Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2014

આજે ૨૯ નવેમ્બર- ૨૦૦૯ ના શુભ દિવસે મારો આ બ્લોગ શરુ કરતાં હું આનંદની લાગણી અનુભવુ છું. ડલાસથી અત્રે પધારેલા શ્રી સુરેશ ભાઈ જાની મારી સાથે હાજર છે…..કેમ વિસરાય આ શુભઘડી?…..

સમયની સરવાણી સાથે એક પછી એક…2૦૧૦,૨૦૧૧, ૨૦૧૨ , ૨૦૧૩ ,૨૦૧૪.ના  વર્ષોની ૨૯મી નવેમ્બર તારીખની સોનેરીયાદોથી , ‘આકાશદીપ’ નો મનનો ઝગમગાટ, કાવ્ય ગગને રમતો રહ્યો છે. આપ સૌના પ્રતિભાવોએ પ્રોત્સાહન પૂરી , આ ઉમંગી ઉરને ખીલવ્યું છે……

પાંચ વર્ષની ‘આકાશદીપ”ની યાત્રા, અમે સહર્ષ આપ સૌના સ્નેહ થકી ઝીલી ને માણી. હર પ્રસંગે કાવ્યધારાથી ઉજવી ને હવે છઠ્ઠા વર્ષમાં પ્રવેશી આજ આનંદ વધામણી દઈએ…૨૯ નવેમ્બર ,૨૦૧૪.

       અમારી આ યાત્રાને અમે અવલોકી તો, નેટ પરિવારનો અનહદ આદર અન્યોન્ય છલકતો ભાળ્યો. અમારી ઉપલબ્ધીને આપ સૌ થકી એક શણગાર મળ્યો… આભરથી આનંદમાં અમે ડૂલ્યા..શ્રી સુરેશભાઈ જાનીના સૌજન્યથી..‘કાવ્યસરવરના ઝીલણે’ પ્રથમ ઈ-બુક…સાહિત્યવિદ આદરણીયશ્રી વલિભાઈ મુસાજીએ મીઠડો આવકાર વાગોળ્યા કરતા હતા…ને, ફરીથી આ વર્ષે ‘ઉપવન’ દ્વિતિય  ઈ-બુક..સુશ્રી સરયુબેન પરીખના આવકાર સાથે, શ્રીસુરેશભાઈએ અવતાર દીધો ને રાજી રાજી થઈ અમે વાચક મિત્રો સાથે અનેરો લ્હાવો લૂંટ્યો.સાચે જ આપે નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે અમને શ્રીમંત કરી દીધા.એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે

Kaavya_Sarwar

Upavan

વધુમાં આ વર્ષે એક યશકલગી દીધી, આદરણીયશ્રી પી.કે.દાવડાજીએ ..તેમની સ્તુત્ય કલમે’ મળવા જેવા માણસ’ ની તેમની શ્રેણીમાં , અમને ઓળખાણથી ઉજાગર કરી , હરખ લૂંટવાનો લ્હાવો દઈ દીધો. શ્રી સુરેશભાઈએ તેમના બ્લોગમાં, આ કડી સંલગ્ન કરી આભારી કર્યા.

(પ્રતિભા પરિચય by શ્રી સુરેશ જાની)

http://sureshbjani.wordpress.com/2008/07/23/ramesh_patel/

and link…

મળવા જેવા માણસ

 આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસે’નીરવ રવ’ ,શ્રી ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન) એ ‘પરાર્થે સમર્પણ’ ને શ્રી વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ માં વિહાર કરાવી નેટવર્તુળે અમારો વ્યાસ વધારી દીધો. અમારા ગામના ઑસ્ટ્રેલિયા સ્થિત ,અમારા ગુરવરશ્રી ડાહ્યાભાઈ શાહના પુત્ર શૈલેશનો મીઠડો પ્રતિભાવ ,અમે ઘણા વર્ષોબાદ ,ગામના હોવા છતાં મળ્યા નથી એવા, નવી વિદેશ વિચરી આગળ વધતી પેઢીના , પણ પ્રતિભાવ મળ્યા ને આનંદ યાત્રામાં શ્રી વિનોદભાઈએ સહભાગી બનાવ્યા…કેમ ભૂલાય એ?

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

ડાબી બાજુથી…શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ), સાહિત્યકાર…ગુંજન ગુજરાતી માસિક(યુએસએ) શ્રી આનંદરાવ લીંગાવત, શ્રી વિનોદભાઈ પટેલ(વિનોદ વિહાર), શ્રી ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન) 

આ ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું ક્યાં , ક્યારે અને ક્યા સંજોગોમાં મિલન થયું એની વાત અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ૨૮૨માં કરી છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય
 
હેજી અમે ગયાતા રાધા રમણ કેરા આંગણે રે લોલ
નીરખી એનું રુપ મનમંદિરીયું આનંદ માણે રે લોલ
અષાઢ સુદી ચોથ ને જુલાઇ ચોદ રવિવાર રે લોલ
જાગૃતિ અને સંજય કેરી ભક્તિ ભાવનાં પુર રે લોલ
પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ
ને  હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ
આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ
બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ
 
  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ બ્લોગ

 

  ‘વેબ ગુર્જરી’ ની સાહિત્યવિદ સમિતિએ …અમારી કાવ્ય રચનાઓને તેમની… પ્રકાશિત ઈ-બુક્સ..થકી અમને કાવ્ય-કેડીએ ..કાવ્ય મેળામાં મહાલતા રાખ્યા. ગુજરાત રાજ્યના સ્થાપના દિને..પ.પૂ. મૂક સેવક શ્રી રવિશંકર મહારાજના ..મારા સંકલન રજૂઆત લેખને ,વેબ ગુર્જરીમાં સ્થાન આપી…અમારા સાહિત્ય લેખનના રસને સાચે જ  બેવડાવી દીધો. ન્યુયોર્કથી પ્રગટ થતા , ‘ગુજરાત ટાઈમ્સે’ આ લેખને કવર સ્ટોરી વિભાગમાં પ્રથમ પાને સ્થાન આપ્યું , ને તેના મુખ્ય તંત્રીશ્રી હસમુખભાઈએ , ફોનથી મારો સંપર્ક કરી, ખૂબ સરસ લેખ માટે અભિનંદન દીધા… સાથે સાથે અમને કેલિફોર્નીઆ સ્થિત લેખક કહી નવાજી દીધા. આદરણીયશ્રી જુગલકિશોરજીએ અમારા પાયામાં જે અમીસીંચન કર્યાં , તે થકી છંદબધ્ધ રચનાઓ ને ગઝલ અમે ગાઈ આજ રોજ રાજી રહીએ છીએ..સ્વ આનંદ એ નિવૃતિની મોટી મૂડી છે,

 

ઇ-પુસ્તક ’ગ્રીષ્મવંદના’

ડાઉનલોડ કરો

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૨)

વર્ષાવૈભવ

Varsha Vaibhav Title page

ડાઉનલોડ કરો

ખાસ નોંધ :

આ પુસ્તિકામાં “વરસાદી ટાણું, ગાઈ લઈએ ગાણું” નામે પ્રકાશિત લેખના લેખકનું નામ

શોભિત દેસાઈને બદલે નીલમ દોશી વાંચવા વિનંતી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૩)

ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો

ઇ-પુસ્તક ’ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો’

ડાઉનલોડ કરો

સુશ્રી હિરલબેન શાહ(યુ.કે.) ની ‘ઈ-વિદ્યાલય’ની જ્ઞાન ઉપાસનાના સેતુ બનાવનું અહોભાગ્ય ને  શ્રી પ્રદીપભાઈ રાવલના ‘જનફરિયાદ’ થકી વાચક મિત્રોનો પ્યાર એ સદભાગ્ય ..સાથે આદરણીય ડૉશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડૉ.શ્રી ચન્દ્રવદનભાઈ મિસ્ત્રી,ડૉ.શ્રી મેવાડાજી, શ્રી અશોકકુમારજી(યુ.કે),ડો હિતેશભાઈ ચૌહાણ, ડો કિશોરભાઈ પટેલ, સુશ્રી  Pragnaji Dadbhawala, shri La’kant  ને લાડીલા ગાયક શ્રી દિલીપભાઈ ગજ્જર(લેસ્ટર ગુર્જરી) ,શ્રી એમ.ડી. ગાંધી(કરોના),સુશ્રી સપનાબેન, આદરણીય જય ગજ્જર(કેનેડા), શ્રી ગોવિંદ મારૂ, શ્રી હરનિશભાઈ જાની, શ્રી ચીમનભાઈ પટેલ(ચમન), શ્રી વિજયભાઈ શાહ., શ્રી અતુલભાઈ , શ્રી અશોક કૈલા(સબરસ)….અગણિત બ્લોગ ફોલોઅર..સદા હૈયે રમતા રહેશે.  ‘આકાશદીપ’ની આ યાત્રા માટે આપ સૌનો વિશેષ આભાર માની, હળવો થવાનો લ્હાવો લૂંટું….તો એ અસ્થાને નહીં ગણાય.

……………………………………………….. 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ)

 

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈ, વાયરે વગડો ઝૂમ્યો

ઋજુ રતુંબલ સંદેશા લઈને , ટહુકો વનપથ ઘૂમ્યો..

………. ઘૂમ્યો..વનપથ ઘૂમ્યો..

 

કુસુમ  કટોરા  ભમ્મર ભમતા, છલકંત  સૌરભ  ડેરા

વહેતા મદમાતા વાયરા વદતા, આજ વાસંતી મેળા..

મેળા…વાસંતી મેળા

 

ફાગે આ ફાગણ ચૈતર ચીતરે, પાવન રંગ પરોઢી

તરૂવર વનચર પંખી હરખે, રમે છૂપાછૂપી ઓઢી..

…..ઓઢી..છૂપાછૂપી ઓઢી

 

વસંતે વસુધા મા ભરતી સુધા,કેસૂડો મલકે વાટે

ફૂલ મુલાયમ ઝાકળ ભીંના, સ્નેહની  છાંટું  છાંટે..

છાંટે…છાંટું છાંટે

 

મસ્તી   ભર્યો મનમોર મસ્તાનો, નાચે રસીલો ઢોલે

વ્હાલ વેલીના આ વીંટળાઈને, વાલમ વાલમ બોલે..

..બોલે…વાલમ બોલે

 

વત્સલ  વિહંગો  હૈયાં  ગૂંથે, સંગીત  છેડે  ધીરે

મધુર સ્વરના વનના પાવા, આશીષ રમે શીરે..

..શીરે…રમે શીરે

 

વાહ! વાસંતી સરપાવા સલૂણા , રાજી વનરાજી ઝૂમે

રમે નટખટ વાયરા ઘેલૂડા, જોબનિયું  સોણલે  ઝૂલે…

ઝૂલે… સોણલે ઝૂલે

 

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

 

સંત શીરોમણિ તુલસીદાસ ને પ્રમુખ સ્વામી મહરાજથી પુણ્યવંતો માગશર માસ…સંકલન..રમેશ પટેલ(આકાશદીપ)

27 નવે. 1633માં તુલસીદાસે રામચરિતમાનસ પૂર્ણ કર્યો ને શિવે કર્યા'તા હસ્તાક્ષર

 

  (Thanks to Divyabhaskara for this picture)

માગશર માસ શુક્લ પક્ષ પાંચમના દિવસે ‘ધર્મગ્રંથ -રામચરિત માનસ’ પૂર્ણ કરી સંતશ્રી તુલસીદાસે ચોપાઈઓ દ્વારા શ્રીરામજી ને સીતાજીને જન હૃદયમાં સ્થાપિત કરી ભક્તિથી તરબોળ કરી દીધાં.

આજે આ પૂણ્ય તિથિ છે. હવે માગશર સુદ આઠમ(સંવત-૧૯૭૮) એટલેપ.પૂ. પ્રમુખ સ્વામિ મહારાજનો જન્મ દિન…હિન્દુ પંચાંગ પ્રમાણે.(અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે..૭/૧૨/ ૧૯૨૧ એ દિવસે તારીખ હતી.)

    ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક અસ્મિતાની જ્યોત યુગો સુંધી ઝળહળતી રાખવાની તેમની સમર્થતાને, આજે જગ સાક્ષી ભાવે નીરખી રહ્યું છે.’ જયશ્રી રામ ‘ને ‘જયશ્રી સ્વામિનારાયણ’ મંત્ર આજે માનવ કલ્યાણનું નિમિત્ત થઈ ,સૌને પ્રભુનો રાજીપો રળવા પ્રેરી રહ્યો છે. ..આવો આ સંતોની પ્રભુતાને વંદન કરીએ…

સંત શ્રી તુલસીદાસ……

ચિત્રકૂટ કે ઘાટ પર ,  ભઈ  સંતનકી  ભીર

તુલસીદાસ ચંદન ઘિસે, તિલક કરે રઘુવીર

  ભગવાન શ્રી રામજી ને મા પાર્વતી-શંકર મહાદેવજીની સાક્ષાત કૃપા તેમણે જીવનભર ઝીલી ને ગાઈ ગવડાવી…સંસારની મહા સેવા કરી છે.

તેમનો જન્મ સંવત ૧૫૫૪માં થયો. જન્મ સમયે બધા નવજાત રૂદન થકી ,જગમાં આવ્યાની વધામણી દે..તેઓના મુખેથી જન્મતાં જ શબ્દ ગૂંજ્યો…રામ. લોકોએ મુખમાં જોયું તો..૩૨  દાંત પણ

હાજર.આ અવનવું ભાળી..તેમનું નામ પાડી દીધું..‘રામબોલો’

   આ ચબરાક બાળક કાશીમાં પંડીત શેષસનાતનજીની સાથે રહી..વેદ-વેદાંગ ને સંસ્કૃતમાં પારંગત થયો. સંવત ૧૫૮૩માં લગ્નગ્રંથીથી જોડાયા. પત્નિ પ્રેમની ચર્ચા ચોરે ચૌટે થાય એવા આશિક થઈ ગયા. એકવાર પત્નિ પિયર ગઈ તો , આ વિરહી બીજે દિવસે સાસરે પહોંચી ગયા. ઘરવાળાં આ ઘેલાજીને જોઈ..બોલ્યાં ‘મારામાં આટલી આશક્તિ રાખો છો..એટલી ભગવાનમાં રાખો તો બેડો પાર થઈ જાય.’ રામબોલાજી તો આ ઠપકો સાંભળી એવા રુઠ્યા કે ..કહી દીધું આજથી આ ગૃહસ્થાસ્રમનો ત્યાગ…ને આ રામબોલો આજથી સાધુ…આ રામબોલો એ જ આપણા સંતશ્રી તુલસીદાસ.

    ભગવાનને યાદ કરતાં સૂંઈ ગયા ને સ્વપ્ન આવ્યું ને શંકર-પાર્વતિમાતા આદેશ દેતાં સાંભળ્યા…ઓ કવિ તમે લોકબોલીમાં રામજીને ભજવા અયોધ્યા જાઓ..આંખો ચોળતા તુલસીદાસ ઊભા થયા તો સામે આશ્ચર્ય વચ્ચે સાક્ષાત્કાર ભગવાને દીધો…ને તેઓ અયોધ્યા પધાર્યા. તે સમયે સંસ્કૃતમાં જ રચનાઓ થતી ને પંડીતાઈ ગાજતી. ..તે પોતે સંસ્કૃતના વિદ્વાન હોવા છતાં..અવધ ભાષામાં સં…સંવત  ૧૬૩૧ના રોજ સવારે રામનવમીએ..શ્રી રામચરિત માનસ’ લખવાનું શરું કર્યું..

બે વર્ષ ,સાત મહિનાને છબ્બીસ દિવસે સંવત ૧૬૩૩ માગશર સુદ.૫ ના ,રામ વિવાહના દિને, સાત કાંડ પૂર્ણ કર્યા. આ ગ્રંથ લઈ..તેઓ કાશીવિશ્વનાથ મંદિરે ગયા ને તેમના ચરણોમાં ભક્તિ-વંદના અર્પણ કરી….સવારે મંદિર ખૂલ્યું ને બધાએ જોયું તો..ભગવાન શંકરજીના આશિષ સાથે ,પહેલા પાને શબ્દો વાંચવા મળ્યા..‘સત્યં શિવં સુંદરમ’..સહી શંકર. અવધ ભાષાની આ રચના સામે પંડીતોએ નારાજગી દર્શાવી..પણ જન હૈયે એ ભારતભરમાં ચોપાઈઓ ,પ્રભાતિયાની જેમ ગૂંજી ઊઠી. ધર્મ, સમાજ જાગૃતિ ને સંસ્કાર વણતી આ અજોડ રચના..સંત મોરારીબાપુની વાણીએ સાંભળી…આજે પણ સૌ કોઈ ધન્ય થતા રહ્યા છે.

– દોહા ૧૧૧ બાલકાંડ ….

મંગલ ભવન અમંગલ હારી |

દ્રવઉં સો દસરથ અજિર બિહારી ||
……….
બાપાની નિશ્રામાં BAPSનો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂજર્સીમાં બનશે વિશાળ હિન્દુ મંદિર
અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે આવું સ્વામિનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે)
માગશર સુદ-૮..સંવત..૧૯૭૮..
પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ ચાણસદ: આ ઘરમાં થયો'તો સદીના સંતનો જન્મ
તસવીર: પ્રમુખસ્વામી મહારાજનો જન્મ આ ઓરોડમાં થયો હતો…..Thanks to Divyabhaskar.
 પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ ચાણસદ: આ ઘરમાં થયો'તો સદીના સંતનો જન્મ
હરિભક્ત શ્રી મોતીભાઈ ને દિવાળીમાનું સૌથી નાનું સંતાન..શાંતીભાઈ પટેલ..પાદરા તાલુકાના ચાણસદ ગામે જન્મ્યા ને આશિષ દેવા પધારેલા ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું..મોતીભાઈ આ અમારા છે..સૌના માટે ,આપના ઘેર આવ્યા છે..અમને જરૂર પડે સેવા માટે યાદ કરીશું. નામ શાન્તિભાઈને સ્વભાવ પણ શાંત, ભક્ત જીવ ગામની હનુમાન મઢીએ જઈ ભારતીય સંસ્કૃતિનાં ચરિત્રો સાંભળે, ઉરમાં એની પાવનતા ખીલે. તળાવમાં શીશુવયે મસ્તીથી તરે, ક્રિકેટ રમવાનો પણ ચસકો. ભણતરમાં પણ ગણીત ને ઈતિહાસનો રસિયો…ને ૧૮ વર્ષની વયે પહોંચ્યાને ગુરુ શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને  નાની ચીઠ્ઠી લખી…શાંતિભાઈને કહો કે..’સાધુ થવા આવી જાઓ’ ..હસતે મુખે આ નાનકડો છોરો, મા-બાપની રાજીખુશી સાથે અવતાર કરવા ગુરુભાઈઓ સાથે સેવામાં લાગી ગયો.
  
          અમદાવાદમાં શાસ્ત્રીજી મહરાજને મળ્યા ને તેમને ૨૨ નવેમ્બર,૧૯૩૯ના રોજ શાન્તિભગત કહી, પાર્ષદ બનાવી આશિષ દીધી. બોચાસણમાં જઈ તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો.તેમનું સેવા હીર જોઈ..૧૦ જાન્યુઆરી, ૧૯૪૦માં ગોંડલ મુકામે ભગવતી દીક્ષા દઈ, નારાયણસ્વરૂપદાસજી સાધુ તરીકે નવાજ્યા.
   સ્વામિનારાયણ ભગવાનમાં અખૂટ શ્રધ્ધા, લોક સેવા એજ પ્રભુ સેવાની તેમની આંતરિક દિવ્યતા જોઈ, ગુરુએ આ નાનકડા બાળને, સંત યોગીજી મહારાજની નિશ્રામાં..મોટી જવાબદારી ગુરુ આજ્ઞા થકી દેવા માંડી…
૧૯૪૬ માં ૨૮ મા વર્ષે સારંગપૂર મંદિરે કોઠારી બન્યા.
૨૧-૫-૧૯૫૦માં પૂ.શાસ્ત્રીજી મહારાજે  BAPS ,મહારાજના સિધ્ધાંત પ્રવર્તવા તેમને પ્રમુખ બનાવ્યા.
 
આપણા સૌ પર રાજીપો ઢોળતા …આપણા પ્રમુખ સ્વામી મહારાજે  પંચાવન ઉપરાંત દેશોમાં ,આધ્યાત્મિક, સામાજિક યોગદાન થકી લાખો હરિભક્તોને આસ્થાથી ભરી દીધા છે.
 ૭૫૦ ભવ્ય મંદિરો થકી..તેમની કલારુચી,૧૫૦૦૦ જેવાં સત્સંગ મંડળો, ૨૨ હૉસ્પિટલો, અનેક શિક્ષણ સંકુલો…રાહત કાર્યો..સઘળે તેમની પ્રેરણાથી આજે સંસાર ભાગ્યશાળી થયો છે.
વિશ્વધર્મ પરિષદમાં ઈ.સ. ૨૦૦૦માં એક સરસ સંદેશ દીધેલો..
મારો પ્રોજેક્ટ શું?
ભગવાનનું ભજન કરવું ને લોકોને ભજન તરફ વાળવા.
         
તેઓ સત્સંગમાં લાખો ગામડામાં ઘૂમ્યા છે, દેહની પરવા કર્યા વગર ચારિત્યવાન સમાજ માટે ,સંતોને દિવ્ય પ્રેરણા દીધી છે. વિરાટ કાર્યોનો બધો જ શ્રેય સદા શ્રીજી ચરણે ધરી વિશ્વ કલ્યાણી પથે આજે,ભગવાન સ્વામિનારાયણના , ૧૯૭૧થી યોગીજી મહારાજ પછીના અનુગામી બની, પાંચમા આધ્યાત્મિક વારસ તરીકે આપણને આશિષ દઈ રહ્યા છે…અમે પણ પ્રત્યક્ષ પરચા નેકૃપા માણી છે…એ સદભાગ્ય છે.
આવો ભજીએ….સદગુરુ મુક્તાનંદજી સાથે..
હું ટળે હરિ ઢૂંકડા, તે ટળાય દાસે રે
મુક્તાનંદ મહાસંત ને પ્રભુ પ્રગટ પાસે રે.
સંકલન-રમેશ પટેલ(આધાર-સત્સંગ )

Read Full Post »

કાવ્ય કસબ….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

   ચિત્રકાર સૌ પ્રથમ મનમાં પહેલાં ફૂલ ચિત્રની રૂપરેખા કલ્પે ને પછી કેનવાસ પર એને પરખાવે. આજ રીતે કવિ પણ અંતરમાં પ્રગટતી ને સ્વયં સ્ફૂરતી વિચાર ધારાને હૈયે રમાડી એવી રીતે નિખારે કે, એ પંક્તિઓ ચીંરજીવી બની જાય…ને લોકજીભે વાહ વાહ પામે . કેટલિક કૃતિઓ જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે એવી રીતે લોહીમાં ભળી જાય. પુસ્તક સાથે બેસવું એટલે જ ઉપવનનું સામિપ્ય. કવિતા શબ્દની કલા છે ને કૃતિએ કૃતિએ, નવાવતાર ઓળખાવી દે એવી કવિતાનો કસબ બની, સાહિત્યનો શણગાર દેતી પંક્તિઓ માણવી એ સાચે જ લ્હાવો છે……

 

 Book1 (2)

રમેશ પટેલ(આકાશદીપ)

ફૂલ કહે ભમરાને, ભમરો  વાત વહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં

હરીન્દ્ર દવે

……………………….

બુરા જો દેખણ મૈં ચલા

બુરા ન મિલયા કોઈ

જો મન ખોજા અપના

તો મૂઝસે બુરા ન કોઈ

સંત કબીર

……………………

જાણી લીધું આ જિંદગી

કેવળ મજાક છે

સીધા દીસે જ્યાં માર્ગ

ત્યાં નાજુક વળાંક છે

યોસેફ મેકવાન

…………………..

નાનકડી  કેડીનો  થાતો મારગ  કેવો  મોટો

એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો!

હશે હોઠ પર સ્મિતઃ આંખમાં કદી હોય નહીં આંસું,

અમે તો ગીત ગુલાબી ગાશું!

સુરેશ દલાલ

………………………………

લાકડું તરે, તરતું માણ;

કેટલો બધો ફેર!

પાંદડું ખરે, ખરતું માણસ;

કેટલો બધો ફેર!

કો’ક મળે, ને મળતું માણસ;

આટલો બધો ફેર!

હસિત બૂચ

……………………………

રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,

સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમી-વાદળી!

પૂજાલાલ

………………..

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;

માથે ધરું ધૂળ વસુંધરાની

ઉમાશંકર જોશી

…………………………….

એનું જીવન કાર્ય અખંડ તપો

અમ વચ્ચે બાપુ અમર રહો…

જુગતરામ દવે

………………………….

અમે રે વાળેલું કોરું આંગણું,

તમે કંકુ-પગલાંની ભાત

માધવ રામાનુજ

………………………..

ધબકી રહેલ માણસો અમને ગમ્યાં નથી;

પથ્થર બનાવી પૂતળાંઓ ખોડીએ છીએ.

કરસનદાસ લુહાર

……………………………………

કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી;

કદી આંખ જુવો તો મસ્તી મસ્તી

મનુભાઈ ત્રિવેદી’સરોદ’

…………………………………..

થજે   તું  વાજીંત્ર, મમ  જગતનું, ખૂબ  મધુરું

ઝગે   હૈયે  આશા, કળશ  યશનો, શિખર ધરું

થજે  લાખોમાં તું, પરમ  ધરમી, એક વીરલો

રચે કોઈ ગાથા, અમર યશની, વાલ્મીકિ સમો

…….

વિશ્વ મૌન મહીં જ્યાં જંપે

રાગ  છેડતું  અંતર

ના  ઉછાળા ઓછા અંદર

ભીતર સાત સમંદર

 ………………

હસ્યા અંગ્રેજ આ છે ગાંધી

 ચપટી મીઠે ઉડાડી આંધી

 વાહ રે ગાંધી વિશ્વનું કહેવું

 આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રમેશ પટેલ(આકાશદીપ)

………………………

સંકલન–આધાર-અરધી સદીની વાંચન યાત્રા પુસ્તક-સંપાદકશ્રી મહેન્દ્રભાઈ મેઘાણી.

Read Full Post »

(Thanks to webjagat for this picture)

Thanks giving Day….અમેરિકામાં આ સપ્તાહ છૂટ્ટીઓથી ભરેલું, કુટુમ્બીજનો સાથે પ્રવાસ કે ગેટ ટુ ગેધરની મજા માણવાની , આ આભાર વિધિ એ એક લ્હાવો છે…ઠંડીની મોસમ ન્યુયોર્કથી ઉપરના વિસ્તારમાં, હિમવર્ષાથી બ્યૂગલ ફૂંકી રહી છે..કેલિફોર્નીઆમાં હવે દિવસો ટૂંકા પણ તાજગી ભર્યા, જેકેટોથી હૂંફાળા ને મજાભર્યા લાગે છે…આવો આપણે પણ હરખાઈએ…

કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ)

અણજાણી ભોમકાએ ભોમિયા થવા,

હરખે વધાવ્યાતા;

સાઈઠના ચોતરાના સાદ

માણીએ એ મીઠડી સૌગાદ

 

 

વસતા દૂર તોયે મેળે મહાલતા

જાનીદાદાની અંતરે જ વાહ!

હળવેથી પોરસ પીરસે પ્રજ્ઞાજી

ભમશું સૌ ચોતરે ઝીલીને ચાહ

 

 

શમણાં મીઠાં વતનનાં માણતાં ઉરે

પરિચયની પાંખડી પ્રસારી ખંડ સાત

ના ઓળખે એ નાત બહાર એવી જ

થઈ ગઈ અમારી નટખટ જમાત

 

 

કોનો આભાર માનું ને કોને જ વિસરું

નત મસ્તકે દાવડાજી ઝબુકૂ રે આજ

તમે મળ્યા ને મળ્યું અમને જીંદગીનું વ્યાજ(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………..

કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)

ખળખળ વહેતાં ઝરણાં અમે
તમે પિતાજી પહાડ
જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે
દઈ સાવજસી દહાડ…કે હેતે અર્પું હું ફૂલછાબ

પવન તમે ને માત ફૂલડું
મળી આંગણે વસંત
રૂક્ષ દીસતા ચહેરા ભલે
હસી ખુશીના સંગ

હૈયે જડીયા મોટા ખ્વાબ
કે હેતે અર્પું હું ફૂલછાબ

તિમિર વેદના વેઠી ઉરે
ધરી સુખની છાંય
થઈ ગયા મોટા અમે કેમના
ન જાણ્યું કદી જદુરાય

દેવ પ્રગટ તમે છો તાત
કે હેતે અર્પું હું ફૂલછાબ

ઘરઘર ઉજળા તમથી મોભી
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ
સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………………..

ધરા  સ્વજનસી.….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ…બસીત (ગઝલ)

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

લાગે  ભલી  મધુર આ વાતો  બધી ગગનની

ગમતી  મને  લીલુડી  મારી  ધરા  સ્વજનસી

 

કેવી  રૂડી   ખીલતી  ઋતુઓ   ધરા  ચમનથી
કેમ  તુજને વિસરું  જ  દુલારી ધરા સ્વજનસી

 

જાણી  કથા  સ્વર્ગની  રૂપલી  બધી  હરખથી
શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી

 

જન્મ   ધરી   ભોમકા   ખીલ્યો   થઈ   લીલુડો
ફૂલો   ધરી  બનું   હું   પૂજારી  ધરા સ્વજનસી

 

ઘૂમે  નભે  નજર  તું   બની  વાદળી   વિરહની
મ્હેંકે   મમતથી   ઉરે  પ્યારી  ધરા  સ્વજનસી

 

મેઘલ  જલ   અમી  ભરી   હરખાવતા  વતનને
કલરવ  થકી  ગાય  એ  ન્યારી  ધરા સ્વજનસી

 

ઘૂમું   ગગન  મધ્યમાં  બંધન   લઈ   ધરણનાં
‘દીપ જલતાં  ખીલતી  પ્યારી ધરા  સ્વજનસી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારત એટલે તિર્થ ભૂમિ. પાવનતાનાં ઝરણાં સદીઓથી વહી સૌની આંતરિક ચેતનાને સદા પુલકિત રાખે છે. આવો પ્રભાતના પહોર જેવી એ ભવ્યતાને માણીએ…

 
આ છે ભારતના ટોપ-10 મંદિરો, જાણો તેના ઈતિહાસથી માંડીને બધી વિગતો
સોમનાથ મંદિર
આ ભારતનું સૌથી પ્રાચીન તીર્થસ્થળ છે. જેની ગણતરી ભારતન 12 જ્યોતિર્લિંગો પૈકી સૌપ્રથમ જ્યોતિર્લિંગના રૂપમાં થાય છે. જેનો ઉલ્લેખ પ્રાચીનગ્રંથોમાં કરાયેલો છે. શિવપુરાણ, શ્રીમદ્ ભાગવત્ અને સ્કંદપુરાણમાં સોમનાથ વિશે જાણી શકાય છે.
આ છે ભારતના ટોપ-10 મંદિરો, જાણો તેના ઈતિહાસથી માંડીને બધી વિગતો
 
બદ્રીનાથ મંદિર
 
અલકનંદા નદીના કિનારે બદ્રીનાથનું મંદિર ચમોલી, ઉત્તરાખંડમાં આવેલુ છે. જેનું નિર્માણ 9મી સદીમાં થયુ હતુ. આ મંદિરનું નામકરણ અહીં મળતા જંગલી બોર બદ્રીના નામ પરથી પડ્યુ છે. આ મંદિરના ભારતના ચાર પ્રમુખ યાત્રાધામો પૈકીનું એક છે. ભગવાન વિષ્ણુના 108 મંદિરો પૈકી એક છે.
 
પૌરાણિક માન્યતા
 
પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ગંગા નદી ધરતી પર અવતરીત થઈ અને 12 ધારાઓમાં વહેચાઈ ગઈ. ત્યારે આ સ્થળ પર વહેતી ધારા અલકનંદાના નામથી પ્રખ્યાત થઈ અને આ સ્થાને બદ્રીનાથ ભગવાન વિષ્ણુનો વાસ થઈ ગયો.
આ છે ભારતના ટોપ-10 મંદિરો, જાણો તેના ઈતિહાસથી માંડીને બધી વિગતો
ધ સન ટેમ્પલ-કોણાર્ક સૂર્ય મંદિર
 
આ મંદિર ઉડિસ્સા સ્થિત છે. આને 13મી સદીમાં રાજા નરસિંહદેવે બનાવડાવ્યુ હતુ. તેને વર્ષ 1984માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેઝ જાહેર કરાયુ હતુ. આ મંદિર સૂર્યદેવના રથના આકારનું છે.
 
પૌરાણિક માન્યતાઃ
 
પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણએ પોતાના એકપુત્ર સામ્બને કોઢ નિકળવાનો શ્રાપ આપ્યો. તેનાથી મુક્તિ મેળવવા માટે સામ્બે સતત 12 વર્ષ તપસ્યા કરી. પછી સૂર્યદેવે પ્રસન્ન થઈને સામ્બને રોગમુક્ત કર્યા. સૂર્યદેવ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવા સામ્બે આ સન ટેમ્પલનું નિર્માણ કરાવ્યુ.
કેદારનાથ મંદિર
 
આ છે ભારતના ટોપ-10 મંદિરો, જાણો તેના ઈતિહાસથી માંડીને બધી વિગતો

 

કેદારનાથ મંદિર
 
હિમાલયના ખોળે આવેલુ કેદારનાથ મંદિર ભગવાન શિવનું મંદિર છે. આ ચારધામ પૈકી એક છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂરના કારણે આ ઐતિહાસિક મંદિરને ખુબ નુકસાન પહોચ્યુ હતુ, પરંતુ લોકોની આસ્થા જરાપણ ઓછી થઈ નથી.
 
પૌરાણિક માન્યતા
 
કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવોએ કૌરવો સાથેના યુદ્ધ દરમિયાન કરાવ્યુ હતુ. જેથી પાંડવો આ યુદ્ધમાં તેમના હાથે વહેલા લોહીનું પાપ ધોઈ શકાય. પછી 8મી સદીમાં ફરી શંકરાચાર્યએ તેનું ફરી નિર્માણ કરાવ્યુ.
 
ક્યારે જવું ?
આ મંદિર એપ્રિલથી નવેમ્બર દરમિયાન દર્શન માટે ખુલે છે.
સંકલન- રમેશ પટેલ(આધાર- દિવ્યભાસ્કર ન્યુઝ)
………………………………………………………………………………………………………………………………………………

પ્રભુ પ્રેમ

પુષ્પની    પાંખડીએ    પરોવી    પરાગ   પ્રભુ   પ્રેમે    રે  પોખીંએ

અમારા  અંતરમાં  અમીરસ  આનંદ ઝીલી આતમ અજવાળીએ

પંચતત્વોની  રચી  સૃષ્ટિ મહાન  ને  છલકાવ્યા ભાવ ઉર સાગરે

ઝૂઝવાં રૂપે પામીએ દર્શન અનંત,તારો મહિમા કેમ કરી માપીએ

…….     …….    …….    ……..    ……..   ………..

તારા વિના જગ સૂનું….રમેશ પટેલ(આકાશદીપ)

ગગન ગોખથી બોલ્યો તારલો,

સાંભળો મારી વાત

તમે  શોધો   ને   હું    શોધું,

ક્યાં સંતાયો રે નાથ?

 

એકમાંથી અનેક  થયો  તું,

ના મળે તારો તાગ

સદીઓથી  રમાડે મોઘમ,

અંધારા અજવાળા સાથ

 

દીઠાં બ્રહ્માંડ તપતાં તાપે,

કોઈ ખૂણે ઠૂંઠવાતાં

કોઈ જગ્યાએ થાય ભડાકા,

ખેલ  કરે નિરાળા

 

દૂર  રહી  આભલે  હું  વિચારું,

તો  તમે  પુષ્પોમાં હસતા

પૃથ્વીવાસી વિચારે વહાલાજી

કે   ગેબી ગગને રમતા

 

માયાપતિ રચે માયા અનેરી,

પંચતત્ત્વોથી શોભે કાયા

ચૈતન્ય    રમે  ખૂણે    ખૂણે,

લઈ  તારી  રે  છાયા

 

એકરૂપ   થઈ   વિચરે   ભાવે,

જ્ઞાન ચક્ષુથી હું ભાળું

ચેતનાનો તું સ્વામી સોહામણો,

તારા વિના જગ સૂનું.

 

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

'Thank you Australia!' તસવીરોમાં જુઓ, મોદીની સંપૂર્ણ ઓસી. યાત્રા

નરેન્દ્ર મોદી…visit to Austrelia..Thanks to Divyabhaskar for the picture.

ભારતીય ભાષા સંસ્કૃત ને સંસ્કૃતિ..રમેશ પટેલ(આકાશદીપ)

ભારતીય ભાષા સંસ્કૃત એટલે ભારતને ગૌરવ ધરતી સભ્યતાનો આધાર સ્તંભ. આ પ્રાચીન ભાષા થકી જ ,એક એવો વૈભવ સમાજ યુગો સુંધી પામ્યો કે જેના થકી,  વિકસીત સમાજના મૂલ્યો જાળવી રાખવાનું સ્વપ્ન જોઈ શકાય. પશ્ચિમી જગતની નવી પેઢી આજે સ્વંતત્રતાના નામે સ્વચ્છંદ થઈ , સ્વાર્થી કે દંભી થવાના લક્ષણો પ્રગટ કરી રહી છે. સંસ્કૃત ભાષાના ખજાનામાંથી જો આપણે આપણી લોકબોલી કે અનેક પ્રાંતીય ભાષાઓ થકી , આ આધ્યાત્મિક મનોભાવો સામાજિક ઘડતર માટે ઝીલીશું તો, એક સાચી દિશામાં આગળ વધીશું. કવિવર રવિન્દ્રનાથ ટાગોર, નોબેલ પારિતોષિકથી સન્માનિત થયા ને પશ્ચિમી જગતથી પ્રભાવિત થયા બાદ અનુભવ્યું કે તેમની સ્વતત્રતા બાહ્ય સ્વરૂપની છે…માનસિક રીતે બીજી પ્રજા પ્રત્યેનો અભિગમ શોષણ કે આધિપત્ય અનુભવાય છે. અંતરમાં પડેલી ને અનુભવેલી એ મનોદશાએ ભારતીય સંસ્કૃતિના મહાસાગર તરફ દૃષ્ટિ નાખી ને એક ગીત દ્વારા સંવેદના પ્રગટ કરી. આવી જ વાતો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઑસ્ટ્રેલિયામાં સીડનીથી સંબોધન વખતે કરી..કેવા આપણા દિવ્ય દૃષ્ટાઓ!..૮૦ વર્ષના યશસ્વી ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર કે સ્વામિ વિવેકાનંદ.  

'Thank you Australia!' તસવીરોમાં જુઓ, મોદીની સંપૂર્ણ ઓસી. યાત્રા

હૈ મેરે અંતર, ઈસ પુન્ય તીર્થ મેં જગો

ભારત કે ઈસ મહાસાગર માનવતટ પર,

કોઈ નહિ જાનતા કિસકે આહવાન પર

કિતને લોગોકી કિતની હી દુર્દમનીય,

ધારાએ કહાંસે આઈ,

ઔર આકર હો ગઈ ઈસ મહા સમુદ્રમેં વિલીન.

આર્ય અનાર્ય દ્રવિડ, ચીની, શક ,હૂણ ,પઠાણ, મુગલ

સબકે સાથ હો ગયે એક દેહમેં અંતરલીન.

……આજ પશ્ચિમને ખોલા હૈ દ્વાર,

વહાં સે લાયે હૈ ઉપહાર,

વે નહિ લૌટેંગે, યહીં રહેંગે, લેંગે દેંગે મિલેંગે પરસ્પર,

ભારત કે ઈસ મહાસાગર , માનવતટ પર.

રવિન્દ્રનાથ ટાગોર.

સૌને સમાવવાની તાકાત અંદરની આધ્યાત્મિક જાગૃતિના પાયા પર જ ઊભી રહી શકે…જે ભારતીય સંસ્કૃતિનાં દર્શન છે…માનવતાનો પ્રકાશ જ શીતલ ને સુખદાયી છે. સંસ્કૃત ભાષા એ પંડિતોની ભાષા બની, પણ તેમાં સમાજને પોષવાનું બળ હતું…મૂળ રામાયણ તો વાલ્મિકી ઋષીએ સંસ્કૃતમાં લખેલ..પણ સંતતુલસી દાસે અવધિ ભાષામાં ‘રામચરિત માનસ’ લખી જન હૃદયે એક ભાવ ,આદર્શ જીવન માટે સ્થાપી દીધો. ..કેટલી ગજબની ભેટ આ સંસારને કવિએ દીધી! રામની કથા કહેતાં …લખલે આ ચોપાઈ સામાજિક જીવન માટે કેટલી બોધદાયી છે જુઓ…

જહાં સુમતિ વહાં સંપતિ નાના

જહાં કુમતિ વહાં વિપદ નિદાના

વૈભવ સાથે સુમતિ ના હોય તો એ સમાજ સદા વિપદાઓથી ઘેરાયેલો રહે છે…જે પશ્ચિમી જગત આજે અનુભવી જાગવા મથી રહ્યું છે…ભારત તરફ દૃષ્ટિ નાખી રહ્યું છે. જ્ઞાન ને ભક્તિનું તીર્થ એવા  કવિ ફક્ત દશ શબ્દોમાં જ જન-સમાજને જગાડી દે છે…આજ આપણી સંસ્કૃતિ છે..’વસુધૈવં કુટુમ્બકં’

  આજે લોકશાહીના નામે એવાં રાજકીય પરિબળો શાસનમાં આવ્યાં કે ..લૂંટ ચાલી..માનવતાની મર્યાદાઓ પોથીની શોભા બની ગઈ…આચરણમાંથી એ ગાયબ થઈ ગઈ…

આપણા અમેરિકામાં વસતા અશરફ ડબાવાલાએ કેટલું સરસ નિરુપણ કરી દીધું… 

તું પાનાં સૌ ઈતિહાસનાં ફેરવીને જો,

રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………………………………………………….

થાશે ડગર…(ગઝલ)રમેશ પટેલ(આકાશદીપ)

છંદ વિધાનગાગાલલગા ગાગાલલગા

 

ખેલ  રણે  તો  સારથ  પ્રભુ

ઝંઝા   ઝૂકી    થાશે   ડગર

 

ખુદની બુલંદીથી ભર જીગર

દેશે   ડગ  તો  થાશે  ડગર

 

જો  છો  ધસમસતા પૂર તમે

બળ તારું  સ્વયં  થાશે ડગર

 

ખીલ્યા જો  ફૂલ થઈ જગતે

દોડી પવન  જ થાશે  ડગર

 

છે ખારા સાગરની તું નિપજ

તપ્યો તું, ગગન થાશે ડગર

 

દીપ  જડે  જો   સત્ય  સાથ

અમર યશ જગે થાશે  ડગર

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારતીય અને પશ્ચિમી શિલ્પકળાના મિશ્રણથી , વૃંદાવનમાં 72 માળનું, ચંદ્રોદય 213 મીટર, વિશ્વમાં   સૌથી ઊંચું શ્રી કૃષ્ણ મંદિર નિર્માણની , ૧૭મી ઑગષ્ટ, ૨૦૧૪ના જન્માષ્ટમીએ ,  છટીકારા રોડ સ્થિત અક્ષયપાત્ર પરિસરેથી સ્થળ ઉપર વ્રજના સંત શરણાનંદ અને મથુરાની સાંસદ હેમામાલીનીની ઉપસ્થિતિમાં ,શુભ શરુઆત થઈને તેનું નિર્માણ કામ શરૂ કર્યુ .આજે  ૧૬ નવેમ્બર,૨૦૧૪ના રોજ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો…એ વધામણી દઈએ…

વિશ્વનું આ સૌથી ઊંચા મંદિરેથી દેખાશે તાજમહેલ, રાષ્ટ્રપિતિએ કર્યો શિલાન્યાસ

-(Thanks to Divyabhaskar for this picture)
વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવાની આ યોજના 2014 માર્ચ મહિનામાં જ અમલમાં મૂકાઈ હતી. 213 મીટર ઊંચા આ મંદિરની શિલાન્યાસની વિધિ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે  સંપન્ન કરી હતી.  ભગવાન શ્રીકૃષ્ણનાં આ મંદિરનાં નિર્માણનું સ્વપ્ન ઈસ્કોન બેંગ્લુરૂનાં ભક્તોનું હતું જે હવે સાકાર થઈ રહ્યું છે.
 
આવનારા 5 વર્ષમાં આ વિશ્વનું સૌથી ઊંચુ ચંદ્રોદય મંદિર, સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. મંદિર ઉપરાંત અહીં કૃષ્ણ લીલા પાર્ક પણ તૈયાર કરાઈ રહ્યો છે. ધાર્મિક પુરાણો કરેલાં ઉલ્લેખો મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનનાં 12 વનોમાં લીલા કરી હતી. એ જ રીતે 30 એકર જમીનમાં એ વનોનું પુનઃ સર્જન કરવામાં આવશે. નદીનો આભાસ ઊભો કરવા માટે તળાવોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ જ 12 વનોમાં ભગવાન શ્રીકૃષણના તમામ લીલાઓ 4-ડી ઈફેક્ટમાં પ્રદર્શિત કરાશે.
 
મલ્ટીમીડિયા, લાઈટ્સ, ઈફેક્ટસ, મ્યુઝિક વગેરેની મદદથી ભક્તો માટે બિલકુલ એવો જ માહોલ તૈયાર કરવામાં આવશે જેવો શ્રીકૃષ્ણકાળમાં હતો. 213 મીટર ઊંચું ગગનચુંબી ચંદ્રોદય મંદિર કુલ 62 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને એમાં કુલ 72 માળ તૈયાર કરાઈ રહ્યાં છે. કૃષ્ણલીલા પાર્ક ઉપરાંત મંદિરનાં પ્રાંગણમાં કૃષ્ણ હેરિટેજ મ્યુઝિયમ, કૃષ્ણવાસ અને કૃષ્ણકુટિર પણ બનાવાઈ રહ્યાં છે. આ મંદિરનાં મુખ્ય હોલમાં 5 હજાર ભક્ત એકસાથે બેસીને પૂજા કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં સૌથી ઉપર એક વ્યુઈંગ ગેલેરી પણ બનાવવામાં આવી રહી છે…જ્યાંથી તાજ મહેલ પણ જોઈ શકાશે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..આધાર..વિવિધ સમાચાર સંસ્થાઓ.

વિશ્વનું આ સૌથી ઊંચા મંદિરેથી દેખાશે તાજમહેલ, રાષ્ટ્રપિતિએ કર્યો શિલાન્યાસ

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં…રમેશ પટેલ(આકાશદીપ)

 

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં

કદમની ડાળીથી કૂદીને કાનજી

હળવેથી મરકતો પૂછતો

તું મને ભીંજવે કે હું તને ભીંજવું?

આ કોયડો હજુય ના ઉકલતો

 

મારે ને મોરલાને ભાઈબંધી રૂડી

ઘાટ પર આવી ને નાચતા

મયુર પીંછે  સોહે કાનજીને પૂછે

થનથન નાચી કોણ કોને રે રીઝવતું?

આ કોયડો હજુય ના ઉકલતો

 

ચરાવી ગાયલડી બેસીને ઘાટ પર

મીઠી વાંસલડી એ વગાડતો

રૂમઝુમ હરખાતી રાધાજી આવતી

કોણ કોનામાં ડૂબતું, એ ગોકુળિયું  પૂછતું

આ કોયડો હજુય ના ઉકલતો

 

વાહ રે ગોકુળ ને વાહ મારા વૃન્દાવન

કોયડામાં બાંધે એ કાનજી…

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં

આજ  રાણી યમુના રાજી રાજી(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Thanks to webjagat for this picture.

ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ નો જન્મ દિવસ..૧૪ મી નવેમ્બર, એટલે બાળદિન. બાળકોના ચાચા નહેરૂ , કોટે ગુલાબનું ફૂલ ને ગુલાબી ચહેરે, બાળકો સાથે એવા પ્યારથી ભળી જાય, કે બાળકો ખુશખુશાલ થઈ જાય. આજે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતી દેશભરમાં ઊજવવામાં આવી રહી છે. નહેરુ યુગ આજે રહ્યો નથી, પરંતુ ભારતની રાજનીતિના ઇતિહાસમાં નહેરુ એક કેરિશ્મેટિક પ્રતિભા હતા લોકશાહીથી દેશને સમૃધ્ધીના પંથે આગળ લઈ જવા, તેમણે આપેલું યોગદાન સદાય સૌને હૈયે યાદ રહેશે..અમારું બાળપણ આઝાદી માટે લડેલ આ પેઢીની છાયામાં પાંગર્યું, તેનું ગૌરવ ગાયા વગર કેમ રહેવાય?…. 

આભાર-સંદેશ ન્યુઝ…..

નહેરુનો જન્મ સ્વરૂપ રાણી અને બેરિસ્ટર મોતીલાલ નહેરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નહેરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નહેરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતા અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. નહેરુ અને તેમની બે બહેનો-વિજ્યાલક્ષ્મી અને ક્રિષ્નાનો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો .જવાહરલાલને ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોતીલાલે ભણવા મોકલ્યા. ૧૯૦૭માં નહેરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે ટ્રિનિટી કોલેજમાં ગયા. પોતાની કેમ્બ્રિજની આ ટ્રાઈપોસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને ૧૯૧૦માં સ્નાતક થયા. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

       ફેબ્રુઆરી-૮, ૧૯૧૬માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી ઇન્દિરા પ્રિયર્દિશની, જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે જાણીતાં બન્યાં હતાં. કમલા નહેરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતાં, પરંતુ ૧૯૩૬માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યાં. ત્યારબાદ નહેરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું.

           

ગાંધીજીના રાજકીય વારસદાર

સમૃદ્ધ ભારતીય બેરિસ્ટર અને રાજકારણી મોતીલાલ નહેરુના પુત્ર હોવાના નાતે નહેરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. જે ધીમેધીમે કોંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યક્તિ રહ્યા હતા અને ધીમેધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડયા હતા.

 તેમણે પોતાના જીવન દરમિયાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડયો. પોતાના જેલવાસ દરમિયાન નહેરુએ ‘ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ (૧૯૩૪), પોતાની ‘આત્મકથા’ (૧૯૩૬) અને ‘ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ (૧૯૪૬) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. ૧૯૨૯માં પહેલી વાર લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું.

 ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના નવી દિલ્હી ખાતે સહુ પ્રથમવાર સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એકમાત્ર નહેરુને પ્રાપ્ત થયું હતું. નહેરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમને ‘આધુનિક ભારતના શિલ્પી’ તરીકે પણ સંબોધવામાં આવે છે.

નહેરુ સ્મારકો

નહેરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ / ઇન્સ્ટિટયૂટો અને સ્મારકો નહેરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટી ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિર્વિસટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું જવાહરલાલ નહેરુ બંદર એક આધુનિક બંદર અને ગોદી છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામાન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નહેરુનું રહેઠાણ હવે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને સ્વરાજભવન ખાતેના નહેરુ પરિવારનાં ઘરોને પણ નહેરુ અને તેમના પરિવારના વારસાના સ્મારકરૂપે જાળવવામાં આવ્યા છે. અમેરિકન ફ્રેન્ડ્ઝ ર્સિવસ કમિટી (એએફએસસી) દ્વારા ૧૯૫૧માં તેમને ‘નોબલ શાંતિ પુરસ્કાર’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

 

બાલદિન ચાચા નહેરુ….રમેશ પટેલ(આકાશદીપ)

 

 ગાવું છે રે ગીત મજાનું,  બચપણ  તારું

 આઝાદીના ઉષઃ કાળ સમ, દીપે નિરાલું

 

 ફૂલ ગુલાબી શોભે જાકીટ, હસતા પ્યારું

 દે  મીઠી  યાદું બાલદિન,  ચાચા  નહેરું

 

 દેશું  શિક્ષા ગૌરવ ઘેલા, જય  હો તારો

 તું  છે ભાવિ દેશનું વીરા, એક  જ નારો

 

 નાના નાના ભેગા થાતા,  હસતા ગાતા

 ખોળે  બેસી  છૂપા-છૂપી, બહુ શરમાતા

 

 શિશુ  ભાવે સહજાનંદી, હું દડબડ  દોડું

 પંખી મેળા આંગણ જામે, ચણ  હું નાખું

 

 તાલી તોલે તવ શ્રીમંતાઈ, વાગે વાજાં

 તારી  હસીએ હસે દુનિયા, બાળા રાજા

 

 લૂંટા-લૂંટી   ઝપાઝપી, માફ  જ  સારું

 યાદ  કરું  જન્મ  દિને ,  ચાચા  નહેરું

 રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

 

આવો પડોશી દેશ વિશે કઈંક જાણીએ…

 

આદરણીયશ્રી વિનોદભાઈએ   રંગુન શબ્દ સુંધી સેતુ અમારા સૌનો જોડેલો, એટલે મને જરા વધુ રસ પડ્યો..આજે શ્રી નરેન્દ્રભાઈ પાછળ અમે પણ નજર દોડાવી..તો ભાઈ મજા પડી ગઈ..આપણે ગુજરાતીમાં વધુ પડતું બોલીએ છીએ..”કેમ છો”…આ લોકોનો વધુ બોલાતો શબ્દ…” ને ઈ કાઈન્ગ લા”

મ્યાનમારના પ્રવાસે મોદી, આધુનિકતાના રંગોથી દૂર છે આ પ્રદેશ!

 

ભારતીય લોકો પરાપૂર્વથી તેને ‘બ્રહ્મદેશ’ કહેતા …અંગ્રેજો આવ્યા ને બર્મી વસ્તી જૉઇ ને ‘બર્મા’ બનાવી દીધું… ને આજની પેઢી એ જૂની જહાલીની શાન ‘નિલમ પથ્થર’  યાને જેને મ્યાન કહેતા  ,એ ઉપરથી નામ દઈ દીધું …” મ્યાનમાર” . બૌદ્ધ સ્થાપત્યો અને બૌદ્ધ પેગોડાઓનો આ દેશની 90 ટકા પ્રજા બૌદ્ધ ધર્મનું અનુસરણ કરે છે, જેનું કારણ ભારતના સમ્રાટ અશોકના શાસનકાળમાં બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનો આ દેશમાં સંબંધો થકી થયેલો પ્રચાર પ્રસાર… સદીઓથી વિવિધ વિદેશી શાસન હેઠળ રહ્યા બાદ,૧૮૨૪, ૧૮૫૨ ને ૧૮૮૫માં યુધ્ધ લડી ,અંગ્રેજોએ ભારતમાં ભેળવી દીધું. વિશ્વયુધ્ધમાં જાપાને કબજો જમાવ્યો ને ઘૂમાવ્યા બાદ, ૧૯૩૭માં આઝાદ થયું. છેલ્લે ૪થી જાન્યુઆરી, ૧૯૪૮ને તેણે આઝાદ દીન ઘોષિત કર્યો. હમણાં વર્ષ 2012 સુધી લશ્કરી શાસન હેઠળ રહ્યા બાદ મ્યાનમારને  પ્રજાકીય શાસનના માર્ગ ખૂલ્લા થયા.

મ્યાનમાર દુનિયામાં ગોલ્ડન લેન્ડ તરીકે પણ જાણીતો દેશ છે. પ્રવાસ તથા જોવાલાયક કુદરતી પ્રદેશોથી તે ભરપૂર છે. અહીંયાં વર્લ્ડ હેરિટેજ સાઇટ, શાનદાર સ્મારક, અસંખ્ય પેગોડાઓ, સાફસૂથરો પ્રદૂષણમુક્ત સમુદ્રતટ, સુંદર બાગબગીચાઓ, લોકોની વિશિષ્ટ જીવનશૈલી,હિલ સ્ટેશન વગેરે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. યંગોન એ મ્યાનમારનું સૌથી મોટું શહેર છે.આ પુરાતન શહેરને લોકો ગાર્ડન સિટી ઓફ ધ ઇસ્ટ તરીકે પણ ઓળખે છે. યંગુનમાં વિશ્વપ્રસિદ્ધ પેગોડા છે. આથી બર્માને પેગોડાના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
અહીંયાનો બૌદ્ધ સ્તૂપ એ બૈદ્ધ ધર્મીએનું પવિત્ર સ્થળ છે.ન્ગાપીલી નામનો સમુદ્રતટ ,વિશ્વમાં’ નેપલ્સ ઓફ ધ ઇસ્ટ’ તરીકે ઓળખાય છે. જે વિશ્વનો સર્વશ્રેષ્ઠ રમણીય સમુદ્રકાંઠો ધરાવે છે. પિંડાયા નામની ચૂના પથ્થરમાંથી બનેલી ગુફાઓમાં બુદ્ધની વર્ષોજૂની મૂર્તિઓ આવેલી છે. અહીંના માંડલે શહેરને’ સિટી ઓફ જેમ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાં સાહિત્ય તથા પરંપરાગત કલાઓનો ખૂબ જ વિકાસ થયો છે. આ સાંસ્કૃતિક શહેરની આજુબાજુ અનેક પર્યટન શહેરો છે. તાઉન્ગ્યી આ એક પ્રસિદ્ધ સમર રિસોર્ટ છે. રંગબેરંગી તરતાં હજારો નદી ઝરણાંઓ સૌનાં મન મોહી લે છે.પ્રાકૃતિક સુંદરતા મ્યાનમારમાં ભરપૂર છે.
મ્યાનમારના પ્રવાસે મોદી, આધુનિકતાના રંગોથી દૂર છે આ પ્રદેશ!
મ્યાનમારમાં રંગુનમાં સ્વેદગોનના પેગોડા, બાગાન, મંડાલે, પિંડયા, ઇન્લે લેક, અમરાપુરા જેવા સ્થળો જોવાલાયક છે.  ઊંચાઇ ૩૩૦ ફૂટ છે એવા, તેમજ તેના પર ૬૦ ટન સોનાના વરખ મઢેલા પેગોડાની વિશેષતા એ છે કે, રંગુન શહેરના કોઇ પણ ખૂણેથી આ પેગોડાને તમે જોઇ શકો છો.  તે ઇસ પૂર્વે ત્રીજી સદીમાં બુદ્ધના વખતના હોવાનું મનાય છે. મંડાલેમાં કુથોદવામાં ૭૨૯ શિલાઓમાંથી ૭૨૯ દેરીઓ બનાવીને તેના પર ૨૪૦૦ બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા, ત્રિપિટકોના વિશ્લેષણ સોનાના વરખથી કોતરાવામાં આવ્યા હતાં પરંતુ કાળક્રમે આ વરખ કાઢી લેવાયું છે. પિંડયાની ગુફામાં બુદ્ધની ૮૦૦૦ પ્રતિમાઓ સંગ્રહાયેલી છે. મિંગોનમાં દુનિયાનો સૌથી ઊંચો સ્તૂપ છે જેની ઊંચાઇ પ૦ મીટર છે. પરંતુ આ સ્તૂપ એક તૃતીયાંશ જેટલો જ ચણાયેલો છે. જો એ પૂરો થયો હોત તો તેની ઊંચાઇ ૧પ૦ મીટરની હોત. બાગાન શહેરમાં ૩૦૦૦ પેગોડા છે. આ શહેરની એ વિશેષતા એ છે કે તમે તેની કોઇ પણ દિશા જુઓ તેમાં પેગોડા નજરમાં આવે છે. આ પૌરાણિક સ્થાપત્યો જોઇને આશ્ચર્ય થાય છે કે આટલા વર્ષો પહેલાં આટલી ઉંચાઇ ધરાવતાં અને આટલી સંખ્યામાં સ્થાપત્યો કેટલી મહેનતથી ઉભા થયા હશે.
મ્યાનમારના પ્રવાસે મોદી, આધુનિકતાના રંગોથી દૂર છે આ પ્રદેશ!
 Thanks to Divyabhaskar for these pictures.
યંગૂન
યંગૂમ મ્યાનમારનું સૌથી મોટું શહેર છે, મ્યાનમારની પૂર્વ રાજધાની રહી ચૂકેલા આ શહેરમાં મોટાં મોટાં બગીચા હોવાના કારણે તેને ગાર્ડન સિટી ઓફ ઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. યંગૂનમાં જ વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ડ પગોડા સ્થિત છે. આ ભવ્ય સ્તૂપ બૌદ્ધ ધર્મીઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે જ્યાં આવીને લોકો શાંતિનો અનુભવ કરે છે. આ સિવાય અહીં બ્રિટિશ સંસ્થાનવાદી કાળના ચર્ચ અને સ્મારકો પણ જોવા મળે છે. 
આધાર–વિધવિધ સમાચાર સ્ત્રોત…

Read Full Post »

I, Yukiko, will be the host of the event, and I will chose one book,

will be the host of the event, ..with Thanks to webjagat for this picture.

પુસ્તક એટલે સાચો મિત્ર. સદવાચનથી જીવન બદલાઈ શકે છે. પુસ્તક વાંચે શો લાભ થાય? તો જવાબ મળે…વાચક માત્ર આજના સમયમાં જ નહિ, પ્રાચિન સભ્યતા ને ઈતિહાસને..ખંડેર બોલતે હૈ..ની કથાને સાચી રીતે મનન કરી શકે. પુસ્તકો થકી જ સંસ્કૃતિ વાવટો ફરકાવતી રહે છે. આલેખન કળા…તામ્ર પત્રક..શિલાલેખ…કાગળ..પ્લાસ્ટિક ને હવે ડીઝીટલ સ્વરૂપે ..કેસેટ કે ઈ-બુકમાં, આપણે આ ધરાએ માણતા થઈ ગયા છીએ. સચિન તેંદૂલકરે હમણાં જ પોતાની આત્મકથા પ્રકાશિત કરી..ને પુસ્તક વેચાણ વિક્રમ સર્જશે..એવા અહેવાલ વહેતા થયા. સહજાનંદ ટ્રષ્ટ (કચ્છ) કે , લોકમિલાપ ટ્રષ્ટ .. જેવી ઘણી જ સંસ્થાઓ ગુજરાતમાં પૂરક સહયોગી બની..સુંદર પુસ્તકોને ૪૦ ટકા જેટલા સસ્તા બનાવી …વાચકોને પુસ્તક પ્રેમી બનવામાં મદદ કરી રહ્યા છે. સ્વામિ સચ્ચિદાનંદની સમાજ લક્ષી વિચારધારાનાં અઢાર હજાર પુસ્તકો આ લોકોના સહયોગે વૈચારિક સુગંધ ફેલાવી રહ્યાં છે…પહેલાં ભૂખ્યાને અન્ન દો…નાગાને વસ્ત્ર દો..રોગીને સેવા પહોંચાડો..અને શસક્તને કામ દો…આ સાથે સૌને વિદ્યા દાન દો , દો ને દો. અરધી સદીની વાચન યાત્રાની જે શ્રેણી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદન કરેલી…તે ૬૦૦ પાનના અમૂલ્ય સાહિત્યના પુસ્તકની કિંમત ફક્ત ૨૫ રુપિયા…હજારો નકલો સાથે ચાર કે પાંચ ભાગ બહાર પડી, જે દેશ ને પરદેશમાં, આ ઈન્ટરનેટની સવલત પહેલાં, ઘેર ઘેર પહોંચી ગયાં. અમારા એક સંબંધી શ્રી રામભાઈ થકી પરદેશમાં, મને આ ભાગોને વાંચવા થકી…ઘણી બધી સાહિત્યિક ઉપલબ્ધી થઈ ..એ ઋણ સદા યાદ રહેશે. આવા  ભગિરથ કામ કરી બતાવતા સૌ સાચા કર્મયોગી છે….વડોદરાના સયાજીરાવની ગામે ગામમાં પુસ્તકાલયની સુગંધ ને શિક્ષણ માટેના પ્રત્સાહન થકી…બાબાસાહેબ આંબેડકર જેવા અનેક સપૂતોની સેવા સમાજને મળી છે, એ કેમ વિસરાશે? આવો ભેગા મળી વિચારોનું વાવેતર કરીએ ને સ્વસ્થ નાગરિકો થકી…આ ધરાને શોભાવીએ….

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………..

શબ્દ  જ  થઈ મારે ઊગવું છે વ્હાલે……રમેશ પટેલ(આકાશદીપ)

 

 

શબ્દ  જ  થઈ મારે ઊગવું છે વ્હાલે

પણ લાગણીની ભીંનાશ ના રે ભાળી

આ કાગળ રહી કોરા! નિશાસા  નાખે

પિંજર  મહીં પૂરાણી  જ  મેના રાણી

 

આવ્યા  જ  સંદેશા  ભીતરે ઘૂઘવતા

ચઢ્યું  જ  તોફાને  કોક   ભૂલીભાન

રેલાયું  હૈયું ,  ભીંજ્યા  કિનારા સૂકા

ને ચીતરાઈ  આ રેત  ભોળી  ભાત

 

ખંખેરિયા  રે   વાટે   અબોલા   મીઠા

વાવ્યા  અમે  દાણા  સ્નેહના  ચોપાસ

ટહુકી  વસંત  રમે  વાય  રે  રૂમઝૂમ

લખ્યા જ  ખત  ભરી  શબ્દમાં  સુવાસ

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Older Posts »