ચીંતન….
…ધન વધતાં ધમાલ વધે છે.
…સફળતાની કિંમત ખૂબ જ વધી જાય છે, જ્યારે શક્તિ સાથે સત્ત્વ તત્ત્વ સાથે ભળે છે.
…પૈસાના ગણિતમાં , જીવનનું ગણિત ગોટે ચડે ..પછી કોયડા જ કોયડા.
…સમિક્ષા કરતાં આવડ્યું તો તમે વ્યવહાર કુશળ, નહીં તો લોલક જેવા આ છેડેથી પેલા છેડે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
Thanks to Mangalik . Marriage plot….Anand |
વતનની સફરે , ઉતરાયણની મજા માણવા અનેક ઓળખીતાઓ , અમેરિકાથી પહોંચી ગયા છે. પતંગો સાથે ખુશીની મોસમ એટલે લગ્નની મોસમ. નડિયાદ ,આણંદ ને ચરોતરના પંથકમાં ..વિધવિધ વિદેશોમાં વસેલા, આપણા સ્વજનો એકબીજાને મળી , મહાલી આ લ્હાવો લૂંટી રહ્યા છે. અમારી આણંદ રહેતી દીકરી મેનકા-કેતન પટેલનો… લગ્ન માટે..માંગલિક પાર્ટી પ્લોટ(આણંદ– વિદ્યાનગર) રોડ પર છે, ને શરણાઈના સૂરો સાથે ઢમઢમ ઢોલ વાગી રહ્યા છે. ચાલો ત્યારે ફરીથી આ ગીત દ્વારા આપણે પણ વતનની સફરે, શાબ્દિક ભાગીદારી નોંધાવીએ…
Visit to Gandhinagar
યશવંતી ગુજરાત…રમેશ પટેલ(આકાશદીપ)
ગુણીયલ ગુર્જર ગિરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાંતિના, દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ
જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ.
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપ ને,જગત જનનીનો સાથ.
ધરતી મારી કુબેર ભંડારી, ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ.
રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહીસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત
પાવન તીર્થ , તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન અમાપ
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વલ્લભ સરદાર સંગે ગાજે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ
ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
અનુપમ તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત
રમાડે ખોળે સિંહ સંતાન , શોભે યશચંદ્ર તવ ભાલ
ગાયાં પ્રભાતિયાં ભક્ત નરસિંહે, આભલે પ્રગટ્યા ઉમંગ
સાબર દાંડી શ્વેત ક્રાન્તિના, દીઠા પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વધાવે વીર સુનિતા છાયો પ્રેમ અનંત
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)
બહુજ સરસ યશોગાન,તમારો અદભૂત દેશ પ્રેમ અડકી ગયો.
ખૂબ સુંદર યશોગાન … ઈને કોઈ રીતે વતનપ્રેમ – દેશપ્રેમ સદા આપનો છલકાતો જોવા મળેલ છે.
Thanks…Shri Gajjarbhai..(Famous writer)
Today at 9:20 PM
DEAR SHREE RAMESHBHAI,
NAMASTE.
VERY FINE WORDS EXPLANATION.
GOOD LUCK
JAY GAJJAR
અમેરિકા બેઠાં ઓઢ્યો મેં તો ગુર્જર રંગ,
સવારના મળ્યો તને ‘ચમન’ ગુર્જર રંગ!
I have no words for your poetry.
મધુરા શબ્દોમાં સુંદર યશોગાન
માનનિય શ્રી રમેશભાઈ,
વાંચીને હયું હરખથી રંગાઈ ગયું આટલી સુંદર રચના રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!
વલ્લભ સરદાર સંગે ગાજે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ
Jai Gujarat !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
આદરણીયશ્રી. રમેશભાઈ
સુંદર યશગાથા
ગુજરાતની યશ ગાથા ગાતી સુંદર કાવ્ય રચના
બીજી માહિતી અને ચિત્રો સાથેનું ગમી જાય એવું સરસ સંકલન