હોળીની ખૂબખૂબ મુબારક…
(Thanks to webjagat for this picture)
આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)
હૈયાને રંગમાં ઝબોળી
આવી છે રંગીલી હોળી
છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ
શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ
ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી
આજ આવી છે રંગીલી હોળી
ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ
છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ
રંગભરી રમે નવોઢા ભોળી
આજ આવી છે રંગીલી હોળી
ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ
વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ
લાવો ધાણી ખજૂરની ઝોળી
આજ આવી છે રંગીલી હોળી
રમેશ પટેલ(આકાશદીપ)
રંગભરી રમે નવોઢા ભોળી
આજ આવી છે રંગીલી હોળી
ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ
વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ
સરસ અભિવ્યક્તી
આદરણીય શ્રી રમેશભાઈ,
રંગભરી રમે નવોઢા ભોળી
આજ આવી છે રંગીલી હોળી
ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ
વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ …
ખૂબજ સુંદર અભિવ્યક્તિ. હોળી પર્વની આપ તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
આપને અને આપના કુટુંબીજનોને હોળીની લાખ લાખ વધાઈ.
સરસ ગીત. આપને અને આપના પરિવારને હોળીની અનેક શુભકામનાઓ.
હોળી એટલે રંગોનો અને હર્ષ ઉલ્લાસનો તહેવાર .
સુંદર કાવ્ય રચના .આપને હોળી મુબારક .
[…] ( આકાશ દીપ ) […]
શ્રીમાન. રમેશભાઈ
આપની સુંદર રચના દ્વારા
ઢોલનો અવાજ સુરત સુધી
સંભળાય છે, મારા વડીલશ્રી.
” ઢોલ વાગ્યા હોળીના,
લઈ કેસરિયા વ્હાલ
વ્રજમાં નાચે રે કાન,
ભેટો લઈને ગુલાલ …”
ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ
વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ
હોળીનાં રુડાં રુપાળા ઢોલ વગાડ્યાં છે.
રંગ પર્વની ખુબ શુભેચ્છઓ શ્રી રમેશભાઇ
[…] (આકાશદીપ) […]