શ્રાવણનો સત્સંગ…..શુધ્ધાત્મા..ખૂબ જ ઊંચી દાદાઈ જ્ઞાનવાણી…જાણી ..અવલંબન તૂટ્યા તો… ‘શિવોહં’
(Thanks to webjagat for this picture)
પ્રશ્ન….આત્મા એના મૂળ સ્વભાવમાં તો શુધ્ધાત્મા છે તો એને બધા કષાયો કેવી રીતે લાગ્યા? ને કર્મ કેવી રીતે બંધાણા?
દાદાશ્રી………………………………….
આ સંસાર છે તે આત્માની હાજરીથી ચાલે છે. એ ‘સાયન્સ’ છે!
આપણે લોખંડને તત્ત્વે કરીને શુધ્ધ છે એમ કહી શકીએ પણ જો વાતાવરણનો સંસર્ગ કરશે તો કાટ ચડશે…નિયમથી. સંજોગોનો સ્પર્શ થાય તો એને કાટ ચઢ્યા વગર રહે નહીં. આત્મા મૂળ સ્વભાવથી તો શુધ્ધ જ છે, પણ આ લોકમાં છે તેથી, ત્યાં સુધી, બીજાં તત્ત્વોની અસર થયા કરવાની…એ જ સાયન્ટિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ‘ છે. આત્માની ચૈતન્ય શક્તિથી, વિકલ્પો થાય છે. પૂદગલનું સક્રિયપણું એવું છે કે પોતે અજીવ છે છતાં જીવ જેવું ભાસે છે. જેમ આ ચકલી અરીસામાં પોતાના પ્રતિબિંબને ચાંચ મારે છે એમ.
આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે. પૂદગલનો સ્વભાવ અધોગામી છે. આત્મા સ્વભાનમાં ના આવે ત્યાં સુંધી આરોપિત ભાવે આ લોકે પૂદગલના જોરે, જે પરમાણું ચોટ્યાં છે , તે ખપાવવા મથે. મનુષ્યમાં આવી મનુષ્ય ધર્મનો ભાવ તૂટ્યો અને દેવ ધર્મનો ભાવ ઉત્પન થાય, ક્ષેત્રજ્ઞ દશામાં આવે , તો આ કાટ લાગવાનો બંધ થાય. શુધ્ધાત્મા પ્રાપ્ત થાય એટલે સ્વ સ્વભાવે વિકલ્પો ઓછા થતા જાય અને ઉર્ધ્વ ગતિ કરે.
પૂદગલનાં પરમાણુંનું ખેંચાણ નીચે લઈ જાય…કર્મ ખપાવે. મનુષ્યલોકથી ઉપર છ લોક છે. આ લોક થી પર જાઓ ત્યારે આત્મા સિધ્ધલોકમાં જશે ત્યારે એને આ કાટ નહીં લાગે. અત્યારે જે બાહ્ય જગત ઊભું થયું છે, તેમાં દૃષ્ટિ ફેર થાય તેમ ઊકેલ આવતો જાય. આ અવસ્થાનો નિકાલ ના થાય તો નીચેના સાત લોકો તરફ ખેંચાતો જાય…તે જો સમજાય તો ..ચૌદલોકની દુનિયા ને નાથની સમજ આવે.
આ જગતનું નિર્માણ આ અવિનાશી વસ્તુઓ ભેગી થઈ અને જે અવસ્થાઓ ઉત્પન થઈ …જે નિરંતર પરિવર્તનશીલ થઈ ,’સમસરણ’ રમ્યા જ કરશે.આ ઈન્દ્રીય સુખ જે માણો છે..તે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે.બધો ચરિત્ર મોહ ઊડી જાય ..એટલે શુધ્ધ ઉપયોગ જ રહે. ‘વ્યવસ્થિત’ આ બધું ચલાવે છે..એ અમારું વિજ્ઞાન છે. આ શુધ્ધાત્મા તેના તાબે નથી…બીજું બધું તેને તાબે છે. તમારે જ્ઞાતા દૃષ્ટા થવાનું છે…મનુષ્ય દેહે.
સંકલન….રમેશ પટેલ(આકાશદીપ)…આધાર…અક્રમ વિજ્ઞાન.
…………………………………………………………………………………………………………………………………
શ્રાવણિયા આ સાદ……રમેશ પટેલ(આકાશદીપ)
ગુંજે હર હૈયે હર નાદ
વ્હાલા શ્રાવણિયા આ સાદ
નીલું અંબર તું નીલકંઠ
શિવાલય આ અવનિ અખંડ
અર્પી બીલીપત્ર નમું શિવલિંગ
ઝરમર શ્રાવણ ઝીલો અનંગ
ઓમરૂપા જપું લઈ રૂદ્રાક્ષ
ધ્યાન મંગલ તવ શિવ ત્રિઅક્ષ
ધર્મ ધ્યાને શ્રાવણી દે શાતા
માગું દર્શન દો સુખ સુજાતા
જ્યોતિ સ્વરૂપા અમર ઓ દેવા
શંભુ શિવ તું જ મહાદેવા
રમેશ પટેલ(આકાશદીપ)
જ્યોતિ સ્વરૂપા અમર ઓ દેવા
શંભુ શિવ તું જ મહાદેવા
‘શ્રાવણનો સત્સંગ’ લેખ અને કાવ્ય રચના ખૂબજ સુંદર થી છે.
જ્યોતિ સ્વરૂપા અમર ઓ દેવા
શંભુ શિવ તું જ મહાદેવા
રમેશ પટેલ(આકાશદીપ)
Remembering Lord Shiva.
Nice Rachana.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !..See you on Chandrapukar.
આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)
શ્રાવણ માસનો નાદ ગુંજતો કરી શિવ મહિમાનું જ્ઞાન કર્યું છે.