રૂપલું કોઈ મળ્યું મને…..રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-જદીદ…ગાલગાગા ગાલગાગા ગાગાલગા
વાત મારી ફૂલડાં છાની ના રહી
આજ તમથી રૂપલું કોઈ મળ્યું મને
રંગમાંથી રંગ કેવા ખીલ્યા હવે
સ્વયંમ ચિત્રકાર થવાનું મળ્યું મને
શીદ માંડું દૂર વ્યોમે નજરું હવે
ચાંદસું રૂપ ઘૂંઘટે તો જડ્યું મને
ના મને ઓ વાદળી ભીંજાવો વધુ
સ્નેહ સરવાણીસું કોઈ અડ્યું મને
ના જરૂર મારે તમારી ખુશ્બુ પવન
તરબતર કરતું જ કોઈ ભેટ્યું મને
લાગતા ટમટમ દિવા ઝાંખા આ ગલી
ઝરુખડે ઝગમગતું કોઈ મળ્યું મને
ના હવે દેજો પંખીડાં સંદેશ બહુ
છલકતું ઉર આનંદે તો મળ્યું મને
સુંદર ગઝલ થયા તમે ને ગાતો બધે
શાયરે મહેફિલનું બિરુદ મળ્યું મને
આજ નયન ‘દીપના શમણામાં રમે
ભૂલવા સઘળું જ કોઈ મળ્યું મને
રમેશ પટેલ(આકાશદીપ)
બહુજ સુંદર રચના !
આદરણીય શ્રી રમેશભાઈ,
ખૂબજ સુંદર રચના !
સુંદર
વાત મારી ફૂલડાં છાની ના રહી
આજ તમથી રૂપલું કોઈ મળ્યું મને
રંગમાંથી રંગ કેવા ખીલ્યા હવે
સ્વયંમ ચિત્રકાર થવાનું મળ્યું મને
યાદ
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
“રંગમાંથી રંગ કેવા ખીલ્યા હવે
સ્વયંમ ચિત્રકાર થવાનું મળ્યું મને”
વાહ વાહ ! ખૂબ સરસ.
સુંદર ગઝલ થયા તમે ને ગાતો બધે
શાયરે મહેફિલનું બિરુદ મળ્યું મને
આજ નયન ‘દીપના શમણામાં રમે
ભૂલવા સઘળું જ કોઈ મળ્યું મને
છંદમય ભાવ યુક્ત કાવ્ય માણ્યું . અતિ સુંદર .
શ્રીમાન. રમેશભાઈ
સરસ ખુબ જ સરસ
ના મને ઓ વાદળી ભીંજાવો વધુ
સ્નેહ સરવાણીસું કોઈ અડ્યું મને
ના જરૂર મારે તમારી ખુશ્બુ પવન
તરબતર કરતું જ કોઈ ભેટ્યું મને