Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર 10th, 2012

ત્રણ કવિ હૃદયનાં મિલન, સાહિત્યધારાનો સંગમ , કેલિફોર્નીઆમાં શ્રી ગોવિંદભાઇ ‘સ્વપ્ન’

અને તેમના બંધુ ચિમનભાઈના  સ્નેહ આમંત્રણે  સર્જાયા .

   સેનડીયાગોથી પધારેલા ‘વિનોદ વિહાર’ બ્લોગથી સૌને સ્નેહ તાંતણે બાંધતા આદરણીય

શ્રી વિનોદભાઈ પટેલ અને  હ્યુસ્ટનથી લોસએન્જેલસ પધારેલા(હાસ્ય દરબારી), માનવંતા ડોશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,

તેમને મળવાનો લ્હાવો લેવા અમે તલપાપડ થયા.શનિવારે તા.૯/૧૨/૨૦૧૨ ના રોજ મળવાનું નક્કી થયું પણ

શ્રી રાજેન્દ્રભાઈને અનુકૂળતા ન હોતી, છેવટે ત્રણ જણાનો યોગ થયો અને..શ્રી ગોવિંદભાઈ ‘ સ્વપ્ન’

રમેશ પટેલ’આકાશદીપ) અને શ્રી વિનોદભાઈ પટેલ ત્રણેનું સ્વપ્ન સાકાર થયું. પેટભરીને જમ્યા ને

હૃદય ભરીને હાલ્યા…. 

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે….રમેશ પટેલ(આકાશદીપ)

ભોર ભયે આવ્યું સ્વપ્ન મુજને,

સ્વપ્ન એ દૈવી સાચું  જ થયું

વાહ! તમારી  લીલા જ ગોવિંદ

સન્મુખ વિનોદી હાસ્ય જ સર્યું

 

દીપ  જ આકાશનો  કેવો ઉજાશે

ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ

વિહારી ઘેલમાં  છે વિનોદરાયજી

મિત્રો  ત્રણે  બ્લોગના એક પિંડ

 

રે  સુભગ ઓ ઘડી! સ્વપ્નસી

મળ્યા  રે ભાવ ભરતા જ ઉરે

ઉછાળ્યા તરંગો  મા ગુર્જરીના

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »