Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 11th, 2013

કચ્છ નહીં દેખા તો ક્યા દેખા? એક બાર તો ગુજરાત પધારો.(Thanks to webjagat for these pictures)

  આ છે અમારા લાડલા સૌના પ્યારા શ્રી અમિતાભ બચ્ચન. આજે તેમના ૭૧મા જન્મદિને આ બહુમુખી પ્રતિભાને ખૂબ ખૂબ અભિનંદન. બોલે બચ્ચન, ગાય બચ્ચન, નાચે બચ્ચન અને સદી નાયક અભિનેતા બચ્ચન. નવરાત્રીએ મા દૃગાની આશિષ સદા તેમના શીરે વરસતી રહે …એવી શુભેચ્છાઓ સાથે જય માતાજી…જય જય ગુજરાત.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

શ્રીઅમિતાભ બચ્ચન એટલે ગુજરાતના ચહિતા..જેણે વિશ્વના ખૂણે ખૂણે સંદેશો દઈ દીધો..વતન સાદ કરે છે..વાઈબ્રન્ટ ગુજરાત..એટલે નવરાત્રી મહોત્સવ..પતંગોત્સવ..સાવજ દર્શન..કચ્છનું શરદનું રણ કે જય સોમનાથ. ભારતના પશ્ચિમ કાંઠે ૨૦.૬થી ૨૪.૪૨ ઉત્તર અક્ષાંશ અને ૬૮.૧૦થી ૭૪.૨૮પૂર્વ રેખાંશ વચ્ચે વસેલા ગુજરાતને મળ્યો છે…૧૬૬૩ કિ.મી. લાંબો દરિયા કિનારો. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવનો ખજાનો અને એવી જ ખમીરવંતી પ્રજા. આપણું જય સોમનાથ એ દંતકથા પ્રમાણે સૃષ્ટિના સર્જનના સાક્ષીનું પ્રતિક છે. શ્રી કૃષ્ણભગવાનની દ્વારકા કે કચ્છનું ધોળાવીરા સઘળું લાખેણું નજરાણું.

               શ્રી કૃષ્ણના પ્રપૌત્ર અનિરુધ્ધની પત્નિ ઊષાસુંદરીએ જ આ ગરબા , દ્વારકાની ગોપીઓને શીખવાડ્યા ને આજે વિશ્વ ફલકે એ લોક સંસ્કૃતિ  થઈ ઝૂમે છે. શક્તિપીઠો મા અંબાજી, માત મહાકાળી કે મા બહુચરાજી ને સાથે મા આશાપૂરા ને મા ઉમિયાજી કે મા ખોડલના સંસ્કાર સાથે, જૈન , પારસી ને ઈસ્લામની ભવ્ય ધરોહરથી ગુર્જર ભૂમિ  ઝગમગે છે. શ્રી ગાંધીબાપુ ને સરદારની આ વિરાસતને માણવા ..શ્રી અમિતાભના બોલે બોલીએ કે ‘એક બાર તો પધારો ગુજરાત.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

મહેકતું ગુજરાત

ગાજે  મેહૂલીઓ  ને  સાવજની  દહાડ
જાણજો  એજ  મારું  વતન  ગુજરાત

જ્યોતને  અજવાળે  રમે  ભક્તિ શ્રધ્ધા
આંખની  અમીથી  વહે  દાનની  ગંગા
પ્રભાતીયાના  સૂરે  જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો  એજ  મારું  વતન   ગુજરાત

શીખવ્યા  સાગરે  સૌને સાહસના પાઠ
ને સાબરે  પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે  જય  સોમનાથની હાકો દિનરાત
જાણજો  એજ   મારું  વતન ગુજરાત

શોભતો   કચ્છડો   મારો  શરદની   રાત
વલસાડી   કેરી  જેવા   કોયલના   ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની  ભાત
જાણજો   એજ   મારું  વતન    ગુજરાત

તાપીના  તટ  ને પાવન  નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું  ગરવું ગુજરાત
ઘૂમતા   મેળાંમાં    લોક  ભૂલીને  જાત
જાણજો   એજ   મારું   વતન  ગુજરાત

છે  ગાંધી  સરદાર મારી  ગુર્જરીના  નેત્ર
દીતિ   સંસ્કૃતિ  મારી  થઈ   વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો   એજ   મારું  વતન  ગુજરાત

ના  પૂછશો  ભા  કોઈને,  કેવડું  મોટું ગુજરાત
જ્યાં  જ્યાં  વસે  ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત

Read Full Post »