશ્વને સૌરભ થકી ભરી દીધી. 

..૧૯૮૫માં લંડન ખાતે  તેમની ૧૧મી વિદેશ યાત્રા સમયે,”પ્રમુખ સ્વામી..સુવર્ણ તુલા મહોત્સવ”, નું ભવ્ય આયોજન, ૨૦મી જુલાયે હરિભક્તોએ કરી બહુમાન દીધું.

 આજ સુંધીમાં વધતી જતી ઉમ્મરમાં પણ ,હરિભક્તોને રાજી રાખવા, સંપ્રદાયના વિશાળ વટવૃક્ષને સંવારવા.. પ્રેરણા પાવા, ૨૮ જેટલા વિદેશી પ્રવાસો થકી, ભારતીય સંસ્કૃતિ ના વિશ્વ ધ્વજ ને પ્રમુખ સ્વામીએ ફરકાવી દીધો છે….જેની આ સદી સાક્ષી બની ને ઊભી છે.

 

    પ્રમુખસ્વામીશ્રીના નેજા હેઠળ, સંસ્થાના યાદગાર વિશાળ આયોજનો….

આ વિશાળ આયોજનોમાં ,શિસ્ત, સમર્પણ સાથે જે ભવ્યતાનાં દર્શન  થયાં, તેના પુસ્તકોને, વિડીઓ સંકલન પ્રસારણો એ, તેમની વિશ્વે બોલતી યશગાથાઓના પૂરાવા છે…

   ૧૯૬૧માં સૌ પ્રથમ તેમણે ગઢડામાં કલશ મહોત્સવ યોજી,૫૧ નવયુવાનોને સાધુ દીક્ષા દીધી….આજે સંસ્થામાં વિદ્વાન યુવાઓને,આધુનિક શિક્ષા પછી સાધુ બની સેવા આપવા એવી પ્રેરણા પાયી કે ,૯૦૦ જેટલા ભગવદ દીક્ષા લીધેલા સાધુસંતથી આ સંસ્થા ગૌરવવંતી છે.આ વિશાળ સંતવૃન્દે, સામાજિક ઉત્થાન માટે ,સદાચાર ને સંયમથી ક્રાન્તિ પ્રગટાવી..શુધ્ધ ઉપાસનાના માર્ગે લાખો અનુયાયીને વાળ્યા છે….આ સૌમાં પ્રમુખસ્વામીશ્રીનું તપોબળ એ મુખ્ય સ્ત્રોત છે.બ્રીટિશ, કેનેડાની પાર્લામેન્ટ કે બર્મીગન પેલેશ કે વિશ્વધરંધરોની મુલાકાત પછી પણ એટલા જ સહજતાથી ,એ સામાન્ય હરિભક્તોના સુખદુખના સાથી બનીને વિચર્યા છે.

૧૯૬૫-અક્ષર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ  શતાબ્દી મહોત્સવ, ૧૯૬૭-પૂ.યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ, ૧૯૭૫-યોગીજી સ્મૃતિ મંદિર ઉદઘાટન,૧૯૮૧-ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી,૧૯૮૫-ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી,વિદેશમાં..૧૯૮૫અને ૧૯૯૧માં લંડન તથા અમેરિકામાં સાંસ્કૃતિક મહોત્સવો…શિખરબધ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો, આંતરરાષ્ટ્રીય બાળ-યુવા મહોત્સવો થકી..મૂલ્યનિષ્ઠ સામાજિક પરિવર્તનની સાથે સમર્પિત સ્વયંસેવકો ને આધુનિક અભિગમની વિશ્વ સેના ,સંસ્થા માટે ઊભી કરી દીધી. જે શીઘ્રતા ને ચોક્સાઈથી,  સર્વ સ્થળોએ  સંતો સાથે કાર્યકરોએ આ સંચાલનો, લાખો  જનસંખ્યા  માટે સહજતાથી કરી બતાવ્યાં…એ સર્વ જગ્યાએ તેમનું પ્રેરકબળ હતું. પ્રમુખ સ્વામીશ્રીએ સદાયે એ યશ ,ગુરુને ભગવાનની આશિષ કહી વધાવ્યો છે.  

આ અસંખ્ય પ્રસંગોએ, પ્રમુખસ્વામીની ધીરતા, સરળતા ,વહીવટી દક્ષતા સાથે સંત પ્રતિભાથી વિશ્વ પ્રભાવિત થયું છે…બી.એ.પી.એસ.થકી નવી પેઢીને સદગુણોથી સજવા ,ભારતીય સાંસ્કૃતિક

વિરાસતને ગૌરવવંતી બનાવી છે.

પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-

૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન. 

વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન .

૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),

૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)

૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટી  હોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)

 

 

નોંધ- રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

પ્રમુખ સ્વામીશ્રીએ ,૧૯૭૪માં તેમના સત્સંગ વિચરણ સમયે, કપણવંજ મુકામે, જાતે હરિભક્તોને લાડુ જમાડ્યા હતા..અમે પણ એમાં સદભાગી બનેલા.ત્યારબાદ વણાકબોરી થર્મલ ને ગાંધીનગર બાદ, કેલિફોર્નીઆમાં ,વિશ્વના સૌ પ્રથમ ધરતીકંપ પ્રુફ શિખરબધ્ધ મંદિર(LA) ,ના સમારોહમાં,ભૂમિપૂજાથી શરુકરી..સંસ્થાના સર્વ આયોજનને માણી ,રાજીપો રળવાનો લ્હાવો લૂંટ્યો છે….આ ચરણવંદના પ્રમુખસ્વામીશ્રીને અર્પી છે… .

ભગવંત શ્રી સહજાનંદ રંગે ,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા

 સરળ નમ્રતા સાધુતા શોભે, પથ પથ પ્રગટે  જ્ઞાનના ડેરા

મંદિર  ગુરુકુળ  અક્ષરધામથી, વહે સંસ્કાર ઝરણાં આનંદે

 ગુરુ પરંપરા રમતી  જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે

રમેશ પટેલ(આકાશદીપ)

આધાર-સત્સંગ, Pramukh swami Maharaja- Life and brief work by BAPS Sadhu

Read Full Post »

આતંક એ તો કલંકી છાયા

ના લાજે કરી,

બાળ નિર્દોષોની હત્યા ,

આતંકવાદનો ‘ભયાનક’ ચહેરો: લાશો જોઈ પેશાવર ધ્રુસકે ચડ્યું,

 

માનવતા જ ભૂલી જઈ, નિર્દોષ શાળાના બાળકો પર ગોળીઓ ચલાવવી…એટલે આતંકની વિષવેલનાં એ ફળ, જે સમસ્ત વિશ્વમાટે ,કોઈ પણ ધર્મના લોકો માટે, શોક ને દુખદાયી જ  થાય.

હિંસા ભર્યું, વિશ્વ આજે  રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની

પાકિસ્તાનના પેશાવર પ્રાન્તની ઘટના થકી…વિશ્વના આબાલવૃધ્ધ ક્ષોભ સાથે દુખી થઈ ગયા છે..વડાપ્રધાન શ્રી મોદીએ , સંસદ ને ભારતની તમામ શાળાના બાળકો સાથે,મૌન પાળી, જે હમદર્દી પાઠવી, એ હર માનવ હૃદયે પણ અનુભવી. આજે પરસ્પર શંકાઓ થકી, વેરભાવે જીવવું એટલે..અશાન્તિને રમવાનું છૂટું મેદાન દેવું. ઉગ્ર ધારાઓ ને બદલે પરસ્પર આદર સાથે, સૌને દોરે એવી એક જ વિચાર ધારા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીએ ,વિશ્વને ચીંધી છે ને, એ રાહ માટે તેઓ આજીવન ઝઝૂમ્યા..બલિદાન દીધું….આવો વિશ્વને કહીએ કે ભાઈચારાથી જ વિશ્વ સુખી થશે…  

A News…Thanks to Divyabhaskar

 

ઇસ્લામાબાદઃ પેશાવરની સૈન્ય સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલામાં 132 બાળકોના મોત બાદ પાકિસ્તાનને હવે આતંકનો ‘ભયાનક’ ચહેરો દેખાયો છે. વડાપ્રધાન નવાજ શરીફે બુધવારે જણાવ્યું ‘કોઇ તાલિબાન સારો કે ખરાબ હોતો નથી. બધા આતંકવાદી છે. અમે આતંકવાદને પોતાના દેશમાં સંપૂર્ણપણે ખતમ કરીને રાહતનો શ્વાસ લઇશું.  
વડાપ્રધાન નવાજ શરીફે જણાવ્યું કે તેમણે સૈન્ય વડાની સલાહ માનીને ફાંસી સામેનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. સરકારી પ્રવક્તા મોહિયુદ્દીને જણાવ્યું કે સજાપામેલા કેદીઓના બ્લેક વોરન્ટ (ફાંસી આપવા માટે) એક-બે દિવસમાં જારી થઇ જશે. જ્યારે સર્વપક્ષીય બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં શરીફે જણાવ્યું ‘આ દેશે આતંકવાદ સામે ઘણા બલિદાન આપ્યા છે. આ બલિદાન બેકાર જશે નહીં.’

Schools across India observe 2-minute silence to show support for victims of

વિશ્વ વંદ્ય ગાંધી….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-શાલિની

મા ગુર્જરી, ધન્ય તું  છે સુભાગી
તારા ખોળે, પ્રગટ્યો વિશ્વ ગાંધી

દ્રવે હૈયાં, દૈન્ય નિસ્તેજ લોકો

છેડી ક્રાન્તિ, રાહ તારી અહિંસા

જાગ્યું જોશે, શૌર્ય તારી જ હાકે

ગાંધી મારો, શાન્ત વંટોળ ઘૂમે

ઝંઝાવાતો,  દે   દુહાઈ  જ પૂઠે

સાચા રાહી, રાષ્ટ્રપિતા તમેતો

હિંસા ભર્યું, વિશ્વ આજે  રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની

દીઠી ગાંધી, રાહ તારી જ સાચી
વિશ્વ  વંદ્ય, ઓ  વિભૂતિ મહા તું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Older Posts »