કાનજીનું મોરપીંછ….રમેશ પટેલ(આકાશદીપ)
વરસાદની મોસમની મજા જે ભારતીય ઉપખંડમાં છે, તેનાથી વિપરિત જ અમેરિકા કે યુરોપ ખંડમાં છે. શીત ભર્યા વાયરે વરસતો વરસાદ , હિમવર્ષામાં ફેરવાય જાય છે. બરફની એ શ્વેત ચાદર , બધી ચહલ -પહલ અટકાવી, સર્વત્ર શાન્તિ પથરાવી દે છે. આધુનિકતાની સગવડો એટલે કે યંત્ર યુગથી માનવ સૃષ્ટિ , સમતોલન સાધે છે. પણ વગડે જીવતી સૃષ્ટિ , આ વિકટ ઋતુ પરિવર્તનમાં , કુદરતના ખોળે સમર્પણ કરી જીવે છે કે મરે છે. આજે આ વાદળો જોઈ, ગામમાં મનભરી નીરખેલી મોરની મસ્તી યાદ આવી ગઈ. મોર, વૃન્દાવન અને યમુનાજીના નીરમાં , નટખટ કનૈયાનાં કામણ ..વરસતા વરસાદે કેવાં ભીંજવી નાખે..એમાં મન ભીંજાયું ને આ ગીત ..મોરપીંછને જ દઈ દીધું.
(Thanks to webjagat for these pictures)
કાનજીનું મોરપીંછ….રમેશ પટેલ(આકાશદીપ)
વનના મનના વાયરા વછૂટ્યા
ગગને ગર્જ્યા વાદળો વિહવળ
વરસો જ અહીં, છે રૂડું વૃન્દાવન
થનથન ટહુકે મોરલા મનહર
વગડે ભમતી પૂછતી જ ગોપી
અલ્યા! ભાવે કોણ આ ભીંજાયું?
નટખટ ટીખળી કાનજી જ બોલે
….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ
ફરફર ફોરમ, છૂટતી જ સોઢમ
ઘમઘમ ઘૂમે નેતરે વલોણાં
નટખટ નજરું એ છલકંત મટુકી
હળવે લૂંટાય જ થઈ સલોણાં
વગડે નાચી મોરલો રે ટહુકે
અલ્યા! ભાવે કોણ આ છંટાયું?
ઝટઝટ ઓઢી કામળી વદે નટખટ
…….ગોપીયું…ગોપીયું…ગોપીયું
ખળખળ ઉછળે નીર આ યમુનાના
રૂમઝૂમ ટહુકે વાયરે કદમ આ
ખબ આ ખાબક્યું જળ જમનામાં
ધસમસ ધસતા કાનજી બળુકા
યમુના ઘાટે પૂછતી જ ગોપી
કોણ યમુનામાં જઈ જ ભીંજાયું?
નટખટ ટીખળી કાનજી જ બોલે
….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ
રમેશ પટેલ(આકાશદીપ)
સુંદર કાવ્ય છે.
વગડે ભમતી પૂછતી જ ગોપી
અલ્યા! ભાવે કોણ આ ભીંજાયું?
નટખટ ટીખળી કાનજી જ બોલે
….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ
ભાવકોને પણ ભાવથી ભીંજવતી કાવ્ય રચના ગમી ગઈ .
ભૂતકાળમાં કિશોર અવસ્થામાં વગડે જઈને મોરના પીંછ ભેગા કરી લાવતા એની યાદ
તાજી થઇ ગઈ ! મોરના પીંછાના રંગોની કરામત તો માત્ર સર્જનહાર જ કરી શકે !
વગડે ભમતી પૂછતી જ ગોપી
અલ્યા! ભાવે કોણ આ ભીંજાયું?
નટખટ ટીખળી કાનજી જ બોલે
….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ સુંદર
Sundar Rachana !
Jai Shri Krishna !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
Prakrutinu adabhoot sarjan ahij thai gayu hoy evu maneto lagyu jane gokuliyamaj ghumati naa hou!!!!!!!!!
I agree with all the comments came in.
“યમુના ઘાટે પૂછતી જ ગોપી
કોણ યમુનામાં જઈ જ ભીંજાયું?
નટખટ ટીખળી કાનજી જ બોલે
….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ.”
માનનિય રમેશભાઈ, ખૂબજ સૂદર અને વર્ણનાત્મક રચના છે. અભિનંદન!
શ્રીમાન. રમેશભાઈ
ભાવકોને પણ ભાવથી ભીંજવતી કાવ્ય રચના ખ7ઉબ જ પસંદ પડી